1. ‘જીવરામ ભટ્ટ' એકમના લેખક કોણ છે?
ઉત્તર :
દલપતરામ

2. “જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો?'' આપેલ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
આ વાક્ય ગંગા બોલે છે.

3. જીવરામ ભટ્ટ પુસ્તક કયા સમયે લખી રહ્યા હતા?
ઉત્તર :
સાંજે

4. આપેલા શ્લોકનો ગુજરાતી અર્થ લખો :
નમંતિ ફલિનો વૃક્ષા, નમંતિ ગુણિનો જનાઃ
શુષ્કકાષ્ટં ચ મૂર્ખાશ્ચ, ન નમંતિ કદાચન્ ॥
ઉત્તર :
ફળવાળાં ઝાડ નમે કે ગુણવાન માણસ નમે; પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહિ.

5. આપેલ વાક્ય કોણ બોલે છે : “જો જો, ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે !'
ઉત્તર :
આ વાક્ય રંગલો બોલે છે.

6. જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે ?
ઉત્તર :
જીવરાજ ભટ્ટ કહે છે કે, તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી. માટે તે પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે.

7. કેવાં વૃક્ષ અને માણસ નમે છે ?
ઉત્તર :
ફળવાળાં વૃક્ષ અને ગુણવાન માણસ નમે છે.

8. ગંગા કેવો પ્રશ્ન પૂછે છે? જીવરામ તેનો શો ઉત્તર આપે છે?
ઉત્તર : ગંગા જીવરામ ભટ્ટને પૂછે છે કે, “આ કેટલાં આંગળા છે ? કહો જોઈએ.” જીવરામ ભટ્ટ તેનો ઉત્તર આપે છે : “કહીએ તો તમે શું આપશો ?”

9. ‘જીવરામને બીજો કાગળ આપ.' – આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે ?
ઉત્તર : જીવરામને બીજો કાગળ આપવા રઘુનાથ સોમનાથને કહે છે; કારણ કે, કાગળમાં તો ઝીણા અક્ષર છે. અને ઝીણા અક્ષ્રર નું બહાનું કાઢીને જીવરામ એને વાંચવાની ‘ના’ પાડે છે. જો કે જીવરામ રતાંધળા હોવાથી રાત્રે દેખી શકતા હતા.

10. જીવરામ ભટ્ટ કાગળ વાંચવાની ‘ના’ કેમ પાડે છે?
ઉત્તર :
જીવરામ ભટ્ટ કાગળ વાંચવાની ‘ના' કહે છે, કારણ કે સોમનાથના મતે જીવરામને વાંચવા આપેલો કાગળ આંધળા પણ વાંચી શકે તેવો છે અને જીવરામ ભટ્ટ કઈ આંધળા નથી.

11. સૌપ્રથમ ગંગા જીવરામને ચાર આંગળાં બતાવે છે. (સાચું કે ખોટું)
ઉત્તર :
ખોટું

12. "લાખેણી લાડી આપી છે.” આપેલ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
આ વાક્ય ગંગા બોલે છે.

13. જીવરામ ભટ્ટ ત્રણ આંગળાંને કેટલાં આંગળાં ગણાવે છે?
ઉત્તર :
પાંચ

14. ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે – એવું જીવરામે કહ્યું છતાં ખોટા કેમ ના પડ્યા?
ઉત્તર : ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એવું કહ્યું છતાં જીવરામ ખોટા ન પડ્યા. કારણ કે તે કહે છે કે મેં ત્રણ ઊભી દીઠી ને બે વાળેલી દીધી. તે બધી મળીને પાંચ દીઢી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછયું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે?

15. આપેલા દોહરાનો અર્થ સમજાવો :
અભિમાનીને અંતરે, ભાસે જો નિજ ભૂલ;
તો પણ તેની જીભથી, કદિ નહિ કરે કબૂલ.
ઉત્તર :
અભિમાની વ્યક્તિને જો પોતાની ભૂલ સમજાઈ જાય તો પણ તે ક્યારેય પોતાના માંથી (જીભથી-વાણીથી)તે સ્વીકારશે નહીં.

16. અભિમાની માણસ પોતાની ભૂલ પોતાની જીભે કદી કબૂલ કરતો નથી. (સાચું કે ખોટું)
ઉત્તર :
સાચું

17. સોમનાથ જીવરામને કેટલી આંગળીઓ બતાવે છે?
ઉત્તર :
પાંચ

18. સોમનાથે બતાવેલી આંગળીઓને જીવરામ કેટલી આંગળીઓ બતાવે છે ?
ઉત્તર :
સોમનાથે બતાવેલી આંગળીઓને જીવરામ ચાર આંગળીઓ બતાવે છે.

19. વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. (સાચું કે ખોટું)
ઉત્તર :
સાચું

20. ‘તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું?' આ વાક્ય કોણ બોલે છે, અને કોને કહે છે?
ઉત્તર :
આ વાક્ય જીવરામ બોલે છે અને રંગલાને કહે છે.

21. જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે?
ઉત્તર :
જીવરામ ભટ્ટ રંગલા સાથે સો રૂપિયાની હોડ કરવાનું કહે છે. તેઓ કહે છે, જો અમે જૂઠા ઠરીએ, તો તને આ સો રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી અમે સો રૂપિયા લઈએ.

22. રંગલો કોની-કોની સાથે હોડ કરવાની ના પાડે છે? શા માટે?
ઉત્તર :
રંગલો જાદુગર અને વાચાળ લોકોની સાથે હોડ કરવાની ના પાડે છે; કારણ કે તેમની પાસે ઘણી યુક્તિઓ હોય છે.

23. ‘અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી ...' આ વાક્ય કોણ કોને કહે છે?
ઉત્તર :
આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને સોમનાથને કહે છે.

24. કોની કોની સાથે હોડ કરવી નહીં ?
ઉત્તર :
જાદુગર, વાચાળ

25. ‘જીવરામ ભટ્ટ' નાટક ‘મિથ્યાભિમાન'નો એક અંશ છે. (સાચું કે ખોટું)
ઉત્તર :
સાચું

26. રંગલા દ્વારા બોલાયેલાં નીચે મુજબનાં વિધાનોનો અર્થ લખો :

(1) ‘દેખે છે એનો બાપ !”
ઉત્તર :
રંગલાનો કહેવાનો અર્થ છે કે જીવરામ ભટ્ટ જોઈ શકતા નથી.

(2) ‘કાગળ શું? પણ અત્યારે મોતી વીંધે છે તો !”
ઉત્તર :
રંગલો કટાક્ષમાં જીવરામ ભટ્ટના આંધળા હોવાની વાત કરે છે. તે કાગળો શું લખી શકે .

(3) ‘સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં.”
ઉત્તર :
મૂર્ખ કે અભિમાની માણસ ક્યારેય પોતાની ભૂલ ન સ્વીકારે.

(4) ‘જો જો, ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે !'
ઉત્તર :
આંધળો વ્યક્તિ કાગળ વાંચવાનો પ્રયત્ન કરે છે.

27. નીચેનાં વાક્યોનો અર્થ બદલાય નહીં તે રીતે પ્રશ્નાર્થવાક્ય બનાવીને લખો :
ઉદાહરણ :
તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈજ મહત્ત્વ નથી.
તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું?

(1) હવે બીજું કંઈ આપવા જેવું નથી.
ઉત્તર :
હવે બીજું શું આપવા જેવું છે?

(2) અમે પણ એ જ કહીએ છીએ.
ઉત્તર :
અમે તો બીજું શું કહીએ ?

(3) કહીએ તો તમે કંઈ નથી આપવાના.
ઉત્તર :
કહીએ તો તમે શું આપવાના છો ?

28. પાઠના આધારે જીવરામ ભટ્ટ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
જીવરામ ભટ્ટને ‘રતાંધળાપણું’ નામનો રોગ થયેલો હોય છે. રાત્રીના સમયે તે જોઈ શકતા નથી. છતાં પણ તે એવો દેખાવ કરે છે કે તેમને બધું જ દેખાય છે. તે પોતાની ખામીને છુપાવવાનો પ્રયત્ન કરે છે. તે હાજરજવાબી છે. તેમના દરેક જૂઠાણાનો તે અસરકારક રીતે જવાબ આપે છે. અને પોતાની ખામીને સ્વીકારતા નથી. પોતાના અભિમાનને પકડી રાખે છે.

29. પાઠના આધારે રંગલા વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
‘જીવરામ ભટ્ટ’ પાઠમાં રંગીલાનું પાત્ર આવેલું છે. તેનો સંવાદ મોટા ભાગે જીવરામ ભટ્ટ સાથે છે. રંગલો પાઠમાં હાસ્ય ઉત્પન્ન કરતા સંવાદો બોલે છે. તેના સંવાદમાં હાસ્ય સાથે જીવનની વાસ્તવિક્તા કટાક્ષ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. રંગલો જીવરામ ભટ્ટના અભિમાનને, તેમની ખામીઓને કટાક્ષ રૂપે રજૂ કરે છે, અને હકીકત જણાવવાનો પ્રયાસ કરે છે.

30. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લાખો :
(1) આંધળા = 
.......
ઉત્તર : 
સુરદાસ, અંધ

(2) કાગળ = .......
ઉત્તર : પત્ર

(3) ગરજ = .......
ઉત્તર : ખપ

(4) મુર્ખ = .......
ઉત્તર : મૂઢ

(5) ઝીણું = .......
ઉત્તર : નાનું

(6) દીવો = .......
ઉત્તર : દીપ

(7) શત = .......
ઉત્તર : સો

(8) હોડ = .......
ઉત્તર : શરત

(9) છળ = .......
ઉત્તર : કપટ

(10) વાચાળ = .......
ઉત્તર : બોલકું

(11) કબુલ = .......
ઉત્તર : માન્ય, મંજુર

(12) તદબીર= .......
ઉત્તર : યુક્તી

(13) શિરસ્તો = .......
ઉત્તર : પ્રથા

(14) ઘર = .......
ઉત્તર : ગૃહ

(15) પુસ્તક = .......
ઉત્તર : ચોપડી

31. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો
(1) હસવું ✖ .........
ઉત્તર :
રડવું

(2) સત્ય 
✖ ...........
ઉત્તર : અસત્ય

(3) સંકડાશ 
✖ ..........
ઉત્તર : મોકળાશ.

(4) વ્યવસ્થા 
✖ ..........
ઉત્તર : અવ્યવસ્થા

(5) જૂઠું 
..........
ઉત્તર : સાચું

(6) ઊભું 
✖ ..........
ઉત્તર : બેસેલું

32. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
(1) જિવરામ- 
..........
ઉત્તર : જીવરામ

(2) ગરઝ – 
..........
ઉત્તર : ગરજ

(3) જીણા – 
..........
ઉત્તર : ઝીણા

(4) સુકું – 
..........
ઉત્તર : સૂકું

(5) સંકળાસ - 
..........
ઉત્તર : સંકળાશ

(6) તથાપી – 
..........
ઉત્તર : તથાપિ

(7) જાદુઘર – 
..........
ઉત્તર : જાદુગર

(8) અગૂઠો – 
..........
ઉત્તર : અંગૂઠો

33. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો :
(1) જેનું મૂલ્ય ન આંકી શકાય તેવું 
ઉત્તર : અમૂલ્ય

(2) ખૂબ બોલ બોલ કરે તેવી વ્યક્તિ 
ઉત્તર : વાચાળ

(3) મંત્ર, તંત્ર કે હાથચાલાકીનું કામ કરનાર 
ઉત્તર : જાદુગર

34. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પડદો, આંધળો, કાગળ, પુસ્તક, આંગળી, અક્ષર
ઉત્તર :
અક્ષર, આંગળી, આંધળો, કાગળ, પડદો, પુસ્તક