57. આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ વિશે ટૂંકમાં જણાવો.
જવાબ:- ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ સપાટ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. દુનિયાના છાપરા તરીકે ઓળખાતો તિબેટનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ પણ તેનું ઉદાહરણ છે. વિશ્વમાં આવા ઘણા ઉચ્ચપ્રદેશો આવેલા છે, જેમાંનાં કેટલાકમાં માનવવસવાટ સાથે વિકાસ પણ થયેલો છે.
58.પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ વિશે ટૂંકમાં જણાવો.
જવાબ:- પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનીયા, યુ.એસ. નો પીડમોન્ટ અને ભારતનો માળવાનો ઉચ્ચપ્રદેશ તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.
59.ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ કેવી રીતે થાય છે ?
જવાબ:- ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગ પર લાવાનાં સ્તરો ખુબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે.
60. વિશ્વમાં આવેલા ખંડીય ઉચ્ચપ્રદેશોના ઉદાહરણો જણાવો.
જવાબ:- ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કર્ટિકાના ઉચ્ચપ્રદેશો વિશ્વના ખંડીય ઉચ્ચપ્રદેશોનાં ઉદાહરણ છે.
61. બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ_________ઉચ્ચપ્રદેશ છે.
62.નીચેનામાંથી કયો ઉચ્ચપ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ છે.
A. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ √
B.પીડમોન્ટ
C. માળવા
D.સ્પેનનો ઉચ્ચપ્રદેશ
63.ભારત: માળવાનો ઉચ્ચપ્રદેશ: : દક્ષિણ અમેરિકા: ............. .
જવાબ:- પૅન્ટાગોનીયા
64.નીચેનામાંથી કોણ ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલ છે ?
A.માળવા
B.તિબેટ √
C.પીડમોન્ટ
D.આપેલ તમામ
65.ભારતમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ આવેલો છે(√ કે ×)
જવાબ:- √
66.ગુજરાતના_______કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચપ્રદેશની રચના થયેલી છે.
જવાબ:- સૌરાષ્ટ્ર
67. ટૂંક નોંધ લખો :ઉચ્ચપ્રદેશનું મહત્વ
જવાબ:- ઉચ્ચપ્રદેશો એક આગવું મહત્વ ધરાવતું ભૂમિસ્વરૂપ છે. ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નકર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેગેનીઝ, સોનુ જેવી કીમતી ખનીજો મળે છે. ઉદાહરણ તરીકે ભારતનો છોટા નાગપુરનો ઉચપ્રદેશ. ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. વળી ઉચ્ચપ્રદેશ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. આમ, ઉચ્ચપ્રદેશો પણ માનવ જીવનમાં આગવું મહત્વ ધરાવે છે.
B.આશરે 300 મીટરથી વધુ
C.આશરે 280 મીટરથી વધુ
D.આશરે 180 મીટરથી વધુ √
69.પૃથ્વી સપાટીના લગભગ __________ટકા ભાગ પર મેદાનો છે.
જવાબ:- 55
70. દુનિયાનાં મોટા ભાગનાં મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યાં છે.(√ કે ×)
જવાબ:- √
71.મેદાનોનું નિર્માણ શેના કારણે થાય છે ?
72. મેદાનોના કેટલા પ્રકાર છે? કયા કયા ?
73. કિનારાનાં મેદાનો જ્વાળામુખીથી બને છે.(√ કે ×)
જવાબ:- ×
74. સંરચનાત્મક મેદાન કોને કહે છે?
જવાબ:- પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે.
75. સંરચનાત્મક મેદાન મોટેભાગે__________જોવા મળે છે.
જવાબ:- ભૂમિખંડના કિનારે
76. ______અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ- પૂર્વે આવેલ મેદાન કિનારાનું મેદાન છે.
A.ન્યૂયોર્ક
B.મેક્સિકો √
C.હૅરિંગ
D.બેલમોન્ટ
77. જમીનના તળિયાં ઘસાવાના કારણે__ મેદાનનું નિર્માણ થાય છે.
જવાબ:- કિનારાના
78. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કેવી રીતે નિર્માણ પામ્યું છે ?
જવાબ:- ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન જમીનનાં તળિયાં ઘસાવાના કારણે નિર્માણ પામ્યું છે
79. ટૂંક નોંધ લખો: ઘસારણનાં મેદાન
જવાબ:- પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો અને ઉચ્ચપ્રદેશો નદી, પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાનો બને છે. આવાં મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે- વચ્ચે જોવા મળે છે .ઉત્તર કૅનેડા અને પશ્ચિમ સાઇબિરીયા નાં મેદાન ઘસારણથી નિર્માણ પામ્યાં છે. આ મેદાનોને 'પેની પ્લેનન' પણ કહે છે.
80. ઘસારણનાં મેદાન સંપૂર્ણપણે સપાટી હોય છે.(√ કે ×)
જવાબ:- ×
81.ઘસારાના મેદાનનાં ઉદાહરણ આપો.
82. ઘસારણ દ્વારા નિર્માણ પામેલ મેદાનોને______પણ કહે છે.
A.ઇરો પ્લેઈન
B.મેની પ્લેઈન
C.મેઈન પ્લેઈન
D.પેની પ્લેઈન √
83. હવાંગહોનું મેદાન_______પ્રકારનું મેદાન છે.
A. ઘસારણ
B. નિક્ષેપણ √
C.સંરચનાત્મક મેદાન
D.એક પણ પ્રકારનું નહીં
જવાબ:- નદી,હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી નિક્ષેપણનાં મેદાન બને છે. તેથી તેને નદીકૃત કે કાંપનાં મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા- યમુનાનાં મેદાન ,ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પૉ નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન તેનાં દ્રષ્ટાંતો છે. જો મેદાનનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય તો તેને 'સરોવરનું મેદાન' કહે છે . કશ્મીરની ખીણો ભારતમાં સરોવરનાં મેદાનનું ઉદાહરણ છે.
85. સરોવરનાં મેદાન કોને કહે છે?
જવાબ:- જે મેદાનોનું નિર્માણ સરોવરના કાંપના નિક્ક્ષેપણથી થાય તે મેદાનોને સરોવરનાં મેદાન કહે છે.
86.__________ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે.
જવાબ:- કાશ્મીરની ખીણો
87. ગંગા-યમુના મેદાન: નિક્ષેપણના મેદાન:: ઉત્તર કેનેડા નું મેદાન:
જવાબ:- ઘસારણનું મેદાન
88. ભારત: ગંગા-યમુના મેદાન:: ઈટાલી:___________
જવાબ:- સરોવરનું મેદાન
90.ટૂંક નોંધ લખો: મેદાનનું મહત્વ
જવાબ:- મેદાનો માનવવસવાટ માટે ઉત્તમ ગણાય છે. તેથી માનવવસાહતોમાં અને વ્યાપાર વાણિજ્યનાં સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાનો સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પૂરવાર થયા છે. દુનિયાનાં ગીચ વસ્તી ધરાવતાં શહેરો મેદાનોમાં આવેલા છે. નદીઓના કાંપથી બનેલ મેદાન ફળદ્રુપ હોય છે માટે તેની જમીન ખેતી માટે વધુ ઉપયોગી છે.
આમ, મેદાનો માનવવસવાટ, માર્ગો, ઉદ્યોગો તેમજ ખેતી એમ બધી રીતે મહત્ત્વના અને ઉપયોગી છે.
91. મેદાનોમાં ગીચ વસ્તી ધરાવતાં શહેરો આવેલા છે, કારણ કે....
જવાબ:- મેદાનોની રચના સામાન્ય રીતે નદીઓના ફળદ્રુપ કાંપથી થયેલી હોવાથી તે ખેતી માટે ખૂબ જ યોગ્ય છે. આથી અહીં ઉદ્યોગો માટેનો કાચો માલ સરળતાથી મળે છે. રેલમાર્ગ અને સડકમાર્ગ માટે પણ સપાટ મેદાન વધુ અનુકૂળ હોવાથી અહીં વાહનવ્યવહાર વધુ વિકસે છે. આમ, માનવજીવનને જરૂરી અનુકૂળતાઓ મેદાની વિસ્તારમાં હોવાથી અહીં ગીચ વસ્તી ધરાવતા શહેરો આવેલાં છે.
જવાબ:- ઉપસાગર
93. ઉપસાગરો નાના કદના હોતા નથી.(√ કે ×)
94. ભારતમાં કયો ઉપસાગર આવેલો છે?
B.કચ્છ
C.ખંભાત
D.મુંબઈ
95.અખાત એટલે ચારેબાજુ ભૂમિથી ઘેરાયેલ સમુદ્ર. (√ કે ×)
જવાબ:- ×
96.અખાત એટલે શું?
જવાબ:- જે જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિ થી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે.
97. ગુજરાતમાં કયા બે અખાતો આવેલા છે ?
98. _________એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે.
જવાબ:- ભૂશિર
99.ભૂશિરને સમુદ્રરેખા તરીકેની સંજ્ઞા આપી શકાય. (√ કે ×)
જવાબ:- √
100. ભારતમાં આવેલ ભૂશિરનું નામ જણાવો.
B.બંગાળ
C.કન્યાકુમારી √
D.દ્વારકા
101.આફ્રિકામાં 'કેપ ઑફ ગુડ ગોડ' નામની ભૂશિરઆવેલી છે.(√ કે ×)
જવાબ:- ×
102.ટાપુ એટલે શું?
જવાબ :- જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે.ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ.
103. ભારતમાં આવેલા ટાપુઓનાં નામ લખો.
104. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ________.
જવાબ:- ખીણ
105.પર્વતોના નિર્માણ વખતે નદી-હિમનદીનાં ઘસારણને લીધે_________ની રચના થાય છે.
A.ટાપુ
B.અખાત
C.ખીણ √
D.ભૂશિર
106.ભારતના કયા રાજ્યમાં ખીણ વિસ્તાર મોટા પ્રમાણમાં છે?
A.જમ્મુ કશ્મીર √
B.ગુજરાત
C.પંજાબ
D.આંધ્રપ્રદેશ
107. સામુદ્રધુની એટલે શું ?
જવાબ:- બે મોટા જળવિસ્તારોને જોડતી સમુદ્રમાં આવેલી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે.
108. ભારત અને શ્રીલંકા વચ્ચે________ની સામુદ્રધુની આવેલી છે.
જવાબ:- પાલ્ક
108. સંયોગીભૂમિ એટલે બે જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી. (√ કે ×)
જવાબ:- √
109. ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડો વચ્ચે કઈ સંયોગીભૂમિ આવેલી છે?
A.પનામા √
B.મેક્સિકો
C.ટરોન્ટો
D.આપેલ તમામ
110.પીરમબેટ: ટાપુ:: કન્યાકુમારી : _________ .
જવાબ:- ભૂશિર
111. ખંભાતનો: અખાત:: પાલ્કની: ___________ .
જવાબ:- સામુદ્રધુની
113. કન્યાકુમારી: ભારત:: કૅપ ઓફ ગુડ હોપ : __________ .
વિભાગ-A |
વિભાગ-B |
1. અખાત |
(A) ચારેબાજુ
જળવિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગ |
2. ભૂશિર |
(B) બે જળ
વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી |
3. ટાપુ |
(C) બે જળ
વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી |
4. સામુદ્રધુની |
(D) ત્રણ બાજુ
ભૂમિથી ઘેરાયેલ જળવિસ્તાર |
5. સંયોગીભૂમિ |
(E) જળભાગમાં
ભૂમિનો લંબાત્મક છેડો |
જવાબ
|
(1) - (D) |
(2) - (E) |
(3) - (A) |
(4) - (C) |
(5) - (B) |
ઉચ્ચપ્રદેશ |
મેદાન |
(1) સમુદ્રસપાટીથી 180 મીટરથી વધુ
ઊંચાઈ ધરાવતા પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચપ્રદેશ કહે છે. |
(1) સમુદ્રસપાટીથી 180 મીટરથી ઓછી
ઊંચાઈ સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે
છે. |
(2) પૃથ્વી સપાટીનો
લગભગ 18℅ ભાગ રોકે છે. |
(2) પૃથ્વી સપાટીનો
લગભગ 55% ભાગ રોકે છે. |
(3) ઉદાહરણ: તિબેટ ,માળવા |
(3) ઉદાહરણ:
ગંગાનું મેદાન, હવાંગહોનું મેદાન |
જવાબ:- સમુદ્રસપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે. પૃથ્વી પર 55℅ ભાગ પર મેદાનો ફેલાયેલા છે. મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી પવન, જવાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ નિર્માણ પામે છે.
નિર્માણ આધારે મેદાનોને ત્રણ ભાગમાં વહેંચાયેલાં છે.(1) કિનારાનાં મેદાન(સંરચનાત્મક મેદાન )(2)ઘસારણનાં મેદાન (3)નિક્ષેપણનાં મેદાન.
(1) કિનારા ના મેદાન:- પૃથ્વીની ભૂગર્ભીક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને કિનારાનાં મેદાન અથવા સંરચનાત્મક મેદાન કહે છે.મેકિસકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ- પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે.
(2) ઘસારણના મેદાન:- પૃથ્વીની સપાટી પર ઘસારણની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આ મેદાનો નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. દા.ત. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરીયાનાં મેદાનો
117. ટૂંકનોંધ લખો: ઉચ્ચપ્રદેશ
જવાબ:- સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચપ્રદેશ કહે છે.
ઉચ્ચપ્રદેશોની રચનાને આધારે તેના ત્રણ ભાગમાં વહેંચી શકાય :(1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ (2)પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ (3)ખંડીય ઉચ્ચપ્રદેશ.
(1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ:- ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. ઉદાહરણ :(1)તિબેટનો ઉચ્ચ પ્રદેશ (2)મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ
(2) પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ:- પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉદાહરણ:(1) ભારતનો માળવાનો ઉચ્ચપ્રદેશ (2)દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ
(3) ખંડીય ઉચ્ચપ્રદેશ :- ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખુબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે. ઉદાહરણ:(1) ભારતમાં મહારાષ્ટ્રનો લાવા નો ઉચ્ચપ્રદેશ(2) બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ.
ઉચ્ચપ્રદેશો કપાસની ખેતી માટે ઉપયોગી છે. -પ્રાચીન નક્કર ખડકોના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ,મેંગેનીઝ, સોનું જેવી કીમતી ખનીજો મળે છે.
ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ઉપયોગી થઈ પડે છે.
118. ટૂંક નોંધ લખો: પર્વતોના પ્રકાર
જવાબ:- નિર્માણક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે:(1) ગેડ પર્વત (2)ખંડ પર્વત (3)જવાળામુખી પર્વત (4) અવશિષ્ટ પર્વત
1.ગેડ પર્વત:- મોટેભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપણ માં બંને બાજુએથી દબાણ આવતાં ગેડ પડે છે. તેના ઊધ્વઁવળાંક કારણે શિખર તરીકે અને અધોવળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઇ શકાય છે. દા.ત.(1) એશિયામાં હિમાલય (2) યુરોપમાં આલ્પ્સ.
2. ખંડ પર્વત:- ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણબળ લાગે છે. ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જેથી આજુબાજુનો ભાગ બેસી જાય ,વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. દા.ત. (1) ભારતની નીલગીરી પર્વત માળા (2)જર્મનીનો હોસ્ટઁ પર્વત.
3. જવાળામુખી પર્વત:- જ્વાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. દા. ત. (1)ભારતના પાવાગઢ અને ગિરનાર(2) જાપાનનો ફયુજિયામા.
4. અવશિષ્ટ પર્વત:- ઘસારાનાં કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે ,તેને અવશિષ્ટ પર્વત કહે છે. દા. ત.(1)ભારતમાં અરવલ્લીની ગિરીમાળા(2) ભારતનનો પૂર્વઘાટ.
0 Comments