26. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા ?
(A) ગુરુનાનક
(B) ગુરુ અર્જુનસિંહ
(C) ગુરુ ગોવિંદસિંહ      √
(D) બંદાબહાદુર

27. રણજિતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા ?
ઉત્તર :
 રણજિતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા.

28. શીખ સામ્રાજ્યના વિકાસમાં રણજિતસિંહનું પ્રદાન વર્ણવો.
ઉત્તર:- 
રણજિતસિંહ 12 શીખ સમૂહમાંના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા હતા. તેમણે શીખ સામ્રાજ્યના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો. તેમણે લાહોર, અમૃતસર, કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજયનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓએ સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું.

29. રણજીતસિંહ લખનૌમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. (√ કે ×)
ઉત્તર:-
 √

30. _______ ના મૃત્યુ બાદ શીખ સામ્રાજય અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજયમાં ભેળવી દીધું.
ઉત્તર:- 
રણજિતસિંહ

31. 17 મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે . (√ કે X )
ઉત્તર:- 


32. શિવાજીએ દખ્ખણમાં કેવી રીતે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું ?
ઉત્તર:-
 શિવાજીએ બીજાપુરના સુલતાન , મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝો વગેરેને હરાવીને સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું.

33. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ , મરાઠાઓએ દખ્ખણમાં ___ યુદ્ધ પદ્ધતિ અપનાવી.
ઉત્તર:-
 છાપામાર

34. છત્રપતિ શિવાજી બાદ તેમના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. (√ કે × )
ઉત્તર:-
 √

35. ટૂંક નોંધ લખો : છત્રપતિ શિવાજી
ઉત્તર:-
 17 મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. તેમણે બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને એક સ્વતંત્ર રાજયનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો.  શિવાજી ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિ ધરાવતા હતા. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી હિંદુ શાસનતંત્રની સ્થાપના કરી હતી.

36. તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?
(A) બાલાજી બાજીરાવે
(B) બાલાજી વિશ્વનાથે      √
(C) સંભાજીએ
(D) બાજીરાવ પહેલાએ

37. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા ?
(A) બાલાજી વિશ્વનાથ      √

(B) બાલાજી પહેલો
(C) માધવરાય પહેલો
(D) બાલાજી બાજીરાવ

38. ઈ.સ. 1620 માં ___ પેશ્વા બન્યો.
ઉત્તર:- 
બાજીરાવ પહેલો

39. પેશ્વા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો.
ઉત્તર:-
 ઈ.સ. 1720 માં બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશ્વાપદે આવ્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજયમાં ભેળવીને મરાઠા સામ્રાજયનો વિકાસ કર્યો, તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ, જીિત્યા, ઉપરાંત હૈદરાબાદના નિઝામને હરાવ્યો. તેમણે પોતાના રાજયમાં શાંતિ અને સલામતી જાળવી રાખી હતી. આમ, બાલાજી બાજીરાવ પ્રથમ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજયમાં પરિવર્તિત કરી દીધું.

40. બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વાપદે આવ્યું ?
ઉતર:-
 બાજીરાવ પહેલાના અવસાન પછી તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશ્વાપદે આવ્યા .

41. મને ઓળખો : મેં મરાઠા સામ્રાજયને બંગાળથી લઈને મૈસુર સુધી વિસ્તાર્યું .
ઉત્તર:-
 બાલાજી બાજીરાવ પેશ્વા

42. મને ઓળખો:- મેં ઈ.સ. ૧૭૬૧ માં ભારત પર આક્રમણ કર્યું .
ઉત્તર :-
 એહમદશાહ અબ્દાલી

43. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
ઉત્તર:-
 પાણિપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું.

44. પાણીપતના ત્રીજા યુદ્ધમાં હારના સમાચાર મળતા કોનું આઘાતથી અવસાન થયું?
(A) માધવરાય પહેલો
(B)જશવંત હોળકર
(C)બાલાજી વિશ્વનાથ
(D)બાલાજી બાજીરાવ

45. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય શાથી થયો?
ઉત્તર:- 
ઈ.સ.1761 માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. જેમાં મરાઠાઓની હાર થઈ હારના સમાચાર મળતાં આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધથી મરાઠા સામ્રાજ્ય નિર્બળ બન્યું. આથી અંગ્રેજેને યુદ્ધાં હરાવી શકે તેવા રાજયો કોઈ બાકીના રહ્યાં. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો.

46. 18 મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો .
ઉત્તર:-
 18 મી સદીમાં ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા. ઈ.સ. 1707 માં મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી ભારત અનેક નાનાં નાનાં રાજયોમાં વહેંચાઈ ગયું. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહદુરશાહ, જહાંદરશાહ, ફરુર્ખસિયર, મહમંદશામાં, અહમદશાહ બહાદુર, આલમગીર બીજો, શાહઆલમ બીજો, અકબરશાહ બીજો અને બહાદુરશાહ ઝફર વગેરે શાસકો આવ્યા. ઈ.સ. 1764 માં બક્સરના યુદ્ધમાં શાહઆલમ બીજાની હાર થતાં અંગ્રેજોએ તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો. આમ, મુઘલ સત્તાનો અંત આવ્યો.
ઈ.સ. 1757 માં બંગાળના નવાબ સિરાજ - ઉદ્ - દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલા પ્લાસીના યુદ્ધમાં કોની જીત થઇ પરિણામ સ્વરૂપ બંગાળમાંથી નવાબ શાસનનો અંત આવ્યો.
મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજા સવાઈ જયસિંહ દ્વારા સ્થાપિત જયપુર સૌથી શક્તિશાળી રાજય બન્યું હતું. આ સમયે રાજપુત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી પણ અગત્યનાં હતાં.
શીખ સામ્રાજયમાં રણજિતસિંહ શક્તિશાળી શાસક પૂરવાર થયા. તેમણે શીખ સામ્રાજ્યના વિશાળ વિસ્તાર ઊભો કર્યો. રણજિનસિંહના મૃત્યુ પછી અંગ્રેજોએ શીખ સામ્રાજયને બ્રિટિશ સામ્રાજયમાં ભેળવી દીધું.
છત્રપતિ શિવાજીએ બીજાપુરના સુલતાન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝ વગેરેને હંફાવીને મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી. ઈ.સ. 1707 માં મરાઠા સામ્રાજયમાં પેશ્વા પ્રથાની શરૂઆત થઈ તેમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. ઈ.સ. 1761 માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયેલા પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધ પછી મરાઠા સામ્રાજ્ય નિર્બળ થઈ ગયું. પરિણામે બિટશ સત્તાનો ઉદય થયો.
આમ , 18 મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી ટકી નહોતી . આ સ્થિતિનો લાભ બ્રિટીશરોએ ઉઠાવ્યો અને તેઓ ભારતમાં સત્તા સ્થાપવામાં સફળ રહ્યા.

47. જોડકાં જોડો:-

વિભાગ-અ

વિભાગ-બ

1. મહાન ખગોળશાસ્ત્રી

(A) છત્રપતિ શિવાજી

2. શીખ ધર્મના સ્થાપક

(B) બાલાજી વિશ્વનાથ

3. પ્રથમ પેશ્વા

(C) ગુરુ નાનક

4. દક્ષિણમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યની સ્થાપના

(D) સવાઈ જયસિંહ


જવાબ

1. – D

2. – C

3. – B

4. – A