પાઠ : ૨૧ સામાજિક પરિવર્તન 

1. શા માટે કાયદાનું સામાન્યજ્ઞાન હોવું જરૂરી છે?
ઉત્તર : 
કાયદાના સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ હોવા અત્યંત જરૂરી છે.
૧. કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજા કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે. અને શિક્ષા, દંડની જોગવાઈઓં થી બચી શકે છે.
૨. શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલા લય સકાય તેનું માર્ગદર્શન મેળવી શકે છે.
૩. બંધારણીય હક્કો અને વ્યક્તિગત હિતોના રક્ષાણાર્થે, અધિકારો સારી રીતે ભોગવી શકે.
૪. વ્યક્તિના સરક્ષંણ અને ઉત્કર્ષ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને.
૫. સમાજ,રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેની વફાદારી વધે.
૬. સમાજ ના જવાબદાર નાગરિક તરીકેના હક્કો અધિકારોથી વંચિત ન રહે તેમ જ, સામાન્ય નાગરિક તરીકેની ફરજો અદા કરી શકે તે માટે.
૭. કાયદાના જ્ઞાન અને સમજ થી વય્ક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી અત્યંત જરૂરી છે.

1a. સમજાવો દેશમાં સામાજિક પરિવર્તનો આવ્યા છે.
ઉત્તર : સમાજ ની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે.
પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ ના કારણોસર સામાજિક સબંધો, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, સંસ્કૃતિમાં, લોકોની જીવન શૈલી, સાહિતય, કલા સંગીત અને નૃત્ય ક્ષેત્રોમાં આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે.
જેને કારણે લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થયા.
ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો આધુનિક ઉપકરણોના ઉપયોગ, તથા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધન સુવિધાઓ છેક ગ્રામીણ સમાજ સુધી પહોચ્યા છે.
લોકોના ઘરો, તેની બાંધણીમાં તથા બાંધકામની અદ્યતન શૈલીઓમાં પરિવર્તનો આવ્યા.
સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધાર્યા.
જીવનશૈલીમાં પાશ્વાત્ય સંસ્કૃતિની છાંટ દેખાવા કે અનુભવવા લાગી તેની સાથે સમાજની રચના અને કાર્યોમાં પણ પરિવર્તનો આવ્યા તેને સામાજિક પરિવર્તન કહી શકાય.


2. નાગરિકોના અધિકાર જણાવો.
ઉત્તર : 
સામાજિક પરિસ્થિતિઓં વચ્ચે કોઈપણ સામાન્ય વય્ક્તિ માનવ હક્કો કે અધિકારો વિના પોતાનો વિકાસ સર્વોતમ રીતે સાધી શકતો નથી.માનવ અધિકારો એ નાગરિકોનું અનિવાર્ય લક્ષણ છે.
સંયુક્ત રાષ્ટ્ર એ તેના માનવહક્કો ના ઘોષણાપત્ર માં તમામ વય્ક્તિઓને કોઈપણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે.
નાગરિકોના મૂળભૂત અધિકારો નીચે મુજબ છે :
૧.સમાનતાનો અધિકાર
૨.સ્વતંત્રતાનો અધિકાર
૩.શોષણવિરોધી અધિકાર
૪.ધાર્મિક સ્વતંત્રતનો અધિકાર
૫.સાંસ્કૃતિક અને શૈક્ષિણક અધિકાર
૬.બંધારણીય ઈલાજોનો અધિકાર
જો કોઈપણ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારોનો ભંગ કરીને નાગરિકોને તેના હક્ક થી વંચિત રાખવાના પ્રયત્નો કરે તો નાગરિકો તેના બંધારણીય હક્કોના સર્વોચ અદાલતના દ્ધાર ખટખટાવી શકે છે. આ હક્ક નાગરિકોને બંધારણીય ઈલાજોના અધિકારો હેઠળ પ્રાપ્ત થયો છે. તેથી તેને બંધારણ નો આત્મા કહે છે. ન્યાયતંત્ર ની ફરજ બને છે કે તેણે નાગરિકોના અધીકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવા જોઈએ.

3. સમજાવો : બાળવિકાસ સાધવો એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.
ઉત્તર : આપણા સમાજ માં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ બાળકો છે.
કોઈપણ રાષ્ટ્ર ના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષિતતા તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલ વિકાસની તકો પર નિર્ભર છે.
જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દિક્ષિત હશે તો તે સારો નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકશે અને રાષ્ટ્રના વિકાસ માટે આવા નાગરિકો આર્શીવાદ રૂપ બનશે.
જો બાળકો રાષ્ટ્ર ની સંપતીરૂપ હોય તો તેનો ઉછેર, સારસંભાર અને વિકાસ ખુબજ કાળજીપૂર્વક અને સારી રીતે, જવાબદારી પૂર્વક કરવા જ રહ્યા.
આમ બાળકવિકાસ અને બાળકલ્યાણ સાધવું એ સામાજિક વિકાસ ની પૂર્વશરત છે.

4.બાળકોના અધિકારો જણાવો.
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્ર એ ઈ.સ.1992 માં તેમના અધિકારોના ઘોષણા પત્ર માં બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટેના કેટલાક બાળ અધિકારોને આપણા બંધારણમાં સ્થાન આપી તેને વ્યવહારમાં ચારીતાર્થ કરવા પ્રયત્નો કાર્ય છે.
જાતી, રંગ, લિંગ, ભાષ, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે.
માતાપિતા દ્ધારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ
ખાસ કારણ વિના બાળક ને તેના માતાપિતા થી અલગ કરી શકાશે નહિ.
પોતાના વય્ક્તિત્વના વિકાસ સાધી શકે, એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર અને હવે કાનૂની અધિકાર છે.
દરેક બાળકને તેની વયકક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજન ની પ્રવુતિઓમાં ભાગ લઇ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી, જીવન જીવવાનો અધિકાર છે.
દરેક બાળક ને તેના અંત:કરણ મુજબ ધર્મ અને તેના સમુદાય માં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
દરેક બાળક ને પોતાને કઈપણ પ્રકારે થતા શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચાર સામે; નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે.
દરેક બાળક ને સામાજિક સુરક્ષા દ્ધારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે.

5. બાળકો પર થતા અત્યાચારો જણાવો.
ઉત્તર : બાળક ખુબજ સંવેદનશીલ હોય છે.
બાળક પર જાણી જોય ને કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચડવી, શારીરિક , શિક્ષા કે ધમકીઓં આપવી, કડવા વેણ કે પછી અપશબ્દોથી તેનું અપમાન કે જાહેરમાં માનહાની કરવી.જાતીય સરખામણી કરવી કે યૌનશોષણ કરવું કે અસહ્ય હદે મારપીટ કરવી વગેરે જેવી વિવિધ પ્રકારે શારીરિક કે માનસિક કે બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવાય છે.
મોટે ભાગે બાળકોનું શોષણ કે તેના પર અત્યાચારો તેના સગાસબંધી, સ્વજનો, નીકટના મિત્રો, પાડોસીઓં, નજીકની પરિચિતે વ્યક્તિઓં કે માતાપિતા દ્ધારા થતા હોય છે.

6. બાળકોને અત્યાચારો સામે કેવી રીતે રક્ષણ આપી શકાય છે?
ઉત્તર : આપણી ફરજ બને છે કે...
જયારે આપણે બાળકના વર્તન વય્વ્હારથી કે શારીરિક ઈજાના ચિહ્નોથી માહિતગાર થઈએ કે તરત જ તેની સમયસર અને યોગ્ય તબીબી સારવાર કરવામાં સહાય આપવી.
સામાન્ય રીતે શોષણ, પીડિત બાળક ભય, ધમકી કે શરમ સંકોચના કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ભંગ થવાના ડરે ઘટનાની જાણ માતાપિતાને કરતા સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે. અને શોષણ સહન કર્યા કરે છે તેથી આપણે કે માતાપિતા એ બાળકના વિશ્વાસ સંપાદન કરીએ, સત્ય હકીકતોને આધારે સામાજિક ડરને ગણકાર્યા વીના, જવાબદારોને સજા મળે તે માટે સત્વરે કાનુની રાહે પગલા ભરવા જોઈએ.
આવા શોષણ કે અત્યાચારોનો ભોગ બનેલ બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્ધારા ઘૃણા કે તિરસ્કાર કે અવગણના કર્યા વિના તેમના પ્રત્યે હુંફ, પ્રેમ અને સંવેદના કરીને સ્વીકૃતિ સાથે સહાનુભુતિ પાઠવવી જોઈએ.

7. બાળમજૂરી વિષય પર નોંધ તૈયાર કરો.
ઉત્તર : 
બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે, અને પ્રત્યેક દેશ માં વણથંભી ચાલે છે, જેના પર સત્વરે કાબૂ પામવા જ રહ્યા.
14 વર્ષથી ઓછી ઉમરના શ્રમિક ને બાળમજૂરી કે બાળશ્રમિક કહેવાય છે.
યુનિસેફના અહેવાલ મુજબ,“ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણના વિશ્વમાં સૌથી વધુ ભારત માં જ જોવા મળે છે.”
ભારતીય અર્થતંત્રમાં બધાજ ક્ષેત્રોમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે હોટલો-ફેક્ટરીઓં, બાંધકામ ના ક્ષેત્રો માં જોખમી વ્યસાયોમાં જેમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે,જેમકે હોટલો-ફેક્ટરીઓં, ફટાકડાના વ્યવસાય માં કે ઇટોના ભઠ્ઠામાં, કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં ખેતમજુર, પશુપાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવુતિઓમાં જોવા મળે છે અને સેવાક્ષેત્રે ઘરનોકર, ચાની લારી, ગલ્લાઓ, હોટલો કે ઢાબાઓમાં, ગેરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા જેવા કાર્યોમાં, ભીખ માંગતા કે રસ્તા પર સાફ-સફાઈ ના કામો કરતા જોવા મળે છે.

8. બાળમજૂરી માટે જવાબદાર કારણો જણાવો.
ઉત્તર : 
બાળમજૂરોની સ્થિતિ અત્યંત દયાજનક છે આ સ્થિતિ જ બાળ અપરાધીને જન્મ આપતું એક જવાબદાર કારણ છે.
બાળમજૂરી મજબૂરીવશ કરવા પાછળના કારણો ઘણા છે. જેમકે ગરીબી, માતા-પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ, કૌટુંબિક જરૂરિયાતોને પહોચી વળવા કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને આવક વધારવાના પ્રયાસ રૂપે, કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી, ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવવા આજીવિકા મેળવવા, અનાથ કે નિરાધાર બાળકો, કે તેમના સગા સબંધીઓં દ્ધારા કે આશ્રય આપનારાઓં દ્ધારા અપાતા આશ્રય, ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળમજૂરીની ફરજ પાડવામાં આવે છે.

9. બાળશ્રમિકોની માંગ વિપુલ પ્રમાણ માં હોવાના કારણો જણાવો.
ઉત્તર : 
ઘણા ઉદ્યોગોમાં માલિકો કે કામે રાખનાર શેઠિયાઓ પોતાને ત્યાં પુખ્તવયના શ્રમિકો કરતા બાળશ્રમિકોને રોજગારી રાખવાનું વધુ પસંદ કરે છે. નીચેના વિવિધ કારણોસર બાળશ્રમિકો ની માંગ વિપુલ પ્રમાણ માં જોવા મળે છે.
બાળશ્રમિકો એ શ્રમનું સસ્તામાં સસ્તુ ઉત્પાદનનું સાધન છે. પુખ્તવયના શ્રમિકો કરતા બાળશ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કે ઓછી મજૂરી પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે.
તેઓં અસંગઠિત હોય સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ તેઓં અવાજ ઉઠાવી શકતા નથી તેથી બાળશ્રમિકોનું સરળતાથી તેને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે.
કઠીન કે જોખમી પરિસ્થિતિ માં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામના કલાકોથી વધુ કામ કરાવી, ધમકાવીને કે લાલચ આપીને કામ કરાવી શકાય છે.
બાળશ્રમિકોની સંખ્યા વધુ છે તેથી ખુબજ પ્રમાણ માં અને સરળતાથી તેઓં મળી રહે છે.
બાળકો ભણવાની ઉમરે કુટુંબના સભ્યોની જરૂરીયાતોની પૂર્તિ કરવા, કમાવવાના વધુ બે હાથ રૂપે માતાપિતા બાળકોને જુએ છે અને બાળમજૂરીએ ધકેલે છે.

10.બાળમજૂરી અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર : બાળમજૂરી કે બાળશોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બધારણીય જોગવાઈઓં કરી છે તે નીચે મુજબ છે,
બંધારણીય જોગવાઈઓમાં ૧૪ વર્ષથી ઓછી વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈપણ કામધંધા કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકશે નહિ. આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રહે પગલા ભરીને સજા કરાવી શકાય છે.
બાળપણમાં કે કિશોરાવસ્થામાં તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહિ.
બંધારણના અમલ શરૂ થયાના ૧૦ વર્ષમાં ૧૪ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના પ્રબંધ સરકારે કરવાના રહેશે.
જો કે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્યસરકારે ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સબંધી કાયદો ૨૦૦૯ અમલમાં મુક્યો છે.

11. દેશમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે સમજાવો.
ઉત્તર : ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ અદ્યતન તબીબી સારવાર, ઔષધિય સવલતોના કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં આજે લગભગ ૪.૩ વર્ષમાં વધારો થયો છે.
૨૦૦૧ થી ૨૦૦૫ ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષ નું હતું જયારે 2015 માં વધીને સરેરાશ આયુષ્ય 67.5 વર્ષ નું થયું છે.
ભારતમાં 2001-2011 ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
2011 માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડની હતી જયારે પુરુષ વૃદ્ધોની સંખ્યા 5.11 કરોડની હતી.
ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલમાં છે. ગુજરાત માં વૃદ્ધોની સંખ્યા ૩૫ લાખથી વધુ છે.
આમ વૃદ્ધોની વસ્તીમાં સતત વધારો થાય છે.

12. સમજાવો વૃધ્ધોને ઘરડાઘરમાં રહેવાની ફરજ પડી રહી છે.
ઉત્તર : વૃધ્ધો અને નિ:સહાય વ્યક્તિઓનિ સમસ્યાઓના પ્રશ્નો વિશ્વ વ્યાપી છે, પરંતુ વૃદ્ધાવસ્થા એ કુદરતી ક્રમ છે. તેના જીવનની વૃદ્ધાવસ્થામાં તેમની સુરક્ષા અને સુખાકારી માટે સમાજે ચિંતા અને ચિંતન કરવાની ફરજ બને છે.
પશ્ચિમી સંસ્કૃતિ, વિભક્ત કુટુંબના રહેવાની ઘેલછાએ સંતાનો આ વૃદ્ધ માતાપિતા તરફની નૈતિક ફરજો, મૂલ્યો અને સંસ્કૃતિ ભુલવ્યા છે.
વૃદ્ધ માતાપિતાને આર્થિક મદદ કે સંવેદના કે લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને ઘરડાગૃહમાં રહેવાની ફરજ પડે છે.

13. વૃધ્ધો અને નિ:સહાય વ્યક્તિના રક્ષણ માટે કેવા પગલા લેવાય છે.
ઉત્તર : વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેચવા માટે સયુક્ત રાષ્ટ્રોએ સન 1999 ના વર્ષને “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ” તરીકે ઘોષિત કર્યું હતું તેમજ પ્રત્યેક વર્ષ માટે તા.૧ લી ઓક્ટોબરના દિવસે વિશ્વવૃદ્ધ દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવામાં આવે છે.
વૃધ્ધો અને નિ:સહાય વ્યક્તિઓનુ રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાઓ નીચે મુજબ છે.
વૃધ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે, જે અન્વયે વૃધ્ધોને પેન્શનના આર્થિક સહાય આપવામાં આવે છે.
સિનિયર સિટીઝન માટેની સ્કીમ હેઠળ વૃધ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મુકેલ ડીપોઝીટ પર વધુ વ્યાજની સવલત; બસ, રેલ્વે કે હવાય મુસાફરીમાં પુરુષ સ્ત્રીઓને ટિકિટના દરમાં ૩૦ થી 50% સુધીની રાહત આપવામાં આવે છે.
રાજય સરકારે પ્રત્યેક જીલ્લામાં એક સુવિધા યુક્ત ઘરડાઘરો ખોલ્યા, શહેરો માં વૃધ્ધો માટે અલગ બગીચા ઓં ખુલ્લા મુક્યા. વૃધ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમત, ગમત કે માનસિક ક્ષમતા વધે તેવી પ્રવુતિઓ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યા છે.
વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે તથા ઘરેલું હિંસા, શોષણ કે અત્યાચારો સામે રક્ષણ આપવા સરકારે “માતા-પિતા અને સિનીયર સિટીઝન્સની સારસંભાર અને કલ્યાણ સબંધી કાયદો 2007 અમલમાં મુક્યો છે, જે અન્વયે વૃધ્ધોને હેરાન કરતા તેના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરી છે.
વૃધ્ધોને સારસંભારની જવાબદારી કાયદેસર રીતે તેના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે. તથા સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણપોષણ મેળવવા તેઓ હક્કદાર બન્યા છે.
કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ પ્રોઢોને સન્માનિત કરવાના કાર્યક્રમ અમલમાં મુક્યા છે.

14. દેશમાં વ્યાપ્ત અસામાજિક પ્રવુતિઓ પર નોંધ લખો. 
ઉત્તર : સામાજિક કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ, કે વર્તણુકને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે.
સામાજમાં કેટલીક અપરાધજન્ય પ્રવૃત્તિઓં આપણને જોવા મળે છે. જેવી કે ખૂન, ચોરી, અપહરણ, લુંટફાટ, છેતરપિંડી, બાળાત્કાર, સ્ત્રી બાળાઓનો અનૈતિક વેપાર, છળકપટ અને સાઈબર ક્રાઈમ વગેરે જેને બ્લ્યુકોલર અપરાધ કહે છે.
બીજી બાજુ સમાજ માં લાંચરુશવત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજાર, જમીનના દબાણો વગેરે વ્હાઈટ કોલર અપરાધો છે.

15. સમજાવો ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દુષણ છે.
ઉત્તર : ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દુષણ છે.
વિશ્વબેંક વ્યાખ્યા આપે છે તે મુજબ ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે; આમ ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાના દુરપયોગથી જન્મે છે.
ભારતીય સમાજના કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે.
ભ્રષ્ટાચાર આચરનારા અને બંને આપનાર અને લેનાર કાનૂની રાહે ગુનેગાર અને સજાને પાત્ર છે.

16.ભ્રષ્ટાચાર કેવા સ્વરૂપે જોવા મળે છે તેની અર્થતંત્ર પર કેવી અસર થાય છે?
ઉત્તર : ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે જેમાં મુખ્યત્વે રોકડ લેવડદેવડ, ભેટસોગાદ, કિંમતી આભૂષણો, કે ચીજવસ્તુઓ કે વિદેશી પ્રવાસ સ્વરૂપે, પક્ષપાતી વલણ, નિર્ણયમાં લાગવગ કે સગાવાદ કે હિતાર્થીઓની તરફેણ કરવી વગેરે સ્વરૂપે જોવા મળે છે.
ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસર પડે છે જે નીચે મુજબ છે :
સમાજ માં ભ્રષ્ટાચારી આચરણ થકી નૈતિક મૂલ્યો અને સામાજિક નીતિનિયમોનું ધોરણ નીચું છે.
અર્થતંત્રમાં કાળાનાણાંની સમસ્યા ઉદ્ભવે છે, જે રાષ્ટ્રના વિકાસ ને અવરોધે છે.
રાજ્ય ના કાયદાઓ, ન્યાય પ્રણાલી, સત્તા અને વહીવટીતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઘટે છે. પ્રમાણિક વ્યક્તિ હતાશા અને નિરાશા અનુભવે છે.
માનવ અધિકારોનું હનન થાય છે. તે થકી સમાજમાં અન્યાય અને આવકની અસમાનતા ઉદ્ભવે છે. જેમાંથી વર્ગવિગ્રહ પેદા થાય છે.
ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિકતા અને રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે અને સામાજિક-આર્થિક વ્યવસ્થાનું સ્તર નીચું થાય જાય છે.

17. ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ભ્રષ્ટાચારને દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે.
ભારતમાં 1964 માં કેન્દ્રલાંચ રુશ્વત વિરોધી બ્યુરો ની સ્થાપના કરી છે. જે સરકારી તંત્રમાં વકરેલા ભ્રષ્ટાચારની બદ્દીને નેસ્તનાબૂદ કરવના પ્રયાસ કરે છે. ભ્રષ્ટાચારીને રંગે હાથે પકડીને તેની સામે કાયદેસરની શિક્ષાત્મ્ક કાર્યવાહી હાથ ધરે છે.
સરકારનો આ એક સ્વતંત્ર અને અલગ વિભાગ છે. ગુજરાતમાં તેની મુખ્ય કચેરી શાહીબાગ-અમદાવાદમાં આવેલ છે. જાહેર જનતાને ભ્રષ્ટાચાર સબંધી કોઈ ફરિયાદ હોય તો તે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 2334 4444 પર ફરિયાદ કરી શકે છે.
ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમો 1988 ઘડ્યો જે થકી સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો દુરપયોગ થતો રોકવો.
કોઈપણ જાહેર સેવક, ઉચ્ચ પદાધિકારીઓ, રાજકરણીઓએ પદ કે ઉચ્ચ હોદ્દો ધારણ કરતા પેહલા પોતાની તમામ સંપતિની માહિતી સોગંધનામું કરીને જાહેર કરવાનું ફરજીયાત છે. જો તેમના કાર્યકાળ દરમ્યાન તેની આવક કરતા સંપતિ વધુ ધરાવતા હોવાનું પકડાય ત્યારે શિક્ષાપાત્ર ગુનો બને છે. આવી સંપતિ કે બેનામી સંપતિ સરકાર પોતે જપ્ત કરે છે.
માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર બહાર પાડ્યો છે જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાહેંધરી આપીને, પોતાના કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળ ના કાર્યમાં થતો વિલંબ દુર કરીને પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો હેતુ છે.
કેન્દ્ર સરકારે હાલમાં બ્લેકમની એક્ટ-2005 ઘડ્યો જેમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત તેમાં કાયદામાં તથા મની લેન્ડરીંગ એક્ટમાં તેમજ કસ્ટમ એક્ટની ધારા 132 માં સુધારો કર્યો. લોકપાલ અને લોકાયુક્તની નિમણુક કરીને કાળુંનાંણુ શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના દેખાડાના પ્રયાસો કાર્ય છે.
સરકારી અધિકારી દ્વારા આચરેલ સત્તાના બેફામ અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર કરી રહ્યું છે.

18. RTI વિષે નોંધ લાખો. અથવા 
માહિતીના અધિકાર બાબતના અધિનિયમ 2005 સમજાવો.
ઉત્તર : માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે તા.15 મી જુન 2005 ના રોજ બહાર પડ્યો છે જે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર દેશ માં લાગુ પડે છે.
આ ધારો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી એકતા અને અખંડિતતાને સ્પર્શ એવી બાબતોની સંસ્થાઓ અને વિદેશી એલચીઓની કચેરી સહીત કેટલાક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે.
ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 તા.5 મી ઓક્ટોબરે 2005 ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે.
પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી વહીવટી કામગીરી થાય અને તેમાં પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવાનો આ ધારાનો મૂળ હેતુ રહ્યો છે.
આ ધારાકીય જોગવાઈ હેઠળ કોઈપણ નાગરિક તેના અટકેલા કાર્યો અંગે કે યોજનાઓના અમલીકરણ અંગે કે પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સબંધિત વિભાગના ઉપરી અધિકારીને પ્રશ્નો પૂછીને માહિતી મેળવી શકે છે.

19. માહિતીના અધિકાર અંતર્ગત શી રીતે માહિતી મેળવી શકાય છે?
ઉત્તર : RTI અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ રોકડમાં અથવા પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની રહે છે.
આ અરજી સ્વ્હસ્તા ક્ષ્રરમાં, ટાઇપ કરેલ ઈ-મેઈલ દ્વારા પણ જે તે વિભાગમાં કરી શકાય છે. બી.પી.એલ યાદી હેઠળના કુટુંબોની વ્યક્તિએ કોઈ જ ફી કે નકલો અંગેનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી.
માહિતીની અરજીમાં કયા કારણોસર માંગી છે તેના કારણો જણાવવાની જરૂર નથી અરજી મળ્યાની પહોચ નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકાર એ અરજીનો ક્રમાંક પાડીને, અરજદારને એક નકલ આપશે. ત્યાર પછીના અરજી સંદર્ભના પત્રવ્યવહારમાં ID ક્રમાંક દર્શાવવાનો હોય છે.
માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દીવસમાં અરજીનો નિકાલ APIO કરશે, જો કોઈ નમૂના કે નકલ માંગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલ ધોરણ અનુસાર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપશે.
જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો, અદાલતી તિરસ્કાર થઇ શકે તેવી વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉતેજન મળે તેવી માહિતી આપવાનો ઇન્કાર ધારા અન્વયે કરી શકે છે.
અપીલની જોગવાઈ :
જો જે તે વિભાગ 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇન્કાર કરે તો નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકારી ને હુકમ મળ્યાના 30 દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે.
પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇન્કારથી નારાજ થયેલ પક્ષકાર ૯૦ દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.

20. RTI અંતર્ગત દંડની જોગવાઈ સમજવો.
ઉત્તર : કોઈપણ માહિતી અધિકારી વ્યાજબી કારણોસર વિના માહિતી આપવાના ઇન્કાર કરે, બદઈરાદાથી માહિતી છુપાવે, જાણીબૂઝીને અધુરી કે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપે કે માહિતીના નાશ કરે તેવા કિસ્સામાં માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ દીઠ નિયત રકમ મુજબ દંડ જે તે દોષિત માહિતી અધિકારી ને થાય છે.
માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌ પ્રથમ હેલ્પ લાઇન નંબર 9924085000 પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમ્યાન જાણી શકાય છે.
આ ધારામાં અન્વયે નાગરિક અધિકારી પત્ર ઘોષિત થયું છે. જેનાથી જે તે કચેરીમા કામના નિકાલની પહેલેથી સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, તેથી અરજી સંદર્ભે શું સ્થિતિ છે જાણી શકાય છે.
ગુજરાત સરકાર કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ જેવી સુવિધા અને અરજીની તાજી 24*7 દિવસમાં જાણી શકે છે.
ભ્રષ્ટાચારને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે.


21. બાળક ને મોફત અને ફરજીયાત શિક્ષણના હક્ક ના ફાયદા કેન્દ્ર સરકારે ૨૦૦૯ ની સાલમાં બાળકને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારોના કાયદા અમલ માં મુક્યા, જે કાયદા અનુસાર ગુજરાત સરકારે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ ના હક્ક ના નિયમો જાહેર કાર્ય છે . આ કાયદા શા માટે છે?
ઉત્તર : ભારતીય બંધારણ ના ૮૬ માં સુધારા મુજબ ૬ થી ૧૪ વર્ષ ની વય જૂથ ના તમામ નાગરિક માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવામાં આવ્યું છે. બાળકોની માનવીય ક્ષમતઓ ના શારીરિક , માનસિક અને સર્વાંગી વિકાસ અર્થે જરૂરી શિક્ષણ ની તકો ઊભી કરવાની દિશામાં તથા ગુણવતા સભર પ્રાથમિક શિક્ષણ ની માંગ ને પહોચી વળાવાની દિશામાં આ કાયદો એ એકઆગવું કદમ છે.
આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શેક્ષણિક સવલતો અને ભોંતિક સુવિધાઓના ચોકકસ માપદંડો નિર્ધારિત કર્યા છે અને તે મુજબની વર્ગખંડ, પ્રયોગખંડ, ચોખું પીવાનું પાણી, વીજળી , મધ્યાહ્ન ભોજન ની વ્યવસ્થા અને ગુણવતા, શિક્ષકોની લાયકાત અને નિમણુકના ધોરણો , શાળાના આર્થિક સહાય રૂપ આપતા અનુદાયોની જોગવાઈઓં નિર્ધારિત કરવામાં આવી છે. જેમાંથી કેટલીક નીચે મુજબ છે.
આ કાયદામાં ૬ થી ૧૪ વર્ષ ની ઉમર ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણથી નજીકમાં હોય એવી શાળા માં પ્રવેશ આપવો. ઉમરના આધારે પુરાવારૂપે જન્મનું પ્રમાણ પત્ર ન હોવાના કારણોસર કોઈને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકતો નથીં.
પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે, ૧૪ વર્ષ પુરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પડવાનું છે.
પ્રવેશ આપતી વખતે બાળકની ઉમર ૬ વર્ષ ની હોવી જોઈએ અને તેને જન્મના દાખલા ન હોય તો પણ હોસ્પિટલના રેકર્ડ, મા-બાપની બાળક ના ઉમર સબંધી સોગંધનામને આધારે પ્રવેશ આપવામાં છે.
શાળા માં કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ છે.
પ્રવેશ સમયે દાન કે ફી સ્વરૂપે કે અન્ય ડીપોઝીટ રૂપે કે અન્ય ફી પેટે કોય પણ રકમ લઇ સકતી નથી.
પ્રવેશ સમયે બાળક કે માતા પિતાનો ઇન્ટરવ્યુ લયને પ્રવેશ આપવો કે માતા પિતાની આવક અને શેક્ષણિક લાયકાત કે યોગ્યતાને આધારે કે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નહિ.
૩ થી ૫ વર્ષ ની વયજૂથના બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કૂલના, શિક્ષણે , અભ્યાસક્રમ, પાઠ્યક્રમ ,મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌપ્રથમવાર ઘડીને ક્રાંતિકારી પગલું ભરીને નર્સરીને કાયદા હેઠળ આવરી લીધા છે.
નબળા વર્ગો કે પછાતવર્ગો માંથી અભ્યાસ અર્થે પ્રવેશવાચ્છું બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓંળખના આધારે બી.પી.એલ યાદી પરના કુટુંબના બાળકોને સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં વર્ગની કુલ ક્ષમતાની ૨૫% ની મર્યાદામાં ફરજીયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.
શાળાના શિક્ષકો ખાનગી ટયુશનની પ્રવૃતિ કરી શકશે નહિ.
શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ ૫ વર્ષ માં નિર્ધારિત ધોરણે શેક્ષણિક લાયકાત મેળવી લેવાની થશે .
બાળક ને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી હાંકી કાઢી શકાશે નહિ .
ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ SC, ST ના બાળકોને ફી માં ચુકવણી શરતોને આધીન જે તે શાળાને સરકાર ચૂકવી દેશે.
આ કાયદાની જોગવઈઓંના પાલન અર્થે એક અલાયદું વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ કે રાજય કાઉન્સિલ જેવી જોગવાઈ કાયદામાં છે.

22.રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 સમજાવો.
ઉત્તર : અન્નસુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ અહાર ની પ્રાપ્તિ.
કેન્દ્ર સરકાર દ્ધારા તા.5 જુલાઈ 2013 ના રોજથી આ વિધેયક અમલમાં આવ્યું.
અન્ન સલામતી વિધેયક ની જરૂરિયાત :
દેશની વધતી જતી વસ્તીની અનાજની કુલ માંગને સંતોષવા તેમજ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે, ગુણવતાસભર અનાજ પૂરું પાડવું.
બાળકમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારણ માટેનો યોગ્ય પ્રબંધ કરવા અને પોષણક્ષમ અહારના કુલ ઉત્પાદનમાં વધારાને પ્રોત્સાહન કરવા માટે.
જાહેર વિતરણ પ્રણાલી ને વધુ સૃદર્ઢ, પારદર્શક અને સરળ બનાવવા.
અંત્યોદય યોજના અને B.P.L યાદીમાં નોંધાયેલ અગ્રિમ સ્થાને કુટુંબો ને અન્ન સુરક્ષા,પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં રાહતદરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે અને તેને આનુષંગિક બાબતો સરળતાથી મળી રહે તે માટે.
ગર્ભવતી સ્ત્રીઓં, સ્તનપાન કરાવતી માતાઓ ને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાતની સહાય કરવા માટે.
કેટલીક ધારાકીય જોગવાઈઓં :
આ ધારા હેઠળ અને માં અન્નપૂર્ણા યોજના મુજબ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ, મધ્યમવર્ગ ના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે, તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ 35 kg અનાજ મફતમાં પૂરું પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ ના તમામ લાભાર્થીઅઓને અનાજ પેટે ઘઉં ₹2.00 પ્રતિ કિલો અને ચોખા ₹3.00 પ્રતિ કિલો અને મોટું અનાજ ₹1.00 પ્રતિ કિલોના ભાવે સમયસર, નિયત માત્રામાં, ગુણવતાસભર અનાજ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ નિયત શરતોને આધીન પૂરું પાડવામાં આવે છે.
ગર્ભવતી સ્ત્રીઓને પ્રસુતિ સહાયરૂપે ₹6000 ની રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાશે.
આ વિધેયક હેઠળ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા હકદાર બનાવી શકે છે.
આ ધારા મુજબ ગુજરાત સરકાર, અંત્યોદય અને B.P.L પરિવારોને દર માસે ખાંડ, આયોડાઈઝ મીઠું, કેરોસીન અને વર્ષ માં બે વખત ખાદ્ય તેલનું રાહતદરે વિતરણ રેશનિંગની દુકાનો મારફતે કરવામાં આવે છે.
રાજ્ય સરકારો આ અગ્રિમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને સુધારશે તથા આવી નામોની યાદીઓં ગ્રામપંચાયત, ગ્રામસભામાં, વોર્ડસભામાં, ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો કે મામલતદારની કચેરીઓં, પુરવઠા વિભાગની વેબસાઈટ પર જાહેર માં પ્રદશિત કરશે.
જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારણા કરીને તેને સુદઢ બનાવીને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ વ્યવસ્થા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિક કાર્ડ, બારકોડેડ રેશનકાર્ડ કે અન્નકુપન તથા વેબકેમેરાથી ઈમેજ લેવામાં પગલા ભર્યા છે.
આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિવારણ અર્થે રાજ્યમાં અધિકારી નીમવા, અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ અને ફૂડ કમિશનરની નિમણુક કરવાની રહેશે. આમ, રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા ની અનેક જોગવાઈઓં અંતર્ગત માં-અન્નપૂર્ણ યોજના અન્વયે ગુજરાતના આશરે 3.82 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહતદરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મુકીને આવકારદાયક પગલું ભર્યું છે.