1. મોટે ભાગે વિભિન્ન સમુદાયોની જાણકારી આપણને તેમની ___ પરથી મળે છે
ઉત્તર:-
ભાષા

2. સ્થાનિક સંસ્કૃતિઓમાં કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે ?
ઉત્તર:-
સ્થાનિક સંસકૃતિઓમાં ભાષા, રીતરિવાજો , ખાનપાન , વસ્ત્ર - પરિધાન , કાવ્ય , નૃત્ય , સંગીત , ચિત્રકલા વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે.

3. મહોદયપુરમ્ ચેર રાજ્ય કઈ સદીમાં સ્થાપવામાં આવ્યું હતું ?
(A) આઠમી
(B) નવમી
(C) બારમી
(D) દસમી

4. ચેર રાજ્ય હાલના કર્ણાટક રાજયનો એક ભાગ હતું.(√ કે ×)
ઉત્તર:-
×

5. કારણ આપો : કેરલની સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ કહે છે.
ઉત્તર:-
કારણ કે , કેરલમાં બોલાતી મુખ્ય ભાષા મલયાલમ છે તમે કેરલ સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.

6. મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે.
(A) તમિલનાડુ
(B) કર્ણાટક
(C) ગોવા
(D) કેરલ         

7. મલયાલમ ભાષા પર __વિશેષ પ્રભાવ જોવા મળે છે.
ઉત્તર:-
સંસ્કૃત

8.વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથ નું નામ શું હતું?
ઉત્તર:-
વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલ શૈલીમાં લખાયેલ ગ્રંથ નામ "લીલાતિલકમ્" હતું.

9. ઊનાલી ભાષાનો ઉદભવ ___ભાષામાંથી થયો હોવાનું મનાય છે.
(A) હિન્દી
(B) અંગ્રેજી
(C) મલયાલમ
(D) સંસ્કૃત     

10. બંગાળી ભાષા પર શેનો પ્રભાવ જોવા મળે છે?
ઉત્તર:-
બંગાળી ભાષા પર જનજાતિય ભાષાઓ ,પર્શિયન ભાષા તથા યુરોપિયન ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે.

11. પ્રારંભિક બંગાળી સાહિત્ય બે ભાગમાં વહેંચાયેલું છે.(√ કે ×)
ઉત્તર:-


12. પ્રારંભિક બંગાળી સાહિત્યને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે?
ઉત્તર:-
પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય: 
(1) સંસ્કૃતિથી પ્રભાવિત સાહિત્ય
                                                                      (2) સ્વતંત્ર સાહિત્ય.

13. સંસ્કૃતથી પ્રભાવિત બંગાળી સાહિત્યમાં ___નો અનુવાદ કરેલ છે.
ઉત્તર:-
સંસ્કૃત મહાકાવ્યો

14. નાથ સાહિત્ય નો સમાવેશ__માં થાય છે.
ઉત્તર:-
સ્વતંત્ર બંગાળી સાહિત્ય

15. પ્રાચીન કાળમાં ભારતમાં સંસ્કૃત-પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ નહોતું.  (√ કે ×)
ઉત્તર:-
×

16. આઠમી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાનો વિકાસ થયો ?
ઉત્તર:-
આઠમી સદીથી ભારતમાં હિન્દી,ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ,અને કન્નડ વગેરે ભાષાઓ નો વિકાસ થયો.

17. ગુજરાતી ભાષાની જનની___ છે.
ઉત્તર:-
આપભ્રંશ

18.આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.(√ કે ×)
ઉત્તર:-


19. ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે?
(A) સંસ્કૃત- હિન્દી- પ્રાકૃત- ગુજરાતી
(B) સંસ્કૃત -પ્રાકૃત- અપભ્રંશ- ગુજરાતી √
(C) સંસ્કૃત- પ્રાકૃત- હિન્દી -ગુજરાતી
(D) સંસ્કૃત- અપભ્રંશ -પ્રાકૃત -ગુજરાતી

20. ગુજરાતી સાહિત્ય યુગની શરૂઆત__ થી થઈ હતી.
ઉત્તર:-
નરસિંહ મહેતા

21. ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર ના નામ આપો.
ઉત્તર:-
નરસિંહ મહેતા મીરાંબાઈ અને ભાલણ ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર હતાં.

22.______ અને_______એ કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખી ઘણાં પદો રચ્યાં હતાં.
ઉત્તર:-
નરસિંહ મહેતા, મીરાંબાઈ

23. મને ઓળખો: મેં 'કુંવરબાઈનુ મામેરું 'અને સુદામાચરિત્રની રચના કરી હતી.
ઉત્તર:-
નરસિંહ મહેતા

24. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે___ ની સંજ્ઞા આપી હતી.
ઉત્તર:-
ગુર્જર ભાખા

25. મને ઓળખો મને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:-
ભાલણ

26. દાનલીલા: નરસિંહ મહેતા:: ધ્રુવખ્યાન :_________
(A) મીરાંબાઈ
(B) ભાલણ
(C) હેમચંદ્રાચાર્ય
(D) ધ્રુવ ભટ્ટ

27. ગુજરાતી સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:-
ગુજરાતી સાહિત્યની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી. તેમના સાથે મીરાબાઈ અને ભાલણ જોડાયા. તેમણે ભક્તિ સાહિત્યથી ગુજરાતી સાહિત્યની શરૂઆત કરી. નરસિંહ મહેતાએ 'શામળદાસનો વિવાહ' 'કુંવરબાઇનુ મામેરુ' 'હૂંડી','સુદામાચરિત્ર', 'દાણલીલા' વગેરે કૃતિઓ રચી. કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખી મીરાંબાઈએ પદોની રચના કરી. ભાલણે પોતાની રચનાઓમાં ગુજરાતને 'ગુર્જરભાખા' ની સંજ્ઞા વઆપી હતી.તેમણે ધ્રુવાખ્યાન , મૃગી આખ્યાન શિવ ભીલડી સંવાદ વગેરે પ્રખ્યાત કૃતિની રચના કરી. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

28.ભારતમાં ક્યા ક્યા ઉત્સવો છે?
ઉત્તર:- ભારતમાં મુખ્યત્વે રથયાત્રા, હોળી, પોંગલ, ઓણમ, નવરાત્રી, દિવાળી, દુર્ગાપૂજા, નાતાલ, મોહરમ, ઈદ, પતેતી, ચેટીચાંદ વગેરે ઉત્સવો ઉજવાય છે.

29.તમિલનાડુ પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય જગવિખ્યાત છે.(√ કે ×)
ઉત્તર:-
×

30.જગન્નાથનો અર્થ ________ થાય ,જે_______ શબ્દનો સમાનાર્થી છે.
ઉત્તર:-
વિશ્વના માલિક, વિષ્ણુ

31. રાજા અનંતવર્મને_______ મંદિરનું નિર્માણ કરાવ્યું.
ઉત્તર:-
જગન્નાથ

32. રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથજીને અર્પણ કર્યું હતું.(√ કે ×)
ઉત્તર:-


33. કારણ આપો: તેરમી સદી બાદ ઓરિસ્સા જીતનાર જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરતા હતા.
ઉત્તર:-
કારણ કે, 1230માં ઓરિસ્સા રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સાના લોકોને પણ જગન્નાથજી માં ખુબ જ શ્રધ્ધા હતી. આથી ઓરિસ્સા જીતનાર મરાઠાઓ અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે તેઓ માનતા હતા કે મંદિર પર નિયંત્રણ મેળવવા થી સ્થાનિક લોકો પણ તેમના શાસન સ્વીકારશે.

34. રથયાત્રાનું શું મહત્ત્વ છે ?
ઉત્તર:-
રથયાત્રાનું મહત્ત્વ એ છે કે રથયાત્રા ઉત્સવના દિવસે ભગવાન જગન્નાથજી , ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા રથમાં બેસી પુરીમાં નગરભ્રમણ કરે અને આમ રથયાત્રામાં ભગવાન પોતે ભક્તની સામે આવે છે.

35. ભારતમાં હોળી કેવી રીતે ઊજવાય છે ? 
ઉત્તર:- ભારતમાં હોળીનો તહેવાર બે દિવસનો હોય છે. (1) હોળી અને (2) ધૂળેટી. હોળીના દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરી કે ઊજવવામાં આવે છે. તે દિવસે સાંજે હોળી પ્રગટાવીને તેનું પૂજન કરવામાં આવે છે. ધુળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે.

36. ___ માં ઊજવાતી હોળી ‘ લઠ્ઠમાર હોળી ' તરીકે જાણીતી છે.
ઉત્તર:-
નબરસાના

37. બરસાના રાધાજી નું જન્મસ્થાન છે . (√ કે×)
ઉત્તર:-


38. બરસાનાની હોળી લઠ્ઠમાર હોળી તરીકે શા માટે ઓળખાયું છે ?
ઉત્તર :
ઉત્તરપ્રદેશમાં આવેલ નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. અને રાધાજીના મંદિરે પણ ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે ત્યાંની સ્ત્રીઓ દ્વારા લઠ્ઠ (જાડી લાકડી) થી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે . તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે.

39. કયો ઉત્સવ વળીને મળતો આવે છે.
(A)લોહડી     
(B)ઓણમ
(C)નાતાલ
(D) દુર્ગાપૂજા

40. મકરસંક્રાંતિ પહેલા__ સમુદાય લોહડી ઉજવે છે.
ઉત્તર:-
શીખ