1. આયુષીની છીંક તેના...................ની છીંક જેવી છે.
ઉત્તર :
પિતા

2. આપણને માતા–પિતા કે પરિવારના અન્ય સભ્ય તરફથી મળતાં લક્ષણોને.................લક્ષણો મળે છે.
ઉત્તર :
વારસાગત

3. મનુષ્યમાં ક્યાં ક્યાં વારસાગત લક્ષણો જોવા મળે છે?
ઉત્તર :
મનુષ્યમાં આંખનો આકાર, આંખનો રંગ, ચહેરો, નાકનો આકાર, નાકની લંબાઇ, પહોળાઇ, દાઢી, કાનનું કદ, કાનનો આકાર, ઊંચાઇ, વાળનો રંગ, વાળની લંબાઇ, ચામડીનો રંગ વગેરે લક્ષણો વારસાગત જોવા મળે છે.

4. મનુષ્યમાં કઇ ટેવો વારસાગત જોવા મળે છે?
ઉત્તર :
મનુષ્યમાં ઊઠવા, બેસવા, સૂવા, ચાલવાની રીતભાત, લખવા–વાંચવાની ટેવ, પગ હલાવવાની ટેવ, બોલવાની, વાતચીત કરવાની રીતભાવ વગેરે ટેવો વારસાગત જોવા મળે છે.

5. વારસાગત લક્ષણ સંગગ્ન કઇ બાબત ખોટી છે?
ઉત્તર :
મિત્રોનાં લક્ષણ સમાન હોય.

6. કિરણની માસી કોણ છે?
ઉત્તર :
નીલમની માતા

7. નીલમ કોની માસી છે?
ઉત્તર :
સમીરની

8. નીલમનાં નાનીમાથી લઇ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓનો નીલમ સાથેનો શો સંબંધ થશે?
ઉત્તર :
નાની–નીલમની માતાની માતા, નાનીની મોટી બહેન – નીલમની માતાનાં માસી (નીલમનાં મોટાં નાની), માતા – નીલમનાં માતા, માસી – નીલમની માતાની બહેન, કિરણ – નીલમની માતાની માસીની દીકરીની દીકરી (નીલમની માતાની ભાણા અને નીલમની બહેન), સમીર – નીલમની માતાની ભાણીનો ભાણો (નીલમનો ભાણો)

9. નીલમના વાળ કોના જેવા છે?
ઉત્તર :
કિરણ

10. નીલમના માતાના વાળ કેવા છે?
ઉત્તર :
નીલમના માતાના વાળ સીધા, મુલાયમ અને બદામી છે.

11. નીલમના વાળ કેવા છે?
ઉત્તર :
નીલમના વાળ જાડા, વાંકડિયા અને સારા છે.

12. મીનાને તેનાં...............એ દત્તક લીધી છે.
ઉત્તર :
કાકી

13. મીનાના કાકા ક્યાં રહે છે?
ઉત્તર :
પૂના

14. મીનાની કાકીના ધરના બધા શેના શોખીન છે?
ઉત્તર :
સંગીતના

15. મીના કઇ ભાષા જાણતી હતી?
ઉત્તર :
મરાઠી અને તમિલ

16. ....................ના ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે હતી.
ઉત્તર :
મિનાના પિતા

17. મીનાના ઘરમાં બધાં...................ભાષા બોલતાં હતાં.
ઉત્તર :
તમિલ

18. મમતા તેના પિતા સાથે ક્યાં રહે છે?
ઉત્તર :
ચેન્નઇ

19. મમતાના પિતા શું કામ કરે છે?
ઉત્તર :
કરાટે કોચનું

20. મમતાએ કેટલા વર્ષની ઉંમરથી કરાટે શીખવાનું ચાલું કરી દીધું હતું?
ઉત્તર :
3

21. મીના અને મમતામાં સમાન શું છે? તફાવત શું છે?
ઉત્તર :
મીના અને મમતા એકબીજાના અરીસા જેવાં છે. કારણ કે તેઓ જોડિયાં બહેનો છે. તે બંને એક જેવાં દેખાય છે. મીના મરાઠી અને તમિલ બે ભાષા બોલી શકે છે, જ્યારે મમતા ફકત તમિલ બોલી શકે છે. મીના સારી ગાયક છે. જ્યારે મમતા કરાટેમાં પ્રવીણ છે.

22. શું આપણાં બધાં જ લક્ષણો અને ટેવો આપણાં માતા–પિતા તરફથી મળેલા હોય છે? શા માટે ?
ઉત્તર :
ના, આપણને અમુક જ લક્ષણો જેવાં કે, રંગ, આકાર, ઊંવાઇ, અવાજ, કેટલીક ટેવો વગેરે માતા–પિતા તરફથી જન્મસમયે મળે છે. જ્યારે અમુક વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન, ભરતગૂંથણ વગેરે આસપાસની પરિસ્થિતિઓમાંથી આપણે શીખીએ છીએ.

23. શીતલ ખૂબ નાની હતી ત્યારે તેને.............................ની અસર થઇ હતી.
ઉત્તર :
પોલિયો

24. શીતલમાં લગ્ન થતાં તેને કઇ ચિંતા હતી?
ઉત્તર :
શીતલમાં લગ્ન થતાં તેને ચિતાં હતી કે તેને નાનપણમાં પોલિયો થયો હતો. તો શું તેના બાળકને પણ પોલિયો થશે? શું પોલિયો તેના બાળકને વારસામાં મળશે?

25. પોલિયો વિશે જણાવો.
ઉત્તર :
પોલિયો એ વાઇરસથી થતો રોગ છે. જે નાનાં બાળકોને થાય છે. જેના કારણે બાળક અપંગ બની જાય છે.

26. પલ્સ પોલિયો અભિયાન વિશે જણાવો.
ઉત્તર :
પોલિયો એક બીમારી છે જે પાંચ વર્ષ સુધીમાં બાળકોમાં થાય છે. ભારત સરકાર દ્વારા દેશમાંથી પોલિયોની નાબૂદી માટે અભિયાન ચલાવવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા દર વર્ષે બે વાર પાંચ વર્ષથી નીચેનાં બધાં જ બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાં નિ:શુલ્ક પિવડાવવામાં આવે છે.

27. પોલિયો એ....................થી થતો રોગ છે.
ઉત્તર 
: વાઇરસ

28. કયા રોગ આનુવંશિક છે?
ઉત્તર :
કેટલાક આંખોના રોગ જેવા કે, કેટલાક રંગોનો તફાવત ન પારખવો, ચામડીના રોગો જેવા કે સોરાયસીસ, કોઢ વગેરે કેટલીક વિકલાંગતા જેવી કે બહેરાશ–બોબડાપણું, ડાયાબિટીસ, હીમોફીલિયા જેવો લોહીનો રોગ આનુવંશિક છે.

29. ...........................વટાણા સાથેના પ્રયોગો કર્યા હતા.
ઉત્તર :
ગ્રેગર મેન્ડેલે

30. ગ્રેગર મેન્ડેલે મઠના બગીચામાંના કેટલાક છોડ પર પ્રયોગો કર્યા હતા ?
ઉત્તર :
28,000

31. મેન્ડેલે છોડમાં શું શોધ્યું હતું?
ઉત્તર :
મેન્ડલે શોધી કાઢ્યું હતું કે વટાણાના છોડમાં કેડલાંક લક્ષણો એવાં છે કે જે જોડીમાં હોય છે. જે છોડમાં બીજ ખરબચડાં કે લીસાં હોય તે છોડની આવનારી પેઢીના છોડનાં બીજ પણ ખરબચડાં કે લીસાં હશે. જે છોડનાં બીજ લીલાં કે પીળાં હોય તેનાં નવાં બીજ પણ લીલાં કે પીળાં જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું.

32. મેન્ડલેની શોધ અનુસાર લીલા રંગના વટાણાના છોડની નવી પેઢીના છોડનાં બીજ................રંગનાં જ હશે.
ઉત્તર :
લીલા