1. નીચેનામાંથી કોની ઊંચાઈ ઓછી હોય છે ?
(A) છોડ √
(B) સુપ
(C) વૃક્ષ
(D) એક પણ નહીં
2.કદમાં નાની હોય તેવી ચાર વનસ્પતિઓનાં નામ લખો.
ઉત્તર : તુલસીનો છોડ, બારમાસીનો છોડ, ટામેટી, રીંગણી, ગલગોટો વગેરે કદમાં નાની વનસ્પતિઓ છે.
3.કદમાં નાની વનસ્પતિનાં પ્રકાંડ કેવાં હોય છે ?
ઉત્તર : કદમાં નાની વનસ્પતિનાં પ્રકાંડ લીલા, કુમળા અને વળી શકે તેવા હોય છે.
4. કદમાં મોટી વનસ્પતિનાં પ્રકાંડ કેવાં હોય છે ? ઉદાહરણ સાથે લખો.
ઉત્તર :- કદમાં મોટી વનસ્પતિનાં પ્રકાંડ કઠણ, જાડા અને કથ્થાઈ હોય છે. ઉદા. આંબો, આસોપાલવ, લીમડો, વગેરે.
5. વનસ્પતિને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે ? કયા કયા?
ઉત્તર : મોટા ભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય: છોડ, ક્ષુપ અને વૃક્ષ
6.વનસ્પતિને તેમના કદ અને પ્રકાંડના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે, તે સમજાવો.
ઉત્તર : વનસ્પતિને કદ અને પ્રકાંડના આધારે નીચેની ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય :
છોડ
→ પ્રકાંડ લીલા, કૂમળા અને નમનીય છે.
→ વધારે શાખાઓ નથી.
→ ઊંચાઈ ઓછી અને કદ નાનું હોય છે.
ક્ષુપ
→ પ્રકાંડ મજબૂત પણ જાડું હોતું નથી.
→ આધાર પાસેથી શાખા નીકળે છે.
→ ઊંચાઈ અને કદ મધ્યમ હોય છે.
વૃક્ષ
→ પ્રકાંડ કથ્થાઇ, જાડું અને ઊંચુ હોય છે.
→ જમીનથી ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ હોય છે.
→ ઊંચાઈ, કદ વધારે હોય છે.
7.વ્યાખ્યા આપો : છોડ
ઉત્તર :- જે વનસ્પતિનાં પ્રકાંડ, લીલા અને કૂમળા તથા કદમાં નાનાં અને નીચાં હોય તેને છોડ કહે છે.
8. છોડ સામાન્ય રીતે નાના હોય છે. ( √ કે X)
ઉત્તર:- √
9. છોડને વધારે__
(A) ફૂલ હોતાં નથી.
(B) ડાળીઓ હોતી નથી. √
(C) પાંદડાં હોતાં નથી.
(D) એક પણ નહીં
(A) ફૂલ હોતાં નથી.
(B) ડાળીઓ હોતી નથી. √
(C) પાંદડાં હોતાં નથી.
(D) એક પણ નહીં
10. ક્ષુપનાં લક્ષણો જણાવો
ઉત્તર:- તેમની ઉંચાઇ અને કદ મધ્યમ હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે. શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે.
11. વૃક્ષનાં લક્ષણો જણાવો.
ઉત્તર : વૃક્ષ ઊંચા હોય છે. પ્રકાંડ જાડા, કઠણ અને મજબૂત હોય છે. જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ હોય છે.

12. ટામેટાના છોડની ઊંચાઈ ઘણી જ વધારે હોય છે . (√ કે x)
ઉત્તર:- ×
ઉત્તર:- ×
13.નીચેનામાંથી ક્યું વૃક્ષ છે ?
(A) લીંબુ
(B) ટામેટાં
(C) આંબો √
(D) એક પણ નહીં
(A) લીંબુ
(B) ટામેટાં
(C) આંબો √
(D) એક પણ નહીં
14. વ્યાખ્યા આપો :
(1) ભૂપ્રસારીઃ- નબળાં પ્રકાંડવાળી વનસ્પતિ, જે ટટ્ટાર રહી શક્તી નથી, તે જમીન પર ફેલાય છે. તેને ભૂપ્રસારી કહે છે.
(2) વેલાઓ:- નબળાં પ્રકાંડવાળી કે વનસ્પતિ આસપાસના કોઇ માળખાનો આધાર લઈ ઉપર ચઢે છે, તેને વેલાઓ કહે છે.
15. દ્રાક્ષના વેલાઓ છોડ, ક્ષુપ અને વૃક્ષને સમાન જ હોય છે. (√ કે X)
ઉત્તર:- ×
16. દરેકનાં બે-બે નામ આપો.
(1) છોડ : તુલસી, ગલગોટા
(2) ક્ષુપ : લીંબુડી, દાડમ
(3) વૃક્ષ : લીમડો, આંબો
(4) વેલા : દ્રાક્ષ, કારેલી
17. નીચે આપેલ વનસ્પતિઓનું છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલામાં વર્ગીકરણ કરો:-
(લીમડો, દ્રાક્ષ, પીપળો, આંબો, મની પ્લાન્ટ, દૂધી, આસોપાલવ, અરડૂસી, તુલસી, જાસૂદ, કરેણ,મરચી, બારમાસી, લિંબુડી)
છોડ : અરડૂસી, તુલસી, મરચી, બારમાસી
ક્ષુપ : જાસૂદ, કરેણ, લિંબુડી
વૃક્ષ : લીમડો, પીપળો, આંબો, આસોપાલવ
વેલા : દ્રાક્ષ, મની-પ્લાન્ટ, દૂધી

18.નીચેનામાંથી કોણ છોડ નથી ?
(A) અરડૂસી
(B) લીમડો
(C) જાસુદ
(D) (B) અને (C) બંને √
(A) અરડૂસી
(B) લીમડો
(C) જાસુદ
(D) (B) અને (C) બંને √
19.નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે ?
(A) તુલસી
(B) કરેણ √
(C) આંબો
(D) મરચી
(A) તુલસી
(B) કરેણ √
(C) આંબો
(D) મરચી
20.નીચેના પૈકી કયું વૃક્ષ છે ?
(A) નાળિયેર
(B) નિલગીરી
(C) ગુલમહોર
(D) આપેલ તમામ √
21.નીચેના પૈકી શામાં ડાળીઓ પ્રકાંડના આધાર પાસેથી ઊગતી હશે ?
(A) આંબો
(B) લિંબુડી √
(C) નિલગીરી
(D) નાળિયેરી
22. નાળિયેરીનું પ્રકાંડ કેવું હોય છે ?
ઉત્તર:- નાળિયેરીનું પ્રકાંડ જાડું, કઠણ, કથ્થાઈ રંગનું અને અશાખિત હોય છે.

23. નીચેની પૈકી કઈ વનસ્પતિમાં ડાળીઓ પ્રકાંડ પર ઊંચાઈએ ઉદ્ભવે છે ?
(A) તુલસી
(B) આંબો √
(C) જાસૂદ
(D) (A) અને (C) બંને
24. નીચેના પૈકી કોનું પ્રકાંડ લીલું અને કૂમળું હોય છે ?
(A) ટામેટાં √
(B) લીંબુ
(C) આંબો
(D) (B) અને (C) બંને

25. નીંદણ એટલે શું ?
ઉત્તર:- ધાન્યનાં ખેતરોમાં, ઘાસના મેદાનમાં કે કૂંડામાં ઊગતી અનિચ્છનીય વનસ્પતિને નીંદણ કહે છે.
26. પ્રકાંડ___નું વહન કરે છે.
(A) પાણી √
(B) તેલ
(C) પાંદડાં

27.પાણીમાં ઓગળેલાં___ તત્ત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે.
ઉત્તર:- ખનીજ
28.વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે ? અને તે કેવી રીતે કરે છે ?
ઉત્તર:- (1) મૂળ દ્વારા શોષાયેલું પાણી અને તેમાં દ્રાવ્ય ખનીજક્ષારોનું વહન સાથે જોડાયેલી સાંકડી નલિકાઓ દ્વારા શાખાઓ અને પર્ણો સુધી તથા અન્ય ભાગો સુધી થાય છે.

(2) પર્ણો પર્ણદંડ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલાં રહે છે. તેથી પ્રકાશસંશ્લેષણ દ્વારા તૈયાર થતો ખોરાક પર્ણોમાંથી પ્રકાંડ દ્વારા વનસ્પતિના તમામ અંગોને પહોંચે છે.
(3) પ્રકાંડ વનસ્પતિને આધાર પણ આપે છે.
29. વનસ્પતિનું પ્રકાંડ એ દ્વિ-માર્ગીય રસ્તાની જેમ કામ કરે છે.(√ કે X)
ઉત્તર:- √
30. નીચે આપેલ વિધાનને સુધારીને ફરીથી લખો:
(A) પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે. :પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે.
(B) મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. : પ્રકાંડ પાણીનું વહન સુધી કરે છે.
31.પ્રકાંડ પાણીનું વહન કરે છે, તે સમજાવતો પ્રયોગ વર્ણવો:
હેતુ: વનસ્પતિમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે, તે દર્શાવવું.
સાધન-સામગ્રી : પારદર્શક પાત્ર, બ્લેડ, પાણી, લાલ શાહી, સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ
આકૃતિ:-
પદ્ધતિ:- પ્યાલામાં 1/3 ભરાય તેટલું પાણી ભરી તેમાં લાલ શાહીનાં થોડા ટીપાં ઉમેરો, સફેદ પુષ્ય ધરાવતાં પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલશાહી વાળા પાણી ભરેલા ગ્લાસમાં ગોઠવો. બે-ત્રણ દિવસ પછી વનસ્પતિના પર્ણો, પુષ્ય અને પ્રકાંડના ઉભા, આડા છેદનું અવલોકન કરો.
અવલોકનઃ પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ રંગના દેખાય છે. સફેદ રંગનું પુષ્પ પણ લાલ દેખાય છે.
નિર્ણય:- જેમ પાણીમાં ઉમેરેલી લાલ શાહીમાં ડૂબાડેલાં પ્રકાંડ દ્વારા તેનું વહન થઇ દરેક ભાગમાં પહોંચ્યું તેવી જ રીતે પાણી અને દ્રાવ્ય ખનીજારોનું વહન પણ પ્રકોડ જ વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે.
32.વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે ? તેનું નામ આપી ખોરાક બનાવવાની પ્રક્રિયાનું નામ જણાવો.
ઉત્તર:- વનસ્પતિના લીલા ભાગો, મુખ્ય ભાગ-પર્ણ ખોરાક બનાવે છે. વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે.
33. વ્યાખ્યા આપો : પર્ણદંડ
ઉત્તર : પર્ણ જે ભાગ દ્વારા પ્રકાંડ સાથે (વનસ્પતિ સાથે) જોડાયેલ હોય તે ભાગને પર્ણદંડ કહે છે.
34. વ્યાખ્યા આપો : પર્ણપત્ર
ઉત્તર : પર્ણના લીલા, પહોળા ભાગને પર્ણપત્ર કહે છે.
35. નીચેનામાંથી કઈ વનસ્પતિનાં પર્ણોમાં પર્ણદંડ હોતા નથી ?
(A) પીપળાનું પર્ણ
(B) લીમડાનું પર્ણ
(C) ઘાસ √
(D) ગુલાબ
36. નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ હોય છે ?
(A) ગુલાબ √
(B) ક્રાઇનમ
(C) તાડ
(D) મકાઇ

37. પર્ણની ઉપર રહેલી રેખાઓને___કહે છે.
(A) સમાંતર રેખા
(B) આડી રેખા
(C) શિરા √
(D) એક પણ નહીં
38. પર્ણની મધ્યમાં જે જાડી શિરા દેખાય છે તેને__ કહે છે.
(A) સમાંતર શિરા
(B) મધ્યશિરા √
(C) ડાબી શિર
(D) ઊભી શિરા

39. વ્યાખ્યા આપો:
(1) પર્ણનો શિરાવિન્યાસ : પર્ણમાં શિરોઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે.
(2) જાલાકાર શિરાવિન્યાસ : જ્યારે પર્ણમાં મધ્યશિરાની બંને બાજુ શિરાઓ જાળ સ્વરૂપે ગોઠવાયેલી હોય ત્યારે તેને જાલાકાર શિરાવિન્યાસ કહે છે.
(3) સમાંતર શિરાવિન્યાસ: જ્યારે પણ એકબીજા સમાંતર ગોઠવાયેલી હોય ત્યારે તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે.
40.તફાવત આપો : જાલાકાર શિરાવિન્યાસ – સમાંતર શિરાવિન્યાસ

જાલાકાર શિરાવિન્યાસ | સમાંતર શિરાવિન્યાસ |
(1) મુખ્યશિરાની બંને બાજુ જાળ સ્વરૂપે શિરાઓ ગોઠવાયેલી હોય છે. | (1) શિરાઓ પરસ્પર સમાંતર ગોઠવાયેલી હોય છે. |
(2) આંબાનું પર્ણ, ગુલાબનું પર્ણ, જાસૂદનું પર્ણ વગેરે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. | (2) ઘઉં, મકાઈ અને ઘાસના પર્ણો વગેરે સમાતર શિરાવિન્યાસ ધરાવે છે. |
(3) સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. | (3) સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. |
41.નીચેની વનસ્પતિઓનું ‘જાલાકાર શિરાવિન્યાસ’ અને ‘સમાંતર શિરાવિન્યાસ' ધરાવતી વનસ્પતિમાં વર્ગીકરણ કરો :
(ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ, ગુલાબ, મોગરો, બાજરી)
જાલાકાર શિરાવિન્યાસ : તુલસી, કોથમીર, જાસૂદ, ગુલાબ, મોગરો
સમાંતર શિરાવિન્યાસ :ઘઉં, મકાઈ, ઘાસ, બાજરી

42.વ્યાખ્યા આપો : બાષ્પોત્સર્જન
ઉત્તર:- લીલી વનસ્પતિ પર્ણો દ્વારા વાતાવરણમાં ભેજ સ્વરૂપે પાણી ગુમાવે છે, જેને બાષ્પોત્સર્જન કહે છે.
43.વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ : વનસ્પતિ પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રી : મોટા પર્ણવાળો છોડ, પ્લાસ્ટિકની થેલી, દોરી
આકૃતિ:-
પદ્ધતિ:- સૌ પ્રથમ સૂર્યપ્રકાશમાં ઉગેલ મોટાં-લીલા પર્ણોવાળો એક છોડ પસંદ કરો. તે છોડનું કોઇ એક પર્ણ પસંદ કરી તેને પારદર્શક પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ, કોથળીનું મોઢું દોરી વડે ચુસ્ત રીતે બંધ કરી દો. હવે થોડાં કલાક આ છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દઈ અવલોકન કરો.
અવલોકન : જે પર્ણની ફરતે કોથળી બાંધી હતી તે કોથળીમાં અંદરની તરફ પાણીના ટીપાં બાજેલાં દેખાય છે. આ પાણી પર્ણ દ્વારા બાષ્પ સ્વરૂપે ગુમાવેલું છે. જે ઠંડી પડતાં ટીપાં સ્વરૂપે કોથળીની અંદર બાજે છે.
નિર્ણય : વનસ્પતિના પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ભેજ સ્વરૂપે પાણી મુક્ત કરે છે.
44. પર્ણમાં સ્ટાર્ચ હોય છે. (√ કે X)
ઉત્તર:- √
45.પર્ણને ‘વનસ્પતિનું રસોડું’ કહે છે, કારણ કે ...
ઉત્તર :- પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીની મદદથી ખોરાક બનાવે છે. તેથી તે વનસ્પતિનું રસોડું કહેવાય છે.

0 Comments