1. જીવનની ગુણવત્તા સુધારવા કઇ મુળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે?
ઉત્તર : અન્ન, વસ્ત્ર, આવાસ

2. માનવવિકાસનો અર્થ સમજાવો.
ઉત્તર : માનવવિકાસએ માનવની આકાંક્ષાઓ ને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.
માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ.
માનવવિકાસને આ રીતે સમજાવી શકાય,
માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને.
માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ધાયુ જીવન જીવે.
માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે.
ઊંચા શિક્ષણધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને.
ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય.
ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થય સંબંધી પરિસ્થિતિ સુધરે.
વ્યક્તિગત અને સામાજીક સુરક્ષા પ્રાપ્ત થાય.
માનવ અધિકારોનો ઉપયોગ કરે.
તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ, માત્ર આર્થિક બાબત નહિ. પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક , સામાજીક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાંનો સમાવેશ થાય છે.

3. વિકાસશીલ દેશોમાં શા માટે સામાજીક વિકાસ સાધી શકાયો નથી?
ઉત્તર : વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂગ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જુનવાણી માનસ, જૂની પૂરાણી રૂઢિયો, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજીક વિકાસ સાધી શકાતો નથી.

4. સમજાવો : આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધાર રાખે છે.
ઉત્તર : વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂગ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જુનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજીક વિકાસ સાધી શકાતો નથી.


5. માનવવિકાસના પડકારો સમજાવો.
ઉત્તર : માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે તે નીચે મુજબ છે:
(1) સ્વાસ્થ (2) લૈંગિક સમાનતા (3) મહિલા સશક્તિકરણ
(1) સ્વાસ્થ :
આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજીક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થય સારું રહે તે ખૂન મહત્વનું છે.
ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસતી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્ઝ જેવા ચેપી રોગ, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આરોગ્ય ક્ષેત્રે કરેલલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે.
ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓ.પી.વી., બી.સી.જી., હીપેટાઇટીસ બી., ડી.પી.ટી., ઓરી, એમ.એમ.આર. અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘણો સુધારો લાવી શક્યા છીએ.
આયોડિન, વિટામીન અને લોહતત્વની ઊણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ.
ઓરી, અછબડા, મલેરિયા, ડેગ્યું, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ, કેન્સર, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ.
પરિણામે માનવી લાંબું, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે. તેમ છતાં ભારતમાં ઘણાં રાજ્યોમાં વસ્તીવૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પતિ દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્રે માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે.
પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુષોષણે વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે.
મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનીજો, કેટલાંક વિટામીનો અને પ્રોટીનની ઊણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધુરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે.
પર્યાવરણીય પ્રદુષણ અને ઝેરી પદાર્થોનો ઉદભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરે છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે.
(2) લૈંગિક સમાનતા : 
ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. 2011ના વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.
ભારત જ નહિ પણ વિશ્વના કોઇપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજીક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસપથ પણ અલગ રહે છે.
આજે પણ ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ માટે, રસોડામાં રસોઈ બનાવે કે બાળઉછેરનું કાર્ય કરે છે. તેનો કોઇ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
સ્ત્રીઓને કુંટુંબમાં કોઇ નિર્ણય લેવાની સત્તા નહિ, આરોગ્યની અપૂરતી દેખભાળ તેમ જ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે.
દીકરા દીકરીમાં કપડાંમાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા–ફરવા, આચાર–વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણ વગેરેમાં ભેદભાવ જોવા મળે છે.
મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા સામાજીક કુરિવાજોનો ભોગ બનતી આવી છે.
સમાજમાં ભ્રુણહત્યા, નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજીક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓએ અન્યાયનો ભોગ બનવું પડે છે.
આર્થિક, રાજકીય, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા જોવા મળે છે.
ભારતમાં મોટાભાગનાં રાજ્યોમાં ઉચ્ચપદ, ઊંચી આવક, વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે.
સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
(3) મહિલા સશક્તિકરણ :
સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિદું છે. કોઇપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વ પાસું છે. મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર એક સમાજ અને અંતે તો રાષ્ટ્ર સશક્ત બનશે. મહત્વપૂર્ણ છેકે આપણા ભારત દેશે આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કર્યું છે.
ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોમાં વિવિધ મહિલા મુખ્યમંત્રીઓએ વખતોવખત સ્થાન શોભાવ્યું છે.
ટેક્ષી ચલાવવાથી લઇને વિમાનતા પાઇલટ સુધીની સફર મહિલાઓ કરી રહી છે. સમાજસેવા સાહિત્ય, રમત ગમત, શિક્ષણ અને અભિનય ક્ષેત્રે સક્રિય રહી છે.
માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર વાણિજ્ય, સંદેશાવ્યવહાર તેમ જ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતા કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે. તેને વિસ્તારવા હજુ આપણે ઘણા પ્રયાસો કરવા પડશે.

6. મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના પર નોંધ લખો.
ઉત્તર : ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મુકાયા છે.
1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી આ ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સામથ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમ જ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતામાં ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ અને 1975-1985ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ છે.
કુટુંબની માલમિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદો સુધારવામાં આવ્યો છે.

7. મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઇઓ જણાવો.
ઉત્તર : મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમ જ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.
ગરીબ મહિલાઓ સહેલાઇથી ન્યાયે મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરી મહિલાઓને સામાજીક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવેલ છે.
મહિલાઓના શારિરીક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ કરી સરકાર જાગૃત બની છે.
સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાય અને ઘરનોકર તરીકે કાર્ય કરતી મહિલાઓને જાતીય સતામણી ના થાય અને સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે માટે સંસદે કાયદો પસાર કરીને મહિલાઓને સુરક્ષા બક્ષી છે.

8. મહિલા સમાનતા અંગા રાજ્ય સરકારની વિવિધ યોજના જણાવો.
ઉત્તર : ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશ્રયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ જેના લીધે શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળે છે.
રાજ્યમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતાં ગામો તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતાં કુંટુબોની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે.
સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓએ વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે. બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.
કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમ જ તેમના કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલી બનાવી છે.
ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઇ કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33%થી વધારીને 50% કરવામાં આવેલ છે.
શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવનિર્વાહ માટે પેન્સન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળું જીવન જીવવા લાચારા ન બને તે માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સબીમંડળ દ્વારા સરકાર મિશન મંગલમ્ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે.
મહિલા આરોગ્ય માટે ઇ–મમતા કાર્યક્રમમાં મોબાઇલ ટેક્નોલોજી દ્વાર સગર્ભા માતાની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલ છે. તેમ જ તેની નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે.
બેટી બચાવો અભિયાન દ્વારા, જાતિભેદ નાબુદી માટે અભિયાન ચલાવી બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં અગત્યનું યોગદાન આપેલ છે.
અનૂસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ, દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવા વિના મૂલ્યે પૂરી પાડવાની જોગવાઇ કરેલ છે.

9. ઊંચો માનવવિકાસ ધરાવતા દેશોમાં આપણે શું કરી શકીશું?
ઉત્તર : માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લા કે ગામમાં નજર કરીશું. તો જણાશે કે કોઇ સગર્ભા માતાને પૂરતું પોષણ નહિ મળતું હોય, ઓછા વજનવાળા બાળકના જન્મ થયો હોય, બાળક કુપોષણવાળું હોય, બાળક આંગણવાડી કે શાળાએ ના જતું હોય, અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ના કરાવતા હોય, યુવાનોને રોજગારી ન મળતી હોય, અકસ્માતને લીધે કોઇનું અકાળે મૃત્યુ થાય, કોઇ ગંભીર બીમારીનો ભોગ બને આ બધી બાબતોની અસર આપણા દેશના માનવ વિકાસ આંક પર પડે છે એટલે માત્ર સરકાર જ નહિ પરંતુ દેશનો દરેક નાગરિક માનવ વિકાસની દિશમાં સક્રિય બને તો આવનારા સમયમાં આપણે પણ ઊંચા માનવ વિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકીશું.

10. માનવવિકાસ અહેવાલ સમજાવો.
ઉત્તર : UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષો માનવવિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. માનવવિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવવિકાસ આંક HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેમાં નોર્વે (0.944) પ્રથમ ક્રમે છે.
બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા (0.935) અને સ્વિઝરલેન્ડ (0.930) ત્રીજા ક્રમે છે. તેમ જ એશિયાઈ દેશ સિંગાપુર (0.912) અગિયારમાં ક્રમે છે. ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે તે મધ્યમ માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188 ક્રમે નાઈઝર (0.348) છે.
માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંકના આધારે

માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંકના આધારે

ક્રમ

માનવ વિકાસ ધરાવતા દેશો

વિભાજનનો ક્રમ

માનવ વિકાસ

મુખ્ય દેશો

1

ઉચ્ચતમ માનવવિકાસ

1 થી 49

0.802 થી વધુ

નોર્વે, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, સ્વિઝલેન્ડ, ડેન્માર્ક, જાપાન, નેધરલેંડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન

2

ઉચ્ચ માનવવિકાસ

50 થી 105

0.700 થી 0.798

રશિયા, ઇરાન, મલેશિયા, શ્રીલંકા મેક્સિકો, ચીન, બ્રાઝીલ, થાઇલેન્ડ, જમૈકા

3

મધ્યમ માનવવિકાસ

106 થી 143

0.555 થી 0.698

ઇન્ડોનેશિયા, ભારત, ફિલિપિન્સ, દ.આફ્રિકા

4

નિમ્ન માનવવિકાસ

144 થી 188

0.550 થી નીચે

કેન્યા, પાકિસ્તાન, નાઇજીરીયા, ઝિમ્બાબ્વે, નાઇઝર

ભારતનો માનવવિકાસ આંક વર્ષે 1990 માં 0.428માં વર્ષ 2010માં 0.586 વર્ષ 2014માં 0.604 હતો અને વર્ષ 2015માં 0.609 થયો છે. આમ, ક્રમશ: સુધારો થતો જોવા મળે છે.

ક્રમ

73

90

104

130

132

દેશ

શ્રીલંકા

ચીન

માલદીવ

ભારત

ભૂતાન

HDI

0.759

0.727

0.706

0.609

0.605

માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારત અને પાડોશી દેશોનું

ક્રમ

142

145

147

148

171

દેશ

બાંગ્લાદેશ

નેપાળ

પાકિસ્તાન

મ્યાનમાર

અફઘાનિસ્તાન

HDI

0.570

0.548

0.538

0.536

0.465


ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવવિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે.
ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે છે.

11. માનવવિકાસ આંક સમજાવો.
ઉત્તર :
નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમતર્ય સેને માનવવિકાસ આંકની વિભાવના કરી. તે અન્વયે પ્રથમ માનવવિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસદ્ધિ કરવામાં આવે છે. જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજુ કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંકમાં ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
(1) સરેરાશ આયુષ્ય
(2) શિક્ષણ સંપાદન
(3) જીવન ધોરણ
UNDP દ્વારા માનવવિકાસ અહેવાલ માટે માનવવિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે.
(1) અપેક્ષિત આયુષ્ય આંક :
આરોગ્ય અને દીધાર્યુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે.
જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યુનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે.
માનવવિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
(2) શિક્ષણ આંક :
જેના બે પેટા નિર્દેશકો નીચે મુજબ છે.
(1) શાળાકીય સરેરાશ વર્ષો 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યુનતમ શૂન્ય વર્ષ નિર્ધારીત કરેલ છે.માનવવિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
(2) અપેક્ષિત શાળાકીય વર્ષો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યુનતમ 0 વર્ષ નિક્કી કરેલ છે. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે.
(3) આવક આંક :
જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે.
માનવવિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 $ અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238 $ છે.
માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. જે સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.