ઉત્તર : વસ્તુ પર આપાત થતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે ત્યારે તે વસ્તુ દેખાય છે.
2. કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો.
ઉત્તર : માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. જયારે વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે. અંધારિયા ઓરડામાં વસ્તુઓ પરથી પ્રકાશ પરાવર્તિત થતો ન હોવાથી અંધારી ઓરડીમાં વસ્તુઓ જો ઈ શકાતી નથી. જયારે ઓરડાની બહાર પ્રકાશ હોય તો જ ઓરડાની બહારની વસ્તુઓ જોઈ શકાય છે.
3. વસ્તુ પર પ્રકાશ પડતાં તે વસ્તુ દેખાય છે.
ઉત્તર : ખરું
4. પ્રકાશનું સૌથી વધુ મહત્ત્વનું ઉદ્ગમસ્થાન કયું છે?
ઉત્તર : સૂર્ય
5. વ્યાખ્યા આપો: આપાત કિરણ
ઉત્તર : પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને આપાતકિરણ કહે છે.
6. વ્યાખ્યા આપો : પરાવર્તિત કિરણ
ઉત્તર : જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે.
7. પ્રકાશનું પરાવર્તન એટલે શું?
ઉત્તર : વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.
8. અરીસાઓ એકબીજાને 90 ° ના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ એક અરીસાપર 30 ° ના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો.
ઉત્તર :
9. જો પરાવર્તિત કિરણ તે આપાત કિરણ સાથે 90 નો કોણ બનાવે તો, આપાતકોણ કેટલો હોય?
ઉત્તર : 45
10. આપાતકોણ અને પરાવર્તનકોણ એટલે શું?
ઉત્તર :
11. નિયમિત પરાવર્તનમાં આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) હંમેશાં
ઉત્તર : A
12. પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ ‘ આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુઃ આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે તેમ સાબિત કરવું.
સાધન - સામગ્રી : ટેબલ, સફેદ કાગળ, કાંસકો, ટોર્ચ, કાળો કાગળ, સમતલ અરીસો.
પદ્ધતિ: ટેબલ પર એક સફેદ કાગળ પાથરો : ટેબલ પર એક સફેદ કાગળ પાથરો . એક કાંસકો લો . તેના મધ્ય ભાગ સિવાયનાં બધા દાંતા કાળા કાગળ વડે બંધ કરો. કાગળ પર લંબરૂપે રહે તેમ કાંસકાને પકડો અને તેની બીજી બાજુએથી ટૉર્ચ વડે પ્રકાશ દાંતામાંથી ફેંકો. કાંસકાની બીજી તરફ પ્રકાશનું કિરણ જોઈ શકાશે. આ કિરણના માર્ગ પર એક સમતલ અરીસો ગોઠવો. કિરણ અરીસા પર અથડાયા પછી અન્ય દિશામાં પરાવર્તિત થતું જોઈ શકાશે. કાગળ પર અરીસાનું સ્થાન, આપાતકિરણ અને પરાવર્તિત કિરણનાં સ્થાન દર્શાવતી રેખાઓ દોરો, આપાતકિરણ અને પરાવર્તિત કિરણ જોવા મળે છે, તે બિંદુએ લંબ રેખા દોરો. આપાતકોણ અને પરાવર્તનકોણ માપો. આ રીતે ટોર્ચ અને કાંસકાનું સ્થાન બીજી ત્રણ વખત બદલીને અવલોકન નોંધ. એક કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયનાં બધા દાંતા કાળા કાગળ વડે બંધ કરો. કાગળ પર લંબરૂપે રહે તેમ કાંસકાને પકડો અને તેની બીજી બાજુએથી ટૉર્ચ વડે પ્રકાશ દાંતામાંથી ફેંકો. કાંસકાની બીજી તરફ પ્રકાશનું કિરણ જોઈ શકાશે. આ કિરણના માર્ગ પર એક સમતલ અરીસો ગોઠવો. કિરણ અરીસા પર અથડાયા પછી અન્ય દિશામાં પરાવર્તિત થતું જોઈ શકાશે. કાગળ પર અરીસાનું સ્થાન, આપાતકિરણ અને પરાવર્તિત કિરણનાં સ્થાન દર્શાવતી રેખાઓ દોરો, આપાતકિરણ અને પરાવર્તિત કિરણ જોવા મળે છે, તે બિંદુએ લંબ રેખા દોરો. આપાતકોણ અને પરાવર્તનકોણ માપો. આ રીતે ટોર્ચ અને કાંસકાનું સ્થાન બીજી ત્રણ વખત બદલીને અવલોકન નોંધો.
|
પ્રથમ વખત |
બીજી વખત |
ત્રીજી વખત |
ચોથી વખત |
આપતા કોણ |
30 |
45 |
50 |
75 |
પરાવર્તન કોણ |
30 |
45 |
50 |
75 |
14. સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ___છે.
ઉત્તર : આભાસી
15. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની____મળે છે.
ઉત્તર : પાછળ
16. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ____ હોય છે.
ઉત્તર : આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
17. એક સમતલ અરીસાની સામે 1 m દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી____ દૂર દેખાય છે. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે બને છે, તે સમજાવો.
ઉત્તર : 2m
18. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે બને છે, તે સમજાવો.
19. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિક્તાઓ જણાવો.
ઉત્તર : સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિક્તાઓ આ મુજબ છે :
20. કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી___ કાનને સ્પર્શી, તો અરીસામાં લાગશે કે જમણો કાન ડાબા હાથથી સ્પર્યો છે.
ઉતર : ડાબો
21. પાર્થ વ્યુત્ક્રમ એટલે શું?
ઉત્તરઃ સમતલ અરીસાથી રચાતાં પ્રતિબિંબમાં વસ્તુનો જમણો ભાગ ડાબી બાજુએ અને ડાબો ભાગ જમણી બાજુએ દેખાય છે. આ ઘટનાને પાર્થ વ્યુત્ક્રમ કહે છે.
22. કયા કયા અંગ્રેજી કૅપિટલ અક્ષરોનું પ્રતિબિંબ સમતલ અરીસામાં જોતાં પાર્શ્વ વ્યુત્કમ ખ્યાલ ન આવે?
ઉત્તર : A , H , I , M , O , T , U , V , W , X , Y
23. વ્યાખ્યા આપો : અનિયમિત પરાવર્તન
ઉત્તરઃ અનિયમિત સપાટી પર આપાત થતાં સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી પરસ્પર સમાંતર હોતા નથી તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે.
24. અસમતલ સપાટી પરથી પરાવર્તન પામતાં કિરણો એકબીજાને સમાંતર હોતાં નથી.
ઉત્તર : ખરું
25. પ્રકાશનું અનિયમિત પરાવર્તન એ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે.
ઉત્તર : ખોટું
26. વ્યાખ્યા આપો : નિયમિત પરાવર્તન
ઉત્તરઃ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતા પ્રકાશના કિરણના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે.
27. તફાવત લખો : નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન
નિયમિત પરાવર્તન |
અનિયમિત પરાવર્તન |
1. જ્યારે પ્રકાશ લીસી, ચળકતી અને નિયમિત સપાટીઓ પર આયાત થાય છે. ત્યારે
નિયમિત પરાવર્તન મળે છે. |
1. જ્યારે પ્રકાશ ખરબચડી સપાટી પર, આયાત થાય છે ત્યારે અનિયમિત પરાવર્તન થાય
છે. |
2. આપાતકિરણો એકબીજાને સમાંતર હોય, તો પરાવર્તિત કિરણો પણ એકબુજાને સમાંતર
હોય છે. |
2. આપાતકિરણો એકબીજાને સમાંતર હોય છે પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર
હોતા નથી. |
3. આપાતકોણ અને પરાવર્તનના મૂલ્યો સમાન હોય છે. |
3. આપાતકોણ અને પરાવર્તનકોણના મૂલ્યોન સમાન હોતા નથી. |
28. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તન ના નિયમો ની નિષ્ફળતા છે?
ઉત્તર :
ના. જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી. તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે અને જે કાર્ડ બોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. પણ પરાવર્તનનાં નિયમોનું પાલન થતું જોવા મળે છે.
29. પરાવર્તનના પ્રકારો સમજાવો.
ઉત્તર : પરાવર્તનના બે પ્રકારો છે : (1) નિયમિત પરાવર્તન. (2) અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન લીસી સપાટી પર થાય છે અને અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર થાય છે. નિયમિત પરાવર્તનમાં આપાતકિરણો અને પરાવર્તિત કિરણો સમાંતર હોય છે. જ્યારે અનિયમિત પરાવર્તનમાં પ્રકાશના કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી. નિયમિત પરાવર્તનમાં પ્રતિબિંબ રચાય છે અને અનિયમિત પરાવર્તનમાં પ્રતિબિંબ રચાતા નથી.
30. તફાવત લખો: સ્વયં પ્રકારની વસ્તુઓ અને પર પ્રકાશિત વસ્તુઓ
સ્વયંપ્રકાશિત વસ્તુઓ |
પરપ્રકાશિત વસ્તુઓ |
1. જે વસ્તુ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત કહે છે. |
1. જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશ દ્વારા ચમકે છે તેને પરપ્રકાશિત વસ્તુઓ
કહે છે. |
2. દા.ત, સૂર્ય, આગ, વિદ્યુત બલ્બ વગેરે. |
2. દા.ત,. ચંદ્ર, કાચ |
31. કારણ આપો : ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.
ઉત્તર : ચંદ્ર એ પરપ્રકાશિત વસ્તુ છે. જે પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે. ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશનું પરાવર્તિત કરે છે. ચંદ્ર પોતે પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી. માટે તે પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.
32. વાળ કપાવ્યા પછી તમે તમારા માથાના પાછળના ભાગમાં વાળ કેવા કપાયા છે તે કેવી રીતે જોશો? હેરડ્રેસર તે માટે શું કરશે?
ઉત્તર : હેરડ્રેસર વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તમારા માથાના પાછળના વાળ કેવા કપાયા છે, તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. તે અરીસાનું પ્રતિબિંબ તમારી સામેના અરીસામાં ઝીલાશે. તેથી તમે તમારા માથાના પાછળનાં ભાગમાં વાળ કેવા કપાયા છે. તે જોઈ શકો છો.
33. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે?
ઉત્તર : 2
34. પેરિસ્કોપનો ઉપયોગ કોણ કોણ કરે છે?
ઉત્તર : પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓ જોવા માટે કરવામાં આવે છે.
35. ગુણક પ્રતિબિંબો એટલે શું?
ઉત્તર : બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, તેમની પાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવો. તેમની વચ્ચે વસ્તુ ગોઠવો. અરીસામાં સામસામા પરાવર્તન થઈ ઘણા પ્રતિબિબો રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે.
36. ગુણક પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા___ અરીસા જોઈએ.
ઉત્તર : 2
37. કેલિડોસ્કોપનો ઉપયોગ જણાવો.
ઉત્તર : કેલિડોસ્કોપનો ઉપયોગ ભીતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઈન બનાવવા, કલાકારો દ્વારા નવી નવી તરાહની રચના કરવા થાય છે.
38. એકબીજાને સમાંતર 40 cm અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતાં તેનાં કેટલાં પ્રતિબિંબો મળે?
ઉત્તર : અસંખ્ય પ્રતિબિંબો મળે છે.
39. કેલિડોસ્કોપની રચના વર્ણવો.
ઉત્તર : રચના : કેલીડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 cm લાંબી અને 4 cm પહોળી લંબચોરસ આકારની ત્રણ પટ્ટીઓ હોય છે. અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ પ્રિઝમ જેવી રચના કરી જોડવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની હનળીમાં બંધબેસતી ગોઠવવામાં આવે છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તક્તી વડે બંધ કરવામાં આવે છે. તક્તીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક શીટ ચોંટાડેલી હોય છે. નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડી અને નાની આકર્ષક વસ્તુઓ રાખેલી હોય છે.
40. કેલિડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર___ ના કોણે ગોઠવેલા હોય છે.
ઉત્તર : 60 °
41. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે?
ઉત્તર : સાત
42. મેઘધનુષ્યમાં આવેલા રંગોનાં નામ જણાવો.
ઉત્તર : મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી , લીલો, પીળો, નારંગી અને રાતો વિગેરે રંગોનો સમાવેશ થાય છે.
43. મેઘધનુષ્ય આકાશમાં ક્યારે જોવા મળે છે?
ઉત્તર : મેઘધનુષ્ય જયારે વરસાદ પડતો હોય, અને સૂર્ય નીચેની તરફ હોય એટલે કે સવારે કે સાંજે સૂર્યની હાજરીમાં સૂર્યની સામેની દિશામાં જોવા મળે છે.
44. પ્રકાશનું વિભાજન એટલે શું?
ઉત્તર : પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે.
45. પ્રકાશના વિભાજનની ઘટના સમજાવો.
ઉત્તર : યોગ્ય માપવાળો એક અરીસો લો. તેને વાટકામાં મૂકો, વાટકાને પાણીથી ભરો, આ ગોઠવણને બારી નજીક મૂકો, સૂર્યપ્રકાશ અરીસા પર પડે તેવી રીતે વાટકાનું સ્થાન ગોઠવો, અરીસામાં પરાવર્તિત કિરણો સફેદ દીવાલ પર પડવા દો, દીવાલ સફેદ ન હોય તો દીવાલ પર મોટો સફેદ કાગળ ચોંટાડો. પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળશે. અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે. આ પ્રિઝમ સૂર્યના પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે.
46. આપણે વસ્તુઓ કેવી રીતે જોઈ શકીએ છીએ?
ઉત્તર : જ્યારે વસ્તુ પર પ્રકાશ પડતા પ્રકાશનું પરાવર્તન થાય છે. પરાવર્તી થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ ને જોઈ શકીએ છીએ.
47. આંખ નો આકાર લગભગ_____હોય છે.
ઉત્તર : ગોળાકાર
48. આંખનું બહારનું સફેદ આવરણ ખૂબ જ નાજુક હોય છે.
ઉત્તર : ખોટું
49. આંખની આગળનો પારદર્શક ભાગ એટલે_____
ઉત્તર : કોર્નિયા
50. આઇરિશ એટલે શું?
ઉત્તર : કોર્નિયા ની પાછળ આવેલા ઘેરા રંગના સ્નાયુઓના બંધારણ ને કહે છે.
51. આઇરિશ મા નાનું છિદ્ર હોય છે જેને____કહે છે.
ઉત્તર : કીકી
52. વિવિધ વ્યક્તિઓની આંખનો રંગ____ના રંગ ને આભારી છે.
ઉત્તર : આઇરિશ
53. આઇરિશ નું કાર્ય જણાવો.
ઉત્તર : આઇરિશ એ આંખ માં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે.
54. મનુષ્ય આંખ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
55. નેત્રપટેલ નું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર : આંખ ના પાછળના ભાગમાં આવેલા સંવેદનશીલ સ્તરને નેત્રપટલ કહે છે. લેન્સ દ્વારા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને પ્રતિબિંબ રચાય છે.
56. તફાવત લખો : શંકુ કોષો અને સળી કોષો
શંકુકોષો |
સળીકોષો |
1. શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. |
1. સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. |
2. શંકુકોષો રંગ પારખી શકે છે. |
2. સળીકોષો રંગ પારખી શકતા નથી. |
3. દિનચર પ્રાણીઓમાં શંકુકોષોની સંખ્યા વધુ અને સળીકોષોની સંખ્યા ઓછી હોય
છે. |
3. નિશાચર પ્રાણીઓમાં શંકુકોષોની સંખ્યા ઘણી ઓછી જ્યારે સળીકોષોની સંખ્યા
વધારે હોય છે. |
57. રેટિના કયા કોષો ધરાવે છે? તેમનાં કાર્યો જણાવો.
ઉત્તર : રેટિના બે પ્રકારના કોષો ધરાવે છે. (1) શંકુકોષો (2) સળીકોષો. શકુકોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે. સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે.
58. નિશાચરોની આંખોમાં શંકુકોષો ____ વધારે હોય છે.
ઉત્તર : સળીકોષો
59. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો, ત્યારે કીકીનું કદ___ છે.
ઉત્તર : વધે
60. વ્યાખ્યા આપો : અંધબિંદુ
ઉત્તરઃ દૃષ્ટિચેતા અને નેત્રપટલ (રેટિના) ના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી. તેથી તે જગ્યા પાસે વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી. આ બિંદુએ દષ્ટિ ન હોવાને કારણે તે જગ્યાને અંધબિંદુ કહે છે.
61. આંખની રચના વર્ણવો.
ઉત્તર : આંખ આપણી સોથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે. આંખોનો આકાર લગભગ ગોળ હોય છે. તેનું બહારનું આવરણ સફેદ હોય છે . તે સખત હોય છે. તેની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ હોય છે જેને આઇરિસ કહે છે. આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે, જેને કીકી કહે છે. કીકીનાં કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે. આઇરિસ આંખનો એ ભાગ છે જે તેને તેના વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. આંખની કીકીની પાછળ એક લેન્સ હોય છે જે પ્રકાશને આંખની પાછળનાં ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જે રેટિના કહે છે. આમ, આંખની રચના એવી અદ્દભૂત હોય છે, જે દૂરની વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
62. પ્રકાશ___ની મારફતે આંખમાં દાખલ થાય છે.
ઉત્તર : આઇરિસ
63. રંગ પારખતા કોષો એટલે શંકુકોષો
ઉત્તર : ખરુ
64. રેટિના પર પડેલા પ્રતિબિંબની છાપની અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ_____ સેકન્ડ સુધી રહે છે.
ઉત્તર : 1/16
65. કારણ આપો : ચલચિત્ર એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલાં ચિત્રો હોવા છતાં આપણે તેને ચલચિત્ર તરીકે જોઈ શકીએ છીએ.
ઉત્તરઃ આપણે જે ચલચિત્ર જોઈએ છીએ તે હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલાં ચિત્રો છે. તેમને આંખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિસેકન્ડ (16 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી વધારે) ના દરથી ચલાવવામાં આવે છે. તેથી તે ચિત્રો હાલતાચાલતા દેખાય છે અને આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ.
66. પોપચાંનું કાર્ય જણાવો.
ઉત્તર : આંખમાંના પોપચાં એ બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આંખોમાં પ્રવેશ કરતાં રોકે છે.
67. સામાન્ય (ખામી રહિત) આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર____સેમી છે.
ઉત્તર : 25
ઉત્તરઃ મોતિયો આંખની એક ખામી છે આ ખામીમાં દષ્ટિ ખૂંપળી અને નબળી પડે છે. આ ખામી દૂર કરવા અપારદર્શક બનેલા લેન્સને દૂર કરી, નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવી દીધી છે.
69. નીચેનામાંથી કોણ નિશાચર છે?
(A) કબુતર
ઉત્તર : D
70. કારણ આપો : ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે.
ઉત્તર : ઘુવડની આંખોમાં કોર્નિયા મોટો હોય છે અને કાકી પણ મોટી હોય છે. આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે. તેની આંખના રેટિના પર સળીકોષોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ તે મેળવી શકે છે. આમ, ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે.
71. આંખો માટે કેવો પ્રકાશ સારો રહે છે?
ઉત્તર :સામાન્ય
72. અપર્યાપ્ત પ્રકાશથી શું થાય છે?
ઉત્તર : અપર્યાપ્ત પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે.
73. સૂર્ય અથવા તીવ્ર પ્રકાશને સીધી દિશામાં ના જોવાય.
ઉત્તર : ખરું
74. કારણ આપો : આપણા આહારમાં વિટામિન- A ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
ઉત્તરઃ આહારમાં વિટામિન- A ની ઊણપ આંખના રોગો માટે જવાબદાર છે. યોગ્ય પ્રમાણમાં વિટામિન- A ધરાવતા ખોરાકનો આપણા આહારમાં સમાવેશ કરવાથી આંખની તંદુરસ્તી જળવાઈ રહે છે.
75. વિટામિન- A ના સ્રોત જણાવો.
ઉત્તર : ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી, કોડલિવર ઓઈલ, ઈંડાં, દૂધ, દહીં, ચીજ, માખણ, પપૈયા અને કેરી.
76. પતંગિયાની આંખોની વિશિષ્ટતા શી છે?
ઉત્તરઃ પતંગિયાની આંખો મોટી હોય છે, જે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે. આને લીધે તે સામેની તરફ, બાજુમાં અને પાછળ પણ જોઈ શકે છે.
77. ખામીયુક્ત દૃષ્ટિવાળી વ્યક્તિ કેવી રીતે વાંચી - લખી શકે છે?
ઉત્તર : લૂઈસ બ્રેઇલે વિકસાવેલી લિપિની શીટ પર ટપકાંની તરાહો ઉપસાવેલી હોય છે. ખામીયુક્ત દૃષ્ટિવાળી વ્યક્તિ ટપકાંને સ્પર્શ કરી અક્ષરો મોળખે છે, વિશિષ્ટ ચિહ્નો અને એથરોના સંયોજનથી તે વાંચી - લખી શકે છે.
78. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે.
ઉત્તર : ખરું
79. બ્રેઇલ લિપિમાં અક્ષરો સ્પર્શ દ્વારા વાંચી શકાય છે.
ઉત્તર : ખરું
80. લૂઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિમાં ટપકાંની તરાહો કેવી રીતે રજૂ કરી છે?
ઉત્તર : લુઇસ બ્રેઇલે બેઇલ લિપિમાં ઊભા સ્તંભમાં વધુમાં વધુ ત્રણ ટપકો મને આડી હરોળમાં વધુમાં વધુ બે ટપકો લઈ, 63 ટપકાંની તરાહો શીટ પર ઉપસાવી. વર્તમાન પદ્ધતિમાં ગણિત અને વૈજ્ઞાનિક સંકેતો માટે બેઇલ કોડ હોય છે.
0 Comments