1. સજીવો પોતાનું જીવન ટકાવવા શાનો શાનો ઉપયોગ કરે છે ?
જવાબ:- સજીવ પોતાનું જીવન ટકાવવા હવા(ઑક્સિજન), ખોરાક અને પાણી નો ઉપયોગ કરે છે.

2. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો.
જવાબ:-
વનસ્પતિ અને પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા હવા, ખોરાક અને પાણી નો ઉપયોગ કરે છે. સજીવોનાં શરીરમાં ઑક્સિજન દરેક કોષો સુધી પહોંચવો જોઇએ અને કાર્બન ડાયોક્સાઇડ કોષોમાંથી બહાર મુક્ત કરવો જરૂરી છે. જુદી જુદી જૈવિક ક્રિયાઓ દરમ્યાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ દ્રવ્યો, બિનજરૂરી ઘટકો, હાનિકારક પદાર્થોનું વહન કરી તેમનો નિકાલ કરવા જરૂરી છે. ઉત્સેચકો, અંતઃસ્ત્રાવોને તેમના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવા વહન જરૂરી છે. આમ, રુધિરનું વહન, ખોરાકનું વહન વગેરે આવશ્યક બાબતો છે.

3. પરિવહનતંત્ર એટલે શું?

જવાબ:- હૃદય, ધમની, શિરા અને રુધિરકેશીકાઓથી થી રચાતાં રુધિરના અભિસરણ માટેના તંત્રને પરિવહનતંત્ર કહે છે. જેના દ્વારા પોષક દ્રવ્યો, O2-CO2 જેવા વાયુઓ, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગદ્રવ્યોનું વહન થાય છે.

4. મનુષ્યના પરિવહનતંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
જવાબ:-
મનુષ્યના પરિવહન તંત્રમાં હૃદય તેમજ ધમની અને શિરા જેવી રુધિરવાહિનીઓ સમાવેશ થાય છે.

5. ટૂંકનોંધ લખો : રુધિર
જવાબ:-
રુધિરવાહિનીઓમાં વહેતું પ્રવાહી એટલે રુધિર. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરાવે છે. તે ફેફસાંમાંથી ઑક્સિજનને શરીરના કોષો સુધી લઇ જાય છે. શરીરના ઉત્સર્ગ દ્રવ્યો ને ઉત્સર્ગતંત્રના અવયવો તરફ લઈ જઈ નિકાલ કરવામાં મદદરૂપ છે. રુધિરના રક્તકણોમાં રહેલું હિમોગ્લોબીન O2 - CO2 જેવા વાયુઓના વહનનું કાર્ય કરે છે. આ ઉપરાંત રુધિરમાં આવેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતાં હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. રુધિરમાં રહેલા ત્રાકકણો વહી જતાં રુધિરને ગાઠવી ને રુધિર અને વહી જતાં રુધિરને ગંઠાવીને રુધિરને વહી જતું અટકાવે છે. શીરા અને ધમની માં રુધિર વહન પામે છે.

6. રુધિર દ્વારા ખોરાકના પાચિત ઘટકોનું વહન ક્યાંથી ક્યાં થાય છે?
A. હદયથી અંગો તરફ
B. મોટા આંતરડા થી કોષો તરફ
C. નાના આંતરડાથી વિવિધ ભાગો તરફ    
D. હદયથી ફેફસાં તરફ

7. રુધિરનું પરિવહન સાથે સંકળાયેલાં અંગો ક્યાં છે?
A. મગજ
B. હદય
C. રુધિરવાહિની
D. B અને C    


8. ફેફસાં માં આવેલા કયા ઘટકોનું વાહન રુધિર દ્વારા શરીરના કોષો સુધી થાય છે?
A. પાણી
B. ઉત્સર્ગ દ્રવ્યો
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. ઑક્સિજન     

9. રુધિરના પ્રવાહી ભાગને_____ કહે છે.
જવાબ:-
રુધિરરસ

10. સમજૂતી આપો : રક્તકણ
જવાબ:-
રુધિરમાં રહેલા રક્તકણો એક પ્રકારના રુધિર કોષો જ છે. જે લાલ રંજકકણ હિમોગ્લોબીન ધરાવે છે. હિમોગ્લોબીન ઓક્સિજન સાથે સંયોજાઇ તેને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે.

11. હિમોગ્લોબીન એ___ માં હાજર હોય છે.
જવાબ:-
રક્તકણ

12. હિમોગ્લોબિન કયા પદાર્થ સાથે જોડાય છે?
A. ઑક્સિજન    

B. પાણી
C. ત્રાકકણ
D. રુધિરરસ

13. રુધિરનો લાલ રંગ__ ની હાજરી ને લીધે હોય છે.
જવાબ:-
હિમોગ્લોબિન

14. શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે__ લડે છે.
જવાબ:-
શ્વેતકણો

15. ત્રાકકણો રુધિરનાં____ ની ક્રિયા સાથે સંકળાયેલં છે.
જવાબ:-
ગંઠાવાની

16. કારણ આપો : નાનકડા ઘામાંથી વહેતું રુધિર થોડીવારમાં બંધ થઈ જાય છે.
જવાબ:-
રુધિરરસમાં ત્રાકકણો રુધિરના ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. ઘામાંથી વહી જતું રુધિર હવાના સંપર્કમાં આવતા ત્રાકકણો રસાયણિક ક્રિયા દ્વારા તંતુમય રચના બનાવે છે. આ રચનામાંથી રુધિરકોષો અને ક્ણો પસાર થઈ શકતા નથી. તેથી રુધિર વહેતુ બંધ થઈ જાય છે.

17. રુધિરનાં કાર્યો જણાવો.
જવાબ:-
1. પાચિત ખોરાકના પોષક દ્રવ્યો, ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે છે.
          2. શ્વેતકણો રોગના જંતુઓનો નાશ કરી રક્ષણ આપે છે.
          3. ત્રાકકણો વહી જતાં રૂધિરને ગંઠાવી રૂધિરને વહી જતું અટકાવે છે.
          4. શરીરનું તાપમાન જાળવે છે.

18. રુધિરમાં ભળેલો કાર્બન ડાયૉક્સાઇડ કયા અંગ દ્વારા દૂર થાય છે?
જવાબ:-
રુધિરમાં ભળેલો કાર્બન ડાયૉક્સાઇડ ફેફસાં દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે.

19. રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો. 
જવાબ:- રુધિરવાહિનીઓ: ધમની, શિરા અને કેશિકાઓ.

20. ધમની વિશે ટૂંકમાં જણાવો.
જવાબ:-
ધમની હ્યદયમાંથી ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણવાળો હોય છે, માટે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં રુધિર વહેવાના કારણે નાડી- ધબકારા સર્જાય છે.

21. ધમનીની દીવાલ પાતળી હોય છે.(√ કે ×) 
જવાબ:- ×

22. શિરામાં રુધિર વહેવાના કારણે નાડી- ધબકારા થાય છે.(√ કે ×)
જવાબ:-
×

23. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી -ધબકારાનો દર 72 થી 80 જેટલો હોય છે. (√ કે ×)
જવાબ:-


24. શિરા વિશે ટૂંકમાં માહિતી આપો:
જવાબ:-
શીરામાં કાર્બન ડાયૉક્સાઇડ યુક્ત રુધિર વહે છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયમાં પહોંચાડે છે. શિરાની દીવાલ પાતળી હોય છે. તેમાં વાલ્વ આવેલા હોય છે. જેથી રુધિરનું વહન માત્ર હૃદય તરફ જ થાય.

25.શિરા રુધિરને માત્ર હૃદય તરફ તરફની દિશામાં જવા દે છે.(√ કે ×)
જવાબ:-


26. શિરામાં વહેતા રુધિરમાં__ હોય છે. 
જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

27.શિરાની દીવાલ__ હોય છે અને શિરામાં__ આવેલાં હોય છે.
જવાબ:-
પાતળી , વાલ્વ

28.ફુપ્ફુસીય ધમની કેવા રુધિરનું વહન ક્યા અંગ તરફ કરે છે?
જવાબ:-
ફુપ્ફુસીય ધમની હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફેફસાં સુધી પહોંચાડે છે.

29. તફાવત આપો:- ધમની અને શિરા

ધમની

શિરા

(1) હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરે છે.

(1). શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે.

(2) રુધિર ઊંચા દબાણ સાથે વહે છે. શરીરની મોટી ધમનીઓમાં નાડી- ધબકારા અનુભવી શકાય છે.

(2) રુધિર શાંત પ્રવાહે એકધારુ વહે છે.

(3) તેમાં વાલ્વ હોતાં નથી.

(3) તેમાં વાલ્વ હોય છે.

(4) દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.

(4) દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે.


30. એક શબ્દમાં જવાબ આપો:
(1) હૃદયમાંથી ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ કોણ લઈ જાય છે?
જવાબ:-
ધમની

(2) ધમનીમાં રુધિરના વહેવાના કારણે થતું હલન-ચલન એટલે
જવાબ:-
નાડી ધબકાર

(3)જાડી અને સ્થિતિસ્થાપક દિવાલ ધરાવનાર રુધિરવાહીની:
જવાબ:-
ધમની

(4) પાતળી દીવાલ અને વાલ્વ ધરાવનાર રુધિરવાહીની
જવાબ:-
શિરા

(5) હૃદય અને રુધિરવાહિનીઓ ભેગાં મળી બનાવેલા તંત્રનું નામ
જવાબ:-
રુધિરાભિસરણ તંત્ર/ પરિવહન તંત્ર

31. ફુપ્ફુસીય શિરામાં કેવા પ્રકારનું રુધિર વહે છે?
જવાબ:-
ફુપ્ફુસીય શિરામાં ઑક્સિજનયુક્ત રુધિર વહે છે.

32. ફુપ્ફુસીય શિરા રુધિરને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે ?
જવાબ:- ફુપ્ફુસીય શિરા રુધિરને ફેફસામાંથી હૃદય પહોંચાડે છે, જે ઑક્સિજનવાળું હોય છે.

33. કેશિકાઓ એટલે શું?તેમનાં જોડાણથી શાની રચના થાય છે?
જવાબ:-
ધમનીઓ અંગમાં પ્રવેશી નાની નાની વાહિકાઓમાં વિભાજીત થાય છે. તેઓ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને કેશિકાઓ કહે છે. આ કોશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જેના દ્વારા રુધિર હૃદય પહોંચે છે.

34. હૃદય એ સતત ___તરીકે કાર્ય કરતું અંગ છે.
જવાબ:-
ધબકતા પમ્પ

35. હૃદયના સ્થાન અને કદ વિશે જણાવો. 
જવાબ:- હદય એ ઉરસગુહામાં આવેલું, નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ વળેલું,નમેલું હોય છે. આંગળીઓ અંદર તરફ વાળીને મુઠ્ઠી બનાવીએ, તો તેના કદ જેટલું
હૃદયનું કદ હોય છે.

36. હૃદય કુલ કેટલા ખંડ ધરાવે છે? કયા કયા ?
જવાબ:-
હૃદય કુલ ચાર ખંડ ધરાવે છે:(1) જમણું કર્ણક (2)જમણું ક્ષેપક (3)ડાબુ કર્ણક (4)ડાબું ક્ષેપક

37. કારણ આપો: હૃદય ચાર ખંડનું બનેલું હોય છે.
જવાબ:- હૃદયમાં અંગો તરફથી શિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર આવે છે, જ્યારે ધમની દ્વારા ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જો હૃદય સળંગ હોય એટલે કે તેમાં ખંડ ન હોય તો શુદ્ધ અને અશુદ્ધ રુધિર મિશ્ર થાય, જે યોગ્ય નથી. ચાર ખંડોમાં શુદ્ધ રુધિર અને અશુદ્ધિ
રુધિર પરિવહન શક્ય બને છે.

38. હૃદયનાઉપરના બે ખંડો__ તરીકે અને નીચેના બે ખંડો__ તરીકે ઓળખાય છે. 
જવાબ:- કર્ણક, ક્ષેપક

39. કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં નાના હોય છે. (√ કે ×)
જવાબ:-
×

40.કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે .(√ કે ×)
જવાબ:-
×

41. હૃદયની આંતરિક રચના જણાવો.
જવાબ:-
હૃદયની વચ્ચે સ્નાયુઓનો એક ઊભો પડતો હોય છે. જે હૃદયને ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેંચે છે બંને ભાગોમાં એક એક આડો પડદો હોય છે, જે તેને ચાર ભાગમાં વહેંચે છે ઉપલા બે ખંડોને કર્ણકો અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે. બંને કર્ણકો બંને તરફના ક્ષેપકોમાં વાલ્વ દ્વારા ખુલે છે.

42. હૃદય કેવી રીતે કાર્ય કરે છે, તે સમજાવો. 
જવાબ:-(A)શરીરના વિવિધ ભાગોમાંથી CO2 યુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાંથી આવતું ઑક્સિજનયુક્ત રુધિર ફુપ્ફુસીય મારફતે ડાબા કર્ણકમાં આવે છે. બંને કર્ણકોનું સંકોચન થતાં જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.       
          (B) હવે બંને ક્ષેપકોનું સંકોચન થતાં જમણાં ક્ષેપકમાંનું CO2 યુક્ત રુધિર ફુપ્ફુસીય દ્વારા ફેફસાંમાં પહોંચે છે. જ્યારે ડાબા ક્ષેપકમાંથી ઑક્સિજન યુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
આમ, હૃદયમાં લયબદ્ધ સંકોચન અને શિથિલન દ્વારા રુધિરના વહનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.

43. હૃદયનું મુખ્ય કાર્ય લખો.
જવાબ:-
હૃદય સતત ધબકતું રહીને એટલે કે લયબદ્ધ સંકોચન અને શિથિલન પામીને રુધિર અને તેમાં રહેલાં દ્રવ્યોનું વિવિધ અંગો સુધી વહન કરવાનું કાર્ય કરે છે.

44. હૃદયના ખંડોની દીવાલ__ ની બનેલી છે.
જવાબ:-
સ્નાયુઓ

45. હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ__ કહેવાય છે.
જવાબ:-
હૃદયના ધબકારા