40. ચાંગથાંગમાં શા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે?
ઉત્તર : ચાંગથાંગ
દરિયાની સપાટીથી આશરે 5000 મીટરની ઊંચાઈએ આવેલો
પ્રદેશ છે. વધુ ઊંચાઈવાળા
પ્રદેશોમાં હવા પાતળી હોય છે . તથા તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આથી અહીં બહારથી આવનાર લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે
છે.
41. આ પાઠના આધારે ‘ચાંગથાંગ' નું વર્ણન કરો.
ઉત્તર : ‘ચાંગથાંગ’ દરિયાની સપાટીથી આશરે 5000 મી ઊંચું છે. અહીં હવા પાતળી હોય છે. અહીં દૂર - દૂર સુધી કોઈ પણ માણસ દેખાતો નથી. એટલે કે આ વિસ્તાર નિર્જન હતો. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખુ આકાશ અને આજુબાજુ ઘણાં સુંદર તળાવો હતાં.
42. ચર્ચા કરો અને કહો : તમે ક્યારેક પર્વતીય પ્રદેશમાં ગયાં છો ? ક્યાં ? તે દરિયાઈ
સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો ? તમને ત્યાં શ્વાસ લેવામાં કૉઈ તકલીફ થઈ હતી ?
ઉત્તર : વિદ્યાર્થી એ જાતે
લખવો.
43. ઘણા દિવસોનાં પ્રવાસ પછી ગૌરવ જાનીને ચાંગથાંગમાં લીલા ઘાસનાં મેદાનો દેખાયાં. (
√ કે X )
ઉત્તર : √
44. ગૌરવ જાનીએ ચાંગપા લોકોને ક્યાં જોયાં?
ઉત્તર : D
(A) હિમાચલું પ્રદેશમાં
(B) ઉત્તરાખંડમાં
(C) શ્રીનગરમાં
(D) ચાંગથાંગમાં
45. ‘ચાંગપા’ જાતિમાં..................લોકો જ છે .
ઉત્તર : 5000
46. .................એ ચાંગપા લોકોનો ખજાનો છે.
ઉત્તર : A
(A) ઘેટા
(B) યાક
(C) ઘોડા
(D) ઘરેણાં
47 કારણ આપો : ‘ચાંગપા’ જાતિના લોકો તેમનાં ઘેટાં - બકરાંને તેમનો ખજાનો માને છે .
ઉત્તર : કારણ કે, ચાંગમાં જતિના લોકો ચાંગથાંગમાં રહે છે. અહીં તેઓ ઘેટાં - બકરાં ઉછેરે છે. આ ઘેટાં - બકરાં દ્રારા જ તેઓને દૂધ, માંસ,
તંબુ બનાવવા ચામડુ તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. કેટલીક બકરીઓમાંથી તેઓ વિશ્વપ્રસિદ્ધ પશ્મીના ઊન મેળવે છે. આથી જ તેઓ તેમનાં ઘેટાં - બકરને તેઓનો ખજાનો ગણે છે.
48. ‘ચાંગપા’ માં કોણ વધુ
ધનવાન કહેવાય છે?
ઉત્તર : 'ચાંગપા'
માં જેની પાસે વધારે ઘેટા - બકરાં હોય તે વધુ ધનવાન કહેવાય છે.
49. ‘ચાંગપા’ લોકોની બકરીઓ શા માટે જાણીતી છે?
ઉત્તર : B
(A) દૂધ
(B) ઊન
(C) શીંગડા
(D) આપેલ તમામ
50. ‘ચાંગપા’ લોકોની
બકરીઓમાંથી...............ઊન મળે છે.
ઉત્તર: પશ્મીના
51. પશ્મીના ઊન જગપ્રસિદ્ધ નથી. (√ કે X)
ઉત્તર : X
52. કારણ આપો : ચાંગપા લોકો ઊચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે .
ઉત્તર : ચાંગપા લોકો
ઉચાઈવાળા પ્રદેશમાં મુશ્કેલીઓ સહન કરીને પણ રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેમની બકરીઓને જેટલી વધુ ઊંચાઈ અને ઠંડીમાં
ચરાવવામાં આવે તેટલા જ પ્રમાણમાં તેના વાળ વધુ લાંબા અને સુંવાળા થાય છે.
53. ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘેટાં - બકરાં પર લઈ જાય છે. ( √ કે X )
ઉત્તર : X
54. ચાંગપા તેમની બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જાય છે?
ઉત્તર : ચાંગપા તેમની
બધી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે.
55. ચાંગપા લોકો પોતાનો સામાન ફક્ત..............કલાકમાં જ સમેટી લે છે.
ઉત્તર : અઢી
56. ચાંગપાના તંબુને..................કહે છે.
ઉત્તર : રેબો
57. ‘રેબો'
વિશે જણાવો.
ઉત્તર : ‘રેબો' ચાંગપા લોકોનો શંકુ આકારનો તંબુ છે. તે બનાવવા જમીન બે ફૂટ ઊંડી ખોદી તેમાં લાકડીઓ ગોઠવે છે. આ લાકડીઓ સાથે યાકના વાળને વણીને બનાવેલી પટ્ટીઓ બાંધવામાં
આવે છે,
જે ખૂબ મજબૂત અને ગરમ હોય છે. આ પટ્ટી બહારની હવાથી પણ રક્ષણ આપે છે. જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ તંબુ બાંધવામાં આવે છે. તે મોટા રૂમ જેવડો હોય છે. તેને વચ્ચેથી બે લાકડાંના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવે
છે,
જેથી તેમાં સીધા ઊભા પણ રહી શકાય છે. રેબોમાં ચૂલાનો ધૂમાડો બહાર જઈ શકે તથા બહારની ઠંડી હવાથી
રક્ષણ મળી રને તે માટેની પણ વ્યવસ્થા હોય છે.
58. ‘ચાંગથાંગ’નો અર્થ શું થાય?
ઉત્તર : 'ચાંગથાંગ'
નો અર્થ છે – “એવી જગ્યા જયાં
ખૂબ જ ઓછા લોકો રહે છે.”
59. ‘રેબો' ની બનાવટે હજારો વર્ષો કરતાં પણ વધારે જૂની છે .( √ કે X )
ઉત્તર : √
0 Comments