1. સાયકલ ને જરૂર પડે ત્યારે બ્રેક મારતાં તે ધીમી પડે છે.
ઉત્તર :
ખરું

2. ગતિ કરતી સાઇકલને બ્રેક મારતાં સાઇકલ શા માટે અટકી જાય છે?
ઉત્તર :
સાઇક્લને બ્રેક મારતાં બેક - પેડ પૈડાંની સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. જેના કારણે બેક - પેડ અને સાઇકલના પૈડાં વચ્ચે ઘર્ષણબળ ઉત્પન્ન થાય છે જેથી સાઇકલની ગતિ ધીમી પડે છે અને સાઇકલ અટકી જાય છે.

3. વ્યાખ્યા આપો : ઘર્ષણ બળ
ઉત્તર :
કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતાં પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે.

4. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે____નો વિરોધ કરે છે.
ઉત્તર :
સાપેક્ષગતિ

5.____ એ ગબડતા બોલની ગતિનો વિરોધ કરે છે.
ઉત્તર : ઘર્ષણ બળ

6. ઘર્ષણ ગતિમાન પદાર્થની ગતિની___ દિશામાં લાગે છે.
ઉત્તર :
વિરુદ્ધ

7. કોઈ પુસ્તકની ડાબી બાજુએથી બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ____ બાજુએ લાગે છે.
ઉત્તર :
જમણી

8. પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ કાર્ય કરે છે.
ઉત્તર :
ખરુ

9. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે.
ઉત્તર :
ખરું

10. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું _____ છે.
ઉત્તર :
ખરબચડાપણું

11. જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ ...
ઉત્તર :
વધારે

12. ઘર્ષણ સપાટીઓના____પર આધાર રાખે છે.
ઉત્તર :
પ્રકાર

13. ઘર્ષણ બળ બધી સપાટી માટે સમાન છે.
ઉત્તર :
ખોટું

14. ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે, તે સાબિત કરવું.
સાધન - સામગ્રી : ઈટ, સ્પ્રિંગકાંટો,પોલિથીન,શણનો ટૂકડો,દોરી.


પદ્ધતિ : એક ઈંટ લો. આ ઈટને દોરી વડે બાંધીને દોરીનો બીજો છેડો સ્પ્રિંગકાંટા સાથે જોડો. હવે સ્પ્રિંગકાંટાને ખેંચો અને ઈટ જયારે ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગકાંટામાં જે અવલોકન મળે છે તેની નોંધ અવલોકન કોષ્ટકમાં કરો. હવે આ ઈંટની ફરતે એક પોલિથીન વિંટાળો. ત્યારબાદ પોલિથીન સાથેની ઈંટને સ્પ્રિંગકાંટા વડે ખેંચો અને ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે અવલોકન નોંધો. આ જ રીતે પૉલિથીનની જગ્યાએ ઈંટના ફરતે શણનો ટુકડો વિંટાળીને તેને સ્પ્રિંગકાંટા સાથે જોડો. હવે ફરીથી ઈંટને ખેંચી તે ગતિ કરે ત્યારનું સ્પ્રિંગકાંટાનું અવલોકન નોંધો.
નિર્ણય : પોલીસની વીંટળાયેલી ઇટ ને સહેલાઈથી ખેંચી શકાય છે. જેમ સપાટી વધુ લીસી તેમ ઘર્ષણ બળ ઓછું અને સપાટી વધુ ખરબચડી તો ઘર્ષણ બળ વધુ.

15. ભોંયતળિયા પર મૂકેલ ચટાઈને ગતિ કરાવવી સહેલી છે,પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે શા માટે?
ઉત્તર :
બે સપાટીઓ વચ્ચેના જોડાણને લીધે ઘર્ષણ બળ ઉદ્ભવે છે. બે સપાટીઓ વચ્ચેનું જોડાણ જેટલું વધું તેટલું ઘર્ષણ બળ વધુ ભોંયતળિયા પર મૂકેલી ચટાઈ અને ભોંયતળિયાની સપાટી વચ્ચેનું જોડાણ નબળું હોવાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું લાગે છે. જેથી તેને સરળતાથી ગતિ કરાવી શકાય છે. જયારે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેસે તો તેના વજનને લીધે બંને સપાટી એકબીજા સાથે વધુ સખત રીતે જોડાય છે જેથી તેમનું જોડાણ મજબૂત થતાં ઘર્ષણ બળ વધે છે. જેના કારણે ચટાઈને સહેલાઈથી ખસેડી શકાતી નથી.

16. આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર, ભોંયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે?
(A) આરસનું ભીનું ભોંયતળિયું,આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર, ટુવાલ
(B) સમાચાર પત્ર, ટુવાલ, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું સમાચાર પત્ર,
(C)આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું
(D) આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, ટુવાલ, સમાચાર પત્ર
ઉત્તર :
A

17. આકસ્મિક રીતે આરસપહાણવાળા ભોંયતળિયા પર સાબુવાળું પાણી ઢોળાયેલું હોય તો તમારા માટે ભોંયતળિયા પર ચાલવું સરળ બનશે કે વધુ મુશ્કેલ બનશે? શા માટે?
ઉત્તર :
સાબુવાળું પાણી ઢોળાયેલું હોય તેવા આરસપહાણના ભોંયતળિયા પર ચાલવું વધુ મુશ્કેલ બને છે. સાબુના પાણીને કારણે આરસનું ભોંયતળિયું વધુ લીસું બને છે. લીસી સપાટી વડે ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય છે. આથી, જયારે આપણે ચાલીએ ત્યારે પગ અને ભોંયતળિયાની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થાય છે પરિણામે યોગ્ય પકડ જાળવી શકાતી નથી અને લપસી પડાય છે.

18. ધારો કે તમે લખવાના ડેસ્ક (desk) ને થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો.
ઉત્તર :
પુસ્તક નમેલા ડેક્સ પર નીચેની તરફ સરકે છે. આથી ઉત્પન્ન થતું ઘર્ષણ બળ તેની ગતિનો વિરોધ કરે તે રીતે ડેસ્કની સપાટી પર બનેલ ઢાળની ઉપર તરફ લાગે છે.

19. સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે?
ઉત્તર :
કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે.

20. સરકતું ઘર્ષણ બળ એટલે શું?
ઉત્તર :
કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે.

21. સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે?
ઉત્તર :
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. જયારે પદાર્થને તેની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. ઘર્ષણ એ બે સપાટીઓના જોડાણ (Interlocking) ને કારણે લાગે છે. સ્થિત ઘર્ષણના કિસ્સામાં સપાટીઓ વચ્ચેનું જોડાણ મજબૂત હોય છે. જયારે સરકતા ઘર્ષણના કિસ્સામાં સરકતા પદાર્થની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. પરિણામે તેમની વચ્ચેનું જોડાણ નબળું હોય છે. આમ, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ ઓછું હોય છે.

22. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં___હોય છે.
ઉત્તર :
વધારે

23. ઘર્ષણ ઉદ્દભવવાનાં મુખ્ય બે કારણો જણાવો.
ઉત્તર :
(1) ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ 
         (2) સપાટીઓ પર લાગતું દબાણ. સરળ છે.

24. કારણ આપો : પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે.
ઉત્તર :
સ્થિર પદાર્થ અને તેની નીચેની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ લાગે છે જયારે ગતિમાન પદાર્થ અને તેની નીચેની સપાટી વચ્ચે સરતું ઘર્ષણ લાગે છે. સરકતા ઘર્ષણ કરતાં સ્થિત ઘર્ષણનું મૂલ્ય વધુ હોય છે. પરિણામે, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે.

25. જો કોઈ ઘર્ષણ ન હોય તો કાચને પકડી રાખવો શક્ય છે.
ઉત્તર :
ખોટુ

26. જો ઘર્ષણ ન હોય તો શું થાય?
ઉત્તર :
ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. આથી, જો ઘર્ષણ ન હોય તો રસ્તા પર સરળતાથી ચાલી ન શકાય, વારેવારે લપસી પડાય, પેન કે પેન્સિલથી નોટમાં કે ચોક્ થી બ્લેકબોર્ડ પર લખી ન શકાય. ઘર્ષણના અભાવે દીવાલમાં ખીલી પણ ન ઠોકી શકાય. ઘર્ષણ ન હોય તો ગતિમાન વસ્તુની ગતિ અટકે નહીં તેમજ ગતિ કરતાં વાહનોને રોકી ન શકાય. ઘર્ષણ વગર ઇમારત નું બાંધી શકાય.

27. ઘર્ષણ ન હોય તો પણ પેન દ્વારા લખી શકાય છે.
ઉત્તર :
ખોટુ

28. જો ઘર્ષણ ન હોય તો કોઈ વાહન ગતિમાં હોય તો તેને રોકી શકાય કે ના રોકી શકાય? કેમ?
ઉત્તર :
ઘર્ષણ ન હોય તો ગતિમાં રહેલા વાહનોને રોકી ના શકાય. બ્રેક મારતા પૈડાં અને બ્રેક સિસ્ટમ વચ્ચે ઘર્ષણ બળના કારણે વાહનની ગતિ ધીમી પડે છે. આથી જે ઘર્ષણ ન હોય તો વાહનની ગતિ ધીમી ન પડે પરિણામે તેને રોકી ન શકાય.

29. ઘર્ષણ વિના કોઈ ઇમારત બાંધી શકાતી નથી.
ઉત્તર :
ખરું

30. ઘર્ષણ કેવી રીતે હાનિકારક છે, જણાવો.
ઉત્તર :
ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. ઘર્ષણને લીધે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા વધુ બળ લગાડવું પડે છે. યંત્રોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેનાથી થોડી ઊર્જા વેડફાય છે. વળી આ કારણે યંત્રોના ભાગને ઘસારો લાગે છે. ઘર્ષણને લીધે પદાર્થની ગતિ ધીમી પડે છે. આમ, ઘર્ષણ ઘણી બધી રીતે હાનિકારક છે.

31. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તે દર્શાવતાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તર : 
(1) થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોરજોરથી એકબીજા સાથે ઘસતાં બંને હથેળી વચ્ચે લાગતા ઘર્ષણને કારણે હથેળી ગરમ લાગે છે. 
(2) માચીસની દીવાસળીને કોઈ ખરબચડી સપાટી સાથે ઘસતા ઘર્ષણને કારણે ઉત્પન્ન થતી ઉષ્માને લીધે દીવાસળી સળગી ઊઠે છે. 
(3) મિક્સરને ચલાવવાથી તેનું જાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે ગરમ થાય છે.

32. મિક્સરને વધુ સમય ચાલુ રાખતાં ____તે થાય છે.
ઉત્તર :
ગરમ

33. ઘર્ષણ____ ઉત્પન્ન કરે છે.
ઉત્તર :
ઉષ્મા

34. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે.
ઉત્તર :
ઘર્ષણ તેના ફાયદાના કારણે આપણો મિત્ર કહેવાય છે. જેમ કે, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે પેન પેન્સિલ વડે નોટમાં લખી શકાય છે. ઘર્ષણને લીધે દીવાલમાં ખીલી ઠોકી શકાય છે. તેમજ ઇમારત પણ બાંધી શકાય છે. ઘર્ષણ દ્વારા થતા ગેરફાયદાને લીધે ઘર્ષણને આપણો શત્રુ કહે છે. જેમ કે, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. યંત્રોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જેના કારણે યંત્રોના ભાગમાં ઘસારો થાય છે. ઘર્ષણને કારણે ગતિમાન પદાર્થની ગતિ ધીમી પડે છે. આમ, ઘર્ષણના ફાયદા અને ગેરફાયદાને લીધે તે આપણો મિત્ર અને શત્રુ બંને છે.

35. કારણ આપો : લાંબો સમય વાપર્યા બાદ બૂટ - ચંપલનાં તળિયાં લપસણાં બને છે.
ઉત્તર :
ચાલતી વખતે બૂટ-ચંપલનાં તળિયા અને જમીન વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. લાંબા સમયના વપરાશ બાદ આ ધર્ષણ કારણે બૂટ - ચંપલના તળિયા ઘસાઈ જાય છે અને લીસા બને છે. લીસા તળિયા અને જમીન વચ્ચેનું ઘર્ષણબળ ઓછું હોય છે. જેથી બૂટ - ચંપલના તળિયા લપસણા બની જાય છે.