1. કયા શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું ?
ઉત્તર :
ધનપાલ

2. ધનપાલ શેઠ માત્ર તેમના ગામમાં જ વેપાર કરતા હતા. (ખરું કે ખોટું)
ઉત્તર : ખોટું

3. ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી ?
ઉત્તર :
ધનપાલ શેઠને આંગણે લક્ષ્મીની છોળો ઉછળતી હતી. ઘરમાં ખરચતાં ખૂટે નહિ તેટલું ધન હતું. આમ, ધનપાલ શેઠની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હતી.

4. શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા ?
ઉત્તર :
શેઠ ઘરની રાણી વિશે માનતા હતા કે, એ આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય.

5. ઘરની રાણી આવડતવાળી ન હોય, તો અઢળક ધન પણ ખૂટી જાય. (ખરું કે ખોટું )
ઉત્તર :
ખરું

6. શેઠને કેટલા દીકરાઓ અને વહુઓ હતી ?
ઉત્તર :
ચાર

7. દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો ?
ઉત્તર :
દીકરાઓની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો.

8. શેઠ ધનવાન હતા છતાં તે ગણતરીવાળા હતા, આવું શા પરથી કહી શકાય ?
ઉત્તર :
અખૂટે ધન હોવા છતાં ધનપાલ શેઠ ગણતરીવાળા હતા. કારણ કે તેઓ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય, તો અઢળક ધન પણ ખૂટી જાય.

9. શેઠને વહુઓનું જ પારખું કરવાની ઇચ્છા કેમ થઈ ?
ઉત્તર :
વહુઓ ચાલાક અને ઘરરખું છે કે નહિ તે જાણવાની શેઠને ઇચ્છા થઈ. તેથી તેમને વહુઓનું પારખું કરવાની ઇચ્છા થઈ.

10. વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી ?
ઉત્તર :
વહુઓનું પારખું કરવા શેઠે ચારેય વહુઓને ડાંગરના પાંચ-પાંચ દાણા આપીને કહ્યું, “કોઈકવાર એ દાણા જયારે હું તમારી પાસેથી પાછા માગીશ, માટે દાણા જતન કરીને સાચવી રાખજો.”

11. શેઠે દરેક વહુને ક્યું કામ સોંપ્યું ?
ઉત્તર : શેઠ દરેક વહુને ડાંગરના દાણાનું જતન કરી સાચવી રાખવા કહ્યું .

12. “એ દાણા જતન કરીને સાચવી રાખજો." – આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે.

13. મોટી વહુએ ડોંગરના દાણા બારી બહાર ફેંકી દીધા. (ખરું કે ખોટું )
ઉત્તર :
ખરું

14. બીજા છોકરાની વહુ કેવા સ્વભાવની હતી ?
ઉત્તર :
બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી સ્વભાવની હતી.

15. બીજા છોકરાની વહુએ દાણાનું શું કર્યું ?
ઉત્તર :
બીજા છોકરાની વહુ સસરાજીએ આપેલ દાણાને પ્રસાદી ગણી ફેંકી દીધા નહીં. તે દાણા ફોલી ખાઈ ગઈ.

16. ત્રીજા છોકરાની વહુ જરાક .............. સ્વભાવની હતી.
ઉત્તર :
ઝીણા

17. ત્રીજા છોકરાની વહુએ દાણાનું શું કર્યું?
ઉત્તર :
ત્રીજા છોકરાની વહુએ દાણાને એક દાબડીમાં સંઘરીને સાચવી રાખ્યા.

18. ક્યા દીકરાની વહુ સૌથી હોશિયાર અને ચતુર હતી ?
ઉત્તર :
સૌથી નાના દીકરાની

19. સૌથી નાના દીકરાની વહુએ દાણા જોઈ શું વિચાર્યું ?
ઉત્તર :
સૌથી નાના દીકરાની વહુએ દાણા જોઈ વિચાર્યું કે, સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. આ દાણાને સંઘરી રાખવા એ વાત તો સાચી પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય, એના કરતાં એ દાણા ખેતર માં વવરાવી દઉં તો કેવું ? કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર ? અને એ સસરાને પણ ગમશે.

20. સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ દાણાનું શું કર્યું?
ઉત્તર :
સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. એક સાલ ગયું…. બીજું ગયું. પાક વધતો ગયો અને વહુ તેને ફરી ફરીને વવરાવતી ગઈ.

21.ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી ?
ઉત્તર :
ધનપાલ શેઠે આપેલા માત્ર પાંચ દાણાને પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી અનેકગણા કરી નાખ્યા, જયારે બીજી વહુઓએ યોગ્ય ઉપયોગ ન કર્યો. આથી, ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર ગણી.

22. ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું ?
ઉત્તર :
ધનપાલ શેઠે નાની વહુમાં ચતુરાઈ, ઠરેલપણું અને ઘર ચલાવી શકે એવું શાણપણ જોયું.

23. સૌથી નાના છોકરાની વહુએ દાણાની જે સાચવણી કરી તેના આધારે શેઠે બીજી વહુઓને શું કહ્યું?
ઉત્તર :
સૌથી નાના છોકરાની વહુએ દાણાની જે સાચવણી કરી તેના આધારે શેઠે બીજી વહુઓને કહ્યું, “તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. આજથી આપણા ઘરનો કારભાર એ ચલાવશે. તમે સૌ એના શાણપણ લાભ લેજો."

24. શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો ? શા માટે ?
ઉત્તર :
શેઠે ઘરનો કારભાર સૌથી નાની વહુને સોંપ્યો. કારણ કે, શેઠને ખાતરી થઈ ગઈ કે તે જ આ ઘરની લક્ષ્મી છે. તેના હાથમાં આવેલ સંપત્તિ વધતી જશે. તે જ ઘરને સારી રીતે સાચવી શકશે; એવી આવડતવાળી અને ચતુર છે, ઘરરખુ છે. શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને બુદ્ધિશાળી હતી.

25. શેઠે રસોડાનો કારભાર કોને સાચવવાનું કહ્યું ?
ઉત્તર :
ત્રીજા નંબરની વહુને

26. નોકરચાકર પર દેખરેખ રાખવાની જવાબદારી શેઠે કોને સોપી ?
ઉત્તર :
નોકરચાકર પર દેખરેખ રાખવાની જવાબદારી શેઠે બીજા નંબરની વહુને સોંપી.

27. ઘરની સાફસૂફી કરવાની જવાબદારી સૌથી મોટી વહુને સોંપવામાં આવી. (ખોટું કે ખરું )
ઉત્તર :
ખરું

28. ધનપાલ શેઠના કહેવા પ્રમાણે ઘરની શોભા કેવી રીતે રહેશે અને બધાં સુખી કેવી રીતે થશે ?
ઉત્તર :
ધનપાલ શેઠના કહેવા પ્રમાણે સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશે તો ઘરની શોભા રહેશે અને બધાં સુખી થશે.

29. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :
(1) “એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ ?”
ઉત્તર :
આ વાક્ય પહેલી બે વહુઓ બોલે છે.

(2) “સસરાજી, મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે.”
ઉત્તર :
આ વાક્ય ત્રીજા નંબરની વહુ બોલે છે.

(3) “સસરાજી, એ દાણા લાવવા માટે આપણે મારે પિયેર ગાડાં મોકલવાં પડશે.”
ઉત્તર :
આ વાક્ય ચોથા નંબરની સૌથી નાની વહુ બોલે છે.

30. નીચેનાં પાત્રોનો પરિચય ચાર-પાંચ વાક્યોમાં લખો :
(1) ધનપાલ શેઠ
ઉત્તર :
ધનપાલ શેઠ એક પ્રતિષ્ઠાવાન વેપારી હતા. દેશાવર અને નગરમાં એમનો વેપાર ચાલતો હતો. તે ખૂબ ગણતરીવાળા હતા. તે એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત પર જ લક્ષ્મીનો આધાર છે. તેમણે પોતાની ચારેય વહુઓની પરીક્ષા કરી. નાની વહુ તેમાં સફળ થઈ. તેમણે સૌને પોતપોતાની આવડત અને સૂઝ પ્રમાણે ઘરની જવાબદારી સોંપી.

(2) સૌથી નાના દીકરાની વહુ
ઉત્તર :
સૌથી નાના દીકરાની વહુ ઠરેલ, ચતુર અને ઘરરખુ હતી. સસરાએ વહુઓની કરેલી કસોટીમાં તે સફળ થઈ હતી. તે સસરાની મરજીને સમજી ગઈ હતી અને રાજી કર્યા. શેઠે તેની આવડત અને ચતુરાઈ જઈને ઘરનો કારભાર તેને સોંપ્યો અને બીજી અને વહુઓને તેના શાણપણનો લાભ લેવા સલાહ આપી.

31. નીચેનાં વાક્યોમાંનાં ક્રિયાપદો ઓળખી તેના પ્રકારો લખો.
(1) રાજકુમાર બેઠો.
ઉત્તર :
અકર્મક ક્રિયાપદ

(2) ગાંધીજીએ ટુકડો ફાડ્યો.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

(3) વીશીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા.
ઉત્તર :
દ્ધ્રીકર્મક ક્રિયાપદ

(4) કુસુમાયુધ્ધ રડ્યો.
ઉત્તર :
અકર્મક ક્રિયાપદ

(5) જીવરામ ભટ્ટ જમ્યા.
ઉત્તર :
અકર્મક ક્રિયાપદ

(6) સારથિએ ઘોડા છોડી નાખ્યા.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

(7) મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

(8) નાની વહુએ સાસુમા આગળ ચાડી ખાધી.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

(9) શેઠે દરેક વહુને ડાંગરના પાંચ-પાંચ દાણા આપ્યા.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

(10) રામે ધનુષ્ય તોડ્યું.
ઉત્તર :
સકર્મક ક્રિયાપદ

32. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
1. દેશાવર = ...................
ઉત્તર : પરદેશ, વિદેશ

2. લક્ષ્મી = 
...................
ઉત્તર : સંપતિ, દોલત

3. વેપાર = 
...................
ઉત્તર : ધંધો, વેપલો

4. અઢળક = 
...................
ઉત્તર : પુષ્કળ, ખૂબ

5. દીકરો = 
...................
ઉત્તર : પુત્ર, જાયો

6. કારભાર = 
...................
ઉત્તર : વહીવટ, વ્યવહાર

7. પારખું = 
...................
ઉત્તર : પરીક્ષા, કસોટી

8. વહુ = 
...................
ઉત્તર : વધૂ, પત્ની

9. નોકર = 
...................
ઉત્તર : સેવક, દાસ

10. જતન = 
...................
ઉત્તર : સાચવણી, કાળજી

11. યુક્તિ = 
...................
ઉત્તર : ચાલાકી, કારી

12. મામૂલી = 
...................
ઉત્તર : સામાન્ય, તુચ્છ

13. ચાલાક = 
...................
ઉત્તર : ચતુર, હોશિયાર

14. મર્મ = 
...................
ઉત્તર : રહસ્ય, ભેદ

15. શોભા = 
...................
ઉત્તર : સજાવટ, ગોઠવણી

33. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો :
1. દેશ ×
...................
ઉત્તર : પરદેશ

2. આવડત × 
...................
ઉત્તર : અણઆવડત

3. સુખી × 
...................
ઉત્તર : દુઃખી

4. અઢળક × 
...................
ઉત્તર : અલ્પ

5. હોશિયાર ×
...................
ઉત્તર : મુર્ખ

6. છીછરું × 
...................
ઉત્તર : ઊંડું

7. શેઠ × 
...................
ઉત્તર : નોકર

8. ઠરેલ × 
...................
ઉત્તર : ઉછાંછળું

9. સંતોષ × 
...................
ઉત્તર : અસંતોષ

34. નીચેના રુઢિપ્રયોગોણો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
(1) લક્ષ્મીની છોળો ઊછળવી 
ઉત્તર : પુષ્કળ પ્રમાણમાં ધનસંપત્તિ હોવી.
વાક્ય : ધનપાલ શેઠના ઘરે લક્ષ્મીની છોળો ઊછળતી હતી.

(2) ઝીણા જીવના હોવું 
ઉત્તર : સંકુચિત મનના હોવું
વાક્ય : કાનજીની પત્ની ઝીણા જીવની હતી.

(3) વાતમાં મર્મ હોવો 
ઉત્તર : વાતમાં રહસ્ય હોવું
વાક્ય : શેઠની વાતમાં મર્મ હતો, જે નાની વહુ સમજી ગઈ.

(4) વાત માંડીને કહેવી 
ઉત્તર : વાત વિગતવાર કહેવી
વાક્ય : પરદેશથી આવેલા દીકરાએ ઘરના સભ્યોને વાત માંડીને કહી.

(5) જીવ પરોવી દેવો 
ઉત્તર : એકચિત થઈ જવું
વાક્ય : ઘણા લોકો જીવ પરોવીને કામ કરે છે .

(6) કણમાંથી મણ થવું 
ઉત્તર : થોડામાંથી વધારે થવું
વાક્ય : નાની વહુએ શેઠે આપેલા દાણાને કણમાંથી મણ કરી નાખ્યા.

(7) છીછરી બુદ્ધિના હોવું 
ઉત્તર : ઓછી બુદ્ધિના હોવું
વાક્ય : છીછરી બુદ્ધિના લોકો કામ બગાડે છે.

૩૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો.
1. પરિક્ષા - 
...................
ઉત્તર : પરીક્ષા

2. મામુલિ - 
...................
ઉત્તર : મામૂલી

3. છિછરી - 
...................
ઉત્તર : છીછરી

4. ઉછાછડી – 
...................
ઉત્તર : ઉછાંછળી

૫. હોશીયારી – 
...................
ઉત્તર : હોશિયારી

6. સંતોસ - 
...................
ઉત્તર : સંતોષ

7. યુક્તી – 
...................
ઉત્તર : યુક્તિ

8. પીઅર – 
...................
ઉત્તર : પિયર

9. દાબળી – 
...................
ઉત્તર : દાબડી

10. દિકરી – 
...................
ઉત્તર : દીકરી

11. સાફસૂફિ – 
...................
ઉત્તર : સાફસૂફી

12. બુધ્ધી – 
...................
ઉત્તર : બુદ્ધિ

36. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો :
1. ઘરની હાલત પ્રમાણે વ્યવહાર કરવાવાળી સ્ત્રી 
ઉત્તર : ઘરરખુ

2. સ્ત્રીનાં માબાપનું ઘર 
ઉત્તર : પિયર

3. જેમાંથી ચોખા નીકળે છે તે ધાન્ય 
ઉત્તર : ડાંગર

37. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
1. જતન, જીવ, ઝીણો, જરાક, જવાબદાર
ઉત્તર :
જતન, જરાક, જવાબદાર, જીવ, ઝીણો

2. દેશાવર, દીકરા, દિવસ, દાણા, દાબડી
ઉત્તર :
દાણા, દાબડી, દિવસ, દીકરા, દેશાવર

38. નીચેનાં વાક્યોના પ્રકાર ઓળખાવો :
1. પનપાલ શેઠ ગણતરીવાળા હતા.
ઉત્તર :
વિધાન વાક્ય

2. ડોસાય કેવા ઝીણા જીવના છે !
ઉત્તર :
પ્રશ્નાર્થ વાક્ય

3. દીકરા, તું કેમ કંઈ બોલતી નથી ?
ઉત્તર :
પ્રશ્નાર્થ વાક્ય

39. નીચેનાં વાક્યોમાં રેખાંકિત વિશેષણોના પ્રકાર લખો.
1. દીકરાઓની ચાર વહુઓ હતી.
ઉત્તર
: સંખ્યાવાચક વિશેષણ

2. એને મામુલી ચીજ ગણી ફેંકી ન દેવાય.
ઉત્તર :
ગુણવાચક વિશેષણ