31. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ.....................માપનનાં
સામાન્ય સાધનો છે.
A. ગતિ
B.ઝડપ
C.સમય √
D.આપેલ તમામ
32. સાદુ લોલક એ................ગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જવાબ:- આવર્ત
33. વ્યાખ્યા આપો: સાદુ લોલક
જવાબ:- દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે
પથ્થરનાં ટૂકડાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહે છે.
34. બૉબ એટલે શું?
જવાબ:- સાદા લોલક ની રચનામાં ધાતુના ગોળાને લોખંડની બૉબ કહે છે.
35. વ્યાખ્યા આપો: લોલકનો આવર્તકાળ
જવાબ:- લોલકને એક દોલન
પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.
36. સાદા લોલકને 10દોલન કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.(√ કે ×)
જવાબ:- ×
37.સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય છે?
જવાબ:- 20 દોલન પૂર્ણ કરવા
માટે લાગતો સમય 32 સેકન્ડ
1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = 32સેકન્ડ/20
= 16/10
= 1.6સેકન્ડ
38. સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ
:- સાદા લોલકનો આવર્તકાળ
નક્કી કરવો. સાધનસામગ્રી:- લોલકનો ગોળો ,1 મીટર લાંબી દોરી, સ્ટૉપ વૉચ
આકૃતિ:-
પદ્ધતિ:- સૌપ્રથમ આશરે 1 મીટર લાંબી દોરી લઇ તેની એક સ્ટેન્ડ સાથે બાંધી તેની નીચે એક ગોળો લટકાવી સાદા લોલક ની રચના કરો.
હવે, આ લોલકને સ્થિર થવા દો. જે જગ્યાએ સ્થિર થાય તેનેO કહીશું, હવે, દોરી ખેંચાયેલી રહે તે રીતે ગોળાને પકડીને સ્થિતિ A પર લાવો અને ગોળાને છોડી દો. જ્યારે ગોળાને છોડો ત્યારે જ સ્ટૉપ વૉચ શરૂ કરી દો. હવે ગોળ સ્થાનA પરથી સ્થાન B પર જઈ પાછો સ્થાન A પર આવે ત્યારે 1દોલન પૂર્ણ થયું ગણાય. આ રીતે 10 દોલનો માટેનો કુલ સમય નોંધો. આ બાબતનું ચાર વખત પુનરાવર્તન કરી અવલોકન નોંધો.
ક્રમ |
દોલનો માટેનો સમયગાળો |
આવર્તકાળ |
1. |
20 સેકન્ડ |
2:0 સેકન્ડ |
2. |
20 સેકન્ડ |
2:0 સેકન્ડ |
3. |
20.5સેકન્ડ |
2.05 સેકન્ડ |
4. |
21 સેકન્ડ |
2.1સેકન્ડ |
નિર્ણય:-ચોક્કસ લંબાઈના લોલકનોઆવર્તકાળ દરેક વખતે લગભગ સરખો મળે
છે.આમ, ચોક્કસ
લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે.
39. આકૃતિમાં એક લોલકની આવર્તગતિ બતાવી છે.
આકૃતિ:-
A થી C સુધી હસવા માટે લોલક દ્વારા લેવામાં આવતો સમય t1 છે. અનેC થી O નો સમયt2 છે, તો આ સરળ લોલકની સમય અવધિ શોધો.
A. (t1 + t2)
B. 2(t1+ t2)
C. 3(t1+ t2)
D. 4(t1+t2) √
40. લોલકને 20 દોલન પૂર્ણ કરવા સેકન્ડ 40 લાગતિ હોય તો તે લોલક નો આવર્તકાળ___
સેકન્ડ હોય.
જવાબ:- 2
41. લોલકને 1 દોલન પૂર્ણ કરવા લાગતા સમયગાળાને ___
કહે છે.
જવાબ:- આવર્તકાળ
42. આપેલ લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે.
(√
કે ×)
જવાબ:- √
43. સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી. (√
કે ×)
જવાબ:- ×
44. સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે
એક બાજુ લઈ ને મુક્ત કરવામાં આવ તો પણ તેના આવર્તકાળ માં ફેર પડતો નથી. (√
કે ×)
જવાબ:- √
45. મૂળભૂત સ્થળાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળ પર
અસર કરે છે. (√
કે ×)
જવાબ:- ×
46. ‘ક્વાર્ટ્ઝ કલોક’ કોને કહે છે?
જવાબ:- મોટા ભાગની ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ
સેલ (વિદ્યુતકોષ) વાળા વિદ્યુત (ઇલેક્ટ્રોનિક) પરિબળો ધરાવે છે. આ ઘડિયાળને ‘ક્વાર્ટ્ઝ કલોક’ કહે છે.
47. આપેલ લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી. (√
કે ×)
જવાબ:- ×
48. સાદા લોલકના નિયમો ગૅલિલિયો ગૅલીલીએ શોધ્યા હતા. (√
કે ×)
જવાબ:- √
49. નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ...................પર
આધાર રાખે છે.
જવાબ:- લોલકની લંબાઈ
50. લોલકનો આવર્તકાળ બૉબના દળ પર આધારિત છે.(√
કે ×)
જવાબ:- ×
51. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. (√
કે ×)
જવાબ:- √
52. સમયના મૂળભૂત એકમની સંજ્ઞા...................
છે.
(A) m
(B) h
(C) s
√
(D) S
53. સમયના મોટા એકમો...............અને....................છે.
જવાબ:- મિનિટ(m) અને કલાક(h)
54. અંતરનો મૂળભૂત એકમ...................છે.
જવાબ:- મીટર(m)
55. ઝડપનો મૂળભૂત એકમ................છે.
(A) km/min
(B) m/min
(C) km/h
(D) m/s √
56. બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે. (√
કે ×)
જવાબ:- √
57. ઝડપના એકમો જણાવો.
જવાબ:- ઝડપનો મૂળભૂત એકમ m/s છે પણ આ ઉપરાંત ઝડપને m/min અથવા km/h જેવા એકમોમાંથી પણ દર્શાવી શકાય છે.
58. એક દિવસની......................સેકન્ડ હોય છે.
(A) 8640
(B) 86460
(C) 86400
√
(D) 86440
59. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી?
(A) km/h
(B) m/min
(C) m/s
(D) m2/s √
60. 1 વર્ષના...............કલાક થાય.
(A) 8766
(B) 8760 √
(C) 8776
(D) 8868
0 Comments