39.તમારા ઘર અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે, તેની નોંધ કરો. 
જવાબ:- જસમાનું ઘર માટી, છાણ, લાકડી વગેરેથી બનેલું છે. જયારે અમારું ઘર સિમેન્ટ,ઈંટ, લોખંડના સળિયા, લાકડું વગેરેથી બનેલું છે.

40. ધરતીકંપ વખતે મોટા વૃક્ષ નીચે ઉભા રહેવું હિતાવહ નથી.(√ કે ×)
જવાબ:-


41.ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત છે ?
A.ખુલ્લું મેદાન     
B.મકાનની ગેલેરી
C.મકાનની સીડી
D.મકાનની અંદર

42.ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઇએ ?
જવાબ:- ભૂકંપ આવે ત્યારે,
(1) ભાગદોડ ન કરવી.
(2) વીજળીના થાંભલા કે મોટા વૃક્ષ નજીક ઊભા ન રહેવું.
(3) બહુમાળી મકાનો ની સીડી પર દોડાદોડી ન કરવી.
(4) મકાનની ગૅલેરી નીચે ઊભાન રહેવું.
(5) કાચની વસ્તુઓ કે બારી- બારણા ની નજીક ઊભા ના રહેવું વગેરે.

43. ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ? 
જવાબ:- ભૂકંપ આવે ત્યારે આટલું કરવું જોઈએ:
(1) શક્ય હોય તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ.
(2) બહાર નીકળવું શક્ય ન હોય તો ઘરમાં કોઈ મજબૂત ચીજો જેવી કે લાકડાના ટેબલ નીચે ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી મજબૂત રીતે પકડીને બેસી રહેવું જોઈએ.
(3) બહુમાળી મકાનમાં ધાબું નજીક હોય તો ધાબા પર જતા રહેવું જોઈએ.
(4) બહુમાળી મકાન કે વીજળીના થાંભલાથી દૂર ઊભા રહેવું જોઈએ.
(5) ગેસ, લાઈટ વગેરે બંધ રાખવાં જોઈએ.

44. ધરતીકંપ આવે ત્યારે શા માટે ટેબલ નીચે જવું જોઈએ?
જવાબ:-
ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં જવું જોઈએ. પરંતુ આ શક્ય ના હોય તો ટેબલની નીચે જઈને બેસી જવું જોઈએ. આમ કરવાથી જો મકાનની છતનો કોઈ ભાગ તૂટી પડે તો તે આપણા માથા પર ન પડે અને આપણે ઇજાથી બચી જઈએ.

45. ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે?
A. ડૉક્ટર
B.નર્સ
C.ફાયરમેન
D.મોચી     

46.ભૂકંપ વખતે કયું પ્રાણી મદદરૂપ થાય છે? 
A.ગાય
B.કુતરો     
C.બકરી
D. ઉંદર

47.ભૂકંપ વખતે ડાૅગ સ્કવોડૅ કેવી રીતે મદદરૂપ બને છે.
જવાબ:-
કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોય છે .ડોગ સ્ક્વોર્ડને તો ખાસ આ માટે તાલીમ આપેલી હોય છે. તેથી મકાનોના કાટમાળમાં કઈ જગ્યાએ માણસો દટાયા છે. તે તેમની મદદથી ઝડપથી જાણી શકાય.

48.ભૂકંપ વખતે કયા કયા સાધનો ની જરૂર પડશે?
જવાબ:-
ભૂકંપ વખતે બુલડોઝર,પાવડો, કોદાળી ,તગારાં ,ટ્રક વગેરે સાધનો-વાહનોની જરૂર પડશે ભૂકંપ વખતે કમ્યુનિકેશન વ્યવસ્થાને પણ જરૂર પડશે.

49.ભૂકંપ વખતે કમ્યુનિકેશન વ્યવસ્થાની પણ જરૂર પડશે. (√ કે ×)
જવાબ:-


50.ભૂકંપ વખતે લોકોને કઈ કઈ સહાયની જરૂરિયાત પડે છે?
જવાબ :-
ભૂકંપ વખતે પ્રભાવિત લોકોને રહેવાની ,જમવાની ,પીવાના પાણીની, પહેરવાના કપડાંની વગેરેની જરૂર પડશે.ઘાયલો ના ઈલાજ માટે ડોક્ટર ,નર્સ તથા દવાઓની જરૂર પડશે.બેઘર લોકોના જાનમાલની સુરક્ષા કરવાની જરૂરિયાત રહેશે.

51.ભૂકંપ વખતે કયા કયા લોકોને કેવી મદદની જરૂર પડશે ?
જવાબ:-
ભૂકંપ વખતે નીચેના લોકોની આ રીતે મદદની જરૂર પડશે :
(1)ડોક્ટર તથા નર્સ અને બીજા પેરામેડિકલ કર્મચારીઓની ઘાયલોના ઈલાજ માટે જરૂર પડશે.
(2) અગ્નિશામક દળ, પોલીસ તથા રેસક્યુ ફોર્સના જવાનોની પડી ગયેલાં મકાનોના કાટમાળ વચ્ચે દટાયેલા ઘાયેલો તથા મૃતદેહોને બહાર કાઢવા માટે જરૂર પડશે.
(3) સ્થાનિક લોકો, સેવાભાવી યુવકો તથા સંસ્થાઓની જરૂર બેઘર લોકો માટે જરૂરી ખોરાક, પાણી વગેરેની વ્યવસ્થા કરવા પડશે. 
(4)સરકારી કર્મચારીઓ કે જે પડી ગયેલાં મકાનોમાં રહેતા લોકોનો રેકોર્ડ રાખતા હોય તેમની જરૂર પડશે કે જેની મદદથી અંદર કેટલા લોકો દટાયા હોઈ શકે તે શોધી કાઢવાનું સરળ બને .

52.જો ભૂકંપ થાય તો તમારી આસપાસના ઘરો ને કેવું નુકસાન થાય તેમ છે?
જવાબ:-
જો ભૂકંપ થાય તો અમારી આસપાસનાં પાકા મકાનોમાં દીવાલોમાં તિરાડો પડી શકે છે. કોઈ મકાનની દીવાલ પડે તો તેમાં રહેવાવાળા લોકો ઘાયલ થઇ શકે તેમ છે તથા તેમના સામાન્ય નુકસાન થઈ શકે તેમ છે.

53. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો ઓછું નુકસાન થયું હોત ?કેવી રીતે?
જવાબ:-
ધરતીકંપને લીધે ઇમારતો તૂટી જાય તો જાનમાલ મોટું નુકસાન થાય છે. પરંતુ જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો ઇમારતો ધરતીકંપ સમયે હલે ખરી પરંતુ પડી જતી નથી. પરિણામે જાનમાલ મોટું નુકસાન થતું નથી. આમ, જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો નુકસાન ઓછું થાય.

54. આપત્તિઓ આપત્તિઓ કોને કહે છે? 
જવાબ: અચાનક કોઇ દુર્ઘટના બને કે જેના કારણે માનવજીવન ખોરવાઇ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય તો આવી દુર્ઘટનાને 'આપત્તિ' કહે છે.

55. આપત્તિ ના કેટલા પ્રકાર છે ?કયા કયા? 
જવાબ:- આપતિના બે પ્રકાર છે :(1)કુદરતી આપત્તિ અને (2)માનવસર્જિત આપત્તિ.

56.નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી ?
A.ભૂકંપ
B. પૂર
C.હિમપ્રપાત
D. આગ    

57.દુષ્કાળ એ__આપત્તિ છે
જવાબ :-
કુદરતી

58. યુદ્ધ એ ___આપત્તિ છે.
જવાબ:-
માનવસર્જિત

59.નીચે આપેલી આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો: 
(ધરતીકંપ, રોગચાળો ,યુદ્ધ ,પુર ,ત્સુનામી, કોમી રમખાણો,વાવાઝોડું ,ધક્કામુકી ,દુષ્કાળ,
હિમપ્રપાત, માર્ગ અકસ્માત, દાવાનળ.) 
જવાબ : 
કુદરતી આપત્તિ:- ધરતીકંપ ,પૂર, ત્સુનામી વાવાઝોડું ,દુષ્કાળ, હિમપ્રપાત,દાવાનળ 
માનવસર્જિત આપત્તિ :- રોગચાળો, યુદ્ધ ,કોમી રમખાણો, ધક્કામુકી, માર્ગ અકસ્માત

60. દુષ્કાળ એટલે શું ?
જવાબ:-
દુષ્કાળ એટલે જ્યારે વરસાદ ઓછો પડે અથવા પડે જ નહીં ત્યારે પ્રવર્તતી પરિસ્થિતિ.

61. દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે? તે કેવી રીતે નિવારી શકાય?
જવાબ:-
દુષ્કાળ વખતે અનાજ અને પાણીની તંગી ઉત્પન્ન થાય છે. ખૂટતું અનાજ બીજા પ્રદેશોમાંથી મંગાવીને તથા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને તેની તંગી નિવારી શકાય છે.

62. ખૂબ જ ઝડપથી વાતા પવનોને વાવાઝોડું કહે છે.(√ કે ×)
જવાબ:-


63.પુર એટલે શું?
જવાબ:-
નદીનું પાણી પોતાનો કિનારો છોડી આસપાસના પ્રદેશોમાં ફેલાઈ જાય તેને પુર કહે છે.

64. અતિવર્ષાને કારણે ___આવે છે.
જવાબ:-
પુર

65.ભારતનાં કયાં કયાં રાજ્યોમાં પૂર વધુ આવે છે?
જવાબ:-
ભારતના અસમ, બિહાર ,પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, વગેરે રાજ્યોમાં વારેવારે પુર વધુ આવે છે.

66.પૂર આવવાના મુખ્ય કારણો જણાવો.
જવાબ:- અતિવર્ષા, ભૂસ્ખલના લીધે બંધ તૂટી જવો વગેરે પૂર આવવાનાં મુખ્ય કારણો છે.

67.પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
જવાબ:-
પૂર સમયે બધી જ પાણી ભરાઈ ગયાં હોવાથી સલામત સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. પશુપાલકોને પોતાનાં પશુઓને સંભાળવામાં તેમને ઘાસચારો આપવામાં મુશ્કેલી પડે છે. ચોખ્ખા પીવાના પાણીની પણ મુશ્કેલી પડે છે. વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો હોય તો રાત્રે વીજળી વગર મુશ્કેલી ઊભી થાય છે. ઘર, રોડ પર ભેગો થયેલો કાદવ દૂર કરવામાં અને તેનાથી ઉત્પન્ન થતાં રોગચાળો પણ સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જે છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમને આર્થિક મુશ્કેલીઓ પડે છે.

68. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે?
જવાબ:-
પૂર આવ્યા બાદ જો શાળાની ઈમારતમાં નુકસાન થયું હોય કે કાદવ- કીચડ ભરાયેલો હોય કે શાળામાં રાહત છાવણી ઊભી કરેલી હોય તો શાળાના બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવું પડે છે.

69. પૂર બાદ લોકોને પોતાનું જીવન યથાવત્ બનાવવા શું કરવું પડે છે?
જવાબ:-
પૂર બાદ લોકોને પહેલાં તો પોતાના ઘરમાં ઘૂસેલાં પાણી, કાદવ અને કચરાને દૂર કરવો પડે છે. જરૂર પડે સરકાર, સેવાભાવી સંસ્થાઓ કે પડોશીઓને મદદ કરવી પડે છે. પોતાના માલ-સામાનને થયેલા નુકસાનને ભૂલીને જનજીવન ઝડપથી યથાવત્ થાય તે રીતે કાર્ય કરવું પડે છે. ઘરમાં બગડી ગયેલાં સાધનોને રીપેર કરાવવાં પડે છે. અને સૌથી અગત્યનું પોતાનાં સ્વજન ગુમાવ્યાં હોય કે આર્થિક નુકસાન થયું હોય તો પણ તેનું દુઃખ ભૂલીને માનસિક રીતે સશક્ત બનવું પડે છે.

70. પૂર વખતે જરૂરી હોય તો બહાર નીકળતાં શું સાથે રાખવું? શા માટે ?
જવાબ:-
પૂર વખતે જરૂરી હોય તો બહાર નીકળતાં લાકડી અને ટોર્ચ સાથે રાખવાં જેથી અંધારામાં રસ્તાને જોઈ શકાય તથા લાકડીની મદદથી ક્યાંક ખાડો કે ગટર ખુલ્લી છે તે જાણીને સલામત રીતે આગળ વધી શકાય.

71. પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે ?
જવાબ:- પૂરથી આ મુજબનું નુકસાન થાય છે: 
(1)નદીકિનારાનાં ગામોની જમીનનું ધોવાણ થાય છે.
(2) કાચાં મકાનો અને ઝૂંપડાઓ તણાઈ જાય છે.
(3) ખેતરોમાં પાણી ફરી વળતાં તૈયાર થયેલો પાક નાશ પામે છે, તેથી ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થાય છે.
(4) કેટલાય માણસો અને પ્રાણીઓ પૂરમાં તણાઈ જાય છે.
(5) કેટલાંય વૃક્ષો પડી જાય છે.
(6) લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. વગેરે......

72. પુર થી બચવાના ઉપાયો જણાવો.
જવાબ:-
પૂરથી બચવા નીચે જેવા ઉપાયો કરવા જોઈએ: 
(1)સરકારી સૂચનાઓને અનુસરીને સલામત સ્થળે ખસી જવું. પાલતુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડી લેવાં.
(2) જો બહાર જઈ શકાય તેમ ન હોય તો ઘરના ધાબા પર પ્લાસ્ટિક બાંધી આશ્રય લઈ શકાય.
(3) જો પૂરની સ્થિતિ બે -ત્રણ દિવસ ચાલે તેમ હોય તો જરૂરી ખાદ્યસામગ્રી તથા ટોર્ચ, લાકડી વગેરે હાથવગાં રાખવા.
(4) વીજળીનાં ઉપકરણો સલામત જગ્યાએ મૂકી દેવા.
(5) વીજળીની લાઈટો બંધ રાખવી જેથી કરંટ આવવાનો ભય ન રહે.
(6) ઘરની બહાર હોઈએ તો ત્યાંથી કોઈ ઊંચાઈવાળા સલામત સ્થળે જતા રહેવું વગેરે.

73. ફાયર સ્ટેશનને ફોન કરવા___ નંબર ડાયલ કરવો પડે.
જવાબ:-
101

74.નીચેનામાંથી કયો નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ મેળવી શકાય?
A.100 √

B.102
C.108
D.101

75.ભૂકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ વખતે કોણ કોણ મદદ કરે છે?
જવાબ:-
ભુકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ વખતે આપણા પાડોશીઓ, આસપાસના રહેવાસીઓ, સગાસંબંધીઓ, સરકારી તથા સેવાભાવી સંસ્થાઓ, દેશ-વિદેશના સરકાર અને સંસ્થાઓ, દુકાનદારો ,ડોક્ટર ,નર્સ વગેરે મદદ કરે છે.