1.`જીવનપાથેય’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર : જીવનપાથેય પાઠના લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર છે.

2. જીવનપાથેય પાઠ લેખકના ક્યાં પુસ્તકમાંથી લીધો છે?
ઉત્તર :
સ્મરણયાત્રા

3. લેખકના પિતાશ્રી કેમ હતાશ થયા?
ઉત્તર :
લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખુબ ખર્ચા કાર્ય છતાં તેમની આશા પૂરી ન થઈ, તેથી તે ખુબ હતાશ થયા.

4. કાકાસાહેબને બાળપણમાં કુંટુંબીજનો કયા નામે બોલાવતા?
ઉત્તર :
કાકાસાહેબને બાળપણમાં કુંટુંબીજનો ‘ દત્તુ ’ ના નામથી બોલાવતા.

5. ‘દત્તુ ને કોલેજમાં નથી જ મોકલવો’ એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું?
ઉત્તર :
પિતાજીએ

6. પિતાશ્રી દત્તુ ને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચરતા હતા, કારણ કે ............
ઉત્તર :
દત્તુ ના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા.

7. “ વાંક બીજાનો ને સજા મને થાય છે !” એમ કોણ વિચારતું ?
ઉત્તર :
“વાંક બીજાનો ને સજા મને થાય છે !” આવું કાકાસાહેબ (લેખક) વિચરતા.

8. લેખક ની શાખ ક્યારે જામી?
ઉત્તર :
લેખકે પહેલે વર્ષે જ મેટ્રિક પાસ કરી ત્યારે એમની શાખ જામી.

9. કાકાસાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કૉલેજમાં મોકલવા કેમ ઈચ્છતા ના હતા ? એમનો વિચાર શાથી બદલાયો?
ઉત્તર :
કાકાસાહેબ કાલેલકર ના પિતાજી તેમને કોલેજમાં મોકલવા ઈચ્છતા ના હતા, કારણકે તેમના ભાઈઓની કેળવણી પાછળ ખુબ ખર્ચા કાર્ય હોવા છતા તેમની ઈચ્છા અધુરી રહી ગય હતી. પરંતુ કાકાસાહેબનું પરિણામ અને માંગણી સાંભળી કે ,”તમે જાણો છો કે મારું અંગ્રજી અને ગણિત બંને સારા છે. મને ઈજનેરી લાઈનમાં જવા દો. પ્રીવીયસ ની પરીક્ષા પાસ થયા વગર એન્જીન્યિરીંગ કોલેજમાં જવાય નહિ.એટલે એક જ વરસ હું આર્ટસ કોલેજમાં જઈશ.” તેમની આ દલીલ સાંભળી તેમના પિતાજીએ પોતાનો વિચાર બદલ્યો.

10. ‘જીવનપાથેય’ પાઠમાં ‘વિચાર શૃંખલા’ એટલે .............
ઉત્તર :
વિચારોની ક્રમિકતા

11. પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી?

ઉત્તર : પૈસાદર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો જ વેપાર કરી શકાય , પણ એમાં પ્રતિષ્ઠા નથી તેથી નોકરી કરતા લોકોને પગાર ભલે ઓછો હોય પણ લાંચ લઈને તેઓ પૈસાદાર થઈ શકે છે.

12. કાકાસાહેબનો વકીલને બદલે એન્જીન્યર થવાનો હેતુ શો હતો?

ઉત્તર : લેખકના માટે વકીલ થવાની લાંચ ખુબ મળે પણ પ્રજાને કનડવી પડે ને અન્યાય પણ કરવો પડે, જયારે એન્જીન્યર થઈને પછી લાંચ લઈએ તો સરકાર છેતરાય , પ્રજાને કનડવી ન પડે કે અન્યાય પણ ના થયા. વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવી શકાય. તેથી વકીલ ને બદલે એન્જીન્યર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો.

13. લેખક કઈ મજા આખો જન્મારો લેવા ઈચ્છતા હતા?
ઉત્તર :
લેખક આખો જન્મારો મોટાં મોટાં આલેશાન મકાનો બાંધવાની , જંગલમાંથી બ્રસ્તા કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઈચ્છતા હતા.

14. લેખક ક્યાં ખ્યાલથી મગરૂર રહેતા?
ઉત્તર :
અધર્મમાં ધર્મબુદ્ધિ સાચવવાના

15. ‘અધર્મમાં પણ ધર્મબુદ્ધિ’ કાકાસાહેબ કઈ રીતે સાચવવા ઈચ્છે છે?
ઉત્તર :
લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે. એ વાત કાકાસાહેબના મગજમાં ઘર કરી ગય હતી. તેથી તેમને થયું કે જો મામલતદાર કે મુનસફની લાઈનમાં લાંચ લઈએ તો પ્રજા હેરાન થાય અને એ ઠીક નહિ. એના કરતા એલ.સી.ઈ. ની ડીગ્રી લઈને એન્જીન્યર થઈએ. એમાં કોન્ટ્રાકટરો પાસેથી લાંચ લેવામાં વાંધો ના આવે, કારણકે એમાં સરકાર છેતરાય , પ્રજાને ક્નડવી ન પડે. આ રીતે લેખક ‘અધર્મમાં પણ ધર્મબુદ્ધિ’ સાચવવા ઈચ્છે છે.

16. લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા?
ઉત્તર :
સાંગલી

17. લેખકના પીતાશ્રી પુને શા માટે જાય છે?
ઉત્તર :
લેખકને પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા. તેઓ પુણેથી રાજ્ય માટે પ્રોમીસરી નોટો ખરીદવા ત્રણેક લાખ રૂપિયા લઈને પુને જાય છે.

18.લેખકના ક્યાં સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો?
ઉત્તર : લેખકે એમના પિતાશ્રી ને કહ્યું બ,“પ્રોમીસરી નોટોના ભાવ રોજ બદલાય છે. અપને કંઇક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઇક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું , રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહિ પડે ને સહેજ ભારે નફો થશે.”-લેખકના આ સૂચનથી પિતાશ્રી ને ભારે આઘાત લાગ્યો.

19. કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો?
ઉત્તર : કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ ગળાગળ થઈને કહ્યું કે, ‘ દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે.તારી બ્વાતનો અર્થ એ જ છે કે મારે અન્ન્દાતાને છેતરવા ! તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ અપને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. અબ્રુથી રહેવું એ જ મોટી વાત છે.મારીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને? એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું?’

20. પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકાસહેબની શું સ્થિતિ થઈ? એમને શો નિશ્ચય કર્યો/
ઉત્તર :
પીતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકાસાહેબ સડક થય ગયા. ગાડીમાં આખી રાત એમને ઊંઘ ના આવી. સવારે પુના પહોંચીને એમને નિશ્ચય કર્યો કે, હરામ ના ધનનો લાભ કોઈન કાલે નહિ કરે , પિતાશ્રી નું નામ નહિ લજવે.

21. લેખકને આખી રાત વુંન્ઘ ન આવવાનું કારણ કયું હતું?
ઉત્તર :
લેખકને પસ્તાવો થતો હતો.

22. પુણે પહોંચતાં પહેલા લેખકે શો નિશ્ચય કર્યો?
ઉત્તર :
પુણે પહોંચતાં પહેલા લેખકે નિશ્ચય કર્યો કે, હરામના ધનનો લાભ કોઈ કાળે ન કરવો તેમજ પિતાજીનું નામ લજવાય નહીં એવું કામ નહીં કરવું.

23. લેખકને સાચી કેળવણી ક્યારે મળી?
ઉત્તર :
લેખકના પિતાજી જયારે સાંગલી માટે પ્રોમીસરી બ્નોતો ખરીદવા પુના જતા હતા, ત્યારે લેખકે લાંચ લઇ પૈસાદાર થવાના પોતાના વિચારો પિતાજીને જણાવ્યા .,તેમને પિતાજી ને સસ્તા ભાવે નોટો ખરીદી સસ્તા ભાવે રાજ્યને આપવાની સલાહ આપી. લેખકની આ વાતમાં તેમના પિતાજીને તેમનો ભ્રષ્ટાચારી વિચારવાળો દીકરો જોવા મળે છે. તેથી પિતાજી ઠપકો આપતા કહે છે,‘તારી કેળવણી નકામી છે. ક્યારેય અન્ન્દાતાને છેતરવા નહિ. કુળદેવતા જેટલું આપે તેટલામાં જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂ સાચવવી એ જ મહત્વનું છે.’ પિતાજીની આ વાત સાંભળીને તેમણે તેને અનુસરવાનું નક્કી કર્યું. આમ, લેખકને સાંગલી અને પુના વચ્ચે ટ્રેનમાં જ સાચી કેળવણી મળી.

24. લેખકને સાચી કેળવણી ક્યાં મળી હતી?
ઉત્તર :
લેખકને સાચી કેળવણી સાંગલી અને પુને વચ્ચે ટ્રેનમાં મળી.