31. હવાનું બંધારણ એટલે શું ?
ઉત્તર :
હવાનું બંધારણ એટલે હવાની રચના , તે કેવી રીતે અને શાની બનેલી છે. તે હવાના બંધારણમાં 78 % નાઇટ્રોજન , 21 % ઓક્સિજન, 1 % CO2, પાણીની વરાળ , ધૂળના રજકણો અને અન્ય વાયુઓ હવાનું બંધારણ ઘડે / રચે છે.

32. હવામાં ઓક્સિજનનું પ્રમાણ________% છે.
(A) 21     

(B) 78
(C) 99
(D) 0.03

33. હવામાં ઓક્સિજન અને નાઈટ્રોજન સિવાયના વાયુઓ અને રજકોણનું પ્રમાણ ___ % હોય છે.
ઉત્તર :
1%

34. હવામાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું કુલ પ્રમાણ કેટલું છે ?
(A) 99 % ‌‌     

(B) 70 %
(C) 100 %
(D) 21 %

35. બારીના પારદર્શક કાચને નિયમિત સાફ કરવામાં ન આવે તો તે ધૂંધળા થઈ જાય છે , કારણ કે ....
ઉત્તર :
બારીની બહારની સપાટી બહારની હવા , વાતાવરણ સાથે સંપર્કમાં આવે છે. ઠંડકના કારણે ભેજ જમા થાય છે. તથા વાતાવરમાં ધૂળના રજકણો , અન્ય પદાર્થો બારીના કાચ પર જમા થાય છે. તેથી તે નિયમિત સાફ કરવામાં ન આવે તો ધંધળા થઈ જાય છે.

36. અમુક ચોક્કસ કિસ્સાઓમાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાની સલાહ આપવામાં આવે છે , કારણ કે ....
ઉત્તર :
પદાર્થના દહન માટે હવા / ઓક્સિજન જરૂરી હોય છે. ચોક્કસ કિસ્સાઓમાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાથી સળગતા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે. આથી , દહન પ્રક્રિયા ધીમી પડી બંધ થાય છે. આમ , હવા સાથેનો સંપર્ક તોડવા સળગતા પદાર્થને ધાબળાથી લપેટવામાં આવે છે.

37. પાણીને ગરમ કરતાં શરૂઆતમાં તેમાં ઓગળેલી___ પરપોટા સ્વરૂપે દૂર થાય છે.
ઉત્તર :
દ્રાવ્ય હવા

38. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે ?
ઉત્તર :
વાતાવરણમાનો ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.

39. પાણીમાં રહેતાં સજીવો ઑક્સિજન ક્યાંથી મેળવે છે ? 
ઉત્તર : પાણીમાં રહેતા સજીવો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન મેળવે છે. ઉદા. પાણીમાં રહેતી માછલી ચૂઈ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે.

40. જમીનમાં રહેતાં સજીવો અન નસ્પતિનામૂળ હવા ક્યાંથી મેળવે છે ?
ઉત્તર :
જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિનાં મૂળ જમીનનાં કણોના અવકાશ વચ્ચે રહેલી હવાનો ઉપયોગ કરે છે.

41. કારણ આપો : ભારે વરસાદ થતાં જમીનમાં રહેતાં સજીવો બહાર નીકળે છે.
ઉત્તર :
જમીનમાં રહેલા સજીવો ઊંડે સુધી ઘણાં દર અને છિદ્રો બનાવે છે. જે માટીમાં હવાની અવર - જવર માટે મદદરૂપ હોય છે. ભારે વરસાદ પડે ક્યારે પાણી હવાએ રોકેલી તમામ જગ્યામાં ભરાઈ જાય છે. તેથી જમીનમાં રહેતા સજીવોને શ્વસન માટે પૂરતા પ્રમાણમાં હવા મળતી નથી. તેથી તેઓ બહાર આવે છે.

42.વનસ્પતિ ___ ની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે .
ઉત્તર:-
પ્રકાશસંશ્લેષણ

43 . લીલી વનસ્પતિ હવાના __ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે.
ઉત્તર:-
 કાર્બન ડાયોક્સાઇડ

44.વનસ્પતિ શ્વસન ક્રિયામાં___ વાયુ અંદર લે છે , જયારે ___ વાયુ બહાર કાઢે છે.
ઉત્તર:-
ઑક્સિજન, કાર્બન ડાયૉકસાઇડ

45 . વાતાવરણમાં ઑકિસજન કોણ ઉમેરે છે ? કેવી રીતે ?
ઉત્તર:-
લીલી વનસ્પતિ પ્રકાશાસંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઈડ વાપરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે .વનસ્પતિ શ્વસનમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે.તેના કરતાં અનેકગણો પ્રકાશાસંશ્લેષણ દરમ્યાન ઉમેરે છે.

46. વનસ્પતિ શ્વસનમાં જેટલો ઑક્સિજન વાપરે છે તેનાથી વધુ ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં પાછો આપે છે. (√ કે ×)
ઉત્તર:-


47.વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ - લે માટે એકબીજાને મદદ કરે છે?
ઉત્તર:-
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે .જયારે પ્રાણીઓ તથા અન્ય સજીવો શ્વસનક્રિયા માટે ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે .પ્રાણીઓએ શ્વસન દરમિયાન મુક્ત કરેલો CO2 વનસ્પતિ પ્રકાશાસંશ્લેષણ માટે વાપરે છે અને વનસ્પતિએ પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત કરેલો ઑક્સિજન પ્રાણીઓ શ્વસન માટે વાપરે છે .આમ , કાર્બન ડાયોક્સાઇડ અને ઑક્સિજનની આપ-લે વાતાવરણ દ્વારા બંને વચ્ચે ચાલ્યા કરે છે.

48.પવન કોને ફેલાવવામાં મદદરૂપ થાય છે ? 
(A) બીજ
(B) પરાગરજ
(C) મૂળ
(D) A અને B બંને     

49. વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી હવાના બંધારણ પર શું અસર થાય છે ?
ઉત્તર:-
વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઑક્સિજનનું પ્રમાણ જળવાતું નથી . હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે તથા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તાપમાનમાં વધારો થાય છે .

50. પવનચક્કી પવનની ગેરહાજરીમાં પણ ફરી શકે છે .(√ કે ×)
ઉત્તર:-
×

51.પવનચક્કીના ઉપયોગો જણાવો.
ઉત્તર :- 
(1) ટ્યૂબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે 
(2) અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે 
(3) પવનચક્કીની મદદથી પવન - ઊર્જાનું વિધુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે.

52. પવનચક્કી પવનઊજાનું વિદ્યુતઊજમાં રૂપાંતર કરે છે.(√ કે ×)
ઉત્તર:-


53. હવાની હાજરી સૂચવતી બે ક્રિયાઓ લખો. 
ઉત્તર:- વૃક્ષના પાંદડા પવન સાથે ફરફરે છે. ભીના કપડાં દોરી પર પવન આવવાથી લહેરાય છે. મંદિર પરની ધજા લહેરાય છે.પતંગ ઊડાડવામાં વહેતી હવા જરૂરી છે.

54. શા માટે કોટનવુલનો ટુકડો (રૂ)પાણીમાં સંકોચાય છે ?
ઉત્તર:-
કોટનવૂલ (રૂ) ના ટુકડાના રેસાઓ વચ્ચે જગ્યા હોય છે.જેમાં હવા રહેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે. હવા કરતાં પાણી ઓછી જગ્યા રોકે છે એટલે રૂનો ટુકડો સંકોચાઈ જાય છે.

55. ભીડભાડવાળી જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમૅન માસ્ક પહેરે છે , કારણ કે .... 
ઉત્તર:- ચાર રસ્તા પર વાહનોની ખૂબ જ અવરજવર હોય છે .વાહનો હવામાં ધુમાડો કાઢે છે .આવા સ્થળોએ , ધુમાડો , ઊડતી ધૂળનાં રજકણો વધુ પ્રમાણમાં હોય છે . ટ્રાફિક પોલીસને પ્રદૂષિત હવા અને ધુમાડા વચ્ચે લાંબો સમય સંચાલન કરવાનું હોય છે . આવી પ્રદૂષિત હવાથી તેનુ સ્વાથ્ય જોખમાય છે. આમ, મોઢા પર માસ્ક પહેરવાથી સ્વાથ્યને નુકસાન ઓછું થાય છે.

56.પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો ?
ઉત્તર:-
પાણી ભરેલા પાત્રને ત્રિપાઈ પર તારની જાળી પર ગોઠવી ધીમે ધીમે ગરમ કરો.પાણી ઉકળવાની શરૂઆત થાય એટલે પાત્રના તળિયાની સપાટી જુઓ ત્યાં પરપોટા દેખાય છે .પાણીમાં રહેલી દ્રાવ્ય હવા પરપોટા સ્વરૂપે પાત્રના તળિયે જમા થાય છે.

57. કારણ આપો : હવામાંથી ઑક્સિજન ખલાસ થઈ જતો નથી.
ઉત્તર:- લીલી વનસ્પતિ હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ મુક્ત કરે છે . તેથી હવામાં ઑક્સિજન ખલાસ થઈ જતો નથી.

58. હવાની હાજરીના કારણે શક્ય બનતી ત્રણ પ્રવૃત્તિઓની યાદી કરો :
ઉત્તર :-
(1)ભીનાં કપડાંનું સૂકાવું.
(2) પતંગનું હવામાં ઊડવું.
(3)વૃક્ષોના પાંદડા ફરફરવા.
(4) મંદિર પરની ધજા લહેરાવી.
(5) વિવિધ વાહનોના ટાયરમાં હવા ભરવામાં આવે.
(6) બીજનો ફેલાવો- પરાગનયન ક્રિયામાં ઉપયોગી. 
(7) પક્ષીઓનું ઉડ્ડયન. 
(8) વિમાન નું ઉડવું 
(9) દરિયામાં વહાણનું ચાલવું.