ઉત્તર : દેશને સ્વતંત્રતા અપાવવાના વિવિધ ધર્મ, જાતિ, ભાષા, ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી.
સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોઇ તેવું જણાય છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતાં નકારાત્મક પરિબળો જોવા મળે છે.
જે દેશ માટે સામાજિક સદભાવ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થાય છે.
2. સાંપ્રદાયિકતા પર નોંધ તૈયાર કરો.
ઉત્તર : ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે.
મોટા ભાગે માનવ કોઇ ધર્મ કે સંપ્રદાયમા માનતો હોય છે.
ભારત એક સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે.
જ્યારે કોઇ ધાર્મિક જૂથ કે સમુદાય કોઇપણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે. ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે.
કોઇપણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે. ત્યારે તે દરેક નાગરિક રીતે નહિ પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઇ જાય છે.
સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલાં વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકયા નથી.
સંકુચિત સાંપ્રદાયિકયા ઘણી રીતે નુકશાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તનાવ ઉત્પન્ન થાય છે.
૩. કેવી વિચાર ધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે?
ઉત્તર : જયારે કોઈ જૂથ કે સમુદાય કોઈપણ કારણોસર બીજા ધર્મ કે સંપ્રદાયિક નો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે.
કોઈપણ ધર્મ કે સંપ્રદાય ના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે ત્યારે દરેક વ્યકિમગત રીતે નહિ પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઇ જાય છે.
૪. સમજાવો સંકુચિત સાંપ્રદાયતા નુકસાનકારક છે.
ઉત્તર : સંકુચીત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે તેનાથી દેશમાં સામાજિક તનાવ ઉત્પન્ન થાય છે.
વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી મને છે.
જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે.
સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય છે.
આ બધી બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે.
૫. સાંપ્રદાયિકતા દુર કરવાના ઉપાયો જણાવો.
ઉત્તર : સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાયપૂર્વક સામનો કરવો પડશે. અને તેને દુર કરવા પ્રયત્નો કરવો પડશે.
સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોનો ઉજવણી વગેરે જેવી પ્રવૃતિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે.
સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઇએ નહિ. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે. અને તેનો અમલ કરવો અને કરાવવો જોઇએ.
રેડિયો, ટી.વી., સિનેમા, સામાન્ય નાગરિકો સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ સહિષ્ણતાનો પ્રચાર કરવો જોઇએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઇએ.
ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતા નાથવા પ્રયત્ન કરવો જોઇએ.
સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ વધારવું જોઇએ. યુવાનોમાં સાંપ્રદાયિકતના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઇએ.
આ માટે સરકારે જ નહિ પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઇએ.
ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત પ્રાંત, રાષ્ટ્રગૌરવ છે. તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે.
6. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે સમજાવો.
ઉત્તર : 21મી સદીમા આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા છે.
વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે.
આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, હિંસા, અરાજકતા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઇ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ, છતાં આંતકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્વક અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે.
આતંકવાદ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.
આતંકવાદ હિંસા સબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દો નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.
કોઈપણ કાર્ય કરવા પાછળના ઉદ્દેશ્ય ગમે તેટલો શ્રેષ્ઠ અને પવિત્ર કેમ ન હોય પરંતુ આંતકવાદ કોઈપણ સ્વરૂપે અને કોઈપણ સ્થાને યોગ્ય ગણી શકાય નહિ.
આતંકવાદ એ કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણીજોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે.
આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા , માદ્દક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવુતિઓ આંતકવાદી કરતા હોઈ છે.
૭. ભારત માં બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજાવો.
ઉત્તર :
|
બળવાખોરી |
આતંકવાદ |
|
૧. તે
રાષ્ટ્રની સમસ્યા છે. |
૧. તે વૈશ્વિક
સમસ્યા છે. |
|
૨. તે પોતાની
સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. |
૨. તે પોતાના
અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. |
|
૩. તે સ્થાનીય
લોકોના સહકારથી ચાલતી હોય છે. |
૩. તે
આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. |
|
૪. તે સ્થાનીય
લોકોનાં સહકારથી ચાલતી હોઈ છે. |
૪. તેને
સ્થાનીય લોકોના સહકાર મળે પણ ખરા અને ન પણ મળી શકે. |
|
૫. બળવાખોરી
પ્રભાવિત રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. |
૫. આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય. |
ઉત્તર : માઓ ત્સે તુગના નેતૃત્વ હેઠળ ચીનની ક્રાંતિની પ્રેરણા થઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈ.સ. 1967 માં પશ્વિમ બંગાળમાં શરૂ થયો.
આ ઉગ્રવાદી વિચારધારા પશ્વિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભાવી હોવાથી તેને નકસલવાદ કહે છે. પશ્વિમ બંગાળ થી શરુ થયેલ આ આંદોલન ઝારખંડ, બિહાર, આન્ધ્રપ્રદેશ, ઓડિશા, કેરલ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલી વિસ્તારમાં વ્યાપ પામ્યું. જેમાં પિપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી, સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા.
9.
|
રાજ્ય |
બળવાખોરી સંગઠન |
|
નાગાલેન્ડ |
એન.એસ.સી.એન. (નેશનલ
કાઉન્સિલન ઓફ નાગાલેન્ડ) |
|
મણીપુર |
કે.એન.એક- કુકી
નેશનલ પાર્ક કે.એન.એ- કુકી
નેશનલ આર્મી |
|
ત્રિપુરા |
એન.એલ.એફ.ટી (નેશનલ લીબરેશન
ફ્રન્ટ ઓફ ત્રિપુરા) એ.ટી.ટી.એફ
(ઓંલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ) ટી.પુ.જે.એસ
(ત્રિપુરા ઉપનીસિ જુપા સમિતિ) |
|
અસમ |
ઉલ્ફા
(યુનાઈટેડ લીબરેશન ફન્ક ઓફ અસમ) યુ.એમ.એફ
(યુનાઇટેડ માઈનોરીટી ફન્ટ) એન.ડી.એફ.બી.
(નેશનલ ડેમોક્રેટિક ફન્ટ ઓફ બોડોલેન્ડ) બી.એલ.ટી.એફ.(બોડોલેન્ડ
લીબરેશન ટાઈગર ફોર્સ) |
ઉત્તર : 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો.
ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા.
આઝાદી બાદ પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રય્તનો કરે છે અને આ માટે તેણે યુદ્ધ પણ કર્યા છે. અને દરેક યુદ્ધ માં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નાલેશીજનક પરાજય પણ આપેલ છે.
ઈ.સ. 1988 પછી કશ્મીરમાં આંતકવાદ વધી ગયો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. અને તેના પરિણામેં કશ્મીરમાં પોતાના અનેક પીડિત કુટુંબોને ના છુટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.
આવા હજારો કુટુંબો શણગાથીઓ તરીકે કશ્મીર બહાર જીવી રહ્યા છે.
કશ્મીર ના આંતકવાદીને સીમાપારથી સતત સહાય મળતી રહે છે.
આતંકવાદીઓ નો આશય ભારત માં ભય અને અસ્થિરતા ઉભી કરવાનો છે.
આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા, ભારત મકમતાપુર્વક અને મજબુત રીતે પ્રયત્નો કરી રહ્યું છે.
ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી કોઈપણ સ્થાને, કોઈપણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. આ આંતકવાદ નો સફાયો થાય તે હેતુ થી ભારત ના અનેક સૈનિકોએ શહીદી વ્હરી છે.
૧૧. આતંકવાદની સામાજિક અસરો જણાવો.
ઉત્તર : આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી લઇ જાય છે.
આતંકવાદીઓ ભય, લુંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે છે નાના બાળકોથી લઇ વૃધ્ધો પર આ ભય ની અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણ ને પ્રતિકુળ અસર પહોચે છે.
આતંકવાદના પરિણામે સમાજના લોકોમાં એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
ઘણીવાર સાંપ્રદાયિક ઝગડાઓ ઉભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છીન્ભિન્ન બને છે. સમાજ માં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આંતકવાદ પ્રભાવી ક્ષેત્રોમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. આને પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાય છે.
૧૨. આતંકવાદ આર્થિક અસરો જણાવો.
વેપાર ઉદ્યોગોને માઠી અસર થતા લોકોને અન્ય પ્રદેશોમાં વેપાર-રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે.
કેટલાક આંતકવાદી સંગઠનો મુડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણા પડાવે છે.
આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળાનાણા વેગેરે જેવા અસામાજિક કર્યો કરે છે, તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
આંતકવાદીઓ રેલ્વે, રેડિયો, સ્ટેશનો, રસ્તા, પુલો, સરકારી મિલકતો વગેરે ને નુકસાન પહોચાડે છે. તેથી આ મિલકતોમાં પુનઃ સ્થપાન માટે કરોડો રૂપિયા બચાવા પડે છે.
સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે.
આતંકવાદના પરિણામેં રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
આમ, આતંકવાદ સામાજિક, આર્થિક રીતે નુકસનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે.
૧૩.સમજાવો કેટલીક જ્ઞાતિઓ આર્થિક સ્થિતિ ની દ્રષ્ટીએ નબળી રહી ગઈ.
ઉત્તર : પ્રારંભિક પરિકલ્પના મુજબ તે ચાર વ્યવસાયો પર આધારિત વણવ્યવસ્થા (બ્રામણ, ક્ષત્રિય,વૈશ્ય અને સુદ્ર) હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વય્વસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ.
૧૪. પછાત વર્ગોના રક્ષણ માટે બંધારણમાં જેવી જોગવાઈ કરવવામાં આવી છે.
ઉત્તર : ભારતનું બંધારણ ભારતમાં તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
ભારત ના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહિ આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે.
આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે, તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા, તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે.
ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
લઘુમતીઓ, નબળા વર્ગો, અને પછાત વર્ગોને બંધારણીય હક્ક આપવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો.
રાષ્ટ્રની પંચવર્ષીય યોજનામાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
15. લઘુમતી વિશે નોંધ લખો.
ઉત્તર : ધર્મે કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોઈ તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે.
ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી.
દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછા સંખ્યા ધરાવતા લોકસમૂહોને લઘુમતી કહી શકાય.
લઘુમતીઓનો ખ્યાલ કોઈપણ ધર્મ, ભાષા કે પ્રદેષ પુરતો માર્યાદિત નથી.
રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતા બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતી માં હોઈ તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે, તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોઈ તેવા વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે.
૧૬. લઘુમતીઓ માટે બંધારણ માં શી જોગવાઈ કરવામાં આવી છે?
ઉત્તર : ભરતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમજ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપી તથા ભાષાઓમાં સંરક્ષણ અને પ્રોહાત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે.
ધાર્મિક સ્વતંત્રતનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે. તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્ય્વસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપતિ મેળવવાનો તેની દેખરેખ રાખવાનો અધિકાર છે.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપી અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભષાના આધારે કોઈપણને પ્રવેશ મેળવવા અટકાવી શકશે નહિ. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપી જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાણો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર બક્ષે છે.
૧૭. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ પર નોંધ લખો.
ઉત્તર : અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી.
સબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિ આદેશ દ્વારા તેનો વિશેષ ઉલેખ્ખ કરવામાં આવ્યો.
જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દુર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દુર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
જયારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચી પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે.
વિશિષ્ટ ભૌગોલીક જોગવાઈ કરવામાં આવેલી છે.
બંધારણની કલમ 341 માં જણાવ્યા પ્રમાણે ની અનુસૂચિ માં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
જયારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિત પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે.
વિશિષ્ટ ભૌગોલીક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે.
સામાન્ય લોકો કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે.
૧૮. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈઓ જણાવો.
ઉત્તર : આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. જે નીછે મુજબ છે.
૧. બંધારણીય આર્ટીકલ 15 પ્રમાણે
બંધારણીય આર્ટીકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મુકે છે.
વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યુ છે કે, કોઈપણ નાગરિક આ બાબતો હેઠળ
(ક) દુકાન, હોટલો, જાહેર રેસ્ટોરેન્ટ, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે
(ખ)કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહિ.
૨.આર્ટીકલ ૨૯ પ્રમાણે
(ક) ભારતના પ્રદેશોમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતા કોઈપણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે.
(ખ) કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંથાઓમાં કોઈપણ નાગરિકોને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહિ.
૧૯. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બંધારણમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈ જણાવો.
ઉત્તર : રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
આર્ટીકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણુકો અનામત રાખાવની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે.
આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈપણ બેઠક અનામત રાખવામાં આવી છે.
ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે.
સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉમર, ફી, લાયકાતના લાઘુધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ, સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ , ઉધ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણુક કરવામાં આવી છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂકરવામાં આવી છે.
૨૦. બંધારણમાં ફક્ત અનુસૂચિત જાતિ માટે કેવી જોગવાઈ કરવામાં આવે છે.
ઉત્તર : બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબુદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈપણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતા ફલિત થતી કોઈપણ ગેરલાયકાતનો અમલ કરવા કાયદાની રૂએ શિક્ષાપત્ર ગુનો બને છે.
આર્ટીકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિંદુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવા કોઈ કાયદો ચાલુ અધિકાર છે. આમાં હિદુઓના ઉલેખ્ખમાં શીખ, જૈન અથવા બોદ્ધ ધર્મ પાળનારાઓ અને હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં ઉલેખ્ખમાં શીખ, બોદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલેખ્ખ કરી શકાય.
૨૧. બંધારણ માં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે કેવી જોગવાઈ છે.
ઉત્તર : આર્ટીકલ 19(5) થી રાજ્યોના રાજ્યપાલનો અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમા આવ-જા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મુકવાની સત્તા આપે છે.
તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણા ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓમાં તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓમાં થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે.

0 Comments