ઉત્તર : નાગ વંશ
35. નંદ વંશના સ્થાપકનું નામ જણાવો.
ઉત્તર : મહાપદ્મનંદ
36. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
ઉત્તર : મહાપદ્મનંદે
37. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ................ સૌથી શક્તિશાળી વંશ હતો.
ઉત્તર : નંદ વંશ
38. સિકંદરના ભારત પર આક્રમણ સમયે મગધમાં કોનું શાસન હતું?
ઉત્તર : ધનનંદ
39. ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.
ઉત્તર : ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જેને પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસન પદ્ધતિ વિશેષતા ગણી શકાય.
40. ગણરાજ્ય એટલે શું?
ઉત્તર : એક કરતાં વધારે સભ્યસંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજય.
41. લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાના રાજ્યને ................ કહેવામાં આવતું.
ઉત્તર : ગણરાજ્ય
42. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું.
ઉત્તર : વૈશાલી
43. ગણરાજ્યોનાં નામ જણાવો.
ઉત્તર : વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓનાં ગણરાજ્યો હતાં.
44. ટૂંક નોંધ લખો : ગણરાજ્ય
ઉત્તર : ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એકથી વધુ સભ્યોની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય તે સમયે એવાં પણ ગણરાજ્યો હતાં જેમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતા. વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે તે સમયના પ્રજાઓનાં ગણરાજ્યો હતાં. વળી તે વ્યવસ્થામાં દરેક સભ્યને રાજા જેવો દરરજો આપવામાં આવતાં.
45. વજિજસંઘ નામનું સંઘરાજ્ય કોણે સ્થાપ્યુ હતું?
ઉત્તર : લિચ્છવી, વજ્જિ, શાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા વજિજસંઘ નામનું સંધરાજ્ય સ્થાપ્યું હતું.
46. વજિજસંઘ મુખ્ય સ્થાન .................. પાટનગર વૈશાલી હતું.
ઉત્તર : લીચ્છવીઓનું
47. ગણસભાના સભાસ્થળનું શું નામ હતુ?
ઉત્તર : સંથાગાર
48. ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે કોની પસંદગી થતી?
ઉત્તર : યુવાનો અને વૃદ્ધો
49. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?
ઉત્તર : સભ્યો પાસે
50. ગણરાજ્યની સભામાં કેવા પ્રશ્નો પર ચર્ચા થતી?
ઉત્તર : ગણરાજ્યની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણય લેવાતા.
51. ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી?
ઉત્તર : કાર્યવાહક
52. ટૂંક નોંધ લખો : વૈશાલી વિજ્જ રાજ્ય
ઉત્તર : લિચ્છવી, વજ્જિ, સાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ રાજસત્તાક રાજ્યોથી રક્ષણ મેળવવા એક સંઘરાજ્ય સ્થાપ્યું જે વજ્જિસંઘ નામે ઓળખાયું. તેનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હોવાથી તે વૈશાલીના વિજ્જસંઘનું ગણરાજ્ય કહેવાયું. આ ગણરાજ્યના રાજ્યવહીવટનું સંચાલન સભા દ્વારા થતું. સભાના તમામ સભ્યો પાસે રાજ્યની બધી સત્તા રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધાં કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતાં. સભા ભરાતી તે જગ્યા સંથાગાર કે નગરભવન તરીકે ઓળખાતી.
ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી. તે સભ્યોમાંથી પ્રમુખ પસંદ કરવામાં આવતા. સભાનો પ્રત્યેક સભ્ય રાજા ગણાતો. સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણયો લેવાતા. સભ્ય નિયત થયેલ સમય સુધી જ સભ્યપદ ભોગવતા. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી.
53. ગણરાજ્ય સમયમાં લોકો ................. માંથી બનાવેલાં વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા.
ઉત્તર : માટી
54. ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા?
ઉત્તર : ગણરાજ્યના લોકો ધઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા.
55. ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.
ઉત્તર : ગણરાજ્યોના લોકો સાદાં ઘરોમાં રહેતા અને પશુપાલનની પ્રવૃત્તિ કરતા. તેઓ ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ જેવા પાકો ઉગાડતા. તેઓ માટીનાં વાસણોનો ઉપયોગ વધુ કરતા હતા. તેમનાં માટીનાં કેટલાંક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગનાં હતાં.
56. ગણરાજ્ય સમયનાં ભૂખરા રંગનાં ચિત્રિત વાસણોને ................. કહે છે.
ઉત્તર : ઘૂસરપાત્ર
57. ગણરાજ્ય સમયની રાજ્યવ્યવસ્થા વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : ગણરાજ્ય સમયે શાસક પોતાના રાજ્યના રક્ષણ માટે રાજધાનીની આસપાસ મજબૂત અને ઊંચા કિલ્લાઓ બંધાવતો. આ કિલ્લા ઈંટો અને પથ્થરના બનાવાતા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દીવાલો તૈયાર કરાવતા. કિલ્લો અને દીવાલ બનાવવા લોકો પાસેથી કર લેવાતો. આ કર જુદા જુદા લોકો જુદી જુદી રીતે ભરતા હતા. ખેડૂતો પાકનો છઠ્ઠો ભાગ રાજકોપમાં આપતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. જ્યારે વેપારીઓ ખરીદ-વેચાણ પર કર આપતા હતા.
58. મહાજનપદો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતાં?
ઉત્તર : મહાજનપદો પોતાનો રાજ્યવિસ્તાર વધારવા માટે અવારનવાર એકબીજા સાથે યુદ્ધ કરતાં રહેતાં જેથી પ્રજાની સુરક્ષા જોખમાતી હતી. તેથી તેઓ પોતાના રાજ્યની સુરક્ષા માટે મજબૂત અને ઊંચા કિલ્લા બંધાવતા. આ કિલ્લાઓથી રાજ્યનું, પ્રજાનું અને રાજ્યની સંપત્તિનું સંરક્ષણ થતું.
59. ગણરાજ્યમાં કારીગર વર્ગ ............. માસમાં એક દિવસ રાજ્યનું કામ કરી આપતો.
ઉત્તર : એક
60. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?
ઉત્તર : પશુઓ
61. મહાજનપદોના સમયગાળામાં .............. નાં ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો.
ઉત્તર : લોખંડ
62. ગણરાજ્યમાં વેપારીઓ શેના પર કર ભરતા?
ઉત્તર : ગણરાજ્યમાં વેપારીઓ સામાનના ખરીદ-વેચાણ પર કર ભરતા.
63. અલાહાબાદના કિલ્લાની દીવાલ શાની બનેલી છે?
ઉત્તર : અલાહાબાદના કિલ્લાની દીવાલ ઈંટોની બનેલી છે.
64. અલાહાબાદથી મળેલી ઈંટની દીવાલ આશરે ................ વર્ષ પહેલાની ગણાય છે.
ઉત્તર : 2500
65. ‘A’ વિભાગમાં આપેલાં રાજ્યોનાં નામ સામે ‘B’ વિભાગમાં આપેલાં રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો :
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મગધ | (A) કોંશાંબી |
(2) ગાંધાર | (B) ઉજ્જયિની |
(3) વત્સ | (C) રાજગૃહ |
(4) અવંતિ | (D) તક્ષશિલા |
જવાબ |
(1) – (C) |
(2) – (D) |
(3) – (A) |
(4) – (B) |
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મત્સ્ય | (A) માળવાનો પ્રદેશ |
(2) વજિજ | (B) બરેલી આસપાસનો પ્રદેશ |
(3) પાંચાલ | (C) જયપુર પાસેનો પ્રદેશ |
(4) અવંતિ | (D) ઉત્તર બિહાર |
જવાબ |
(1) – (C) |
(2) – (D) |
(3) – (A) |
(4) – (B) |
0 Comments