121.લધુચિત્રોમાં વિદેશી સંપ્રદાયો અને સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે .( √કે ×)
ઉત્તર:-
 ×

122. રાજસ્થાન અને દક્ષિણનાં રાજયોએ પણ ચિત્રકલાને આશ્રય આપ્યો.(√ કે ×) 
ઉત્તર:- √

123.રાજસ્થાનના વિવિધ રાજાઓએ કેવા ચિત્રોનું સર્જન કરાવ્યું હતું ?
ઉત્તર:-
 રાજસ્થાનના વિવિધ રાજાઓએ ભારતની પૌરાણિક કથાઓ , મહાકાવ્યો અને દેવી - દેવતાઓનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું

124. હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલા___ નામે ઓળખાય છે.
(A) રાજસ્થાની
(B) જૈન
(C) બસોહલી      √
(D) કાંગડા

125. બસોહલી શૈલીનાં વિશિષ્ટ ચિત્રો ભાનુદત્તના પુસ્તક __ માં જોવા મળે છે.
ઉત્તર:- 
રસમંજરી

126. ‘કાંગડાશૈલી’ નો વિકાસ કેવી રીતે થયો ? 
ઉત્તર:- નાદિરશાહે દિલ્લી પર વિજય મેળવ્યો તેથી મુગલ ક્લાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા , જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલી’નો વિકાસ થયો .

127. મને ઓળખો : હું પહાડી ચિત્રક્લા તરીકે ઓળખાતી શૈલી છું.
ઉત્તર:- 
કાંગડાશૈલી

128. કાંગડાશૈલીની વિશેષતા જણાવો.
ઉત્તર:-
 વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગાશૈલીની વિશેષતા હતી.

129. ટૂંક નોંધ લખો : ચિત્રકલા શૈલીનો વિકાસ 
ઉત્તર:- મુઘલ સામ્રાજયના પતન પછી રાજસ્થાન અને દક્ષિણનાં રાજ્યોએ ચિત્ર કલાને આશ્રય આપ્યો. તેમણે પોતાના દરબારનાં દશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવાં રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી-દેવતાનાં ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. સત્તરમી સદી પછી હિમાચલ પ્રદેશમાં 'બસોહલી' શૈલીની ચિત્રક્લાનો વિકાસ થયો. ભાનુદત્તના પુસ્તક ‘રસમંજરી' માં આ શૈલીનાં ચિત્રો જો વા મળે છે. નાદિરશાહના આક્રમણ અને દિલ્લી વિજયના કારણે મુઘલ ચિત્રકારો પહાડી વિસ્તારમાં જઈને વસ્યા; પરિણામે ‘કાંગડાશૈલી' નો વિકાસ થયો. જે પહાડી ચિત્રકલા તરીકે પણ ઓળખાય છે. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડાશૈલીની વિશેષતા હતી. અઢારમી સદીના મધ્યભાગમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ કલાકારોએ નવી ચિત્રશૈલી વિકસાવી.

130. આજના રાજસ્થાનને બ્રિટિશ શાસકો __તરીકે ઓળખાવતા હતા .
ઉત્તર:-
 રાજપૂતાના

131. શૂરવીરોની ગાથા__અને ___ દ્વારા ગાવામાં આવતી હતી.
ઉત્તર:-
 ચારણો, બારોટો

132. રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમના કયા ગુણોનું વર્ણન થયું છે ?
ઉત્તર:-
 રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમની શૂરવીરતા , સ્વામીભક્તિ , મિત્રતા , પ્રેમ , વીરતા , ક્રોધ વગેરે ગુણોનું વર્ણન થયું છે.

133. રાજપૂતો સ્ત્રીઓ , ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા.(√ કે X )
ઉત્તર:-
 √

134. ટૂંક નોંધ લખો : રાજપૂતોની વીરતાભરી ગાથાઓ .
ઉત્તર :-
 આજના રાજસ્થાનને બ્રિટિશ શાસકો રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો પોતાના કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. તેમાં રાજપૂતોની શુરવીરતા, સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે ગુણોનું વર્ણન કરવામાં આવતું. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂત સ્ત્રીઓ પણ પોતાની શુરવીરતા માટે પ્રખ્યાત હતી. યુદ્ધમાં વીરગતિ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી.

135. સૂફીવાદના મતે ધર્મ એટલે શું ?
ઉત્તર:-
 સૂફીવાદના મતે ધર્મ એટલે ‘ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ’ અને ‘ માનવતાની સેવા '.

136 'ખ્વાજા’  કે ‘શેખ' તરીકે કોણ ઓળખાતું ?
ઉત્તર:-
 સૂફી જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયા.આ દરેક સિલસિલાના પીર ( માર્ગદર્શક ) હતા. તેઓ 'ખ્વાજા' કે ‘શેખ' તરીકે ઓળખાતા.

137. પીરના શિષ્યો કયા નામથી ઓળખાતા ? 
(A) ઓલિયા
(B) ખ્વાજા
(C) ગરુ
(D) મુરીદ     √

138. ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી ?
(A) મોઇનુદ્દીન ચિશ્તી      √
(B) હઝરત બાબાજાન
(C) અહેમદ ખટ્ટુ ગંજબક્ષ
(D)ખ્વાજા હસન નિઝામી

139. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા .(√ કે ×)
ઉત્તર:- 


140. પાળિયા કોને કહેવામાં આવે છે ?
ઉત્તર:-
 દુશ્મનો સામે પાળ દઈને ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે , તેને પાળિયા કરવામાં આવે છે .

141. જે સ્ત્રી સતી થઈ ગઈ હોય અથવા જેણે જોહર કર્યું હોય તેવા પાળિયાને __ ના પાળિયા કહે છે.
ઉત્તર:-
 સતી

142. મને ખોળખો : મારા કાળમાં ભારતીય મંદિર સ્થાપત્યની શરુઆત થઈ .
ઉત્તર:-
 મૌર્યકાળ

143. કોને સંરચનાત્મક મંદિરોનો કાળ કહેવામાં આવે છે ?
(A) મુઘલકાળ
(B) રાજપુત કાળ
(C) ગુપ્તકાળ      √
(D) મૌર્યકાળ

144. મંદિર સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
ઉત્તર:-
 મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર છે. (1) નાગર રીલી 
                                                           (2) દ્રવિડ શૈલી 
                                                           (3) વેસર શૈલી 

145. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી ?
(A) ગાંધાર શૈલી      √

(B) નાગર શૈલી
(C) દ્રવિડ શૈલી
(D) વેસર શૈલી

146. કઈ સ્થાપત્ય શૈલીને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે ?
ઉત્તર:- 
ઈ.સ. 5 મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે.

147. ___ શૈલીનાં મંદિરો પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતા.
ઉત્તર:- 
નાગર

148. પુરીનું જગન્નાથ મંદિર ગાંધાર શૈલીમાં બનાવાયેલ છે. (√ કે ×)
ઉત્તર:-
 ×

149. નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યનો સમાવેશ નાગર શૈલીમાં થતો નથી ?
(A) મોઢેરાનું સૂર્યમંદિર
(B) ઓડિશાનું કોર્ણાક મંદિર
(C) મધ્યપ્રદેશનું ખજૂરાહો મંદિર
(D) મદુરાઈનું મીનાક્ષી મંદિર         √

150. પૂર્વ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે . (√ કે ×)
ઉત્તર:- 
×

151. કયાં કયાં મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે ?
ઉત્તર:-
 રાજરાજેશ્વરનું બૃહદેશ્વરનું મંદિર , મદુરાઈનું મીનાક્ષી મંદિર , તમિલનાડુનું મહાબલિપુરમનું રથમંદિર વગેરે મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થયેલ છે.

152. ભારતમાં વેસર શૈલી કયાં વિકાસ પામી હતી ?
ઉત્તર:- 
વેસર શૈલી ભારતમાં મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી .

153. વેસર શૈલીમાં નાગર અને કાંગડાશૈલીનું મિશ્રણ જોવા મળે છે . ( √ કે × )
ઉત્તર:-
 ×

154. _____ નું હોયસળેશ્વરનું મંદિર વેસર શૈલીમાં બનેલું છે .
ઉત્તર:-
 કર્ણાટક

155. ટૂંક નોંધ લખો : નાગર શૈલી
ઉત્તર :
 મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારોમાં નાગર શૈલીનો સમાવેશ થાય છે . ઈ.સ. 5 મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો , તે નાગર શૈલી તરીકે ઓળખાય છે . આ મંદિરો પંચોતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળાં બનાવવામાં આવતાં હતાં . આ શૈલીના મંદિરોમાં પુરીનું જગન્નાથ મંદિર , ઓડિશાનું કોર્ણાક મંદિર, ગુજરાતનું સૂર્ય મંદિર તેમજ મધ્યપ્રદેશના ખજૂરાહોનાં મંદિરોનો સમાવેશ થાય છે.

156. મંદિરની વેસર સ્થાપત્ય શૈલી વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:-
 મંદિર સ્થાપત્યની શૈલીમાં ભારતમાં મહારાષ્ટ્ર, ગોવા ,કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી.વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે.આ શૈલીના મંદિરોમાં કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર અને ચેન્ના કેશવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

157. જોડકાં જોડો:

વિભાગ- A

વિભાગ-B

(1) નાગર શૈલી

(A) હિમાચલ પ્રદેશ

(2) દ્રવિડ શૈલી

(B) જુનાગઢનું ભવનાથ મંદિર

(3) વેસર શૈલી

(C) મોઢેરાનું સૂર્યમંદિર

(4) બસોહલી શૈલી

(D) તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર

                   

(E) કર્ણાટકનું ચેન્ના કેશવ મંદિર                     


જવાબ

(1) – C

(2) – D

(3) – E

(4) – A


158. ઉત્તર ભારત : નાગરશૈલી:: કેરલ: ___________
ઉત્તર:- દ્રવિડ શૈલી

159. મને ઓળખો: હું કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાતું છું .
ઉત્તર:-
 વેસર શૈલી