2. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્યવ્યવસ્થાનું સ્વરૂપ ……………. શાસનવ્યવસ્થા જેવું હતું.
ઉત્તર : કબિલાઈ
3. કબિલાઈ શાસનવ્યવસ્થામાં વડાને શું કહેવામાં આવતો?
ઉત્તર : રાજન્ય
4. વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી?
ઉત્તર : વૈદિક કાળમાં સભા અને સિમિત જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી.
5. ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ કયા વિસ્તારમાં જુદાજુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ?
ઉત્તર : ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદાજુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ.
6. ‘જનપદ’ એટલે શું?
ઉત્તર : ‘જનપદ’ એટલે ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસના જુદા જુદા સમૂહોના માઘ્રસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન.
7. ‘જનપદ’ શબ્દ કથા અર્થમાં વપરાતો હતો?
ઉત્તર : રાજ્યના
8. જનપદ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : ઈ.સ. પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સભ્યોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, અને જનપદ કહેવામાં આવતાં, 'જનપદ' એટલે માણસના વસવાટેનું એક ક્ષેત્ર કે સ્થાન, જનપદ રાષ્ટ્ર રાજ્યના અર્થમાં વપરાતી, તેમાં ઋગ્વેદકાલીન કબિલાઈ સમાજવ્યવસ્થાથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્યવ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોનાં રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.
9. મહાજનપદ કેટલાં હતાં?
ઉત્તર : 16
10. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
ઉત્તર : બે
11. મહાજનપદોમાં કયા બે પ્રકારની શાસનવ્યવસ્થા હતી?
ઉત્તર : મહાજનપદોમાં આ બે પ્રકારની શાસનવ્યવસ્થા હતીઃ (1) રાજાશાહી (2) લોકશાહી.
12. 16 મહાજનપદોનાં નામ રાજધાની સહિત જણાવો :
ઉત્તર : સોળ મહાજનપદોનાં નામ રાજધાની સહિત નીચે મુજબ છે :
ક્રમ |
મહાજનપદ |
રાજધાની |
1 |
અંગ |
ચંપા |
2 |
વજિજ |
વૈશાલી |
3 |
મલ્લ |
કુશીનારા |
4 |
કાશી |
વારાણસી |
5 |
મગધ |
ગીરીવ્ર્જ (રાજગૃહ) |
6 |
કોસલ |
શ્રાવસ્તી, અયોધ્યા |
7 |
વત્સ |
કૌશાંબી |
8 |
ચેદિ |
સુક્તિમતી |
9 |
પાંચાલ |
અહિછત્ર, કામ્પિલ્ય |
10 |
સુરસેન |
મથુરા |
11 |
કુરુ |
ઇન્દ્રપ્રસ્થ |
12 |
અશ્મક |
પૌડ્ન્યા |
13 |
અવંતી |
ઉજ્જયિની |
14 |
મત્સ્ય |
વિરાટનગર |
15 |
ગાંધાર |
તક્ષશિલા |
16 |
કંબોજ |
લાજપુર |
ઉત્તર : મલ્લ
14. સૌથી વધુ મહાજનપદો હાલના કયા રાજ્યમાં હતાં? કયાં કયાં?
ઉત્તર : સૌથી વધુ મહાજનપદો હાલના ઉત્તરપ્રદેશમાં હતાં. મલ્લ, કાશી, કોસલ, વત્સ, પાંચાલ, સૂરસેન.
15. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?
ઉત્તર : કુરુનો
16. નર્મદા અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં કયું મહાજનપદ હતું?
ઉત્તર : ચેદિ
17. હાલના જયપુર પાસે કહ્યું મહજનપદ હતું?
ઉત્તર : મત્સ્ય
18. વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર કોને ગણવામાં આવે છે?
ઉત્તર : વર્તમાન સમયમાં દિલ્લી અને મેરઠની આસપાસનો પ્રદેશ કુરુ મહાજનપદનો સીમાવિસ્તાર ગણવામાં આવે છે.
19. ‘અંગુત્તરનિકાય' ગ્રંથ ............... ભાષામાં લખાયેલો છે.
ઉત્તર : પાલિ
20. મહાજનપદો ક્યા કાળમાં હતાં?
ઉત્તર : અનુવૈદિક
21. રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
ઉત્તર :
રાજાશાહી |
લોકશાહી |
(1) રાજાશાહી રાજયવ્યવસ્થામાં રાજા મુખ્ય હોઈ છે. |
(1) લોકશાહીમાં લોકો દ્વારા ચુંટાયેલ
પ્રતિનિધિઓ હોઈ છે, જેને ગણતંત્ર પણ કહે છે. |
(2) રાજાનું પદ વંશપરંપરાગત હોઈ છે. |
(2) જે – તે પ્રદેશની પ્રજા
પોતાના પ્રતિનિધિ ચુંટે છે. |
(3) વૈદિક કાળના રાજાશાહી રાજ્યો : મગધ, કોસલ, વત્સ, અવંતિ વગેરે. |
(3) વૈદિક કાળનાં ગણતંત્ર
રાજ્યો : વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા, કુશીનારા વગેરે. |
22. સત્તા માટે કર્યાં ક્યાં રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી?
ઉત્તર : સત્તા માટે મગધ, કોસલ, વત્સ અને અતિ આ રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી.
23. નીચેનામાંથી કયું રાજ્ય રાજ્યતંત્ર વ્યવસ્થા ધરાવતું ન હતું?
ઉત્તર : કાશી
24. રાજાશાહી રાજ્યતંત્રોમાં ............. સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
ઉત્તર : મગધ
25. મગધમાં કયા મજબૂત વંશે શાસન કર્યું હતું?
ઉત્તર : હર્યક, નાગ, નંદ
26. મને ઓળખો : હું હર્ષક વંશનો સ્થાપક રાજા છું.
ઉત્તર : બિંબિસાર
27. કોના સમયમાં પાટિલપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?
ઉત્તર : અજાતશત્રુનાં
28. મગધની રાજધાની ............. હતી.
ઉત્તર : રાજગૃહ
29. મગધ કઈ કઈ નદીઓના કિનારે આવેલું હતું?
ઉત્તર : ગંગા અને શોણ
30. બિબિસાર પછી તેનો પુત્ર................શાસન પર આવ્યો.
ઉત્તર : અજાતશત્રુ
31. અજાતશત્રુએ ................. ને પોતાની રાજધાની બનાવી હતી.
ઉત્તર : પાટલીપુત્ર
32. અજાતશત્રુએ કેવી રીતે પોતાનો રાજ્યવિસ્તાર કર્યો હતો?
ઉત્તર : અજાતશત્રુએ વિજ્જિસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવીને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.
33. હર્ષક વંશ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : હર્ષક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની રાજગૃહ (ગિરિવજ) હતી, જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલી હતી. બિબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલિપુત્ર (પટના)ને રાજધાની બનાવી. તેણે વિજ્જસંધ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.
ઉત્તર : પાટલીપુત્ર
32. અજાતશત્રુએ કેવી રીતે પોતાનો રાજ્યવિસ્તાર કર્યો હતો?
ઉત્તર : અજાતશત્રુએ વિજ્જિસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવીને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.
33. હર્ષક વંશ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : હર્ષક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની રાજગૃહ (ગિરિવજ) હતી, જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલી હતી. બિબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલિપુત્ર (પટના)ને રાજધાની બનાવી. તેણે વિજ્જસંધ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.
0 Comments