1. પર્વતારોહણની પ્રવૃત્તિ કરનારને ................ કહે છે.
ઉત્તર :
પર્વતારોહક

2. પર્વતારોહણ એટલે શું?
ઉત્તર :
પર્વતારોહણ એ પર્વત પર ચઢવાની પ્રવૃત્તિ છે. જેમાં ચાલવું, ચઢવું, નદી પાર કરવી, લસરવું વગેરે પ્રવૃત્તિઓ હોય છે.

3. પર્વતારોહણમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી?
ઉત્તર :
પાણી ખેંચવાની

4. પર્વતારોહણની પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિમાં કયા કયા ગુણો હોવા જોઈએ?
ઉત્તર :
જે વ્યક્તિને જોખમો ઊઠાવવાં ગમતાં હોય, નીડર હોય, ઊંચાઈનો ડર ન હોય, તાપ-ઠંડી, વરસાદ વગેરે કુદરતી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત હોય, કંઈક નવું કરવાની હિંમત ધરાવતો હોય આવા ગુણવાળો વ્યક્તિ પર્વતારોહણ જેવી પ્રવૃત્તિ કરી શકે.

5. પર્વતારોહણ એક ……………….. પ્રવૃત્તિ છે.
ઉત્તર :
સાહસિક

6. બચેન્દ્રી પાલ એ ............... છે.
ઉત્તર :
પર્વતારોહક

7. ભારતના કયા પર્વત પર પર્વતારોહણ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
ઉત્તર : હિમાલય, અરવલ્લી, વિંધ્યાચલ

8. પહાડ પર ચઢવાના રસ્તા કેવા હોય છે?
ઉત્તર :
પહાડ પર ચઢવા માટે રસ્તાઓ સાંકડા, ખરબચડા, વાંકાચૂંકા તેમજ સીધા ચઢાણવાળા હોઈ છે.

9. પર્વતારોહણમાં એક દિવસમાં ………….. કિમી જેટલું ચાલવું પણ પડે છે.
ઉત્તર :
26

10. સંગીતા મેડમની સાહસિક પ્રવૃત્તિઓના માર્ગદર્શક કોણ હતા?
ઉત્તર :
બ્રિગેડિયર જ્ઞાનસિંઘ

11. સંગીત અરોરાની ડાયરી મુજબ તેમને ફરીથી પર્વત પર ચઢવામાં કેમ બીક લાગતી હતી?
ઉત્તર :
આગલા દિવસે સંગીતા અરોરા પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી જેટલું સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ચડ્યાં હતાં, જેને કારણે તેમના પગમાં ફોલ્લા પડી ગયા હતા. તેમનો પગ નીચે મૂકીને ચાલવામાં પણ તેમને તકલીફ પડતી હતી; તેથી તેમને ફરીથી પર્વત પર ચઢ઼વાની બીક લાગતી હતી.

12. સંગાતા મૅડમને કયા પ્રસંગમાં પર્વતારોહણ પ્રવૃત્તિની શિસ્તના દર્શન થયા?
ઉત્તર :
પર્વતારોહણ પ્રવૃત્તિના બીજા દિવસે જ્યારે તેમના પગમાં ફોલ્લા પડ્યા હતા ત્યારે તેમના મનમાં આરામ કરવાની ઇચછા હતી. પણ તેમના માર્ગદર્શ કે તેમને આ માટે રજા ન આપી. ઉપરાંત તેમને જૂથનેતાની જવાબદારી સોંપી આગળ મક્કમતાથી સાથે વધવા માટે પ્રોત્સાહિત કર્યો તેમાં તેમને પર્વતારોહણ પ્રવૃત્તિની શિસ્તનાં દર્શન થયાં.

13. પર્વતારોહણ દરમ્યાન કઈ કઈ બાબતોને ગણકારવામાં આવતી નથી?
ઉત્તર :
પર્વતારોહણ પ્રવૃત્તિમાં જોડાયા પછી ડર, શારીરિક પીડા, ગમો-અણગમો, થાક વગેરે બાબતોને ગણકારવામાં આવતી નથી.

14. પર્વતારોહણ પ્રવૃત્તિમાં .................. જૂથનાયકની જવાબદારીઓ જણાવવામાં આવે છે.
ઉત્તર :
પહેલાંથી

15. પર્વતારોહણમાં જૂથનાયક ક્યાં ચાલે છે?
ઉત્તર :
પાછળ

16. જૂથનાયકે કઈ કઈ વ્યવસ્થા કરવાની હોય છે?
ઉત્તર :
જૂથનાયકે જૂથના રોકાણ અને આરામ કરવાની, સારી જગ્યા શોધવાની તથા જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે.

17. જૂથનાયકે ........... એ કરેલી ભૂલ માટે પણે સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે.
ઉત્તર :
બીજા

18. પર્વતારોહણ પ્રવૃત્તિમાં જૂથનાયકની જવાબદારીઓ વિશે નોંધ લખો.
ઉત્તર :
પર્વતારોહણ પ્રવૃત્તિમાં જૂથનાયકની જવાબદારીઓ આ પ્રમાણે છે : 
(1) જૂથના સભ્યોને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. 
(2) જૂથને આગળ જવા દેવું અને જૂથનાયકે પાછળ રહેવું. 
(3) જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી. 
(4) રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. 
(5) જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. 
(6) જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. 
(7) જૂથના સભ્યો સાથે સતત કોમ્યુનિકેશન રાખવું.

19. મિઝોરમના લોકો કઈ ભાષા બોલે છે?
ઉત્તર :
મિઝો

20. ક્યા વિટામિનની ગોળીઓ પર્વતારોહકો લગભગ રોજ લેતા હોય છે?
ઉત્તર :
વિટામિન – D

21. પર્વતારોહણ દરમિયાન કયા પ્રકારની ગોળીઓ ખોરાક સાથે લેવામાં આવે છે?
ઉત્તર :
લોહતત્ત્વની

22. પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ?
ઉત્તર :
પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તેવો ખોરાક લેવો જોઈએ.

23. પર્વતારોહણ દરમિયાન વધુ શક્તિ કે તાકાતની આવશ્યકતા શા માટે છે?
ઉત્તર :
પર્વતારોહણ દરમિયાન આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચાલવાનું હોય છે. ત્યાંના રસ્તા પણ ખાડા-ટેકરાવાળા હોય છે. ઊંચે જતાં પવનનું જોર પણ વધારે હોય છે. ઊંચાઈ પર હવા પણ પાતળી હોય છે. આ સંજોગોમાં શરીરને તેની સામે ટકાવી રાખવા અને આગળ વધવા માટે વધારે તાકાતની જરૂર પડે છે.

24. પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન જો નદી આવે તો શું કરવામાં આવે છે?
ઉત્તર :
પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન જો નદી આવે તો, તેના પર પાણીમાં ચાલીને કે દોરડાની મદદથી લટકીને પાર કરવામાં આવે છે. હોડી કે તરાપાનો સહારો લેવામાં આવતો નથી.

25. પર્વતારોહણ દરમિયાન નદી પાર કરવા માટે ક્યાં સાધનો વપરાય છે?
ઉત્તર :
પર્વતારોહણ દરમિયાન નદી પાર કરવા કડીવાળું દોરડું, હૂક, જાડું લાંબું દોરડું, મોટા ખીલા (મેખ) વગેરે સાધનો વપરાય છે.

26. નદી પાર કરતાં પહેલાં કઈ બાબતનું અવલોકન કરવામાં આવે છે?
ઉત્તર :
નદી પાર કરતાં પહેલાં તેની પહોળાઈ તથા પાણીની ઊંડાઈનો અંદાજ લગાવવામાં આવે છે.

27. નદી પાર કરાવતાં પહેલાં પ્રશિક્ષક શું કરે છે?
ઉત્તર :
નદી પાર કરાવતાં પહેલાં નદીના બંને છેડે મેખની મદદથી નદીના બંને કિનારાને જોડતું અને ઊચું દોરડું બાંધવામાં આવે છે. પ્રશિક્ષક પોતે તેની પર એક છેડેથી બીજા છેડે જઈને બીજા સભ્યોને તેની તાલીમ આપે છે.

28. નદીમાં પગ મૂકતાં પહેલાં શું કરવામાં આવે છે?
ઉત્તર :
નદીમાં પગ મૂકતાં પહેલાં કમરની આસપાસ કડીવાળું દોરડું બાંધવામાં આવે છે અને તેની કડીને ઉપર બાંધેલા જાડા દોરડાના હૂકમાં ભરાવવામાં આવે છે.

29. બન્ને છેડે દોરડું બાંધવા ........... નો ઉપયોગ થાય છે.
ઉત્તર :
મેખ

30. જૂથમાંથી સૌપ્રથમ નદી પાર કોને કરવાનું કહેવામાં આવ્યું?
ઉત્તર :
જૂથમાંથી સૌપ્રથમ જૂથનેતા સંગીતા મેડમને નદી પાર કરવાનું કહેવામાં આવ્યું.

31. નદી પાર કરતાં સંગીતા મૅડમને ક્યા કયા અનુભવો થયા?
ઉત્તર :
નદીમાં પગ મૂકતાં જ તેમને પોતાના પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો. તે ધ્રુજવા લાગ્યાં. તેમના દાંત ઠંડીથી જકડાઈ ગયા હતા. ક્યારેક લપસી પડવાનો ડર પણ લાગ્યો.

32. સંગીતા અરોરાએ કેવી રીતે નદી પાર કરી?
ઉત્તર :
સંગીતા અરોરાને કોઈએ ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. પછી તેમણે દોરડું પકડ્યું અને મક્કમતાથી નદીના પાણીમાં ચાલવાનું શરૂ કર્યું. નદીનાં પાણી ધીમે-ધીમે તેમના ગળા સુધી પહોંચી ગયાં. નદીની વચ્ચે તેમનું સંતુલન જતું રહ્યું અને તેઓ લપસવા લાગ્યો. તે ખૂબ ડરી ગયાં હતાં. દોરડું પણ હાથમાંથી સરકી રહ્યું હતું ત્યારે તેમણે મદદ માટે બૂમો પાડવા માંડી. ત્યારે તેમને “દોરડું પકડો, દોરડું પકડો" એવા અવાજ સાંભળવા મળ્યા. ત્યારે તેમણે જોયું તો તે કડીથી દોરડા સાથે બંધાયેલાં હતાં. તેમણે પ્રયત્નો કરી દોરડું પકડીને પોતાની જાતને આગળ ધકેલી અને ધીમેથી થોડી હિંમત સાથે નદીકિનારે પહોંચી ગયાં.

33. કડી અને દોરડાનો બીજે ક્યાં ઉપયોગ થાય છે?
ઉત્તર :
કડી અને દોરડાનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા, પર્વત ચઢવા-ઊતરવા, રોપ-વેની ટ્રોલી લટકાવવા, પેરાગ્લાઇડિંગ વગેરેમાં થાય છે.

34. પર્વત પર ચડવા માટે નીચેનામાંથી ક્યા સાધનોનો ઉપયોગ થતો નથી?
ઉત્તર :
પાણીની બોટલ

35. પર્વતારોહકો પોતાની સાથે ક્યો ખોરાક લઈ જાય છે?
ઉત્તર :
પર્વતારોહકો અનાજમાંથી બનેલી ઝડપથી રાંધી શકાય તેવી વસ્તુઓ જેવી કે, પાસ્તા, નુડલ્સ, ઓટ, દલિયા, રોસ્ટેડ કઠોળ, સીંગ, ચણા, ગોળ, ગ્લુકોઝ, દૂધનો પાવડર, કોરા નાસ્તાનાં પડીકાં વગેરે લઈ જાય છે.

36. પર્વતારોહણ વખતે કયો કયો સામાન સાથે રાખવો જોઈએ?
ઉત્તર :
પર્વતારોહણ વખતે જાડું દોરડું, લંગર, હૂક, ખીલ્લાવાળા બૂટ, હાથમોજાં, પાણીની બોટલ, પ્લાસ્ટિક, ખાવાનો સામાન, સ્લીપિંગ બૅગ, ટેન્ટ, ઑક્સિજનની બૉટલ, લૂકોઝ, માસ્ક વગેરે સાથે રાખવાં જોઈએ.

37. ખડક પર ચડતાં પહેલાં તેનું અવલોકન શા માટે કરવું જોઈએ?
ઉત્તર :
ખડક પર ચડતાં પહેલાં તેનું સાવધાનીપૂર્વક અવલોકન કરવું જોઈએ. જેથી પર્વત ચડતી વખતે હાથ અને પગ ક્યાં મૂકી શકાશે તેનો ખ્યાલ આવે.

38. પ્રશિક્ષક સંભ્યોને ખડક પર ચઢવાનું કહેતાં પહેલાં શું તૈયારી કરે છે?
ઉત્તર :
પ્રશિક્ષક પર્વત પર જયાં સુધી ચઢાણ કરવાનું હોય ત્યાં લંગર નાખીને ઉપર ચઢી ખીલો મારી દોરડું મજબૂત રીતે બાંધે છે. ત્યારબાદ બીજા સભ્યોને દોરડું કેવી રીતે પકડીને ચડવું તથા પર્વતનું ધ્યાનથી નિરીક્ષણ કરવું વગેરે સૂચનો આપે છે.

39. ખડક પર ચઢતી વખતે શરીરને ..................... ના ખૂણે રાખવાનું હોય છે.
ઉત્તર :
90°