51. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણનું દબાણ વધુ હોય છે.(√ કે ×)
ઉત્તર:-

52. ટૂંક નોંધ લખો : વાતાવરણનું દબાણ
ઉત્તર:-
 પૃથ્વીની આસપાસ રહેલા હવાના સ્તરને વજન હોય છે. હવાનાં વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે . પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. અને વાતાવરણનું હલકું દબાણ રચાય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું રહે છે. તેથી ત્યાં દબાણ ભારે હોય છે.

53. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને __કહે છે.
ઉત્તર:-
 પવન

54. પવનો મુખ્ય કેટલા પ્રકારના છે ? ક્યા કયા ?
ઉત્તર:-
 પવનોના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) કાયમી પવનો 
                                            (2) મોસમી પવનો 
                                            (3) દેનિક કે સ્થાનિક પવનો

55. કાયમી પવનો કોને કહે છે ?
ઉત્તર:-
 પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, તેને કાયમી પવનો છે.

56.કાયમી પવનોમાં ક્યા પવનોનો સમાવેશ થતો નથી ?
(A) વ્યાપારી પવનો
(B) પશ્ચિમીયા પવનો
(C) ધ્રુવીય પવનો
(D) ઈશાની પવનો      √

57. ધ્રુવ તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો___ હોય છે.
ઉત્તર:- 
કાયમી

58. મોસમી પવનો કોને કહે છે ?
ઉત્તર:- 
પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે.

59. મોસમી પવનોના દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહિ ?
(A) ભારત
(B) નોર્વે      √    
(C) બાંગ્લાદેશ
(D) બર્મા

60. નૈઋત્યના પવનો કોને કહે છે ?
ઉત્તર:- 
મોસમી પવનોના દેશોમાં ઉનાળામાં નૈઋત્ય દિશામાંથી પવનો વાય છે, તેને નૈઋત્યના પવનો કહે છે.

61. દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે ? 
ઉત્તર:- પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતાં ફેરફારના કારણે ઉદભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે.

62. દરિયાઈ અને જમીનની લહેરોને ક્યા પવનો ગણવામાં આવે છે ?
(A) મૌસમી પવનો
(B) વ્યાપારી પવનો
(C) સ્થાનિક પવનો      √
(D) ધ્રુવીય પવનો

63. ‘લુ’ અને ‘શીતલહેર' ને__ પવનો કહે છે.

64. ટૂંક નોંધ લખો:- પવનો
ઉત્તર:-
 પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પૃથ્વી પર તાપમાનના ફેરફારને લીધે હવાના હલકા અને ભારેદબાણમાં ફેરફાર થતો રહે છે, જેને કારણે પવન ઉત્પન્ન થાય છે. પવનના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) કાયમી પવનો
                                  (2) મોસમી પવનો 
                                  (3) દૈનિક (સ્થાનિક) પવનો  
(1) કાયમી પવનો : બારેમાસ નિશ્ચિત દિશામાંથી વાતા પવનોને કાયમી પવનો કહે છે. વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો અને ધ્રુવીય પવનો કાયમી પવનો છે. 
(2) મોસમી પવનો : ઋતુ પ્રમાણે વાતા અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાના શબ્દ ‘મૌસીમ’ પરથી આ પવનોનું નામ મોસમી પવન પડ્યું છે. જે દેશોમાં મોસમી પવનો વાતા હોય તેવા દેશોને મોસમી પવનોના દેશ કહે છે. દા.ત, ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ; ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખુણેથી વાતા પવનો આ પ્રકારના પવનો છે. 
(3) દૈનિક/સ્થાનિક પવનો : પૃથ્વી સપાટી પર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. દરિયાઈ-જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, ‘લુ’ અને ‘શીત લહેર' વગેરે સ્થાનિક પવનોનાં ઉદાહરણ છે.

65. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થઈ તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને___ કહે છે.
ઉત્તર:-
 ભેજ

66. ભેજ__ની પ્રક્રિયા દ્વારા વાતાવરણ માં ઉમેરાય છે.
ઉત્તર :-
 બાષ્પીભવન

67. ભેજ કઈ રીતે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે ?
ઉત્તર:-
 બાષ્પીભવન થયેલો ભેજ વાતાવરણ માં મળે છે.આ ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળમાં રૂપાંતરિત થાય છે. વાદળો વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર આવતાં ભેજ પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે.

68. ઓછા વરસાદવાળા પ્રદેશનાં છાપરાં તીવ્ર ઢોળાવવાળાં હોય છે . ( √ કે X )
ઉત્તર:-
 ×

69. ___આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લાં વસ્ત્રો પહેરે છે .
ઉત્તર:-
 ગરમ

70. રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે ?
ઉત્તર:- 
રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા માટે ખુલલાં વસ્ત્રો પહેરે છે તથા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે.

71.___ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે.
ઉત્તર:-
 સમશીતોષ્ણ

72. લદાખના લોકો કેવાં વસ્ત્રોનો ઉપયોગ કરતા હશે ?
(A) ગરમ ઊની વસ્ત્રોનો      √

(B)સુતરાઉ વસ્ત્રોનો
(C) રેશમી વસ્ત્રોનો
(D)ખુલ્લાં વસ્ત્રોનો

73. આબોહવાની માનવજીવન પર થતી અસરો જણાવો.
ઉતર:- 
કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ત્યાંના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર જોવા મળે છે , જે નીચે મુજબ છે : 
(1) વધુ વરસાદવાળા પ્રદેશનાં ઘરોનાં છાપરાં વધુ ઢોળા વવાળા જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનોનાં છાપરાં સપાટ જોવા મળે છે.
(2) જે તે પ્રદેશનાં થતા ખેતીના પાકોનો જ વધુ પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે. દા.ત. મેદાની વિસ્તારમાં ઘઉં અને પર્વતીય વિસ્તારમાં મકાઈ. 
(3) ઠંડી વધુ હોય તેવા વિસ્તારમાં લોકો ગરમ અને ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દા.ત. લદાખના લોકો. 
(4) ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લાં વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દા.ત. દક્ષિણ ભારતના લોકો. 
(5) રણપ્રદેશમાં વસવાટ કરતા લોકો ઊડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ અથવા કપડું વીંટાળે છે . અને ખુલ્લાં વસ્ત્રો પહેરે છે. દા.ત. અરબસ્તાનના લોકો. 
(6) ગરમ અને ભેજવાળી આબોહવાવાળાં ક્ષેત્રોનાં માનવ સ્વભાવે આળસુ હોય છે. 
(7) સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હેવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. 
(8) મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધુ છે જોવા મળે છે.

74. નીચેનામાંથી કઈ બાબત કુદરતી વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતી નથી ?
(A) તાપમાન અને ભેજ
(B) પ્રાણીઓની સંખ્યા      √
(C) માટીના થરની જાડાઈ
(D) જમીનનો ઢોળાવ

75. કુદરતી વનસ્પતિનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે ? કયા કયા ?
ઉત્તર:- 
કુદરતી વનસ્પતિનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરેલ છે : (1) જંગલે 
                                                                       (2)ઘાસનાં મેદાન 
                                                                       (3) કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં

76. જે - તે વનસ્પતિ પોતાને પ્રતિકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઊગે છે . (√કે X )


77. મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં___ નાં મેદાનો આવેલાં છે .
ઉત્તર:- 
ઘાસ

78. કાંટાળી અને ઝાડી - ઝાંખરાંવાળી વનસ્પતિ __ અને ___પ્રદેશોમાં જોવા મળે છે.
ઉત્તર:- 
શુષ્ક, ઓછા વરસાદવાળા

79. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં થતા ફેરફાર છે. (√ કે × )
ઉત્તર:- 


80. જંગલોના પ્રકાર જણાવો.
ઉત્તર:-
 જંગલોના મુખ્ય છ પ્રકાર છે : 
(1) ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલો 
(2) ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો 
(3)સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો 
(4) સમશીતોષ્ણ ખરાઉ જંગલો
(5) ભૂમધ્ય સાગરનાં જંગલો
(6) શંકુદ્રૂમ જંગલો