ઉત્તર : ગામડા
2. ગામડામાં મોટે ભાગે સૌ …………….. કામ સાથે જોડાયેલ હોય છે.
ઉત્તર : ખેતી
3. .............. અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવતો દેશ છે.
ઉત્તર : ભારત
4. ભારતમાં .............. કરતા વધુ શહેરો છે.
ઉત્તર : 5000
5. ભારતમાં નાનાંમોટાં ................ જેટલા નગર છે.
ઉત્તર : 27000
6. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે?
ઉત્તર : પાસેના ગામથી, અન્ય રાજ્યથી, અન્ય શહેરથી
7. સામાન્ય રીતે લોકો કેવી રીતે જીવનનિર્વાહ ચલાવે છે?
ઉત્તર : સામાન્ય રીતે લોકો નોકરી, ધંધો કે મજૂરીકામ કરી પૈસા મેળવી જીવનનિર્વાહ ચલાવે છે.
8. ગામડામાં લોકો નીચે પૈકી કયુ કામ વધારે કરતા જોવા મળે છે?
ઉત્તર : ખેતી
9. ગામડામાં ખેતી સિવાય અન્ય કયા વ્યવસાયકારો જોવા મળે છે?
ઉત્તર : ગામડામાં ખેતી સિવાય પશુપાલક, લુહાર (ઓજાર બનાવે), દરજી (કપડાં સીવે), ડ્રાઇવર (ટ્રેક્ટર ચલાવે), હજામ (વાળ-દાઢી કરે), મોચી (ચપ્પલ બનાવે), દુકાનદાર (કરિયાણું વગે) વગેરે વ્યવસાયકારો જોવા મળે છે.
10. ખેતી કે ખેતમજૂરી કરતા લોકો ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ખેતી કે ખેતમજૂરી કરતા લોકો ગામડામાં જોવા મળે છે.
11. મોટા ખેતરમાં ખેડૂતે ખેત-મજૂર રાખીને ખેતીનું કામ કરવું પડે છે, કારણ કે....
ઉત્તર : ખેતીનું કામ ખુબ શ્રમ માંગે છે. વળી જે ખેડૂતનું ખેતર ખૂબ મોટું હોય તેવા ખેતરમાં એક કે બે વ્યક્તિથી ખેતીના તમામ કામ થઈ શકતાં નથી. આમ, મોટા ખેતરમાં કામ કરવા વધુ માણસોની જરૂર પડતી હોવાથી આવાં ખેતરના માલિક ખેત-મજૂર રાખીને કામ કરે છે.
12. ખેત-મજૂરોને ઘણી વખત ઉછીના રૂપિયા લેવા પડે છે, કારણ કે....
ઉત્તર : ખેત-મજુરોને દૈનિક વેતન મળતું હોય છે. વળી જે દિવસોમાં ખેતરમાં કામ ન હોય તે દિવસમાં તેમને કોઈ પ્રકારનું વેતન મળતું નથી. આમ, કામ ન હોય તેવા દિવસોમાં કોઈ અસામાન્ય ખર્ચ આવી જાય તો આ ખર્ચને પહોંચી વળવા તેમને ઉછીના રૂપિયા લેવા પડે છે.
13. કેવા સંજોગોમાં ગામના લોકો બીજે મજૂરી કરવા જાય છે?
ઉત્તર : જ્યારે વધુ દિવસો સુધી ખેતરમાં કોઈ કામ નહિ મળે તેવી ખાતરી હોય ત્યારે ગામ લોકો બીજે મજૂરી કરવા જાય છે. જેમ કે વરસાદ આધારિત જ ખેતી થતી હોય તો વર્ષાઋતુ સિવાયના દિવસોમાં તેઓ બીજે મજૂરી કરવા જાય છે.
14. ખેતીમાં મુખ્યત્વે કયા કયા કાર્યો કરવામાં આવે છે?
ઉત્તર : ખેતીમાં મુખ્યત્વે ખેડ, રોપણી, નીંદણ અને લણણી જેવા કાર્યો કરવામાં આવે છે. વરસાદ ન પડે તો સિંચાઈ દ્વારા પિયત કરાવવું પડે છે.
15. ખેત-મજૂરોને મુખ્યત્વે કયા મહિના દરમિયાન કામ મળી રહે છે?
ઉત્તર : ખેત-મજૂરોને મુખ્યત્વે મેથી ડિસેમ્બર સુધી કામ મળી રહે છે.
16. ખેડૂત ખેતી માટે શું-શું બજારમાંથી લાવે છે?
ઉત્તર : ખેડૂત ખેતી માટે બિયારણ અને ખાતર બજારમાંથી લાવે છે.
17. ખેડૂત સામાન્ય રીતે ઉધારીના પૈસા ક્યારે ચૂકવે છે?
ઉત્તર : ખેડૂત સામાન્ય રીતે પાક ઉતરે એટલે વેચીને વેપારીને ઉધારીના પૈસા ચૂકવે છે.
18. ખેડૂતો ખેતી સિવાય અન્ય કઈ રીતે આવક મેળવે છે?
ઉત્તર : ખેડૂતો ખેતી સિવાય પશુપાલન અને છૂટક કામ કરી અન્ય આવક મેળવે છે.
19. પશુપાલન ખેડૂતોને કેવી રીતે મદદરૂપ બને છે?
ઉત્તર : ગામના ખેડૂતો પશુપાલન દ્વારા વધુ આવક મેળવે છે. આ આવક તેમને જીવનનિર્વાહમાં મદદરૂપ બને છે. વળી ખેતીમાં કામ ન મળે તેવા દિવસોમાં પણ પશુપાલન દ્વારા આવક મેળવી જીવનનિર્વાહ ચલાવી શકાય છે. આમ, પશુપાલન ખેડૂતોને ખુબ મદદરૂપ વ્યવસાય છે.
20. ટૂંકનોંધ લખો પશુપાલન અને ખેતમજૂરી
ઉત્તર : ગામ્યજીવનમાં ખેતીની સાથે પશુપાલન સંકળાયેલું છે. ઓછી જમીન ધરાવતાં નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે. આ ખેડૂતો ગાય-ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. તેઓ ગામની સહકારી મંડળીમાં દૂધ વેચે છે. તેની આવકથી બિન ખેતીના સમયમાં તેઓ ગુજરાન ચલાવે છે. ગ્રામીણ કુટુંબોમાં કેટલાંય લોકો એવા છે કે, જેમની પાસે જમીન નથી. તેઓ મોટા ખેતરમાં ખેત-મજૂર તરીકે કાર્ય કરે છે. આવા લોકો ખેતરમાં વાવણી, કાપણી, લણણી, નિંદામણ જેવા મજૂરીના કામ કરે છે. ખેત-મજૂરોને વર્ષના અમુક મહિના જ કામ મળે છે. બાકીનો સમય તેમને બેકાર બેસી રહેવું પડે છે. આ બેકારીના સમયમાં કામની શોધમાં ક્યારેક તેઓ સ્થળાંતર પણ કરે છે.
21. ખેડૂતો પોતાનું ઉત્પાદન નજીકના ................ માં વેચીને પૈસા મેળવે છે.
ઉત્તર : શહેર
22. ગામમાં ખેતીનું કામ ન હોય તેવા સંજોગોમાં ખેત-મજૂરો ક્યાં કામ કરે છે?
ઉત્તર : ગામમાં ખેતીનું કામ ન હોય તેવા સંજોગોમાં ખેત-મજૂરો નજીકના શહેરમાં આવેલા ઉદ્યોગોમાં કે બાંધકામ ચાલતું હોય તેવા સ્થળે છૂટક મજુરી કરે છે.
23. આપેલ પૈકી કયું કામ ચોમાસામાં જોખમકારક છે?
ઉત્તર : દરિયો ખેડવો
24. કારણ આપો : ચોમાસામાં માછીમારો માછલા પકડવા દરિયામાં જતા નથી.
ઉત્તર : ચોમાસાની ઋતુમાં દરિયો સૌથી વધુ તોફાની હોય છે. ચોમાસામાં દરિયામાં વંટોળ, વાવાઝોડું વગેરેની સંભાવના ખૂબ વધી જાય છે. આવા સંજોગોમાં ઘણી વાર હોડી અને માછીમારને નુકસાન થતું હોય છે. આથી જ માછીમારો ચોમાસામાં માછલા પકડવા દરિયામાં જતાં નથી.
25. કારણ આપો : માછીમારોએ ઘણી વખત આર્થિક સહાય લેવી પડે છે.
ઉત્તર : ચોમાસામાં તેમજ વાવાઝોડું, તોફાન જેવી કુદરતી પરિસ્થિતિ વખતે માછીમાર માછલી પકડવા જઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા આ સિવાય તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી. વળી પ્રદૂષણને કારણે પણ માછલીની સંખ્યા ઓછી થતી જાય છે. માટે તેમણે આર્થિક સહાય મેળવવી પડે છે.
26. પ્રદૂષણ માછીમારો પર કેવી રીતે અસર કરે છે તે સમજાવો.
ઉત્તર : ઉદ્યોગો અને શહેરનું ગંદું પાણી નદી-ગટર મારફતે દરિયામાં જાય છે. વળી પ્લાસ્ટિકનો કચરો અને ધાતુમય નુકસાનકારક કચરો પણ દરિયામાં ઠાલવવામાં આવે છે. આમ દરિયામાં પ્રદૂષણ સતત વધવાના કારણે માછલી દરિયાકાંઠે પૂરતા પ્રમાણમાં મળતી નથી. જેથી માછીમારોને દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે. જેનાથી તેમનો સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. વળી પ્રદૂષણને લીધે માછલીઓની સંખ્યામાં પણ ઘટાડો થાય છે જેના કારણે પણ માછીમારોને નુકસાન થાય છે.
27. કઈ કુદરતી આફતને લીધે માછીમારોને આર્થિક નુક્સાન થાય છે?
ઉત્તર : ત્સુનામી જેવી કુદરતી આફતોને લીધે માછીમારોને આર્થિક નુકસાન થાય છે.
28. ટૂંકનોંધ લખો : ગ્રામ્ય જીવનનિર્વાહ
ઉત્તર : ગામડાનાં લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. મોટાભાગના લોકો ખેતીકામ સાથે જેડાયેલ હોય છે. આ સિવાય ( પશુપાલન, લુહારીકામ, સુથારીકામ, દરજીકામ, મોચીકામ, વાળ કાપવાનું કામ વગેરે જોવા મળે છે. કેટલાક લોકો જાતે ખેતી કરે છે તો કેટલાક ખેતમજૂરોને કામ આપે છે. જમીન ન હોય તેવા લોકો છૂટક મજૂરી કરી જીવનનિર્વાહ ચલાવે છે. દરિયાકિનારાનાં ગામોમાં માછીમારો અને અગરિયા જેવા ખાદ્યઉત્પાદકો જોવા મળે છે. કેટલાક લોકો નજીકના શહેરમાં રોજગારી મેળવવા જતા હોય છે. તો વળી ગામમાં થોડીઘણી દુકાનો હોય છે, જેમાં કરિયાણું, શાકભાજી અને જીવનજરૂરી વસ્તુઓ વેચાતી હોય છે. કેટલાક ગામોમાં ચા-નાસ્તાની લારીઓ પણ હોય છે. આમ પર્યાવરણ સાથે જીવનનિર્વાહની વ્યવસ્થા એટલે જ ગામડાનું જીવન.
29. શહેરમાં લોકો કેવી રીતે જીવનનિર્વાહ કરે છે?
ઉત્તર : શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને, દુકાનો કે ઑફિસોમાં નોકરી કરીને, રોડ ઉપર કે ફરતાં-ફરતાં વસ્તુઓ વેચીને શિક્ષણ આપવાનું કામ કરીને, નાની મોટી મજૂરી કરીને અને કૌશલ્યના આધારે કામ કરીને જીવનનિર્વાહ કરે છે.
30. રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે?
ઉત્તર : રોડ ઉપર શાકભાજીની લારી, ફૂલની દુકાન, સાયકલ પંક્ચર અને મરામતની દુકાન, બુટપોલીસની કેબિન, સોડા-શરબતની દુકાન, વિવિધ વસ્તુઓ વેચતા ફેરિયા વગેરે જોવા મળે છે.
31. કયા લોકો હરતા-ફરતા કામ કરે છે?
ઉત્તર : ગાડીનો કાચ સાફ કરનાર, સાઇકલ પર સફાઈના સાધનો વેચનાર તથા પાણી વેચનાર જેવા હરતાફરતા કામ કરે છે.
32. રોડ પરની દુકાનોને લીધે કેવી સમસ્યા સર્જાઈ શકે છે?
ઉત્તર : રોડ પરની દુકાનોને કારણે આવી દુકાનોમાં આવતાં ગ્રાહકો તેમનાં વાહનો જેમ-તેમ રોડ ઉપર પાર્ક કરી દે છે જેના કારણે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે તો વળી ક્યારેક અકસ્માત પણ થાય છે.
33. ખેતીકામમાં રોકાયેલા ન હોય તેવા લોકો ગામમાંથી શહેરમાં કયા કારણે સ્થાળાંતર કરે છે?
ઉત્તર : ગામમાં રહેતાં મોટાં ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર હોય છે અને અન્ય વ્યવસાયકારો પણ પરોક્ષ રીતે ખેતી પર નભે છે. કારણ કે ખેડૂતની આવક વધે તો જ તેઓ અન્ય વસ્તુઓ ખરીદતા હોય છે. આથી ઘણી વખત ગામના અન્ય વ્યવસાયકારોની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી, આથી તેઓ વધુ કમાણી કરવા શહેરમાં આવે છે.
34. ઔદ્યોગિક રોજગારી ................. માં વધુ મળી રહે છે.
ઉત્તર : શહેર
35. ચોવીસ કલાક કામ કરતા એકમમાં કેટલી પાળીમાં કામ થાય છે?
ઉત્તર : ત્રણ
36. નોકરીમાં ઓવરટાઇમ એટલે શું?
ઉત્તર : કામ કરવાનાં સ્થળ પર આઠ કલાક કરતા વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે વધારાનાં નાણા ચૂકવવામાં આવે છે. તેને ઓવર ટાઇમ કહેવાય.
37. ટૂંકનોંધ લખો : શહેરી જીવનનિવાહ
ઉત્તર : શહેરોમાં વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયો ચાલતા હોય છે. ત્યાં નોકરી કરતાં લોકો વધુ હોય છે તથા વિવિધ મદદગારો, વ્યવસાયકારો, દુકાનદારો વિગેરે પણ સેવા દ્વારા રોજગારી મેળવતા હોય છે. નોકરી કરતાં લોકો નિશ્ચિત અને નિયમિત આવક મેળવતા હોવાથી સારું જીવન જીવે છે. વ્યવસાયકારો પણ ગામડાની સરખામણીમાં વધુ આવક મેળવે છે. કેટલાક લોકો ખાદ્યવસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરે છે. વળી જે-તે વસ્તુઓને યોગ્ય સ્થળે પહોંચાડવા વાહનવ્યવહારની પણ જરૂર પડે છે. વેચાણ માટે સેલ્સમેન પણ હોય છે. આમ શહેરમાં વ્યવસાયની વધુ તકો અને વધુ આવક રહેતા ત્યાંના લોકોની જીવનશૈલી ગ્રામ્ય જીવનશૈલી કરતાં ઉચ્ચ કક્ષાની જોવા મળે છે.
38. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે?
ઉત્તર : આધુનિક સમયમાં કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.
39. ટૂંકનોંધ લખો : શહેરમાં છૂટક રોજગારી
ઉત્તર : શહેરોમાં વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયો ધમધમતા હોય છે. તેથી ત્યાં કાયમી નોકરી અને છૂટક રોજગારીની તકો પણ રહેલી છે. આ ઉપરાંત અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા.ત. ચૉકલેટ, ફરસાણ બનાવવા. ઘણાં લોકો દરજીકામ, બૂટપૉલિશ, ગેરેજ, રિક્ષા ચલાવવી વગેરે જેવા કામ કરીને પણ રોજગારી મેળવે છે. ઘણાં કડિયાકામ અને સુથારીકામ કરતાં લોકો પણ આ જ રીતે મજૂરીકામ કરીને પૈસા મેળવે છે.
40. જોડકાં જોડો :
વિભાગ – અ |
વિભાગ – બ |
(1) ખેતમજુરી |
(A) કાયમી કામ મળી રહે છે. |
(2) કૌશલ્ય આધારે કામ |
(B) બારેમાસ કામ ન મળે. |
(3) ઔધોગિક રોજગારી |
(C) એક કરતા વધુ રીતે કમાઈ શકાય છે. |
જવાબ |
(1) – B |
(2) – C |
(3) – A |
41. વ્યવસાય સાથે અન્ય વ્યવસાયકાર જોડાયેલા હોય છે. ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર : સામાન્ય રીતે એક વ્યવસાય સાથે ઘણા બધા વ્યવસાયકાર જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે ચૉકલેટ બનાવવાનો વ્યવસાય. આ કામમાં ચૉકલેટ બનાવનાર કારીગર હોય છે. વળી તે બનાવવા જરૂરી કાચો માલ તે વેચનાર કે ઉત્પાદિત કરનાર પાસેથી મંગાવવો પડે છે. તૈયાર માલને બજાર સુધી પહોંચાડવા વાહનવ્યવહારની જરૂર પડે છે. તેનાં વેચાણ માટે સેલ્સમેન બજારમાં ફરી તેનું વેચાણ કરાવે છે. તે માટે તેમણે વેપારીઓ સાથે સંપર્ક રાખવા પડે છે, આમ એક જ વ્યવસાયમાં વિવિધ કૌશલ્ય ધરાવતા અન્ય ઘણા વ્યવસાયકાર જોડાયેલા હોય છે.
0 Comments