41. લોહરી કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઉત્તર:- ૧૩મી જાન્યુઆરીના રોજ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મિઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે લોહરી ઉજવવામાં આવે છે.

42. લોહરીનો તહેવાર ભારતમાં કયા રાજ્ય માં ઉજવાય છે?
ઉત્તર:- 
હોળીનો તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં ઉજવાય છે .

43. તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે? 
(A)હોળી
(B)ઓણમ
(C)પોંગલ      √
(D)ઈદ

44. પોંગલ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:-
 તમિલનાડુનો મુખ્ય તહેવાર છે તે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ઉજવવામાં આવે છે જાન્યુઆરીનો મધ્યભાગ તમિલ મહિના પ્રમાણે થાય તરીકે ઓળખાય છે થાઈ મહિનાના પ્રથમ દિવસે પોંગલની ઉજવણી થાય છે. ત્યારે ચોખા, મગની દાળ દૂધ અને ખાંડ ઉકાળીને પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે.

45. ઓણમ ઉત્તર પ્રદેશમાં ઉજવાતો તહેવાર છે.(√ કે ×)
ઉત્તર:-
 ×

46. કયા મહિનામાં ઓણમની ઉજવણી થાય છે ?
(A)ફેબ્રુઆરી -માર્ચ
(B) જૂન- જુલાઈ
(C)ડિસેમ્બર -જાન્યુઆરી
(D)ઓગસ્ટ- સપ્ટેમ્બર

47. મને ઓળખો: હું મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઉજવાતો તહેવાર છું.
ઉત્તર:- 
ઓણમ

48. ઓણમની વિશેષતા જણાવો.
ઉત્તર:- 
ઓણમ દસ દિવસ સુધી ઊજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા- સ્પર્ધા ઓણમની વિશેષતા છે.

49. કેરલમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:-
 કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા 'વલ્લમકાલી' નામે ઓળખાય છે.

50. ઓણમમાં___ નામનું ભોજન લેવામાં આવે છે.
ઉત્તર:-
 સાદિયા

51. દિવાળીનો તહેવાર ક્યાંરે ઉજવાય છે? 
(A)કારતક સુદ એકમ
(B)આસો વદ અમાસ      √
(C) ચૈત્ર વદ અમાસ
(D)ફાગણ સુદ પૂનમ

52. દિવાળી સાથે જોડાયેલા બીજા તહેવારો જણાવો.
ઉત્તર:-
 વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ નૂતનવર્ષ, ભાઇબીજ અને લાભપાંચમ દિવાળી સાથે જોડાયેલા તહેવારો છે.

53. પ્રકાશના પર્વ તરીકે___ ઓળખાય છે. 
ઉત્તર:- દિવાળી

54. 
દુર્ગાદેવીના મહિષાસુરના પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજા ઉત્સવથી થાય છે.(√ કે ×) 
ઉત્તર:- 

55. દુર્ગાપૂજાની ઉજવણી વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:-
 દુર્ગાપૂજા ભારતના દરેક રાજ્યોમાં ઊજવવામાં આવે છે. પરંતુ પશ્ચિમબંગાળમાં તેનું વિશેષ મહત્વ છે. દુર્ગાદેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગાપૂજા ઉત્સવથી કરવામાં આવે છે.આ ઉત્સવ દસ દિવસ ચાલે છે. ઉત્સવના છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરવામાં આવે છે તથા માતાજીની મૂર્તિને જળમાં વિસર્જિત કરવામાં આવે છે.

56. નાતાલ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે?
(A)ખ્રિસ્તી      √

(B)પારસી
(C)હિંદુ
(D)શીખ

57. મને ઓળખો: મારા જન્મદિવસ 25 ડિસેમ્બરને લોકો નાતાલ તરીકે ઉજવે છે.
ઉત્તર:-
 ઈસુખ્રિસ્ત

58. ખ્રિસ્તીઓ નાતાલ ની ઉજવણી કેવી રીતે કરે છે?
ઉત્તર:-
 નાતાલમાં ખ્રિસ્તીઓ પોતાના ઘર અને શેરીઓને ક્રિસ્ટ્મસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારે છે તેવો ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપે છે .આમ ખ્રિસ્તીઓ નાતાલ ધામધૂમથી અને શ્રદ્ધાથી ઊજવે છે.

59. મોહરમ શા માટે શોકદિવસ તરીકે ઉજવાય છે ?
ઉત્તર:-
 હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો દ્વારા મોહરમને શુભ દિવસ તરીકે ઉજવાય છે.

60. મોહરમમાં તાજીયા કાઢવામાં આવે છે. ( √ કે ×)
ઉત્તર:-
 √

61. ઈદ- ઉલ- ફિત્ર__ તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:-
 રમજાન ઈદ

62. મુસ્લિમો ઈદ -ઉલ- ફિત્ર કેવી રીતે ઊજવે છે ?
ઉત્તર:-
 પવિત્ર રમજાન માસના ઉપવાસ પૂરા થયા પછી રમજાન ઈદના દિવસે મુસ્લિમ નમાજ પઢે છે અને ત્યાર બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે.

63. _____ એટલે બલિદાનને ઈદ.
ઉત્તર:-
 ઈદ- ઉલ-અઝૂહા

64. પારસીઓનો મહત્વનો તહેવાર કયો છે ?
(A) દિવાળી
(B) ઓણમ
(C) પતેતી      √
(D) ગુડીપડવો

65. પારસીઓ વર્ષમાં છેલ્લા પાંચ દિવસો___ તરીકે ઊજવાય છે.
ઉત્તર:-
 ધાર્મિક પર્વ

66. પારસીઓ પતેતીના દિવસે શું કરે છે?
ઉત્તર :-
 પારસીઓ પતેતીના દિવસે પ્રાર્થનાગ્રુહ- અગિયારીમાં જાય છે. ત્યાં તેઓ પ્રાર્થનાગ્રંથ અવસ્થામાં આપવામાં આવેલી પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે.

67. પારસી વર્ષનો છેલ્લો દિવસ 'નવરોજ 'તરીકે ઉજવાય છે.(√ કે ×)
ઉત્તર:-
 ×

68. ચેટીચાંદ સિંધીઓનો તહેવાર છે.(√ કે ×)
ઉત્તર:-
 √

69. સિંધીઓ ચેટીચાંદ
નો તહેવાર કેવી રીતે ઉજવાય છે?
ઉત્તર:- ચૈત્ર સુદ એકમનો દિવસ એટલે સિંધીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે આ દિવસે પોતાના ઇષ્ટદેવ 'ઝૂલેલાલ'ની શોભા યાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ 'તાહીરી' પ્રસાદ તરીકે વહેંચે છે.

70. તહેવાર અને રાજ્યની કઈ જોડે ખોટી છે? 
(A) પોંગલ -તમિલનાડુ
(B) ઓણમ-આંધ્રપ્રદેશ      √
(C) દુર્ગાપૂજા -બંગાળા
(D) લોહડી -પંજાબ

71.જોડકાં જોડો:

વિભાગ- A

વિભાગ-B

(1) લોહડી            

(A)વલ્લમકાલી

(2) પારસીઓ     

(B)જગન્નાથજી

(3) દિવાળી        

(C)પોંગલ

(4) નૌકાસ્પર્ધા      

(D)પતેતી

(5) રથયાત્રા        

(E)પંજાબ

                         

(F) પ્રકાશનું પર્વ


જવાબ

1. – E

2. – D

3. – F  

4. – A

5. – B


72. ગુજરાતીઓ નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરે છે ?
ઉત્તર:-
 ગુજરાતીનો આસો સુદ એકમથી લઈ આસો સુદ નોમ સુધી મા દુર્ગાની આરાધના કરે છે . રાત્રે ગરબા અને દાંડિયા- રાસ રમીને નવરાત્રીની ઉજવણી કરે છે.

73. ___ ગુજરાતની આગવી ઓળખ છે. 
ઉત્તર:- ગરબા

74. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ . (√ કે × ).
ઉત્તર:-
 √

75.ઉત્તરાયણ બીજા કયા નામે ઓળખાય છે ? 
(A) શિવરાત્રી
(B) મકરસંક્રાંતિ      √
(C) નવરોજ
(D) વાસી ઉત્તરાયણ

76. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અમદાવાદની રથયાત્રા પણ વિશેષ આકર્ષક છે . (√ કે ×)
ઉત્તર:-
 √

77. જગન્નાથજીની રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
ઉત્તર:- 
જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે.

78. ______ વિધિ કર્યા પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે.
ઉત્તર:- 
પહિંદ

79. અમદાવાદમાં નીકળતી રથયાત્રા વિશે જણાવો.
ઉત્તર:-
 અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. ‘પહિંદ વિધિ’ પછી જ રથયાત્રાનો આરંભ થાય છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ-સંતો સહિત, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ (બલભદ્ર ) અને બહેન સુભદ્રા અલગ-અલગ ત્રણ રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. સાંજે આ ત્રણેય રથ મંદિરે પાછા આવે છે.

80.સુરેન્દ્રનગરમાં કયો મેળો યોજાય છે ?
(A) ભવનાથનો      √
(B) પલ્લીનો
(C) સરખેજનો
(D) તરણેતરનો