26.નીચેનામાંથી કયું સાધન ફૂંકની મદદથી વાગે છે ?
A.ગીટાર
B.પિયાનો
C.શરણાઈ      √
D.મૃદંગ

27.__એ ઢોલક જેવું જ વાદ્ય છે.
જવાબ:- 
મૃદંગ

28.__નો ઉપયોગ મોટેભાગે મદારી કરે છે.
જવાબ:-
 બિન

29.નીચેનામાંથી કયા વાદ્યમાં તારની મદદથી સૂર નીકળે છે?
A.વાજું
B.ગિટાર      √
C.વાંસળી
D.ઢોલક

30.કયા વાદ્યમાં થોડા થોડા અંતરે કાણાં હોય છે?
A.તંબુરો
B.સિતાર
C.ઢોલક
D.વાંસળી      √

31.ફૂંકની મદદથી વાગતા હોય તેવા સંગીતનાં સાધનોનાં નામ આપો.
જવાબ:-
વાંસળી ,માઉથઓર્ગન,શરણાઈ,બીન ,પીપૂડી વગેરે ફૂંકની મદદથી વાગતા સંગીતનાં સાધનો છે.

32. નીચેનામાંથી કયું સાધન પોલા પીપમાંથી માંથી બનાવવામાં આવે છે?
A.ગીટાર
B.ઢોલક      √
C.વાંસળી
D.બીન

33.જોડકા જોડો:

વિભાગ-અ

વિભાગ-બ

(1)વાંસળી

(A) પડદો ધ્રૂજવાથી વાગે

(2)ગીટાર

(B) ફૂંક મારવાથી વાગે

(3)નગારું

(C) તાર ધ્રૂજવાથી વાગે


જવાબ

(1) – B

(2) – C

(3) – A







34. નીચે આપેલા સંગીતનાં સાધનોનું મોંથી ફૂંક મારવાથી વાગે, પડદો ધ્રુજવાથી વાગે કે તાર ધૂજવાથી વાગેમાં વર્ગીકરણ કરો :
( ઢોલક,સિતારા ,વાંસડી ,નગારું ,મૃદંગ, ગિટાર,માઉથ ઓર્ગન, તંબુરો ,એકતારો, શરણાઇ)
જવાબ:-
-મોથી ફૂંક મારવાથી વાગે :વાસળી, માઉથ ઓર્ગન ,શરણાઈ
-પડદો ધ્રુજવાથી વાગે:- ઢોલક, નગારું,મૃદંગ -તાર ધૂજવાથી વાગે :-સિતાર ,ગિટાર, તંબુરો એકતાર

35.શ્વાસ એટલે શું ?
જવાબ:-
 વાતાવરણમાં રહેલી હવાને નાખવા માટે શરીરમાં અંદર લેવાની પ્રક્રીયાને શ્વાસ કહે છે .

36.ઉશ્વાસ કોને કહે છે?
જવાબ:- 
નાક દ્વારા લીધેલી હવા બહાર કાઢવાની કિયાને ઉશ્વાસ કહે છે..

37.મોં દ્વારા કાઢવામાં આવતા ઉશ્વાસ ને __ કહે છે .
જવાબ:- 
ફૂંક

38. આપણે જ્યારે ઊંડો શ્વાસ લઈએ, છીએ ત્યારે આપણી છાતી __છે
જવાબ :- 
ફૂલે

39. આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી થોડી સંકોચાય છે.(√કે×)
જવાબ:-
 √

40. તબીબી સંશોધન અનુસાર સામાન્ય માણસ એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે?
A.15 થી 16
B.12 થી 20     √
C.15 થી 30
D.20 થી 25

41.જ્યારે આપણે કોઈ શ્રમવાળું કાર્ય કરીએ છીએ તે વખતે આપણા શ્વાસોશ્વાસનું પ્રમાણ__ છે.
જવાબ :- 
વઘે

42. એવી પ્રવૃત્તિઓનાં નામ જણાવો કે જે કરવાથી શ્વાસોશ્વાસની ગતિ (સંખ્યા) વધી જાય છે.
જવાબ:-
 એકસામટા ઘણા સમય સુધી દોરડા કુદવા ,દોડવું ,દાદરા ચડ-ઊતર કરવા, કૂદકા મારવા, ઊઠ-બેસ કરવી વગેરે પ્રવૃત્તિ ના સમયે શ્વાસોશ્વાસની ગતિ(સંખ્યા) વધે છે.

43.ઘડિયાળની ટિક-ટિક ની જેમ આપણી અંદર પણ __અવાજ સતત થાય છે.
જવાબ:- 
ધક-ધક

44. હદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે ?
A.ઇયરફોન
B.સ્ટેટોસ્કોપ
C.બાયનોક્યુલર
D.સ્ટેથોસ્કોપ     √

45. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત માણસના અંદર દર મિનિટે______હોય છે.
A.12થી18
B.75થી90
C.72થી75     √
D.10થી20

46. કરકસર કર્યા બાદ હદયના ધબકારા ની સંખ્યા વધી જાય છે.(√ કે ×)
જવાબ:-
 √

47. ગરમ હવા_____જાય છે.
જવાબ:-
 ઊંચે

48. ઠંડી હવા નીચે આવે છે .(√ કે ×)
જવાબ:- 


49.ગરમ હવા ઊંચે જાય છે, જયારે ઠંડી હવા નીચે આવે છે તે ચકાસો.
જવાબ:-

હેતુ :ગરમ હવા ઊંચે જાય છે, જ્યારે ઠંડી હવા આવે છે તે ચકાસવું.
સાધનો: 10 - 15 સેમી ત્રિજ્યાનો કાગળ ,કાતર ,દોરી ,સળગતી મીણબત્તી કે ગરમ પાણી, પંખો

પદ્ધતિ:- સૌપ્રથમ એક 10- 15 સેમી ત્રિજ્યા વાળો કાગળ લો. હવે ,આ કાગળને સર્પાકાર કાપો. આ સાપના માથાના ભાગે દોરી બાંધો. દોરીને ઉપરથી પકડી રાખો. હવે, હવે આ સાપને સળગતી મીણબત્તી પર કે ગરમ પાણી પર રાખી ઉપરથી જુઓ.સાપ કઈ દિશામાં ફરે છે. તે નોંધો. હવે ,આ સાપને પંખાની નીચે રાખી સાપનું ઉપરથી ફરીથી અવલોકન કરો કે સાપ કઈ દિશામાં ફરે છે. અવલોકન:- ગરમ પાણી કે સળગતી મીણબત્તીથી ઉપર સાપને રાખતાં સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. કારણ કે નીચેની ગરમ હવા ઉપર જાય છે, જયારે પંખા નીચે રાખતાં સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, કારણ કે ઉપર ઠંડી હવા નીચે આવે છે.
નિર્ણય:- ગરમ હવા ઉપરની તરફ જયારે ઠંડી હવા નીચેની તરફ આવે છે