41. જમીન ખેડવા વપરાય :_________
ઉત્તર : A
(A) હળ 
(B) ખુરપી 
(C) દાતરડું 
(D) આપેલ તમામ 

42. હાલની ખેતીમાં બળદની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ વધી રહ્યો છે. (√ કે X) 
ઉત્તર : 

43. પરંપરાગત ખેતીમાં વપરાતું સાધન જણાવો. 
ઉત્તર : B 
(A) ટ્રેક્ટર 
(B) હળ 
(C) થ્રેસર 
(D) આપેલ તમામ 

 44. આધુનિક ખેતીમાં ખેડૂત કેવા પાક ઉગાડે છે ? કેમ ? 
ઉત્તર : આધુનિક ખેતીમાં ખેડૂત એવા પાક ઉગાડે છે જેનો બજારમાં સારો ભાવ મળે. કારણ કે આમ કરવાથી તેમની કમાણી વધે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે. પરિણામે તેઓ પોતાની સુપન સુવિધા પાછળ વધુ ખર્ચ કરી શકે છે. આમ, પોતાના પરિવારનું જીવનધોરણ સુધારવા આજના ખેડૂતો વધુ ભાવ મળે તેવા પાક ઉગાડે છે.

45. ખેતીમાં યંત્રો વાપરવાથી ઘણા લોકો બેરોજગાર થયા છે. (√ કે X ) 
ઉત્તર : √

46. સમજાવો : ખેતીમાં ટ્રેક્ટર અને અન્ય સાધનોએ બળદ અને ઘણા માણસો નકામા કરી દીધા છે.
ઉત્તર : 
બળદ કરતાં ટ્રેક્ટરની ઝડપ ખૂબ વધારે હોય છે. આથી, બળદની જગ્યાએ ટ્રેક્ટર વાપરવાથી ખેડૂતનું કામ ઝડપથી થાય છે. વળી, બીજા સાધનો આવવાથી પણ ખેતીના કામ માટે હવે બહુ વધારે માણસોની જરૂર પડતી નથી. આમ, હવે તો ખેડૂત બળદનો ઉપયોગ ખેતીમાં બહું જ ઓછો કરતો હોવાથી કહી શકાય કે બળદો હવે ખેતી માટે નકામા થઈ ગયા છે. તે જ રીતે હવે ઓછા માણસોથી પણ ખેતી સારી થઈ શકે છે. તેથી જ સાધનોને લીધે ખેતીમાં કામ કરનાર ઘણા બેરોજગાર થઈ ગયા છે.

47. હસમુખભાઈ શાને પ્રગતિ ગણતા હતા ?
ઉત્તર :
 હસમુખભાઈ વધુ પૈસા કમાવા, સુખ - સુવિધાવાળું જીવન, અવર - જવર માટે સાધનો વસાવવાં અને સારું ખાવું - પીવું તેને પ્રગતિ ગણતા હતા.

48. તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઇચ્છો છો ? 
ઉત્તર :
 હું મારા ગામની સમતુલિત પ્રગતિ જોવા ઇચ્છું છું . મારા ગામમાં સારું શિક્ષણ આપતી શાળા હોય, લોકોને ઝડપથી સાજા કરે તેવું દવાખાનું હોય, પાકા રસ્તાઓ હોય, બાળકો રમત - ગમત તેમજ કલાના ક્ષેત્રે આગળ વધે તેવી સુવિધાઓ હોય. મારા ગામમાં આધુનિક ઢબે ખેતીવાડી અને પશુપાલન પ્રવૃત્તિઓ થતી હોય.જળસંચય, જળસંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણમાં મારું ગામ મોખરે હોય. સૂર્યઊર્જાનો મહત્તમ ઉપયોગ થતો હોય. ગામમાં કોઈ બેરોજગાર ન હોય અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઔદ્યોગિક એકમો પણ હોય. આમ, મારા ગામના તમામ લોકો શાંતિથી, મહેનત કરીને, હળીમળીને પ્રકૃતિની નજીક રહીને સુખ-સુવિધાઓ મેળવીને જીવન જીવી શકે તેવી પ્રગતિ ઇચ્છું છું.

49. ખેતીમાં છેલ્લાં ___ વર્ષોમાં વધુ બદલાવ આવ્યા છે. 
ઉત્તર : B 
(A) 5
(B) 7 
(C) 10 
(D) 0

50. કારણ આપો : ખેડૂતોને હવે મોંઘાં ખાતર ખરીદવાં પડે છે .
ઉત્તર :
 પહેલાંના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતા હતા . તેઓ જમીન ખેડવા બળદનો ઉપયોગ કરતા હતા . આમ , ગાય - બળદનું છાણ ખેતરમાં કુદરતી ખાતરનું કામ કરતું હતું . હવે , ખેતીમાં બળદની જગ્યાએ ટ્રેકટરનો ઉપયોગ થાય છે . સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ ઘટી છે . આથી છાણિયું ખાતર ન મળવાથી ખેડૂતોને મોંઘાં રાસાયણિક ખાતર ખરીદવાં પડે છે .

51.નવા પ્રકારના બીજા એવાં હતા કે પાકને જીવજંતુઓ શરમાતા નુકસાન કરતા હતા. 
(√ કે X ) 
ઉત્તર : √

52. છેલ્લાં વર્ષોમાં ખેતીમાં થયેલા ફેરફારોનાં કારણો જણાવો.
ઉત્તર : 
છેલ્લા વર્ષોમાં ખેતીમાં બદલાવ આવ્યો છે, જેનું મુખ્ય કરણ વકઢાતી જતી વસ્તી છે. આટલી બધી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે વધુ ઉત્પાદન આપે તેવી પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૂરી હતી. આથી, જ ખેતપેદાશોનું ઉત્પાદન વધે તે માટે સિંચાઈની વ્યવસ્થા, આધુનિક બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ખેતીમાં મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો. હવે ખેડૂતને પોતાનું ઉત્પાદન વેચવા માટે બજાર સરળતાથી મળી રહેતું હોવાથી પણ ખેડૂતો વધુ ને વધુ પાક ઉત્પાદન થાય તેવા ફેરફારો અપનાવી રહ્યા છે.

53. પહેલાંના સમયમાં ખેડૂતો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે શું કરતા હતા ?
ઉત્તર : 
પહેલાંના સમયમાં ખેડૂતો જમીનમાં પાક લેવા છાણિયું ખાતર વાપરતા, ઉપરાંત પાકની ફેરબદલી કરતા જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે.

54. આધુનિકના પાછળ આંધળી દોટને કારણે હરામુખભાઈને કેવા પ્રકારનો ખર્ચ વધી ગયો હતો ?
ઉત્તર :
 આધુનિકના પાછળ આંધળી દોટને કારણે હરામુખભાઈને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ પર વધુ ખર્ચ થવા લાગ્યો.

55. સિંચાઈ માટે ખેડૂતો પોતાના ખેતર માં જ ___ કરવા લાગ્યા.
ઉત્તર :
 બોરવેલ

56. ____ ની ગંધ ખુબ ખરાબ હોય છે. 
ઉત્તર : 
(A) બિયારણ 
(B) જંતુનાશક દવા
(C) કાચાં ફળ 
(D)આપેલ તમામ

57. કપાસના ભાવ શાથી ઘટ્યા હતા ?
ઉત્તર : 
મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા. આથી કપાસની માંગ સામે ઉત્પાદન વધુ હોવાથી કપાસના ભાવ ઘટ્યા હતા.

58. જમીનની ફળદ્રુપતા શાથી ઘટી છે ?
ઉત્તર :
 એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે.

59. ખર્ચા ને પહોંચી વળવા હસમુખભાઈએ શું કર્યું ?
ઉત્તર :
 D
(A) બીજો ધંધો શરૂ કર્યો 
(B) પશુઓ વેચી દીધાં
(C) જમીનનો નાનો ટુકડે વેચી દીધો 
(D) બેન્કમાંથી લોન લીધી 

60. ખેતીમાંથી થતો નફો ____ માં જતો રહેતો.
ઉત્તર :
 લૉન ભરવા

61. હસમુખભાઈ ની જેમ તેનો પુત્ર પરેશ શા માટે ખેડૂત નહોતો બનવા માંગતો ?
ઉત્તર : 
વધુ પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે તથા એકનો એક પાક વારંવાર લેવાને કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ હતી. ઉપરાંત બધા જ ખેડૂતો કપાસની ખેતી કરતા હોવાથી પાકની સારી કિંમત પણ નહોતી મળતી. આમ, ખેતીમાં આવક ઘટી ગઈ હતી અને ફકત ખેતી ઉપર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આથી, પરેશ ખેડૂત બનવા નહોતો માંગતો.

62. 'બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી.' આ વિધાન સાચું છે કે ખોટું ? કારણ આપો.
ઉત્તર :
 હું માનું છું કે બીજની વાન સાચી છે કે, હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. ખેતીમાં વધુ પડતાં રસાયણોના ઉપયોગથી ખેતરની જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. જમીનમાંથી સતત પાછી ખેંચવાને કારણે ભૂગર્ભ જળની સપાટી ઓછી અથવા ઘટી ગઈ. જેથી ભવિષ્ય માટે પાણી ઓછું થઈ ગયું. યંત્રોના ઉપયોગથી કામ ઝડપી બન્યું પણ તેને લીધે ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે. આ બધાને કારણે કહી શકાય કે આ દેખાતી પ્રગતિ એ વાસ્તવિક પ્રગતિ નથી.

63. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો.
ઉત્તર : 
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીમાં શરૂઆતમાં ઉત્પાદન વધુ મળે છે, તેથી ફાયદો જણાય છે. પણ પછી વધુ નુકસાનકારક બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની કુદરતી ફળદ્રુપતા નાશ પામે છે. તેની ભેજધારણ શક્તિ ઘટે છે. તેથી દર વર્ષે વધુને વધુ ખાતર નાખવું પડે છે તેથી આર્થિક ખર્ચા વધે છે. પાકની ગુણવત્તા ઘટે છે. અને વધુ પડતાં રાસાયણિક તત્ત્વોના ઉપયોગથી તૈયાર થયેલા પાકનો ખોરાકમાં ઉપયોગ કરવાને લીધે કૅન્સર જેવા અસાધ્ય રોગો પણ થતા જોવા મળ્યા છે. આમ, આ પ્રકારની ખેતીથી ગેરફાયદા વધુ છે.

64. સજીવ ખેતીના ફાયદા લખો .
ઉત્તર :
 સજીવ ખેતીથી નીચે મુજબના ફાયદા થાય છે :
(1) જમીનની ફળદ્રુપતા વધે છે.
(2) જમીનની ભેજધારણ શક્તિ વધે છે. 
(૩) રાસાયણિક ખાતરની સરખામણીમાં ખર્ચ ઓછો આવે છે. 
(4) પાકની ગુણવત્તા વધે છે. 
(5) બજારમાં જૈવિક ઉત્પાદનોની માંગ દિવસેને દિવસે વધતી જાય છે. જેથી ખેડૂતની આવક પણ વધે છે . 
(6) પ્રદૂષણ થતું નથી.

65. ભાસ્કરભાઈની વાડી ________
_ ગામમાં આવેલી હતી .
ઉત્તર : દહેરી

66. ભાસ્કરભાઈની વાડીમાં બાળકોએ શેનાં ઝાડ જોયાં ? 
ઉત્તર : C
(A) આંબાનાં 
(B) ચીકુનાં 
(C) નાળિયેરીના 
(D) કેળાના 

68. વાડીની બધી જમીન પર શું પથરાયેલું હતું ?
ઉત્તર :
 વાડીની બધી જમીન પર સુકાયેલાં પાંદડાં, જંગલી છોડ અને ધાસ પથરાયેલું હતું.

69. ભાસ્કરભાઈની વાડીના રંગબેરંગી પાંદડાંવાળા છોડનું નામ શું હતું ? 
ઉત્તર : A
(A) ક્રોટોન 
(B) પ્રોટોન 
(C) ક્રિપટોન 
(D) કણજી

70. ભાસ્કરભાઈ રાસાયણિક ખાતરની મદદથી વધુ ઉપજ મેળવતા હતા. (√ કે X) 
ઉત્તર : X

71. ભાસ્કરભાઈ ________ ખેતી કરતા હતા.
ઉત્તર : 
સજીવ

72. અળસિયાં ખેતી માટે કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર :
 અળસિયાં જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક ગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે, તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. આથી ઉત્પાદન સારું મળે છે.

73. કેવી રીતે મફતમાં ખાતર તૈયાર કરી શકાય ?
ઉત્તર : 
એક ખાડો ખોદીને તેમાં અળસિયાં રાખવાં જોઈએ. તેમાં રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડાં વગેરે નાખતા, અળસિયાં તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. આ રીતે મફતમાં ખાતર તૈયાર કરી શકાય છે.

74. પહેલાંના સમયમાં ડૂંડામાંથી બાજરી દાણા કાઢવા ____ વાપરવામાં આવતું.
ઉત્તર :
 ખાંડણિયું

76. પહેલાંના સમયમાં ડૂંડામાંથી દાણા કેવી રીતે કાઢવામાં આવતા હતા ?
ઉત્તર :
 પહેલાંના સમયમાં ડૂંડામાંથી દાણા કાઢવા માટે ડૂંડાને ખંડનણિયામાં નાંખી સાંબેલાથી ખાંડવામાં આવતા હતા.

77. આજે ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ___ નો ઉપયોગ થાય છે .
ઉત્તર : 
થ્રેશર

78. બાજરીના પાકનાં થડ કાપવા માટેનો ઉપયોગ થાય છે.
ઉત્તર :
 A
(A) દાતરડા 
(B) કુહાડી 
(C) કાતર 
(D) ખૂરપી

79. દાણાને દળવા માટે ઘંટીનો ઉપયોગ થાય છે. (√ કે X)
ઉત્તર :
 √

79 . બીજ ઘણી બધી જટિલ પ્રક્રિયા પછી આપણી થાળી સુધી પહોંચે છે. (√ કે X ) 
ઉત્તર : √

80. આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, તેવું કેવી રીતે કહી શકાય ? તે વિશે જણાવો.
ઉત્તર :
 પહેલાં લોકો જુદાં જુદાં અનાજની રોટલી ખાતા હતા, પરંતુ આજે મોટે ભાગે ઘઉંમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. ખોરાકમાં ચોખા, શાકભાજી, દાળ, કઠોળ વગેરેનો ઉપયોગ થતો હતો. જ્યારે અત્યારે તૈયાર પૅકેટો જેવાં કે નુડલ્સ, પાસ્તા, બ્રેડ વગેરેનો ઉપયોગ વધ્યો.

81. જો બધા ખેડૂતો એક જ પ્રકારનાં બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય ?
ઉત્તર :
 જો બધા ખેડૂતો એક જ પ્રકારનાં બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો એક જ પ્રકારના અનાજનું ઉત્પાદન થશે. જેને કારણે આપણો ખોરાક પણ એક જ પ્રકારનો બની જશે. આપણને જુદાં જુદાં અનાજ, શાકભાજી, ફળો વગેરે મળશે નહીં. જેથી શરીરમાં પોષક તત્ત્વોની ખામી થશે. ઉપરાંત તે જ રીતે જમીનમાં પણ એક જ પ્રકારનો પાક લેવાથી તેની ફળદ્રુપતા ઘટશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે.