પ્રશ્ન-1.નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો.
(1) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' આ ગદ્યના લેખકનું નામ જણાવો.
(A) શાહબુદીન રાઠોડ 
(B) ચંદ્રવદન ચી. મહેતા
(C) પન્નાલાલ પટેલ 
(D) કાકાસાહેબ કાલેલકર
જવાબ- 
(B) ચંદ્રવદન ચી. મહેતા

(2)જગન નામના ખલાસીએ ક્યાં જઈને દરિયાને દેખેલો?
(A) નોર્વે 
(B) અમેરિકા 
(C) કારાંતિયા 
(D) પોર્ટુગલ
જવાબ-
 (C) કારાંતિયા

(3) કયા કવિ 'સોનાની મૂરત સુરત, આ તે શા તુજ હાલ !' કહીને રડી પડ્યા હતા ?
(A) કવિ નર્મદ
(B) કવિ મેઘાણી
(C) કવિ કલાપી
(D) કવિ રાજેન્દ્ર શાહ
જવાબ-
 (A) કવિ નર્મદ

પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં જવાબ લખો.
(1) તાપી નદીને કોની પુત્રી કહી છે?
જવાબ-
તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે.

(2) સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવી હતી?
જવાબ-
ફિરંગી, અંગ્રેજ, વલંદા, ફ્રેન્ચ વગેરે પરદેશી જાતિઓ સુરત શહેરમાં આવી હતી.

(3) લેખક રેવાજીનાં દર્શન કરવા ક્યાં ચડ્યા?
જવાબ-
લેખક રેવાજીનાં દર્શન કરવા ગિરિ-અટારી ચઢ્યા.

(4) અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો?
જવાબ-
અકબરે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો.

પ્રશ્ન-3 નીચે આપલાં પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો.
(1) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયાં ક્યાં શહેરોનાં નામ છે?
જવાબ-
પાઠના પ્રારંભે આપેલ નક્શામાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ વગેરે શહેરોનાં નામ છે.

(2) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' આ ગદ્યમાં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે?
જવાબ-
પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, હેડંબાવન વગેરે મહાભારત સાથે સંકળાયેલા સંદર્ભોનો આ ગદ્યમાં ઉલ્લેખ કર્યો છે.

(3) નર્મદામૈયા લેખકને ક્યારે જાજવલ્યમાન લાગે છે?
જવાબ-
વિંધ્યવન ખૂંદીને હારમાળાને અળગી રાખીને જ્યારે નર્મદામૈયા ગુજરાતમાં પધારે છે ત્યારે તે લેખકને જાજવલ્યમાન લાગે છે.

(4) લેખકે નર્મદામૈયાનાં ક્યાં ક્યાં ગૌરવભર્યાં સ્વરૂપોનું વર્ણન કર્યું છે?
જવાબ-
નર્મદામૈયા કદીક વિશાળ પટે, કદીક ધોધે તો કદીક હરણફાળે હોય છે. આવાં ગૌરવભર્યા સ્વરૂપોનું લેખકે વર્ણન કર્યું છે.

(5) મન 'તૈલધારાવત' રાખવું, એમ ફિલસૂફો શા માટે કહે છે?
જવાબ-
તેલની ધાર પાણી પર પડે તોય તે પાણીથી અલગ રહે છે, તેવી જ રીતે મનને પણ સંસારથી અલગ રાખવું એનો અર્થ મન 'તૈલધારાવત' રાખવું એમ કહી શકાય.

પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(1) બારડોલીને ભારતનું 'થર્મોપોલી' કહે છે - કારણ આપો.
જવાબ-
થર્મોપોલી ગ્રીસના મેદાનનું નામ છે. ઇરાનીઓએ ગ્રીક પર આક્રમણ કર્યું હતું. ત્યારે લોકશાહીના રક્ષણ માટે લીયોનિડાસે આ મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. એવી જ રીતે ખેડૂતોના સત્યાગ્રહ અને સ્વાતંત્ર્યસંગ્રામ માટે વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી બારડોલીને ભારતનું 'થર્મોપોલી' કહે છે.

(2) 'આપણે બારણે પારકી લડાઈ અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો' - આ વાક્યનો અર્થ સમજાવો.
જવાબ-
ભારતમાં ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ, વલંદા બધી જ પરદેશી જાતિઓએ અંદરો-અંદર લડાઈ કરી હતી. તે લડાઈના અંતમાં અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો. આથી કહી શકાય કે આપણે બારણે પારકી લડાઈ અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો.

(3) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' આ ગદ્યમાં લેખકે કરેલા રાજપીપળાના ડુંગરનું વર્ણન કરો.
જવાબ-
રાજપીપળાના ડુંગરાઓની ધરતીની નીચે તેલનો વિસ્તાર છે અને ઉપર કાળા કાબરચીતરા માટીના ઢેખાળા છે. જ્વાળામુખી ફાટ્યો હોય અને લાવારસ બહાર આવ્યો હોય તેવી અગનની ઊલટીઓની નિશાનીઓ છે. આમ, રાજપીપળાનો ડુંગર આડો પડ્યો તેવો દેખાય છે.

(4) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' આ પાઠમાં આવતી કાવ્યપંક્તિઓ લખો.
જવાબ-
આ પાઠમાં આવતી કાવ્યપંક્તિઓ નીચે મુજબ છે:
(1) 'મોજશોખ ને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી
વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી.'
(2) સોનાની મૂરત સુરત,આ તે શા તુજ હાલ !
(3) 'વેડ, ડભોલી અને સિંગણપોર,
જતાં-આવતાં થાય બપોર.'

પ્રશ્ન-5 "વેડ, ડભોલી અને સિંગણપોર, 
            જતાં-આવતાં થાય બપોર." આ કાવ્યપંક્તિ સમજાવો.
જવાબ-
વેડ, ડભોલી અને સિંગણપોર એકબીજાની નજીક આવેલાં છે.સવારથી બપોર સુધીમાં આ ત્રણેય સ્થળોએ જઈને પાછાં આવી શકાય છે.

પ્રશ્ન-6 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' આ પાઠમાં આવતી કહેવતો લખો.
જવાબ-
(1) 'આપણે બારણે પારકી લડાઈ.'
(2) 'વેડ, ડભોલી, સિંગણપોર જતાં-આવતાં થાય બપોર.'

પ્રશ્ન-7 નીચે આપેલાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) 'ભમીએ ગુજરાતે: દક્ષિણ ભણી' એ એક પ્રવાસલેખ છે. 
જવાબ- 

(2) ચોરવાડના ખારવા-ખલાસી જગમશહૂર છે. 
જવાબ- ×

(3) ભીમપોરિયા હનુમાનનો મેળો શ્રાવણ મહિનામાં ભરાતો. 
જવાબ- 

(4) સુરત શહેર મહી નદીના કિનારે આવેલું છે. 
જવાબ- × 

(5) સુરત શહેર આગ રેલમાં ભાંગેલું અને લૂંટે લૂંટાયેલું હતું. 
જવાબ- √ 

(6) લેખક કીમ નદીને તોફાની માને છે. 
જવાબ- √ 

પ્રશ્ન-8 નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો.
(1) ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતીલાલા................ બળદોને દોડાવતાં નીકળી પડતા. (ગેણિયા,અલમસ્ત)
જવાબ-
 ગેણિયા

(2) ............ ની દીવાદાંડીની અનેક વાતો જાણીતી છે.(સુરત, હજીરા)
જવાબ- હજીરા

(3) ભારતને કિનારે તાપીકાંઠે પહેલી............ પરદેશીઓએ કરી હતી. (નેવર વૉર,શીપ વૉર)
જવાબ- નેવર વૉર

(4) ................લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો.( ઓરંગઝેબ, અકબર)
જવાબ- ઔરંગઝેબ

(5) હેરીયા જોવાની મજા લેવા માટે લેખક............ જવાનું કહે છે. (સાતપુડા, સાપુતારા)
જવાબ- સાતપુડા

(6) અમરકંટકથી નીકળતી નર્મદા નદીનો કાંઠો............. કિલોમીટરનો છે. ( 950, 1250)
જવાબ- 950

(7) ગુપ્તગંગાની જેમ પહાડ નીચે.............. વહે છે. ( ગુપ્ત તેલધારા , ગુપ્ત અમૃતધારા)
જવાબ- ગુપ્ત તેલધારા

પ્રશ્ન-9 બંધબેસતા જોડકા જોડો :

''

''

(1) સૂર્યની પુત્રી         

(A) બારડોલી          

(2) ખારવા ખલાસી માટે જગમશહૂર 

(B) માંડવગઢ         

(3) ભારતનું થર્મોપોલી                 

(C) તાપી         

(4) ભૂતિયા ટેકરા માટે જાણીતું    

(D) ભીમપોર         

(5) રાણી રૂપમતી જયાંથી ગિરિ-અટારી પર ચડી રેવાના દર્શન કરતી     

(E) ડભોલી 

 

(F)નર્મદા મૈયા


જવાબ

(1) - (C)

(2) - (D)

(3) - (A)

(4) - (E)

(5) - (B)

 


પ્રશ્ન-10 નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણ શોધીને લખો:
(1) નર્મદામૈયા ગુજરાતે પધારતાં કેવી જાજવલ્યમાન બને છે? 
જવાબ- કેવી

(2) તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો? 
જવાબ- કેવી

(3) સોનગઢનાં જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો છે? 
જવાબ- ક્યાં ક્યાં

(4) કુરુક્ષેત્રના મેદાનને શું માનવું? 
જવાબ- શું

(5) તમે રાજકોટ કેવી રીતે પહોંચવાના? 
જવાબ- કેવી

(6) તમારા ઘરે આ કોણ પધાર્યું છે? 
જવાબ- કોણ

પ્રશ્ન-11 નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો:
(1) રમેશ તમારે ત્યાં આવવાનો છે. 
જવાબ- વિધાન વાક્ય
 
(2) મિત્રો સાથે મેળામાં જવાનો કેવો આનંદ ! 
જવાબ- ઉદગાર વાક્ય

(3) તે ક્યાં ક્યાં સ્થળોએ વિસામો લીધો હતો? 
જવાબ- પ્રશ્ન વાક્ય

(4) હાય રે..... અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન ! 
જવાબ- ઉદગાર વાક્ય

પ્રશ્ન-12 નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણો શોધીને લખો:
(1) 'થર્મોપોલી' એ ગ્રીસના એક સાંકડા મેદાનનું નામ છે. 
જવાબ- સાંકડા

(2) વધુ માર્ક્સ લાવનારને ઈનામ મળશે. 
જવાબ- વધુ

(3) ગુજરાતમાં વરસાદ મોડો આવે છે.
જવાબ- મોડો

(4) તેઓ ધીમેથી ઉપર ચડ્યા. 
જવાબ- ધીમેથી

પ્રશ્ન-13 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
(1) દક્ષીણ - .................
જવાબ- દક્ષિણ

(2) પરદેશિ - 
.................
જવાબ- પરદેશી

(3) ખૂશનૂમા - 
.................
જવાબ- ખુશનુમા

(4) નમર્દા - 
.................
જવાબ- નર્મદા

(5) દિવાદાંડિ - 
.................
જવાબ- દીવાદાંડી

(6) કીલોમિટર - 
.................
જવાબ- કિલોમીટર

(7) શૂરત - 
.................
જવાબ- સુરત

(8) અનસુયા - 
.................
જવાબ- અનસૂયા

(9) જીદગી - 
.................
જવાબ- જિંદગી

(10) ગીરી-અટારી - 
.................
જવાબ- ગિરિ-અટારી

(11) પરવાસ - 
.................
જવાબ- પ્રવાસ

(12) તોતીંગ - 
.................
જવાબ- તોતિંગ

પ્રશ્ન-14. નીચે આપેલા શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:
(1) દરિયો = 
.................
જવાબ- સાગર, ઉદધિ

(2) નદી = 
.................
જવાબ- સરિતા, તટિની

(3) સૂર્ય = 
.................
જવાબ- દિવાકર, સૂરજ

(4) કાંઠો = 
.................
જવાબ- કિનારો, તટ

(5) ઇમારત = 
.................
જવાબ- મકાન, હવેલી

(6) જહાજ = 
.................
જવાબ- વહાણ, નૌકા

(7) રળિયામણું = 
.................
જવાબ- સુંદર, રમણીય

(8) તળાવ = 
.................
જવાબ- જળાશય, સરોવર

(9) સમીપ = 
.................
જવાબ- પાસે, નજીક

(10) પહાડ = 
.................
જવાબ- પર્વત, ડુંગર

પ્રશ્ન-15 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(1)દક્ષિણ × 
.................
જવાબ- ઉત્તર

(2) પ્રાચીન × 
.................
જવાબ- અર્વાચીન

(3) ભારે × 
.................
જવાબ- હલકું

(4) તળે ×
.................
જવાબ- 
ઉપર

(5) પ્રકાશ × 
.................
જવાબ- અંધકાર

(6) તોફાની × 
.................
જવાબ- શાંત

(7) દેશી × 
.................
જવાબ- વિદેશી

(8) અટપટું × 
.................
જવાબ- સરળ

(9) શહેર × 
.................
જવાબ- ગામડું

(10) જૂનો × 
.................
જવાબ- નવો

(11) દૂર × 
.................
જવાબ- પાસે

(12) ગુપ્ત × 
.................
જવાબ- જાહેર

પ્રશ્ન-16 નીચેના દરેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1)વહાણને હાંકનાર 
જવાબ- ખલાસી

(2) ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ 
જવાબ- ગેણીયો

(3) તૂટેલી, બિસ્માર હાલતવાળી ઈમારત 
જવાબ- ખંડેર

(4) બાકામાંથી, છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ 
જવાબ- હેરિયું

(5) હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ 
જવાબ- ઘેરૈયો

પ્રશ્ન-17 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો:
(1) ઘૂમરી ઘાલવી 
જવાબ- ગોળગોળ ફરવું
વાક્ય- રણપ્રદેશમાં વંટોળિયા ઘૂમરી ઘાલે છે.

(2) જિંદગી ધૂળધાણી કરવી 
જવાબ- જિંદગી બરબાદ કરવી
વાક્ય- માણસો વ્યસનની કુટેવને કારણે જિંદગી ધૂળધાણી કરી નાખે છે.

(3) કોઠી સ્થાપવી 
જવાબ- મથકની સ્થાપના કરવી
વાક્ય- અંગ્રેજોએ ભારતમાં પોતાની કોઠી સ્થાપી.

(4) જીવ બાળવો 
જવાબ- ચિંતા થવી
વાક્ય- દીકરાનો તાવ ઊતરતો નહોતો તેથી પિતાજી જીવ બાળતા હતા.

(5) ખૂંટો બેસાડવો 
જવાબ- પાયો નાંખવો
વાક્ય- આપણે આંગણે પારકી લડાઇને અંગ્રેજોએ ખૂંટો બેસાડયો.

(6) ફાંફા મારવા 
જવાબ- વ્યર્થ પ્રયત્ન કરવો
વાક્ય- પરીક્ષામાં ઠોઠ વિદ્યાર્થીઓને ફાંફા મારવાનો વારો આવે છે.

(7) ઊગી-આથમી જવું 
જવાબ- ચડતી-પડતી થવી
વાક્ય- મુંબઈ શહેરે અનેક ઉદ્યોગપતિઓને ઊગતા-આથમતા જોયા છે.

પ્રશ્ન-18 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
સવાર, સાગર, સૂર્ય, સુરત, શહેર, સૈકો, શિરછત્ર, શ્લોક
જવાબ-
શહેર, શિરછત્ર, શ્લોક, સવાર, સાગર, સુરત, સૂર્ય, સૈકો