22.વિશ્વમાં સામ્યવાદી વિચારધારા 'ડાબેરી વિચારધારા' તરીકે ઓળખાય છે.(√ કે ×) 
જવાબ:-

23.રાજાશાહીમાં શાસન તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?
A.5
B.1     
C.8
D.6

24. કઈ શાસનવ્યવસ્થામાં શાસકનું પદ મોટેભાગે વારસામાં મળે છે?
A.લોકશાહી
B.રાજાશાહી     
 √
C.સામ્યવાદી
D.આપેલ તમામ

25.રાજાશાહી શાસન ચૂંટણી વગર પસંદ થાય છે.(√ કે ×)
જવાબ:-


26.આજે દુનિયાના કોઈ પણ દેશમાં રાજાશાહી જોવા મળતી નથી.(√ કે ×) 
જવાબ:- ×

27. ________વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો રાજાશાહી સરકારમાં માનવામાં આવે છે. 
જવાબ:- એક

28. કઈ સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે?
A.લોકશાહી
B.સામ્યવાદી
C.રાજાશાહી     
D.આપેલ તમામ

29.રાજાસાહી સરકારમાં કોને મહત્વ આપવામાં આવે છે ?
જવાબ:-
રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી ,સુવિધા કે વ્યવસ્થાના બદલે શાસકને સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે.

30. કારણ આપો: રાજાશાહીમાં લોકોના અધિકારીઓ જળવાતા નથી.
જવાબ:-
રાજાશાહી શાસનવ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે રાજા શાસનવ્યવસ્થા સંભાળે છે. જેને સામાન્ય રીતે ચૂંટણી થતી નથી માટે આ શાસન વ્યક્તિકેન્દ્રી હોય છે. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાઈ છે. માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.

31. દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે?
જવાબ:-
દુનિયામાં સરકારના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે: 
(1) લોકશાહી (2)સામ્યવાદી (3)રાજાશાહી.

32. લોકશાહીમાં લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી મૂલ્યોનું જતન કરવામાં આવે છે. 
(√ કે ×)
જવાબ:-

33.લોકશાહીમાં શાના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
A. સરકારના
B.પ્રજાના
C.બંધારણના     
D.ચૂંટણીના

34.લોકશાહીમાં_______ કેન્દ્રમાં રાખી ભાવી આયોજન કરવામાં આવે છે.
A. લોકોને     

B.સરકારને
C.ચૂંટણીને
D.રાજાને

35.સરકારનું કાર્ય___ બનાવવાનું છે.
જવાબ:-
કાયદા

36. પોતાના અધિકારીઓ અને થયેલ અન્યાય સામે લોકો________નો સહયોગ મેળવે છે. 
જવાબ:- અદાલત

37. કોની પાસે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે?
A. પ્રજા પાસે
B.સરકાર પાસે         
C.પોલીસ પાસે
D.આપેલ તમામ

38. કારણ આપો: સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
જવાબ:-
સરકારનું કામ કાયદા બનાવવાનું છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સમય અને સંજોગો અનુસાર કાયદામાં ફેરફાર કરવાનું જરૂરી બનતા સરકાર બંધારણીય રીતે કાયદામાં ફેરફાર કરે છે.

39. સરકાર મતદાનને આધારે કાયદામાં ફેરફાર કરી શકે છે.(√ કે ×)
જવાબ:-
×

40.અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.(√ કે ×)
જવાબ:-


41.લોકો પોતાનો અવાજ અદાલતમાં ક્યારે રજૂ કરે છે?
જવાબ:-
સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય અમલીકરણ થતું નથી. ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે.

42.જોડકાં જોડો:-

વિભાગ- A

વિભાગ- B

(1) રાજ્ય સરકાર

(A) એક જ વ્યક્તિ શાસન કરે છે

(2) સ્થાનિક સરકાર

(B) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે

(3) રાષ્ટ્રીય સરકાર

(C) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે

(4) રાજાશાહી સરકાર

(D) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે


જવાબ

(1) - D

(2) - C

(3) - B

(4) - A



43. ટૂંકનોંધ લખો: સામ્યવાદી સરકાર

જવાબ:- સામ્યવાદી શાસનમાં બધાના સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
--સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે.
-- વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. આ સરકારનો નેતા લાંબાગાળે રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લે છે અને સામ્યવાદના નામે વ્યક્તિકેન્દ્ર શાસન કરે છે.
-- આ સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન થતું જોવા મળે છે.
--સામ્યવાદી વિચારધારાની 'ડાબેરી વિચારધારા' તરીકે પણ ઓળખાય છે.