61.જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે?
જવાબ:- જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો માંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતી, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે.

62. જિલ્લા પંચાયતની મુદત અઢી વર્ષની હોય છે.(√ કે ×)
જવાબ:-
×

63.જિલ્લાના ચૂંટાયેલા વડાને__ કહે છે .
જવાબ:-
પ્રમુખ

64.જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? 
જવાબ:-જિલ્લાના વહીવટી વડા જિલ્લાના વિકાસ અધિકારી(D.D.O.-District Development Officer) હોય છે.

65. જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક__ કરે છે.
જવાબ:-
રાજ્ય સરકાર

66.જિલ્લા પંચાયતના કાર્યો જણાવો.
જવાબ:-
જિલ્લા પંચાયત નીચે મુજબના કાર્યો કરે છે:
(1) રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ કરે છે.
(2) ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે.
(3) રાજ્ય સરકારની મહેસુલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે .

67.જિલ્લા પંચાયતમાં કયા- કયા અધિકારીઓ કાર્ય સંભાળે છે?
જવાબ:
- જિલ્લા પંચાયતમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ કાર્ય સંભાળે છે.

68.સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
A.પાંચ     
B.આઠ
C.દશ
D.બાર

69. પંચાયતીરાજમાં ત્રણે સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત નથી. 
(√ કે ×)
જવાબ:-
×

70. પંચાયતીરાજમાં નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય ___ કરે છે.
જવાબ:-
સામાજિક ન્યાય સમિતિ

71. ટૂંકનોંધ લખો :સામાજિક ન્યાય સમિતિ
જવાબ:-
સામાજિક ન્યાય સમિતિ નબળા વર્ગોને શિક્ષણ ,સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડે છે અને તેમનો અમલ કરવવાનું કામ કરે છે. તે ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજીયાત છે. સામાજિક ન્યાય સમિતિ મુખ્યત્વે નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે.

72. પચીસ હજાર કે તેથી વધુ વસ્તીવાળા શહેરોમાં___ હોય છે.
જવાબ:-
નગરપાલિકા

73. પચીસ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં__ સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય છે.
જવાબ:-
મહાનગરપાલિકા

74.નગરપાલિકા અને મહાનગરપાલિકામાં દર __વર્ષે ચૂંટણી કરવામાં આવે છે.
જવાબ:-
પાંચ

75.ગામમાં મતાધિકાર ધરાવતો નાગરિક પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત આપી શકે છે
(√ કે ×)
જવાબ:-

76.નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી___ હોય છે.
જવાબ:-
28

77. નગરપાલિકાની વિસ્તારને વસ્તીના આધારે વિવિધ__ માં વહેંચવામાં આવે છે.
A.ભાગ
B.સોસાયટી
C.વિસ્તાર
D.વોર્ડ     

78.નગરપાલિકાનાં દરેક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે?
A.1
B.2
C.4     
D.10

79.નગરપાલિકાના વિવિધ વોર્ડના કુલ સભ્યોમાંથી __ મહિલા અનામત સભ્યો હોય છે.
જવાબ:-
50℅

80.નગરપાલિકાના ચૂંટાયેલા વડાને શું કહે છે? 
જવાબ:- નગરપાલિકાના ચૂંટાયેલા વડાને'પ્રમુખ' કહે છે.

81.નગરપાલિકાના પ્રમુખને નગરના મતદારો પ્રત્યક્ષ રીતે ચૂંટે છે.(√ કે ×)
જવાબ:-
×

82. નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ અઢી વર્ષની હોય છે. (√ કે ×)
જવાબ:-


83. નગરપાલિકાનું અધ્યક્ષ કોણ સંભાળે છે? 
A.પ્રમુખ √
B.સરપંચ
C.ચીફ ઓફિસર
D.ઉપપ્રમુખ

84.નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી કઈ કઈ સમિતિઓ રચવામાં આવે છે? 
જવાબ:- નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતી વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે.

85. નગરપાલિકાના વહીવટી વડા ને શું કહે છે? 
A.ચીફ ઓફિસર     
B.કમિશનર
C.કલેક્ટર
D.પ્રમુખ

86.ચીફ ઓફિસરની નિમણૂક___ કરે છે. 
જવાબ:- રાજ્ય સરકાર

87.આપેલ પૈકી કયું કાર્ય નગરપાલિકા કરે છે? 
A.જન્મ-મરણ અને લગ્નની નોંધ
B.નગર નિયોજન અને શિક્ષણ વ્યવસ્થા 
C.અગ્નિશમન અને અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી
D.આપેલ તમામ    

88. નગરપાલિકાના કાર્ય જણાવો.
જવાબ:-
નગરપાલિકાના નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્ય કરે છે
- પાણી પુરવઠાની વ્યવસ્થા કરે છે.
- રસ્તા ગંદા પાણીનો નિકાલ અને સફાઇ વ્યવસ્થા કરવી.
-જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી.
-નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા કરવી 
-અગ્નિશમન ,અખાદ્ય પદાથો વેચાણ સામે કાર્યવાહી કરવી.
-બગીચા ,પુસ્તકાલય વગેરે સુવિધા આપવી .
-સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહો નિર્માણ કરાવવું અને તેની સાર-સંભાળ રાખવી.

89. મહાનગરપાલિકા મહાનગરપાલિકા ની સભ્ય સંખ્યા કઈ રીતે નક્કી થાય છે ?
જવાબ:- મહાનગરપાલિકા ની સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે.

90.મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો ને __કહે છે.
જવાબ :-
કોર્પોરેટર (કાઉન્સિલર )

91.મહાનગરપાલિકાના વડાને _કહે છે.
જવાબ:-
મેયર

92.ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? 
A.5
B.8     
C.10
D.12

93. મહાનગરપાલિકામાં__ વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે.
A.25,000
B.50,000
C.75,000     
D.1,00,000

94.મહાનગરપાલિકાના એક વાૅડૅમાં કેટલા સભ્યો હોય છે?
A.એક
B. બે
C.ચાર    
D.દસ

95. મહાનગરપાલિકા માં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે ?
જવાબ:-
મહાનગરપાલિકામાં ૫૦ % મહિલા અનામત હોય છે.

96. મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો_ ને ચૂંટે છે.
જવાબ:-
મેયર

97. મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે ?
જવાબ :-
મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.

98. મહાનગરપાલિકામાં સૌથી મહત્વની સમિતિ કઈ છે?
જવાબ:-
મહાનગરપાલિકામાં કારોબારી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) સૌથી મહત્વની છે.

99.મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે ?
જવાબ:-
મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકા ના વડા ગણવામાં આવે છે.

100. મ્યુનિસિપલ કમિશનર ચૂંટણી શહેરના લોકો કરે છે. (√કે×)
જવાબ:-


101. ટૂંકનોંધ લખો :મહાનગરપાલિકાના કાર્યો 
જવાબ:- મહાનગરપાલિકામાં નાગરિકોને સુખાકારી અને શહેરના વિકાસ માટે નીચે મુજબના કાર્યો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે:(1) જાહેર સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી કરવી.(2) પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ કરવું.(3) ગટર વ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાના નિકાલની વ્યવસ્થા કરવી.(4) રસ્તાઓ બનાવવા અને તેની જાળવણી કરવી.(5)રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી.(6) પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા કરવી.(7) પુસ્તકાલય , કીડાંગણો અને બાગ-બગીચા બનાવવા.(8)ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. (9)જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી.

102. જિલ્લાના વહીવટી વડા ને _ કહે છે.
જવાબ:-
કલેકટર

103. કલેકટર અન્ય કયા અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે? 
જવાબ :- કલેકટર ' જિલ્લા ન્યાયાધીશ' અને 'જિલ્લા ચૂંટણી અધિકારી' તરીકે કામગીરી પણ કરે છે.

104.કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારીતરીકે પણ કાર્ય કરે છે. (√કે ×)
જવાબ:-


105.કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કોની ભરતી થાય છે.
A. તલાટી-કમ-મંત્રી
B. કોપરેટર
C.કલેકટર     
D.ચીફ ઓફિસર

106.કલેકટર જિલ્લમા વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે.(√ કે ×)
જવાબ:-


107. જિલ્લામા જીવન-જરૂરિયાતની વસ્તુઓની અછત ન સર્જાય તે__ નિશ્ચિત કરે છે.
જવાબ:-
કલેકટર

108.કલેકટર સમગ્ર તાલુકાના વડા ગણાય છે.(√ કે ×)
જવાબ:-


109.ટૂંકનોંધ લખો:-પંચાયતીરાજમાં જિલ્લા કલેકટર ની ભૂમિકા
જવાબ:-
પંચાયતીરાજમાં જિલ્લા કલેકટર ની ભૂમિકા મહત્વની છે.કલેક્ટર જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામ સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેકટર હોય છે. તે ગ્રામપંચાયતની સભ્યસંખ્યા નક્કી કરે છે.તથા અનામત બેઠકોની ફાળવણી કરે છે. તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સમાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કરે છે.

110. કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે__
A. C.P.S.C
B. U.P.S.C     
C. k.J.S.A
D. U.G.P.S.C

111. U.P.S.C પરીક્ષા લેવામાં આવે છે?
A.IAS
B.IPS.
C.IFS
D. આપેલ તમામ √

112.ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ એટલે G.P.S.C. (√ કે ×)
જવાબ:-


113.મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકાર છે?
જવાબ:-
મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.

114. ગુજરાતમાં મામલતદારની ભરતી કોના દ્વારા થાય છે?
A.U.P.S.C.
B.G.P.S.C.        √
C.S.S.C.
D. આપેલ તમામ

115.મામલતદાર કેટલા ગામોના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે?
A.25 કે તેથી વધુ
B.35 કે તેથી વધુ
C.50 કે તેથી વધુ     
D.આપેલ તમામ

116.____તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે કલેકટરને સીધી રીતે જવાબદાર છે.
જવાબ:-
મામલતદાર

117. મામલતદારના મુખ્ય કાર્યો જણાવો.
જવાબ:- મામલતદાર તાલુકા ન્યાયાધીશ તરીકે કાર્ય કરે છે. મામલતદાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવે છે. અને ચૂંટણીઓ યોજે છે. વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપે છે તેઓ મધ્યાહ્ન ભોજન યોજનાનું સંચાલન તથા નિયમન કરે છે. કુદરતી આપત્તિઓ સમયે રાહત- બચાવની કામગીરી જેવા કાર્યો કરે છે.

118. તકરાર નિવારણ શ્રેષ્ઠ વિકલ્પ એટલે___ .
જવાબ:-
લોકઅદાલત

119.લોક અદાલતો શા માટે સ્થાપવામાં આવે છે ?
જવાબ:-
આપણા દેશમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા મંદ અને ખર્ચાળ છે. વળી કેટલાક કેસ ખૂબ જ લાંબો સમય ચાલતા હોય છે. અને સમાધાન સમજુતી શક્ય બનતા નથી. આથી ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતો સ્થાપવા માં આવે છે.

120. ટૂંકનોંધ લખો: લોકઅદાલત
જવાબ:-
ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ,કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ ,ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણથી ન્યાય મેળવવાના વંચિત ન રહે તે માટે લોકઅદાલતો સ્થાપવામાં આવે છે. લોકઅદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. 'કોઈની ન હાર, કોઈની ન જીત' એ રીતે લાંબા સમયથી મુદ્દોતો પડતી હોય તેવા કેસોનો નિકાલ નહીં થાય છે. તેમાં કેસ મુકવા પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ-કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદ્દતે- મુદ્દતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોકઅદાલત મુક્ત કરે છે.
                    સમાધાન-સમજુતી શક્ય ન બને તો લોક અદાલત કેસ હાથ પર લઇ નિર્ણય આપે છે. તેનો હુકમ અંતિમ રહે છે. લોકઅદાલતથી વિવાદનો અંત આવતા નાણા અને સમયની બચત થાય છે .ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ-અમદાવાદ દ્વારા તમામ જિલ્લાઓમાં કાયમી લોકઅદાલતની સ્થાપના કરવામાં આવી છે. તેમાં કોઈ કેસ ફી કે કોર્ટ ફી ભરવાની હોતી નથી.

121. ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન વચ્ચેનો તફાવત જણાવો.
જવાબ:-
ગ્રામ્ય પ્રશાસન એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. તેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નો સમાવેશ થાય છે જ્યારે શહેરી પ્રશાસન એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. તેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનીનો સમાવેશ થાય છે.

122. જોડકા જોડો:
[1]

વિભાગ -અ

વિભાગ- બ

1. ગ્રામ પંચાયત  

(A) T.D.O

2. તાલુકા પંચાયત

(B) મ્યુનિસિપલ કમિશનર                   

3. જીલ્લા પંચાયત

(C) ચીફ ઓફિસર

4. નગરપાલિકા  

(D) તલાટી- કમ- મંત્રી

5.મહાનગરપાલિક

(E) D.D.O


જવાબ

(1) - D

(2) - A

(3) - E

(4) - C

(5) - B

[2]

વિભાગ -અ

વિભાગ બ

1. ગ્રામ પંચાયત ની સભ્ય સંખ્યા

(A) 32 થી 52

2. તાલુકા પંચાયત ની સભ્ય સંખ્યા

(B) 28 થી વધુ

3. જિલ્લા પંચાયત ની સભ્ય સંખ્યા

(C) 8 થી 16

4. નગરપાલિકાના સભ્ય સંખ્યા

(D) 16 થી 32


જવાબ

(1) - C

(2) - D

(3) - A

(4) - B


123. ગ્રામપંચાયતની રચના કેવી રીતે થાય છે?
જવાબ:-
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું સૌથી પાયાનું એકમ એટલે ગ્રામપંચાયત. 500 થી 25000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના વડા ને સરપંચ કહે છે. દર પાંચ વર્ષે ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. ગ્રામપંચાયતની ચૂંટણી કોઇ પણ રાજકીય પક્ષ કે રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી.

124.જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય છે? 
જવાબ:- ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર એટલે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે .જેમાં 50℅ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જે-તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યોને જે ચૂંટે છે. ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. આ સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ,શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતી, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે.

125. ટૂંકનોંધ લખો:- મહાનગરપાલિકા ની રચના 
જવાબ:- પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે મહાનગરપાલિકાને 75000 ની વસ્તીએ એક વોર્ડ એમ વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે. તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. અને પોતાના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહે છે.