1. વિધુત સુવાહક એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર :
જે દ્રવ્યો (પદાર્થો) પોતાનામાંથી સરળતાથી વિદ્યુતપ્રવાહ પસાર થવા દે છે તેવા દ્રવ્યો (પદાર્થો) ને વિદ્યુતના સુવાહકો કહે છે. ઉદા. ઍલ્યુમિનિયમ, તાંબું.

2. વિધુત અવાહક એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર :
જે દ્રવ્યો (પદાર્થો) પોતાનામાંથી સરળતાથી વિદ્યુતપ્રવાહ પસાર થતા દેતા નથી તેવા દ્રવ્યો (પદાર્થો) ને વિદ્યુતના અવાહકો કહે છે. ઉદા. રબર, લાકડું, પ્લાસ્ટિક.

3. વિદ્યુતપ્રવાહની હાજરી ચકાસવા ટેસ્ટર ઉપયોગમાં આવે છે.
ઉત્તર :
ખરું

4. નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરતું નથી?
(A) રબર
(B) તાંબુ
(C) એલ્યુમિનિયમ
(D) લોખંડ
ઉત્તર : A

5. પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે.
ઉત્તર :
ખરું

6. લીંબુનો રસ અને વિનેગર વિધુત સુવાહક છે કે મંદવાહક, તે ચકાસતો પ્રયોગ વર્ણવો :
ઉત્તર :
હેતુ : લીંબુનો રસ અને વિનેગર વિદ્યુત સુવાહક છે કે મંદવાહક તે ચકાસવું.
સાધન - સામગ્રી : લીંબુનો રસ, વિનેગર, બીકર, બેટરી, ટોર્ચ – બલ્બ



પદ્ધતિ : સૌ પ્રથમ એક બીકર લો. તેમાં થોડું સ્વચ્છ પાણી રેડો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો. ત્યારબાદ બેટરી અને ટોર્ચ - બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડો. અહીં બલ્બનો એક છેડો બેટરીના ઋણ છેડા સાથે જો હશે. જયારે, બીજો છેડો કૅથોડ તરીકે વર્તશે, જેને બીકરમાં ડૂબાડેલો રાખો. બૅટરીના ધન છેડા સાથે જોડેલ તાર એનોડ તરીકે વર્તે છે. જેને બીકરમાં રાખવામાં આવે છે. એનોડ અને કેથોડ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે બલ્બનું અવલોકન કરો. આ જ પદ્ધતિથી લીંબુના રસની જગ્યાએ વિનેગર નાખીને અવલોકન કરો.
અવલોકન : લીંબુના રસ અને વિનેગર બંનેમાં એનોડ અને કેથોડ ને ડુબાડી ના રાખતા પરીપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે.
નિર્ણય : લીંબુનો રસ અને વિનેગર બંને વિદ્યુતના સુવાહક છે.

7. આકૃતિમાં દર્શાવ્યા વ્યવસ્થામાં પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણો ની યાદી બનાવો.

ઉત્તર :
(1) બીકરમા રહેલું પ્રવાહી વિદ્યુત નું અવાહક હોય તોપણ પરિપથ પૂર્ણ ન થવાથી પણ પ્રકાશિત ન થાય.
(2) બલ્બ ઉડી ગયો હોય તો પણ પ્રકાશિત ન થાય.
(3) બેટરી કાર્ય ન કરતી હોય. આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થતો નથી.
(4) પરિપથમાં કોઈ જગ્યાએ જોડાણ ઢીલું હોય તોપણ બલ્બ પ્રકાશિત ન થાય.

8. વિદ્યુતપ્રવાહની____ અસરને લીધે બલ્બ પ્રકાશિત થાય છે.
ઉત્તર :
ઉષ્મીય

9. કારણ આપો : નિર્બળ વિદ્યુતપ્રવાહને લીધે બલ્બ યોગ્ય રીતે પ્રકાશિત થતો નથી.
ઉત્તર :
બલ્બનો ફિલામેન્ટ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને પ્રકાશિત થાય છે. પરંતુ નિર્બળ વિદ્યુતપ્રવાહના કારણે બલ્બનો ફિલામેન્ટ પૂરતો ગરમ થતો નથી. પરિણામે તે સરખો પ્રકાશ આપતો નથી. આમ, નિર્બળ વિદ્યુતપ્રવાહને લીધે બલ્બ યોગ્ય રીતે પ્રકાશિત થતો નથી.

10. નિર્બળ વિદ્યુતપ્રવાહની હાજરી ચકાસવા વિદ્યુત બલ્બના સ્થાને___નો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર :
LED

11. LED ની સાથે બે તાર જોડાયેલા હોય છે.
ઉત્તર :
ખરું

12. LED ની સાથે જોડાયેલા બંને તારને____કહે છે.
ઉત્તર :
leads

13. LED ને પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને બૅટરીના_____ અને નાના તારને બૅટરીના_____ સાથે જોડવામાં આવે છે.
ઉત્તર :
ધન ધ્રુવ, ઋણ ધ્રુવ

14. LED નું પૂરું નામ લખો. તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર :
LED = Light Emitting Diode LED નો ઉપયોગ : પરિપથમાના નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા માટે.

15. LED બંને leads ની લંબાઈ સરખી હોય છે.
ઉત્તર :
ખોટું

16. વિદ્યુતપ્રવાહ ચુંબકીય અસર પણ ઉત્પન્ન કરે છે.
ઉત્તર :
ખરું

17. તફાવત લખો : LED અને ટૉર્ચ – બલ્બ
ઉત્તર :

LED

ટૉર્ચ–બલ્બ

1. LED નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા માટે વપરાય છે.

1. ટૉર્ચ–બલ્બ પ્રબળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા માટે વપરાય છે.

2. LED વિદ્યુતપ્રવાહની પ્રકાશીય અસર પર કાર્ય કરે છે.

2. ટૉર્ચ–બલ્બ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે.

3. નિર્બળ વિદ્યુતપ્રવાહ પણ LEDને પ્રકાશિત કરી શકે છે.

3. નિર્બળ વિદ્યુતપ્રવાહ ટૉર્ચ–બલ્બને પ્રકાશિત કરી શકતો નથી.


18. એવા ત્રણ પ્રવાહોના નામ આપો, જેમનું પરિપથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે.
ઉત્તર:

લીંબુનો રસ, વિનેગર અને નળનું પાણી વગેરે જેવા પ્રવાહીઓ માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરીપથ કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે.

19. વિધુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય તે જણાવો.
ઉત્તર :
વિદ્યુત ટેસ્ટરના પ્રકારો : (1) ટોર્ચ - બલ્બ ટેસ્ટર (2) LED ટેસ્ટર (3) ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર
જે પરિપથમાં પ્રબળ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો તેના માટે ટોર્ચ - બલ્બ ટેસ્ટર વપરાય છે. જે પરિપથમાંથી નિર્બળ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવા માટે LED ટેસ્ટર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે. જેમાંથી LED ટેસ્ટર એ ઘણું મોઘું છે. તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુતપ્રવાહની જાણકારી મેળવવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે.

20. વિધુતપ્રવાહની ચુંબકીય અસર એટલે શું?
ઉત્તર :
વાહકતારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતાં તેની પાસે રાખેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે તેનો અર્થ વાહકતાર પોતે ચુંબક તરીકે વર્તે છે, જેને વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર કહે છે.

21. નીચે આપેલ પ્રવાહીઓનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહકમાં વર્ગીકરણ કરો : 
(લીંબુનો રસ, દૂધ, નિયંદિત પાણી, વિનેગર, નળનું પાણી, કેરોસીન, સોડા, વનસ્પતિ તેલ, દહીંનું પાણી)
ઉત્તર : વિદ્યુત સુવાહક પ્રવાહી :
લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી, સોડા, દહીં નું પાણી
વિધુત મંદવાહક પ્રવાહી : દૂધ, નિસ્યંદીત પાણી, કેરોસીન, વનસ્પતિ તેલ

22. ચુંબકીય ટેસ્ટર પરિપથમાં_____કોણાવર્તન વિદ્યુતપ્રવાહના વહનનો નિર્દેશ કરે છે.
ઉત્તર :
ચુંબકીય સોય

23. ચુંબકીય સોયને વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય?
ઉત્તર :
ચુંબકીય સોયનું કોરાવર્તન થાય છે.

24. પેટ્રોલ વિદ્યુતનું અવાહક છે.
ઉત્તર :
ખરું

25. સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની_____છે.
ઉત્તર :
મંદવાહક

26. કારણ આપો : પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ઉત્તર :
ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુતપ્રવાહનું વહન કરી શકે છે. આથી પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

27. કારણ આપો : મીઠું વિદ્યુતનું અવાહક હોવા છતાં મીઠાના પાણીમાંથી વિદ્યુતનું વહન થાય છે.
ઉત્તર :
મીઠું જયારે ઘન અવસ્થામાં હોય ત્યારે તેનાં ધન અને ઋણ આયનો મુક્ત હોતા નથી. જેથી મીઠું વિદ્યુતનું અવાહક હોય છે. પરંતુ જયારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે મીઠાના પાણીમાં સોડિયમના ધન આયનો અને ક્લોરિનના ઋણ આયનો મુક્ત થાય છે. જે મીઠાના પાણીમાં ગતિ કરવા માટે મુક્ત છે. તેથી મીઠાના પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેમાં વિદ્યુતનું વહન થાય છે.

28. ખાંડનું દ્રાવણ વિદ્યુતનું____છે.
ઉત્તર :
અવાહક

29. અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલ ખનીજક્ષારો પાણીને વિદ્યુતનું અવાહક બનાવે છે.
ઉત્તર :
ખોટું

30. દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક ચુંબકીય ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે, સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. તેનું કારણ સમજાવો.
ઉત્તર :
સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ માત્રામાં ક્ષારો ઓગાળેલા હોય છે. આથી તેમાં પીવાના પાણી કરતાં વધારે ધન અને ઋણ આયનો હોય છે. આથી, સમુદ્રનું પાણી એ પીવા કરતાં વિદ્યુતનું વધારે વાહક છે . આમ , સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિધુતપ્રવાહ પસાર થતો હોવાથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે.