1. સંસાધન એટલે શું ?
ઉત્તર:-
પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો અને કુદરતી સંસાધન કહે છે. પૃથ્વી પરથી મળતા હવા, જળ, જમીન વનસ્પતિ અને ખનિજો વગેરે કુદરતી સંસાધનો છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે સંસાધનોને કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે .ઘણા સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. આ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તક્નીકોનો ઉપયોગ કરવો જોઈએ.

2. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો એ કુદરતી સંસાધનો છે.(√ કે ×)

ઉત્તર:-

3.કુદરતી સંસાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર:-
ખેતીથી શરૂ કરી પરિવહન પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. આ ઉપરાંત કુદરતી સંસાધનો ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઊર્જા તરીકે પણ ઉપયોગી છે.

4. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે ?
(A)બે         

(B)ત્રણ
(C)ચાર
(D) પાંચ

5.સંસાધનોને __અને __એમ બે જૂથોમાં વહેંચવામાં આવે છે.
ઉત્તર:-
કુદરતી, માનવનિર્મિત

6.જૈવિક અને અજૈવિક એ માનવનિર્મિત સંસાધનના પ્રકાર છે.(√ કે ×)
ઉત્તર:-


7. કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:-
ભૂમિ, જળ,ખનીજો, જંગલો પ્રાણીઓ વનસ્પતિઓ,હવા વગેરેનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે.

8. કુદરતી સંસાધનો ના પ્રકાર જણાવી તેમનાં ઉદાહરણ આપો.
ઉત્તર:-
કુદરતી સંસાધનોના બે પ્રકાર છે.(1) જૈવિક સંસાધન (2)અજૈવિક સંસાધન. જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધન જ્યારે ભૂમિ, હવા,જળ, ખનીજ વગેરે અજૈવિક સંસાધનો છે.

9. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો ,ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ____ સંસાધનો છે.
ઉત્તર:-
માનવનિર્મિત

10.માનવસંસાધનમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?
ઉત્તર:-
માનવસંસાધનમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય ,સ્વાસ્થ્ય અને અન્ય ગુણો નો સમાવેશ થાય છે.

11. કુદરતી સંસાધન વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી નથી?(√ કે ×)
ઉત્તર:-
×

12. વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે.(√ કે ×)
ઉત્તર:-


13. કારણ આપો :સંસાધનોનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે.
ઉત્તર:-
કારણ કે ,કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે તક્નીકી ક્ષેત્રે થયેલા વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આથી, ખૂટી જાય તેવા સંશોધનો ભવિષ્યની પેઢી માટે બચશે જ નહી, આથી ભવિષ્યની પેઢીને આ રીતે વપરાતાં સંસાધનોની માઠી અસર ભોગવવી પડશે. આથી જ અત્યાર ની વસ્તી અને આવનારી પેઢીને સારા જીવન માટે પણ સંસાધનોનું સંરક્ષણ કરવો અનિવાર્ય છે.

14. સંસાધનોનું સંરક્ષણ કોને કહે છે?

ઉત્તર :-કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની માટેના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે.

15. નવીનીકરણીય સંસાધન એટલે શું ?
ઉત્તર:-
જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. દા.ત. સૂર્યપ્રકાશ, જંગલો.

16. નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે ?
(A)પેટ્રોલિયમ
(B)સૂર્યપ્રકાશ √
(C)ખનીજો
(D)કુદરતી વાયુ

17.શબ્દસમજૂતી: અનવીનીકરણીય સંસાધન 
ઉત્તર:- જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઇ શકાતા નથી કે બનાવી શકાતાં નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. દા.ત. પેટ્રોલિયમ, ખનીજ કોલસો, કુદરતી વાયુ.

18. નીચેનામાંથી કયું સાધન અનવીનીકરણીય નથી?
(A) પેટ્રોલિયમ
(B)ખનીજ કોલસો
(C)કુદરતી વાયુ
(D)જંગલો √

19.સંસાધનના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી ?
(A)જંગલ- સંસાધન
(B)જળ -સંસાધન
(C) પ્રાણી -સંસાધન
(D)રેલવે -સંસાધન √

20.માનવી સ્વયં એક સંસાધન છે.(√ કે ×) 
ઉત્તર:-

21. ખડકોના નાના- મોટા ટુકડા ,કાંકરા ,માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે?
ઉત્તર:- ખડકોના નાના- મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ 'રેગોલીથ' નામે ઓળખાય છે.

22. રેગોલીથ અજૈવિક છે.(√ કે ×)
ઉત્તર :-


23.___માં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતાં 'જમીન' બને છે.
ઉત્તર:-
રેગોલીથ

24.ભારતીય કૃષિ સંશોધન પરિષદ(ICAR) દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?
(A)8 √

(B)4
(C)9
(D)3

25.ભારતીય કૃષિ સંશોધન પરિષદ(ICAR) એ ભારતની જમીન ને કયા કયા પ્રકાર માં વહેંચી છે?
ઉત્તર :-
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ ભારતની જમીનના 8 પ્રકારમાં વહેંચી છે.(1) કાંપની જમીન (2)રાતી અથવા લાલ જમીન (3)કાળી જમીન (4)લેટેરાઈટ જમીન (5)રણની જમીન(6) પર્વતીય જમીન (7)જંગલ પ્રકારની જમીન(8) દલદલ પ્રકારની જમીન .

26.ટૂંકનોંધ લખો :ભૂમિ- સંસાધન
ઉત્તર:-
સામાન્ય રીતે ભૂ- સપાટીના જે ઉપલા પડમાં વનસ્પતિ ઊગે છે તેને આપણે જમીન તરીકે ઓળખે છીએ. આ જમીન પૃથ્વીના પોપડા પરના અનેક કણોથી બનેલું એક પાતળું પડ છે. ભૂમિ પર ખડકોના નાના -મોટા ટુકડા, કાંકરા માટીની રજ કે જે અજૈવિક પદાર્થો છે, તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતાં જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે.
ભા૨તીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવે છે: (1) કાંપની જમીન, (2)રાતી અથવા લાલ જમીન, (3) કાળી જમીન, (4) લેટેરાઇટ જમીન, (૫) રણ પ્રકારની જમીન, (6)પર્વતીય જમીન, (7) જંગલ પ્રકારની જમીન, (8) દલદલ પ્રકારની જમીન.
ગતિશીલ પાણી કે હવા દ્વારા જમીનનું ધોવાણ થાય છે, જેનાથી ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આમ થતું અટકાવવા પડતર જમીનમાં વૃક્ષો ઉછેરવાં જોઈએ. ઢોળાવવાળી જમીન પર પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, તેમજ નદીઓ પર આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચઢાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જો ઈએ. જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમ કરવાથી ભૂમિસંરક્ષણ કરી શકાશે.

27. જમીનનું ધોવાણ ભરાયેલા પાણી દ્વારા થાય છે. (√ કે X)
ઉત્તર :
×

28.જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું એટલે___
ઉત્તર:- જમીનનું ધોવાણ

29.નીચેનામાંથી ક્યું કાર્ય કરવાથી જમીનનું ધોવાણ અટકતું નથી ?
(A) વૃક્ષારોપણ કરવું
(B) આડબંધો બાંધવા
(C) જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ વધારવી √
(D) પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી.

30.કઈ જમીનમાં પગથિયાં પદ્ધતિથી ખેતી થઈ શકે છે ?
(A) ઢોળાવવાળી જમીનમાં √

(B) લાલ જમીનમાં
(C)રણની જમીનમાં
(D) દલદલવાળી જમીનમાં

31.જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે ?
ઉત્તર:-
જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો આ પ્રમાણે છે : પડતર જમીનમાં વૃક્ષોનું જાને હવે વાવેતર કરવું જોઈએ .ઢોળાવવાળી જમીનોમાં પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધો બાંધવા જોઈએ. જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. નદીનાં કોતરો, પહાડો અને ખેતરની ફરતે વૃક્ષારોપણ કરવું જોઈએ.

32. ભૂમિ- સંરક્ષણ એટલે શું ?
ઉત્તર:-
ભૂમિ- સંરક્ષણ એટલે જમીન ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી.

33. ભૂમિ- સંરક્ષણ સંદર્ભમાં કયા વિધાનો સાચા છે :
(1)રણ નજીક વૃક્ષોની હારમાળા ઉગાડવી.
(2)જમીનમાં પુનઃસેન્દ્રિય પદાર્થ ઉમેરવા.
(3) ખેતી ઓછી કરવી.
(4) નદીના કોતરમાંથી વૃક્ષો ઓછાં કરવાં.
(A)માત્ર (1),(4) સાચાં છે.
(B)માત્ર(2),(4) સાચાં છે.
(C)માત્ર(3),(4) સાચાં છે.
(D)માત્ર(1),(2) સાચાં છે. √

34. પૃથ્વી પરથી પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે__ ટકા જેટલું છે.
ઉત્તર:-
3

35. પૃથ્વીનો___ ભાગ જળવિસ્તાર ધરાવે છે.
ઉત્તર:-
ત્રીજો