31.ગજિયા ચુંબકના વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતાં દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે. (√ કે ×)
જવાબ:- ×

32. ચુંબકના ધ્રુવનાં સ્થાન કેવી રીતે નક્કી કરશો?
જવાબ:-
ચુંબકને એક કાગળ પર મૂકી તેની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવી, ધીમે ધીમે ઠપકારતા લોખંડનો ભૂકો તેના બંને ધ્રુવો તરફ આકર્ષાય અને તે તરફ વધુ જથ્થામાં ચોટી જશે જેથી ચુંબકના ધ્રુવના સ્થાન નક્કી કરી શકાય.

33. એક સમાન દેખાતી ચુંબકની પટ્ટી અને લોખંડની પટ્ટી પૈકી કઈ પટ્ટી લોખંડની અને કઈ પટ્ટી ચુંબકની -તે કઈ રીતે નક્કી કરશો ?
જવાબ:-
બંને પટ્ટીઓને બરાબર મધ્યમાં દોરી બાંધી અલગ-અલગ લાકડાંના સ્ટેન્ડ પર સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો , બંને પટ્ટી સ્થિર થાય એટલે બંનેની દિશા નોંધો. વારંવાર આ પ્રવૃત્તિ કરવાથી દરેક વખતે જે પટ્ટી ચુંબક ની પટ્ટી હશે તે એકસરખી દિશામાં સ્થિર થશે. જ્યારે જે લોખંડની પટ્ટી હશે તે દરેક વખતે જુદી જુદી દિશામાં સ્થિર થશે. એક જ દિશામાં સ્થિર થતી પટ્ટી ચુંબક ની પટ્ટી છે.

34.ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
જવાબ:-
હેતુ :- 
ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર -દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે સાબિત કરો.
સાધનસામગ્રી:- લાકડાનું સ્ટેન્ડ, દોરી, ગજિયો ચુંબક.
આકૃતિ:-



પદ્ધતિ:- ગજિયા ચુંબકને તેની મધ્ય ભાગમાં દોરી વડે બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવો. હવે કોઈપણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારતા થોડીવાર પછી ચુંબક સ્થિર થાય એટલે બંને છેડાની સ્થિતિ નોંધો. બે-ત્રણ વાર આ પ્રવૃત્તિ કરી તેનું અવલોકન નોંધો.
અવલોકન:- દરેક વખતે ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. જેમાં તેનો ઉત્તર ધ્રુવ તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ તરફ સ્થિર થાય છે.
નિર્ણય:- ગજિયા ચુંબકને મુક્ત રીતે સમક્ષિતિજ લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.

35. એક ગજિયા ચુંબક પર ધ્રુવ દર્શાવતી કોઇ જ નિશાની નથી, તો તેનો કયો છેડો ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણી શકાય?
જવાબ:-
આપેલા ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય.

36. ગજિયો ચુંબક હંમેશાં ઉત્તર - દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે.(√ કે ×)
જવાબ:-


37.લોખંડની પટ્ટીને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે હંમેશા ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. (√ કે ×)
જવાબ:-
×

38. ચુંબકના કોઈપણ બે ગુણધર્મ લખો. 
જવાબ:- (1) ચુંબકને સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.(2) ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે.(3) ચુંબકના બે ધ્રુવો હોય છે.

39. ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા ?
જવાબ:- ચુંબકને બે ધ્રુવો હોય છે.(1) ઉત્તર ધ્રુવ(N) અને દક્ષિણ ધ્રુવ (S)

40.ચુંબકના ઉત્તર ધ્રુવને_______દક્ષિણ ધ્રુવને વડે દર્શાવવામાં આવે છે. 
A. S,N
B. N,S     
C. S,S
D. U,D

41. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?
A. ઉત્તર
B.દક્ષિણ     
C. પૂર્વ
D.પશ્ચિમ

42. અજાણ્યા સ્થળે દિશા જાણવા___ વપરાય છે.
જવાબ:-
હોકાયંત્ર

43. હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો.
જવાબ:-
 
સિદ્ધાંત: સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ હંમેશા ઉત્તર દિશામાં સ્થિર થાય છે. ઉપયોગ: હોકાયંત્રનો ઉપયોગ અજાણ્યાં સ્થળોએ હવાઈ મુસાફરીમાં, દરિયાઈ મુસાફરીમાં તથા રણપ્રદેશોમાં દિશાઓ જાણવા માટે થાય છે.

44. કારણ આપો: દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.
જવાબ:-
સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.

45. હોકાયંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
આકૃતિ:-



જવાબ:- 
રચના: કાચના ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબ્બી છે. તેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. આ ચંદા કેન્દ્ર પર પોતાની ધરી પર મુક્ત રીતે ફરી શકે તે રીતે ચુંબકીય સોય સમતલમાં ગોઠવાયેલી હોય છે. ડબીને હવાચુસ્ત રીતે પારદર્શક ઢાંકણ વડે બંધ કરેલી હોય છે.
કાર્યપદ્ધતિ: હોકાયંત્રને સમક્ષિતિજ સપાટી પર ગોઠવી ચુંબકીય સોય વર્તુળાકાર ચંદા પર લખેલા ઉત્તર દિશા પર સ્થિર થતાં હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે.

46. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે__ ના ટુકડાને લટકાવતા હતા.
જવાબ:-
કુદરતી ચુંબક

47. કોઇ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે.(√ કે ×)
જવાબ:-


48. લોખંડની પાતળી પટ્ટીમાંથી ચુંબક બનાવી શકાય છે.(√ કે ×)
જવાબ :-


49. કૃત્રિમ ચુંબક __, ___અને___ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.
જવાબ:-
સોયાકાર, નળાકાર, ઘોડાની નાળ

50.ચુંબકના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો એટલે શું ?
જવાબ:-
બે અલગ અલગ ચુંબકના એક જ પ્રકારનાં બે ધ્રુવોને સમાન ધ્રુવો કહે છે. જ્યારે બે ચુંબકના વિરુદ્ધ પ્રકારનાં બે ધ્રુવોને અસમાન ધ્રુવો કહે છે.

51. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? 
જવાબ:- બે ચુંબકોના અસમાન ધ્રુવો એટલે કે એક ચુંબકનો N- ધ્રુવ અને બીજા ચુંબકનો S-ધ્રુવ એકબીજાની નજીક લાવતાં આકર્ષણ થાય છે.

52. બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે?
જવાબ:-
બે ચુંબકો ના સમાન ડ્રો એટલે કે N અને NઅથવાS અનેS ધ્રુવોને એકબીજાની નજીક લાવતાં અપાકર્ષણ થાય છે.

53. ચુંબક ના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે.(√ કે ×)
જવાબ:-


54. કારણ આપો: અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે.
જવાબ:-
લોખંડ અને ચુંબક વચ્ચે આકર્ષણ થાય છે. તેમજ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી, બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે પદાર્થોમાંથી કયું ચુંબક છે. તે ચોક્કસપણે કહી શકાય નહીં. પરંતુ અપાકર્ષણ એ માત્ર બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થવાથી તે પદાર્થો ચુંબક છે તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે.

55. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. 
જવાબ :-
હેતુ:-
બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તેમ સાબિત કરવું.
સાધનસામગ્રી:- બે ગજિયા ચુંબક, મજબૂત દોરી
આકૃતિ:-


પદ્ધતિ:- એક ગજિયો ચુંબક લઈ તેની મધ્યમાં દોરી લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ (N)ની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ (S)લાવી અવલોકન કરો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષીણ ધ્રુવ(S) ની નજીક બીજાનો ઉત્તર ધ્રુવ(N) લાવી અવલોકન કરો હવે લટકાવેલા ગજિયા ચુંબક ના ઉત્તર ધ્રુવ(N) ની નજીક હાથમાં રાખેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ(N) લાવો. આ જ રીતે લટકાવેલા ગજીયા ચુંબકના દક્ષીણ ધ્રુવ(S) ની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ(N) લાવી અવલોકન કરો.
અવલોકન:-


ક્રમ

લટકાવેલા ગજિયા ચુંબકનો ધ્રુવ

1.           

ઉત્તર ધ્રુવ(N)

2.               

દક્ષિણ ધ્રુવ(S)

3.               

ઉત્તર ધ્રુવ(N)

4.               

દક્ષિણ ધ્રુવ(S)


હાથમાંપકડેલા ગજિયા ચુંબકનો ધ્રુવ

પરિણામ

દક્ષિણ ધ્રુવ(S)     

આકર્ષણ

ઉત્તર ધ્રુવ(N)       

આકર્ષણ

ઉત્તર ધ્રુવ(N)      

અપાકર્ષણ

દક્ષિણ ધ્રુવ(S)       

અપાકર્ષણ


નિર્ણય :- ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે.

56. બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે.(√ કે ×)
જવાબ:-
×

57.ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે ?
જવાબ:- (1) ચુંબકને વારંવાર પછાડવાથી 
(2) ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી 
(3) ચુંબકને ગરમ કરવાથી
(4) બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકનો ચુંબકત્વ નાશ પામે છે.

58. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી શી કાળજી લેશો?
જવાબ:-
(1) તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું. 
(2) તેને ગરમ કરવું નહીં. 
(3)તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી.
(4) ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મુકીશું અને અસમાન ધ્રુવો આગળ બંને બાજુએ નરમ લોખંડની પટ્ટી મુકીશું.

59. લાકડાના એક ટેબલની નીચે એક સોય અને એક સ્ટ્રો પડી ગઈ છે . ટેબલ ખસેડ્યા વગર માત્ર સોય કેવી રીતે બહાર કાઢશો ?
જવાબ:-
લાકડાના ટેબલ નીચે પડેલી સોય અને સ્ટ્રોમાંથી સોય એ લોખંડની છે . જયારે સ્ટ્રો એ પ્લાસ્ટિકની છે . વળી , લોખંડ એ ચુંબક વડે જ આકર્ષાતો ચુંબકીય પદાર્થ છે . તેથી ટેબલની નીચે પડેલી સોય નજીક ચુંબકને લઈ જતાં તે ચુંબક વડે આકર્ષાઈને તેની સાથે ચોંટી જશે.

60. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે ?
જવાબ:-
હોકાયંત્રને સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોઠવવામાં આવે છે . જેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે . ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે , ચુંબકીય સોય હંમેશા ઉત્તર - દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે . દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આમ, કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશાઓ જાણી શકાય છે.

3. આકારના આધારે ચુંબકના પ્રકાર જણાવી આકૃતિસહ સમજાવો. તમને લોખંડની પટ્ટી આપેલી છે , તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો ?
જવાબ:-
લોખંડની પટ્ટીને ટેબલ પર મુકો .હવે ગજિયો ચુંબક લો. તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો. હવે ચુંબકને ઊંચક્યા વગર ટુકડાના બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસો .ચુંબકને ઊંચું કરી તેના તે જ ધ્રુવને લોખંડના ટુકડાના તે જ છેડા પાસે લાવી ફરીથી આ જ રીતે ઘસો.આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવાથી લોખંડની પટ્ટીનું અસ્થાયી ચુંબક બનાવી શકાય છે . લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ચકાસણી કરવા માટે તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ . આમ , લોખંડની પટ્ટી એ લોખંડના ભૂકાને આકર્ષશે. તે પરથી ખાતરી થાય કે ,લોખંડની પટ્ટીમાથી ચુંબક બનાવી શકાય.
આકૃતિ:-
(1) ગજીયો ચુંબક:-
આકૃતિ:-




(2) ઘોડાની નાળ આકારની ચુંબક:-
આકૃતિ:-



(3) નળાકાર ચુંબક:-
આકૃતિ:-



(4) કંકણાકાર ચુંબક:-
આકૃતિ:-



(5)સોયાકાર ચુંબક:-
આકૃતિ:-



(6) ઈંડાકાર ચુંબક:-
આકૃતિ:-