પાઠ : ૧૧ ભારત : જળ સંસાધન
1. ભારતમાં જળસ્ત્રોતો વિશે માહિતી આપો.
ઉત્તર : જળસ્ત્રોતોના મુખ્ય ત્રણ પ્રકાર છે.
(1) વૃષ્ટિય જળ (2)પૃષ્ઠિય જળ (3) ભૂમિગત જળ
(1) વૃષ્ટિય જળ :
પૃથ્વી પર જળસંસાધનનો મુળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદી, ઝરણાં, સરોવર, કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે.
(2) પૃષ્ઠિય જળ :
પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણાં વગેરે સ્વરૂપે જોવા મળે છે. તે પૃષ્ઠીય જળ છે.
(3) ભૂમિગત જળ :
- મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે.
- પૃષ્ઠિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે.
- ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે.
- ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે.
- દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
- ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઇ માટે થાય છે.
2. ભારતમાં જળસંસાધનોનો સિંચાઇ ક્ષેત્રે ઉપયોગ સમજાવો.
ઉત્તર : ભારતમાં લગભગ 84% જળ સિંચાઇ માટે ઉપયોગી છે.
3. બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો.
ઉત્તર :
ઉત્તર : ભારતમાં લગભગ 84% જળ સિંચાઇ માટે ઉપયોગી છે.
અહીં સિચાઇનાં મુખ્ય ત્રણ માધ્યમો છે.
(1) કુવા, ટ્યુબવેલ
(2) નહેરો
(3) તળાવો
(1) કુવા, ટ્યુબવેલ
(2) નહેરો
(3) તળાવો
- કૂવા અને ટ્યુબવેલ સિંચાઇના મુખ્ય માધ્યમો છે. ત્યારબાદ નહેરો અને છેલ્લે તળાવોનો ક્રમ આવે છે.
- સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણ પ્રદેશમાં નહેરો દ્વારા સિંચાઇ થાય છે.
- કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. 1882માં ઉત્તરપ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
- કૂવા અને ટ્યુબવેલથી સિંચાઇ મોટાભાગે કાંપના મેદાનોમાં કરવામાં આવે છે.
- પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં તળાવ દ્વારા સિંચાઇ કરવામાં આવે છે.
- ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ ૧૫૦૦ લીટર જેટલા પાણીની આવશ્યકતા રહે છે.
ઉત્તર :
- ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે.
- ભારતનું જળપરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે વિવિધ નદીઓ પર બહુહેતુક યોજનાઓ બનાવવામાં આવી છે.
- બહુહેતુક યોજના એટલે નદી–ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પુર–નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઇ અને પેય જળ, ઉદ્યોગો, વસાહતોને અપાતુ પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનના વિકાસનો સમાવેશ થાય છે.
4. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાના નામ લખો.
ઉત્તર :
6. ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો.
ઉત્તર :
7. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન સમજાવો.
ઉત્તર :
8. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ સમજાવો.
ઉત્તર :
ઉત્તર :
બહુહેતુક યોજના |
નદી |
લાભાક્ષિત રાજ્યો |
ભાખરા નાંગલ |
સતલુજ |
પંજાબ, હરિયાણા,
રાજસ્થાન |
કોસી |
કોસી |
બિહાર |
દામોદર ખીણ |
દામોદર |
ઝારખંડ, પશ્ચિમ
બંગાળ |
હીરાકુંડ |
મહાનદી |
ઓડિશા |
ચંબલ ખીણ |
ચંબલ |
મધ્યપ્રદેશ,
રાજસ્થાન |
નાગાર્જુન સાગર |
કૃષ્ણા |
આંધ્રપ્રદેશ,
તેલંગાણા |
કૃષ્ણરાજ સાગર |
કાવેરી |
કર્ણાટક, તમિલનાડુ |
તુંગભદ્રા |
તુંગભદ્રા |
કર્ણાટક,
આંધ્રપ્રદેશ |
નર્મદા ખીણ |
નર્મદા |
મધ્યપ્રદેશ, ગુજરાત,
મહારાષ્ટ્ર, રાજસ્થાન |
કડાણા, વણાકબોરી |
મહીસાગર |
ગુજરાત |
ઉકાઇ, કાકરપાર |
તાપી |
ગુજરાત |
ધરોઇ |
સાબરમતી |
ગુજરાત |
5. ભારતમાં સિંચાઇ ક્ષેત્રનું વિતરણ સમજાવો.
ઉત્તર :
ઉત્તર :
- ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઇક્ષેત્રમાં ઘણો તફાવત છે.
- આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીના મુખત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઇ ક્ષેત્રો છે.
- સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% વિસ્તારમાં સિંચાઇ થાય છે.
- ભારતના રાજ્યોમાં સિંચાઇ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે.
- મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઇ ક્ષેત્ર જોવા મળે છે. જ્યારે પંજાબમાં સિંચાઇક્ષેત્રનું પ્રમાણ 90.8% છે.
- કુલ સિંચાઇ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
- પંજાબ, હરિયાણા, બિહાર, જમ્મુ અને કશ્મીર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, મણિપુરમાં વાવેતરના કુલ 40% વિસ્તાર સિંચાઇ હેઠળ છે.
6. ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો.
ઉત્તર :
- પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મુળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતા પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. દેશના લગભગ 50% ગામોમાં આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે.
- ભારતમાં સિંચાઇની સગવડમાં ઘણો વધારો થયો છે. છતાં પણ 2/3 કૃષિક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે.
- વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર ખેંચવામાં આવતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે.પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે.
- કેટલાંક રાજ્યોમાં ભૂમિગત જળને વધુ જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
- પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓના સામનો કરવો પડી રહ્યો છે.
- કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોનાં મલિન જળ એ જળ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે.
- વધતી જતી વસતી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવનધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
- પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણુ કરીને માનવહિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકાર રૂપ છે.
- હાલમાં પણ પશ્વિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે.
- સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવતા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે.
7. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન સમજાવો.
ઉત્તર :
- આપણે જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદુષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે.
- જળ એવું સંસાધન છે. તેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે.
- જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે.
- જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે.
- જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ અને ભૂમિગત જળસ્તરને ઉપર લાવીને જળ સંરક્ષણ કરી શકાય છે.
- જળ એક રાષ્ટ્રીય સંપદા છે.
8. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ સમજાવો.
ઉત્તર :
- જળ પ્લાવિતક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાનાં પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે.
- નદી બેસીન એવું એક ક્ષેત્ર છે. જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે.
- જળ પ્લાવિતક્ષેત્ર છેવટે તો શાખા નદીઓ બેસીન વિસ્તાર છે.
- ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઇને કોઇ નદીને મળી જાય છે.
- જળ પ્લાવિતક્ષેત્રના વિકાસ માટે એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
- આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે.
9. વૃષ્ટિજળ સંચયન એટલે શું? તેના મુખ્ય ઉદ્દેશો જણાવો.
ઉત્તર : કુવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરી વૃષ્ટિજળને રોકીને એકઠું કરવામાં આવે છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળસ્તર પણ ઊચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને વૃષ્ટિ જળ સંચયન કહે છે.
વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો :
(1) ભૂમિગત જળને એકઠુ કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળસ્તરનો વધારો કરવો.
(2) જળ પ્રદુષણને ઘટાડવું.
(3) ભૂમિગતજળની ગુણવત્તામાં સુધારો કરવો.
(4) સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
(5) સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો.
(6) ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી.
(7) પાણીની વધતી જતી માંગને પૂરી કરવી.
(8) મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી.
10. જળ વ્યવસ્થાપન માટે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
ઉત્તર : (1) બાગબગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસીનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
(2) લોકજાગૃતિ પેદા કરીને જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી.
(3) ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુન: ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા.
(4) જળાશયોને પ્રદુષણથી બચાવવાં.
(5) જળસ્ત્રાવના બધાં એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો.
(6) ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી.
(7) જળસંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળપ્રદુષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું.
દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહિ. કોઇ વિશિષ્ટ ક્ષેત્રનાં જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઇ તેમને સામેલ કરવા જોઇએ.

0 Comments