1. પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા સ્વરૂપે હતી . ( √ કે X )
ઉત્તર:-


2. પૃથ્વી પરનાં જે તત્ત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને__ તરીકે ઓળખીએ છીએ.
ઉત્તર:-
મૃદાવરણ

3. પૃથ્વી પરના જે તત્વોનું ___સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ.
ઉત્તર:-
જળ

4. પૃથ્વી પરના જે તત્વ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે__ તરીકે ઓળખાયાં .
ઉત્તર:-
વાતાવરણ

5. વાતાવરણ એટલે શું ?
ઉત્તર:-
પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.

6. ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે.(√ કે X )
ઉત્તર:-


7. પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં__% જેટલી હવા સમાયેલી છે.
ઉત્તર:-
99

8. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ ઘટ્ટ થતું જાય છે . (√ કે ×)
ઉત્તર:-
×

9. વાતાવરણ __,_અને __ તત્વોનું બનેલું છે .
ઉત્તર:-
ઘન, પ્રવાહી, વાયુ

10. વાતાવરણમાં પાણી ક્યા સ્વરૂપે રહેલું છે ?
ઉત્તર:- વાતાવરણમાં ધુમ્મસ , ઝાકળ , વાદળ વગેરે સ્વરૂપે પાણી રહેલું છે .

11.વાતાવરણ પૃથ્વીને દિવસે ઠંડી અને રાત્રે અતિશય ગરમીથી બચાવે છે . (√કે X )
ઉત્તર:-
×

12. વાતાવરણ માટે ક્યું વિધાન અયોગ્ય છે ? 
(A)વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ     √ 
(B) પૃથ્વીના ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
(C)પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન , સ્વાદહીન અને વાસરહિત છે.
(D)વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે.

13. યોગ્ય જોડકા જોડો:

વિભાગ-A

વિભાગ-B

(1)નાઈટ્રોજન

(A)130 કિમી પછી પ્રમાણ વધુ

(2) ઓક્સિજન

(B) 20 કિમી સુધી

(3) કાર્બન ડાયોક્સાઇડ

(C) 130 કિમી સુધી

(4) હાઇડ્રોજન અને હીલિયમ

(D) 110 કિમી સુધી


જવાબ

(1) – C

(2) – D

(3) – B

(4) – A


14. વાતાવરણમાં વાયુઓનું પ્રમાણની કઈ જોડ ખોટી છે?
(A) નાઈટ્રોજન: 78.03%
(B) ઓક્સિજન: 20.99%
(C) કાર્બન ડાયોક્સાઇડ: 50.00%     
(D) આર્ગોન : 00.94%

15.તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે વાતાવરણને ત્રણ આવરણ કે સ્તરમાં વહેંચવામાં આવ્યું છે. ( √ કે X )
ઉત્તર:-
×

16.વાતાવરણને કયા કયા આવરણોમાં વિભાજિત કરેલ છે ?
ઉત્તર:-
વાતાવરણને ચાર આવરણોમાં વિભાજિત કરેલ છે: 
(1) ક્ષોભ આવરણ  
                                                                  (2) સમતાપ આવરણ 
                                                                  (3) મધ્યાવરણ 
                                                                  (4) ઉષ્માવરણ

17. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?
(A) ક્ષોભ આવરણ
(B) મધ્યાવરણ
(C) ઉષ્માવરણ
(D) પનાવરણ

18. ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે ?
ઉત્તર:-
ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે .

19. ક્ષોભ - આવરણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે ______કિમી અને ધ્રુવો પર આશરે_____ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
ઉત્તર:-
12, 8

20. ક્ષોભ-આવરણમાં ઋતુ મુજબ ફેરફાર થવો અશક્ય છે . (√ કે ×)
ઉત્તર:-


21. ક્ષોભ - આવરણમાં શું શું અનુભવાય છે ? 
ઉત્તર:- ક્ષોભ - આવરણમાં વાતાવરણનાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી,  વરસાદ, વાદળો વગેરે અનુભવાય છે.

22. ક્ષોભ - આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5° સે.ના દરે તાપમાન ઘટે છે.(√ કે ×)
ઉત્તર:-



23. ક્ષોભ - સીમા કોને કહે છે ?
ઉત્તર:-
ક્ષોભ - આવરણ માં જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ - સીમા ' કહે છે.

24.__આવરણ ક્ષોભ - સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે.
ઉત્તર:-
સમતાપ

25. સમતાપ આવરણ માં વાદળો, વંટોળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળે છે.(√કે ×)
ઉત્તર:-
×

26. કારણ આપો : જેટ વિમાનો સમતાપ આવરણમાં ઉડ્ડયન કરે છે .
ઉત્તર:-
સમતાપ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત જોવા મળતાં નથી. વળી અહીં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી ઊડતાં વિમાનોને હવાનો અવરોધ ઓછો લાગે છે. પરિણામે જેટ વિમાન ખૂબ જ ઓછા અવરોધે ઝડપથી ઊડી શકે તે માટે તેનું સમતાપ આવરણમાં ઉડ્ડયન કરાવવામાં આવે છે.

27. સમતાપ આવરણમાં 15 થી 35 કિમીની ઊંચાઈએ ___ વાયુનું પ્રમાણ વધુ હોય છે.
ઉત્તર:-
ઑઝોન

28. ઓઝોન વાયુ પુથ્વીને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર:-
સમતાપ આવરણમાં આવેલ ઓઝોન વાયુ સુર્યનાં અત્યંત ગરમ પારજંબલી કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સુર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે.

29. ટૂંક નોંધ લખો : સમાપ આવરણ
ઉત્તર:-
ક્ષોભ-સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે . સમતાપ આવરણ ક્ષોભ-સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતી નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે.તેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે તે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો નું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ તાપથી બચાવે છે.

30. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના___ આવરણ ને કહે છે.
ઉત્તર:-
મધ્યાવરણ

31. મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન વધે છે . (√ કે ×)
ઉત્તર:-
×

32. મધ્યાવરણની ઉપર આવેલા વાતાવરણમાં ચોથા સ્તરને ___કહે છે.
ઉત્તર:-
ઉષ્માવરણ

33. ઉષ્માવરણમાં હવા ખૂબ પાતળી હોય છે . ( √ કે ×)
ઉત્તર:-


34. ઉષ્માવરણને કયા બે પેટાવિભાગોમાં વહેંચેલું છે ?
ઉત્તર:-
ઉષ્માવરણને આયનાવરણ અને બાહ્યાવરણ એમ બે પેટા વિભાગોમાં વહેંચેલું છે.

35. રેડિયો-તરંગોનું પરાવર્તન__ આવરણને આભારી છે.
ઉત્તર:-
આયન

36. રેડીયો અને ટીવીનાં પ્રસારણ અને ઇન્ટરનેટ માટે કયા આવરણને મહત્ત્વનું ગણવામાં આવે છે ?
(A) મધ્યાવરણ
(B) સમતાપ આવરણ
(C) આયનાવરણ     
(D) ક્ષોભાવરણ

37. આનાવરણની ઉપરના આવરણને___ કહે છે.
ઉત્તર:-
બાહ્યાવરણ

38. હવામાન એટલે શું ?
ઉત્તર:-
હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ .

39. હવામાન શેના આધારે નક્કી થાય છે ? 
ઉત્તર:- કોઈ પણ પ્રદેશનું હવામાન જે-તે સ્થળનું સ્થાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે.

40. હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોવાથી તેમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે . (√ કે X )
ઉત્તર:-


41. આબોહવા એટલે શું ?
ઉત્તર:-
જેને પ્રદેશની લગભગ 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને જે તે પ્રદેશની આબોહવા કહે છે.

42. જે-તે પ્રદેશની સજીવસૃષ્ટિ , પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન પર ત્યાંની આબોહવાની અસર જોવા મળે છે.(√ કે ×)
ઉત્તર:-


43.હવામાં રહેલ ગરમીની સપાટીને___કહે છે.
ઉત્તર:-
તાપમાન

44. તાપમાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે. (√ કે X)
ઉત્તર:-


45. ઉનાળા કરતાં શિયાળામાં તાપમાન વધુ હોય છે.(√કે X).
ઉત્તર:-
×

46. તાપમાન વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ કયું છે ?
(A) હવામાન
(B) આવરણો
(C) સૂર્યઘાત         √
(D) આબોહવા

47. સૂર્યઘાતનું પ્રમાણ __ થી___તરફ જતાં ઘટે છે.
ઉત્તર:-
વિષુવવૃત્ત, ધ્રુવો

48. કારણ આપો : શહેરોમાં ગામડાં કરતાં વધારે તાપમાન અનુભવાય છે.
ઉત્તર:-
શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટનાં મકાનો હોય છે. તે સૂર્યની ગરમીને શોષી શકતાં નથી. જયારે ગામડામાં વનસ્પતિનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરમીનું શોષણ ત્યાં વધારે થાય છે. અને વાતાવરણમાં ઠંડક રહે છે. તેથી શહેરોમાં ગામડાં કરતાં વધારે તાપમાન અનુભવાય છે.

49. વાતાવરણનું દબાણ કોને કહેવાય ?
ઉત્તર:-
હવાનાં વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કહે છે, જેને વાતાવરણનું દબાણ કહે છે.

50. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું હોય છે. ( √ કે X )
ઉત્તર:-
×