48. ધનુષની પણછને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ___ બળનું ઉદાહરણ છે.
ઉત્તર : સ્નાયુ
49. પાણી ભરેલી ડોલ ઊંચકવામાં કયુ બળ વપરાય છે?
ઉત્તર : સ્નાયુબળ
ઉત્તર : સ્નાયુબળ
50. પ્રાણીઓ સ્નાયુબળનો ઉપયોગ ક્યારે કરે છે?
ઉત્તર : પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે.

51. સ્નાયુબળને સંપર્ક બળ કેમ કહે છે?
ઉત્તર : જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, ત્યારે જ બળની અસર થાય છે. આથી તેને સંપર્ક બળ કહે છે.

52. સ્નાયુબળને સંપર્ક બળ પણ કહેવાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
53. સંપર્ક બળનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર : (1) સ્નાયુબળ અને (2) ઘર્ષણબળ – બંને સંપર્ક બળના ઉદાહરણો છે.

54. કૂવામાંથી પાણી ખેંચવા માટે દોરડા પર ___લગાડવું પડે છે્
ઉત્તર : બળ
ઉત્તર : બળ
55. વ્યાખ્યા આપો : સંપર્ક બળ
ઉત્તર : જયારે બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતાં બળને સંપર્ક બળ કહે છે.

56. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ____બળ નું ઉદાહરણ છે.
ઉત્તર : સંપર્ક
ઉત્તર : સંપર્ક
57. વ્યાખ્યા આપો : ઘર્ષણબળ
ઉત્તર : જે બળ પદાર્થની ગતિ વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણબળ કહે છે.

58. ઘર્ષણબળને સંપર્ક બળ શા માટે કહે છે?
ઉત્તર : ઘર્ષણબળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તેથી ધર્ષણબળને સંપર્ક બળ કહે છે.

59. જયારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો ____ને કારણે અને હવાના ____ ને કારણે હોય છે.
ઉત્તર : ગુરુત્વ,ઘર્ષણ
ઉત્તર : ગુરુત્વ,ઘર્ષણ
60. ધર્ષણબળ એ ગતિમાન પદાર્થની ____ દિશામાં હોય છે.
ઉત્તર : વિરુદ્ધ
ઉત્તર : વિરુદ્ધ
61.___ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે.
ઉત્તર : ઘર્ષણ
ઉત્તર : ઘર્ષણ
62. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને_____છે.
ઉત્તર : અપાકર્ષે
ઉત્તર : અપાકર્ષે
63. બે ચુંબકના બે ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ જણાવો.
ઉત્તર : બે ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાને લીધે બંને ચુંબક એકબીજા તરફ આકર્ષાય છે. જ્યારે બે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાને લીધે બંને ચુંબક વચ્ચે અપાકર્ષણ થવાથી ચુંબક એકબીજાથી દૂર જાય છે.

64. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
65. ફર સાથે ઘસેલો કાંસકો કોરા વાળ જોડે લઈ જતાં શું થાય છે?
ઉત્તર : ફર સાથે ઘસેલા કાંસકાને કોરા વાળ જોડે લઈ જતા કોરા વાળ કાંસકા તરફ આકર્ષાય છે.

66. સ્થિત વિધુતબળ એટલે શું?તેને અસંપર્ક બળ કેમ કહે છે?
ઉત્તર : એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત વિદ્યુતભારરહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુતબળ કહે છે.બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. આમ,સ્થિત વિદ્યુતબળ અસંપર્ક બળનું ઉદાહરણ છે.

67. એક વિધુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ___ છે.
ઉત્તર : આકર્ષે
ઉત્તર : આકર્ષે
69. શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી દ્વારા જ લાગી શકે છે?
ઉત્તર : ના, ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ એકબીજા પર લગાડે છે.

70. ઉછાળેલો દડો જમીન પર કેમ પડે છે?
ઉત્તર : ઉછાળેલા દડા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જેના કારણે ઉછાળેલો દડો જમીન પર પડે છે.

71. સામાન ઊંચકવા માટે ગુરુત્વાકર્ષણ બળ ઉપયોગી છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
72. સિક્કો તમારા હાથમાંથી છટકી જાય છે, ત્યારે નીચે પડી જાય છે, તો તેના પર કયું બળ લાગુ પડે છે?
ઉત્તર : ગુરુત્વાકર્ષણ બળ
ઉત્તર : ગુરુત્વાકર્ષણ બળ
73. વ્યાખ્યા આપો : ગુરુત્વાકર્ષણ બળ
ઉત્તર : વિશ્વના દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે આ બળને ગુરુત્વાકર્ષણબળ કહે છે.

74. ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો.
ઉત્તર : દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, આ ખેંચાણબળને ગુરુત્વાકર્ષણબળ કહે છે. પૃથ્વી દરેક વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ છે લગાડે છે. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. નદીઓના પાણી નીચે તરફ વહેવાનું કારણ પણ ગુરુત્વબળ છે. વિશ્વના દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે.

75. અસંપર્ક બળનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર : અસંપર્કબળનાં બે ઉદાહરણો : (i) ચુંબકીય બળ અને (ii) સ્થિતિ વિદ્યુતબળ

76. વિશ્વમાં દરેક પદાર્થ એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
77. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન (લોન્ચ પેડ) પરથી છોડવાના તરત જ બાદ રૉકેટ પર લાગતાં બે બળોનાં નામ જણાવો.
ઉત્તર : વર્ણવેલી પરિસ્થિતિમાં રોકેટ પર બે બળો લાગે છે :(i) ગુરુત્વાકર્ષણબળ - આ બળ રૉકેટ પર પૃથ્વીના કેન્દ્ર તરફ અધોદિશામાં લાગે છે. (ii) હવાનું ઘર્ષણબળ : આ બળ હવાને લીધે રોકેટ પર લાગે છે અને તેની દિશા રૉકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.

78. ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નદીઓમાં પાણી નીચેની તરફ વહે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
79. વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
80. વ્યાખ્યા આપો : દબાણ
ઉત્તર : એકમ ક્ષેત્રફળ દીઠ (લંબરૂપે) લાગતા બળને દબાણ કહે છે.

81. દબાણનું સૂત્ર લખો. શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે?
ઉત્તર : દબાણ = બળ (F )/સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ “હા, પ્રવાહી અને વાયુઓ દ્વારા પણ વસ્તુ પર દબાણ લાગે છે.

82. બળનો SI એકમ pascal છે. (✔ કે X)
ઉત્તર : X
ઉત્તર : X
83. લાકડાં કાપવા માટે કુહાડીના આગળના તીક્ષ્ણ ભાગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?
ઉત્તર : કુહાડી ના આગળના તીક્ષ્ણ ભાગનું ક્ષેત્રફળ તેના પાછળના ભાગ કરતાં ઓછું હોય છે. પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેમ તેના પર લાગતું દબાણ વધારે હોય. આથી તીક્ષ્ણ ભાગ દ્વારા વધુ દબાણ લાગતાં તે લાકડાને ઝડપથી કાપી શકે છે.

84. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે શું કરે છે? શા માટે?
ઉત્તર : કુલીઓને જયારે ભારે બોજ ઉપાડવો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. આમ કરવાથી તેમના માથા સાથે બોજનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. તેથી તેમના માથા પરનું દબાણ ઘટી જાય છે અને તેઓ સરળતાથી બોજ ઉઠાવી શકે છે.

85. 2m2 ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50N બળ લાગે છે, તો દબાણ કેટલું હશે?
ઉત્તર : 50N/2m2= 25N/m2
ઉત્તર : 50N/2m2= 25N/m2
86. લાકડાના પાટિયા પર ખીલી મારવા માટે, ખીલીના ઉપરના શીર્ષ ભાગ પર જ બળ કેમ લગાડવામાં આવે છે?
ઉત્તર : ખીલીના ઉપરના શીર્ષ ભાગનું ક્ષેત્રફળ વધુ હોય છે જયારે અણીદાર છેડાનું ક્ષેત્રફળ ઓછું હોય છે. સમાન બળ લગાવતાં ઓછા ક્ષેત્રફળ વાળી સપાટી પર દબાણ વધુ લાગે છે. આથી, ખીલીના અણીદાર છેડા પર વધુ દબાણ લગાડી શકાતું હોવાથી તેના શીર્ષ ભાગને ઉપર તરફ રાખી તેના પર બળ લગાડાય છે.

87. પાણીની પાઇપ જ્યાંથી લીક થાય છે ત્યાં પાણીના ફુવારાઓ બહાર આવે છે સમજાવો.
ઉત્તર : પાણીની પાઈપમાં રહેલું પાણી પાઈપની દિવાલો પર અંદરથી બહારની તરફ બળ લગાડે છે. આથી, જ્યાં લીકેજ હોય ત્યાં પાણીનું દબાણ લાગતા દીવાલમાંથી પાણી ફુવારા રૂપે બહાર આવે છે.
88. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફુલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો ફુલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે?
ઉત્તર : ફુગ્ગો ફુલાવતા હવા ફુગ્ગાની અંદર દાખલ થાય છે જે ફુગ્ગાની દીવાલો પર દબાણ કરે છે. પરિણામે ફુગ્ગો ફુલે છે. જો તેનું મોં બધું ન કરીએ તો હવા બહાર નીકળી જાય અને ફુગાની દીવાલ પર દબાણ ઓછું થતાં તે મૂળ સ્થિતિમાં પાછો આવી જાય.

89. પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. તે પ્રયોગ દ્વારા સાબિત કરો.
હેતુ : પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે, તે સાબિત કરવું. સાધન - સામગ્રી : પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઈપ, રબરની શીટ (ફુગ્ગો)
આકૃતિ :
પદ્ધતિ : સૌ પ્રથમ એક પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઈપ લો. તેના નીચેના છેડે રબરની શીટ અથવા ફુગ્ગો ચુસ્ત રીતે બાંધી દો. હવે આ નળીમાં થોડું પાણી ભરો અને રબરની શીટનું અવલોકન કરો. હવે થોડું વધુ પાણી ભરો અને રબરની શીટનું અવલોકન કરો. ત્રીજી વખત થોડું વધુ પાણી ભરી રબરની શીટનું અવલોકન કરો.
અવલોકન : અવલોકન કરતાં જણાય છે કે, જ્યારે નળીમાં સૌથી ઓછું પાણી હતું ત્યારે રબર બહુ ઉપસેલું ન હતું. પરંતુ જેમ-જેમ પાણી વધતું ગયું તેમ તેમ રબરનું પડ વધુને મોટું થવા લાગ્યું (ઉપસવા લાગ્યું).
નિર્ણય : પાણીને કારણે પાત્રના તળિયે દબાણ લાગે છે અને જેમ-જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધતી જાય છે તેમ-તેમ તળિયે દબાણ વધતું જાય છે.

90. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
ઉત્તર : પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને પ્રવાહીની ઘનતા પર આધાર રાખે છે.

91. પાણી પાત્રની દીવાલો પર પણ દબાણ લગાડે છે. (✔ કે X)
ઉત્તર : ✔
ઉત્તર : ✔
92. વ્યાખ્યા આપો : વાતાવરણ
ઉત્તરઃ આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.

93. વ્યાખ્યા આપો : વાતાવરણીય દબાણ
ઉત્તર : આપણી આસપાસ રહેલી હવાના આવરણ વડે લાગતાં દબાણને વાતાવરણીય દબાણ કે વાતાવરણનું દબાણ કહે છે.

94. કારણ આપો : વાતાવરણનું દબાણ આશરે 10 N / m જેટલું ખૂબ વધારે છે, છતાં પણ આપણે તેના લીધે દબાઈને કચડાઈ જતા નથી.
ઉત્તર : કારણ કે, આપણા શરીરની અંદર પણ હવા રહેલી છે જે આપણા શરીરમાં રહીને શરીર પર અંદરથી બહારની તરફ દબાણ લગાવે છે જે બહારથી લાગતા વાતાવરણના દબાણની અસરને નાબૂદ કરે છે. પરિણામે આપણે દબાઈને કચડાઈ જતા નથી.

95. આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે?
ઉત્તર : વાતાવરણીય દબાણ
0 Comments