34. છોકરીઓને કોચે કઈ કઈ તાલીમ આપી હતી ? 
ઉત્તર : કોચ ખૂબ કડક હતા. તેઓ પોતાની સાથે છોકરીઓને દોડાવતા, પછી કરારત કરાવતા. રમત સારી રીતે કેમ રમાય તે શીખવતા. બૉલ પોતાની પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે પોતાની ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈ ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમા કેવી રીતે નાખવો તથા ‘ ગોલ પ્રાપ્તાંક ' કેવી રીતે વધારવો વગેરેનો ખૂબ જ અભ્યાસ અને તાલીમ આપના હતા.

35. મેચ વખતે કેવી રીતે રમવાની સલાહ કોચ આપતા હતા ?
ઉત્તર :
કોચ કહેતા ''જ્યારે રમતા હોય ત્યારે એવું નહિ વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલું રાખો.''  સલાહ આપતા હતા.

36. રમત દરમિયાન જો કોઈને વાગે તો છોકરીઓ શું કરતી ?
ઉત્તર :
રમત દરમિયાન જો કોઈને વાગે તો છોકરીઓ એકબીજાને ટેકો આપતી અને કહેતી : “ચાલો ઊઠો, તમને સારું થઈ જશે !'

37. છોકરીઓ છોકરાઓની ટુકડીને પણ હરાવે છે. (√ કે X )
ઉત્તર :


38. ચર્ચા કરો : છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ કે ન હોવી જોઈએ ? છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. (√ કે X )
ઉત્તર :
X

39. ___ટીમમાં એકતા સારી છે
ઉત્તર :
NBA

40. NBA ટીમની કેટલીક છોકરીઓને___ ની ટીમમાં રમવાની તક મળી હતી.
ઉત્તર :
મુંબઈ

41. ઝરીનના કહેવા મુજબ મુંબઈ ટીમની છોકરીઓએ તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો ?
ઉત્તર :
મુંબઈની ટીમની બાકીની છોકરીઓ ઝરીન અને તેની બીજી મિત્રો સાથે સારી રીતે વાત કરતી ન હતી. અને તેમને ઊતરતી કક્ષાની સમજી સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું.

42. સોલાપુરની મેચ મુંબઈ ટીમ___ ગઈ.
ઉત્તર :
હારી

43. ટીમના ખેલાડીઓ વચ્ચેનો સહકાર ટીમની તાકાત છે. (√ કે X )
ઉત્તર :


44. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે ?
ઉત્તર :
પોતાના માટે રમવું એટલે હાર - જીતની બધી જ જવાબદારી પોતાની રહે છે. એટલે તેમાં વ્યક્તિગત ફાયદો છે, જયારે ટીમ માટે રમીએ ત્યારે એકતા સાથે સહકારથી હળીમળીને રમવાની શિસ્ત કેળવાય છે. જેનાથી વ્યક્તિગત ફાયદો તો થાય છે , સાથે સાથે ટીમને પણ ફાયદો થાય છે. ટીમ માટે જુસ્સાથી ૨મવાથી ટીમને જીતાડી શકાય છે. જે દ્વારા ટીમનું સમાજમાં ચોક્કસ સ્થાન બનાવી શકાય.

45. તમને ટીમમાં રમવું ગમે કે એકલા ? શા માટે ? ( નમૂનારૂપ જવાબ )
ઉત્તર :
મને ટીમમાં રમવું ગમે. એકલી રમવામાં મજા આવતી નથી તથા રમત રમ્યાનો કે હાર - જીતનો આનંદ મળતો નથી.

46. ખેલાડીઓ શાને આધારે ઓળખાય છે ?
ઉત્તર :
C
(A) જાતિ 
(B) જ્ઞાતિ 
(C) રમવાની ક્ષમતા
(D) દેશ

47. નાગપાડા ટીમની ખેલાડી છોકરીઓનું શું સ્વપ્ન છે ?
ઉત્તર :
નાગપાડા ટીમની ખેલાડી છોકરીઓને ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધિ મેળવવી છે . તેમને દેશ માટે સુવર્ણચંદ્રક જીતવો છે . તેમના જેવી ઘણી બધી છોકરીઓની પ્રેરણા બનવું છે .

48. નાગપાડા ટીમની ખેલાડીઓ સ્વપ્ન પૂરું કરવા માટે શું કહે છે ?
ઉત્તર :
નાગપાડા ટીમની ખેલાડીઓ કહે છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો, તેને પુરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. તેની રજુઆત કરવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહિ કરો તો, પાછળથી તમને પસ્તાવો થશે.

49. ઘરમાં રમાતી ચાર રમતોનાં નામ આપો .
ઉત્તર :
ચેસ, કેરમ, સોગટાંબાજી, પત્તાં, લુડો

50. નીચેનામાંથી કઈ રમત બોલ વિના રમી શકાય છે ? 
ઉત્તર : C
(A) ક્રિકેટ
(B) હોકી 
(C) કબડ્ડી 
(D) ફુટબૉલ 

51. ખૂશનુરને રમતે માટે કોણ પ્રોત્સાહિત કરતું હતું ? 
ઉત્તર : B
(A) પિતા 
(B) માતા 
(C) ભાઈ 
(D) દાદા

52. અફસાનાને કઈ તકલીફ પડે છે ?
ઉત્તર :
અફસાનાને આજે પણ રમત પૂરી કરીને તરત જ ઘરે જવું પડે છે. શાળાએથી આવ્યા બાદ, તેની માતાને બે - ત્રણ ઘરોની સફાઈમાં મદદ કરવી પડે છે. ભણ્યા પછી રમવા આવે છે અને ઘરે જઈને પાછું ઘરકામમાં પણ મદદ કરવી પડે છે.

53. ઝરીનનો ભાઈ તેને રમતાં જોઈને ખુશ હતો. (√ કે X)
ઉત્તર :
X

54. ઝરીનનો ભાઈ તેની માતાને શું કહેતો હતો ?
ઉત્તર :
ઝરીનનો , ભાઈ તેની માતાને કહેતો હતો કે
, તે દીદી ( ઝરીન ) ને શા માટે રમવા જવા દે છે ? તે ( છોકરી ) મેદાનમાં આવી રીતે રમતાં સારી નથી લાગતી.

55. હાલમાં પણ કેટલાક સમાજમાં છોકરા - છોકરીઓ વચ્ચે ભેદ રાખવામાં આવે છે. ( √ કે X ) 
ઉત્તર :

56. રમતગમત સિવાય બીજા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તે ક્ષેત્રોનાં નામ જણાવો. 
ઉત્તર : રમતગમત સિવાય શિક્ષક, રાજનીતિ, સૈન્ય, વિમાનચાલક, અવકાશયાત્રી, લેખિકા, અભિનય, સંગીત, વેપાર વગેરે ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે.

57. જોડકાં જૉડો :

વિભાગ – અ

વિભાગ – બ

(1) સાનિયા નેહવાલ

(A) દોડ

(2) સાનિયા મિઝ

(B) બોક્સિંગ

(3) પી. ટી. ઉષા

(C) બેડમિન્ટન

(4) મિથાલી રાજ

(D) ટેનિસ

(5) મેરી કોમ

(E) ક્રિકે


જવાબ

(1) - C  

(2) - D  

(3) - A

(4) - E 

(5) - B 


58. આકાંક્ષા સિંહ કઈ રમત માટે જાણીતા છે ? 
ઉત્તર : C
(A) ફૂટબોલ 
(B) બેડમિન્ટન
(C) બાસ્કેટબોલ 
(D) ક્રિકેટ

59. ___પહેલવાની માટે જાણીતાં છે. 
ઉત્તર : B
(A) કર્નમ મલ્લેશ્વરી 
(B) ગીતા ફોગટ
(C) પીવી સિંધુ 
(C) સાનિયા નેહવાલ

60. NBA ટીમના કોચ ___ છે, જ્યારે નૂરખાનના કોચ ____ હતા.
ઉત્તર :
નૂરખાન, બચ્ચુખાન

61. નાગપાડા ટીમની છોકરીઓ ક્યા મેદાનમાં રમતનો અભ્યાસ કરતી હતી ?
ઉત્તર :
નાગપાડા ટીમની છોકરીઓ બચ્ચુખાન મેદાનમાં રમતનો અભ્યાસ કરતી હતી.

62. નીચેનામાંથી કયો પુરસ્કાર ૨મત માટે આપવામાં આવે છે ? 
ઉત્તર : A
(A) અર્જુન પુરસ્કાર 
(B) રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર
(C) ઓસ્કાર પુરસ્કાર 
(D) દાદાસાહેબ ફાળકે એવોર્ડ

63. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે , તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો ?
ઉત્તર: જો મને ટીમ નેતા બનાવવામાં આવે તો નીચેની રીત ટીમને તૈયારી કરીશ : 
(1) ટીમના દરેક ખેલાડીમાં એકતા અને સહકારની ભાવના કેળવીશ. 
(2) ટીમના દરેક ખેલાડી એકબીજાને માન આપે તેવું સમજાવીશ. 
(3) ટીમના દરેક ખેલાડીની ખામી અને આવડતથી બધાને વાકેફ કરી બધા ખેલાડી એકબીજાને તેમને ક્ષમતા વધારવા મદદ કરે તેવું કહીશ. 
(4) એકબીજાની ભૂલો સુધારવા પ્રયત્નો કરીશું.