60. ચાંગથાંગમાં શિયાળામાં.................કિમી / કલાકની ઝડપે હવા ફૂંકાય છે.
ઉત્તર : 70
61. ઘેટાં અને બકરાંને રાખવાની જગ્યાને ચાંગપા શું કહે છે?
ઉત્તર
: (C)
(A) વાડો
(B) તબેલો
(C) લેખા
(D) રેબો
62. લેખાની દીવાલો શાની બનેલી હોય છે?
ઉત્તર : લેખાની દીવાલો
પથ્થરની બનેલી હોય છે .
63. ‘ચાંગપા’ ની સ્ત્રીઓ શું
કામ કરે છે?
ઉત્તર : ‘ચાંગપા’ ની સ્ત્રીઓ પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહન બનાવવાનું , પ્રાણીઓ ગણવાનું અને તેમને ‘ લેખા '
ની બહાર લઈ જવાનું કામ કરે છે .
64. જુદાં જુદાં પ્રાણીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે? ઉદાહરણ સાથે સમજાવો .
ઉત્તર : પ્રાણીઓ આપણને
ઘણી બધી રીતે ઉપયોગી છે. જેમ કે,
(1) કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તથા પોલીસને ચોર પકડવામાં મદદ
કરે છે.
(2) ગાય,
ભેંસ વગેરે દૂધ આપે છે.
(3) બળદ ખેતી માટે ઉપયોગી છે.
(4) ધોડો,
ગધેડો, ઊંટ, હાથી વગેરે ભારવાહક તરીકે ઉપયોગી છે.
(5) મરધી ઈડાં આપે છે.
(6) પ્રાણીઓનું ચામડું પાકીટ , પટ્ટા વગેરે
બનાવવા ઉપયોગી છે.
(7) ઘોડો ,
બળદ જેવાં પ્રાણીઓ ગાડીઓ કે ગાડાને ખેંચવા માટે પણ વપરાય છે
.
65. ઘેટાં અને બકરાંને પોતાની રૂંવાટીની શું જરૂર પડે છે?
ઉત્તર : ઘેટાં અને
બકરાંને તેમની રૂંવાટી ઠંડી - ગરમી અને
જીવજંતુથી રક્ષણ માટે જરૂરી છે.
66. ભારતના કયા કયા પ્રદેશોમાં 0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે?
ઉત્તર : ભારતના કશ્મીર , લદાખ , લેહ વીરે
પ્રદેશોમાં 0
° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે.
67. દુનિયાના કયા કયા પ્રદેશોમાં 0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે?
ઉત્તર : દુનિયાના મિનેસોટા , ઓટાવા , બોસ્ટવાના , અલગેરિયા વગેરે પ્રદેશોમાં 0 ° સે કરતાં પણ તાપમાન નીચું જતું રહે છે.
68. પશ્મીના ઊનમાંથી બનેલી શાલ કેટલાં સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે?
ઉત્તર : (C)
(A) 2
(B) 4
(C) 6
(D) 8
69. પશ્મીના ઊન આપતી બકરીના વાળ કેવા હોય છે?
ઉત્તર : પશ્મીના ઊન આપતી
બકરીના વાળ સુંવાળા અને એકદમ બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરીએ ત્યારે આપણો એક
વાળ થાય છે .
70. પશ્મીના શાલની શી વિશેષતા છે?
ઉત્તર : પશ્મીના શાલ ખૂબ
જ પાતળી અને ગરમ હોય છે . આ શાલ છ ટ્વટર
જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે .
71. પશ્મીના શાલ ખાસ પ્રકારનાં મશીનો દ્વારા તૈયાર થાય છે. ( √ કે X )
ઉત્તર : ×
72. પશ્મીના શાલ વણવાની રીત લાંબી અને મુશકેલ છે. ( √ કે X )
ઉત્તર : √
73. સાદી પશ્મીના શાલ બનાવતા આશરે કેટલો સમય લાગે છે?
ઉત્તર : સાદી પશ્મીના
શાલ બનાવતાં આશરે 250 કલાક જેટલો સમય લાગે છે.
74. શ્રીનગરમાં આવના૨ મુસાફરો..................માં રહેવાનું વધારે પસંદ કરે છે.
ઉત્તર : હાઉસબૉટ
75. હાઉસબૉટ કેવી હોય છે?
ઉત્તર : હાઉસબોટે 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. તેમાં આપણા ઘર જેવી બધી જ સગવડો જેવી કે બેઠકખંડ, સૂવાનો ઓરડો, રસોડું, બાથરૂમ વગેરે હોય છે.
76. 'ડોંગા'
ક્યાં જોવા મળે છે?
ઉત્તર : 'ડોંગા'
શ્રીનગરમાં દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોવા મળે છે .
77. ‘ડોંગા' અંદર જુદા જુદા
ઓરડાવાળું ઘર છે. ( √ કે X
) ઉત્તર
: X
78. 'ખતમબેંડ' કોને કહે છે?
ઉત્તર : હાઉસબૉટની છત પર
અને કેટલાંક મોટાં ઘર પર લાકડાંની સુંદર કોતરણી કરેલી હોય છે.આ ભાતને ‘તમબેંડ’ કહે છે .
79. કશ્મીરનાં ગામડાંઓમાં કેવાં ઘરો જોવા મળે છે?
ઉત્તર : કશ્મીરનાં ગામડાંઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને
તેના પર કાદવ લગાવીને બનાવેલી દીવાલોવાળા ઘર હોય છે. જેમાં લાકડું પણ વપરાય છે. ઘરનાં છાપરાં ઢાળવાળાં હોય છે.
80. કશ્મીરમાં જૂના ધરની ખાસ પ્રકારની બારીને શું કહે છે?
ઉત્તર : (D)
(A) ઝરૂખો
(B) ગોખ
(C) ડેલું
(D) ડબ
81. કશ્મીરમાં આવેલાં જૂનાં ઘરોની વિશેષતા શી છે?
ઉત્તર : કાશ્મીરમાં
જૂનાં ઘર પથ્થર,
ઈંટો અને લાકડાના બનેલા હોય છે. કેટલાક ઘરોમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે. જે દિવાલોની બહાર નીકળે છે તેને 'ડબ' કહે છે. તેમાં સુંદર ભાત
કોતરેલી હોય છે. દરવાજા અને
બારીઓમાં સુંદર મહેરાબ પણ હતા.
82. કશ્મીરની દરેક ગલીમાં................હોય છે.
ઉત્તર : (D)
(A)બેકરી
(B) શાક માર્કેટ
(C)બજાર
(D) તળાવ
83. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, બેકરી માંથી ખરીદે છે.
ઉત્તર : √
84. ઉનાળામાં બાકરવાલ લોકો કેવાં મકાનોમાં રહે છે?
ઉત્તર : ઉનાળામાં બાકરવાલ લોકો પહાડી વિસ્તારમાં પથ્થરો અને ગારાથી
બનાવેલા મકાનોમાં જ્યારે તેમાં ઘેટાં - બકરાં ચરાવવા ત્યાં જાય ત્યારે રહે છે.
85. ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં રહેલી સમાનતા અને તફાવતની ચર્ચા કરો.
ઉત્તર : ચાંગપા અને
બાકરવાલ લોકોની રહેણીકરણીમાં આ મુજબ સમાનતા જોવા મળે છે :
(1) તેઓ બંને પોતાનાં ઘેટાં - બકરો ચરાવવા
ભટકતું જીવન ગુજારે છે.
(2) જમ્મુ - કાશ્મીરના પહાડી વિરતારોમાં રહે છે.
(3) તેમનું જીવન તેમનાં પ્રાણીઓ પર નિર્ભર છે.
(4) પ્રાણીઓ દ્વારા મળતી પશુપેદાશ જેવી કે ઊન , દૂધ ,
માંસ , ચામડું વગેરે
વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.
ચાંગપા અને
બાકરવાલ લોકોની રહેણીકરણીમાં નીચે મુજબ તફાવત જોવા મળે છે :
(1) બાકરવાલ લોકો બધા જ પ્રકારનાં ઘેટાં - બકરાં પાળે છે અને તે કોઈ પણ ઘાસચારાવાળા વિસ્તારમાં ચરાવવા જાય છે ; જ્યારે ચાંગપા ખાસ પ્રકારની પશ્મીનો ઊન આપતી બકરીઓ પાળે છે
અને ઊંચાઈ પર જ ચરાવવા જાય છે.
(2) બાકરવાલ લોકો ફક્ત ઉનાળામાં જ પોતાના ઘેટાં - બકરાં ચરાવવા પહાડો પર છે ; જ્યારે ચાંગપા લોકો બારે માસ વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં જ ઘેટાં - બકરાં ચરાવવા ફરતા રહે છે.
86. ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં મકાનો શા માટે જોવા મળે છે ?
ઉત્તર : ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે. સાથે - સાથે તેના ભૂપૃષ્ઠમાં પણ
વિવિધતા છે. ક્યાંક સપાટ મેદાનો છે
તો ક્યાં પહાડી વિસ્તાર છે. આથી જે - તે પ્રદેશની આબોહવા, ભૂપુષ્ઠ અને ત્યાં મળતી ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખીને લોકો પોતાની જરૂરિયાત
મુજબનાં મકાનો બનાવે છે . આથી જુદા જુદા
પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં મકાનો જોવા મળે છે.
87. જોડકાં જોડો :
અ |
બ |
(1) ચાંગથાંગ |
(A) ભૂંગો |
(2) લેખકલદાન |
(B) શિકારા |
(3) રાજસ્થાન |
(C) રેબો |
(4) દાલસરોવર |
(D) ઠંડુંરણ |
જવાબ |
1 -
C |
2 -
D |
3 - A |
4 - B |
0 Comments