◆ખાલી જગ્યા પૂરો.
1.ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાના સંગમને ____ એ વિવિધતામાં એકતા કહી હતી.
ઉત્તર :
જવાહરલાલ નહેરુ

2. હડપ્પા સંસ્કૃતિ માંથી ___ આકારનું રમકડું મળ્યું છે.
ઉત્તર : 
હળ

3. પ્રાચીન ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારતના ગામના વડાને ____ કહેતા.
ઉત્તર :
ગ્રામભોજક

4. પ્રાચીન સમયમાં મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની ____ હતા.
ઉત્તર :
 રાજધાની

5. નિદર્શન કલા માં ___ અને ___ નો સમાવેશ થાય છે.
ઉત્તર :
નૃત્ય, નાટક

6. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં __ નો સમાવેશ થાય છે.
ઉત્તર :
વેદો

7. ___ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે.
 ઉત્તર :
108

8. ____ દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર પણ એક કાયદાગ્રંથ છે.
ઉત્તર :
ચાણકય

9. દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્ય ____ કહેવામાં આવે છે.
ઉત્તર :
 સંગમ સાહીત્ય

10. ચંદ્રગુપ્ત મૌર્ય ના દરબારમાં ____ ગ્રીક એલચી હતા.
ઉત્તર :
 મૅગેસ્થનિસ

11. ____ નું વિશ્વવિખ્યાત ચિત્ર એટલે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું.
ઉત્તર : 
પદ્મપાણી

12. શ્રવણ બેલગોડામાં આવેલી _____ ની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે.
ઉત્તર :
 ગોમતેશ્વર

13. મોહેં-જો -દડો સભ્યતા ____ સભ્યતા તરીકે પણ ઓળખાતી.
ઉત્તર : 
કાંસ્ય

14. બિહારની પ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાપીઠ એટલે ___ વિદ્યાપીઠ.
ઉત્તર : 
નાલંદા

15. ___ રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા.
ઉત્તર : 
ઇન્ડોગ્રીક

16. ___ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે.
ઉત્તર : 
ચિત્ર

17. મધ્યપ્રદેશ માં _____ સ્થળેથી પાશણયુગના ચિત્રો મળી આવેલ છે.
ઉત્તર : 
ભીમબેટકા

18. ઈ. સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને ___ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર : 
પાંચમાર્ક કોઈન

◆ નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. લગભગ કેટલા વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો હતો. 
ઉત્તર : (C)
A.1500 
B. 2000 
C. 2500 
D. 3000

2. શાના વગર રાજાઓ અને તેમના રાજ્યો ટકી શકે તેમ નહોતો. 
ઉત્તર : (A)
A. સમૃદ્ધ ગામડાઓ 
B. સમૃદ્ધ શહેરો
C. સમૃદ્ધ નહેરો
D. સમૃદ્ધ દરબારીઓ

3. પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? 
ઉત્તર : (D)
A. ગામના વૃદ્ધ માણસને 
B. ગામના શિક્ષિત માણસને
C. ગ્રામજનને 
D. ગ્રામભોજકને

4. પ્રાચીન સમયમાં મહાજનપદોની રાજધાનીને સુરક્ષિત કરવા શું વ્યવસ્થા હતી? 
ઉત્તર : (A)
A. કિલ્લેબંધી 
B. વાડાબંધી 
C. સુરક્ષાચક્ર 
D. નાકાબંધી

5. પ્રાચીન ભારતના નગરોમાંથી __પ્રાપ્ત થયા છે. 
ઉત્તર : (A)
A. વલયકૂપ 
B. કચરાપેટી 
C. શૌચાલય 
D. પાતાળ કૂવા

6. પ્રાચીન ભારતના સ્રી- પુરુષો __ અને ___ પહેરતા.
ઉત્તર : (B)
A. કિવિ, કપાટ 
B. નિવિ, વાસ
C. કિવિ, અધિવાસ 
D. અધિવાસ, વસ્ત્ર

7. વેદવ્યાસ રચિત 'મહાભારત' પ્રારંભમાં ____ થી ઓળખાતું.
ઉત્તર : (C)
A. અર્જુન સંહિતા 
B. વેદ સંહિતા
C. જય સંહિતા
D. કૃષ્ણ સંહિતા

8. પુરાણોની સંખ્યા કેટલી છે.
ઉત્તર : (B)
A. 10 
B. 18 
C. 28 
D. 108

9. જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે?
ઉત્તર : (B)
A. 10
B. 12 
C. 18 
D. 108

10. દક્ષિણ ભારતના ક્યાં શહેરમાં ત્રણ સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વિરકાવ્યોની રચના કરી હતી? 
ઉત્તર : (D)
A. ચેન્નઈ 
B. રામેશ્વરમ્ 
C. પુડુચેરી 
D. મદુરાઈ

11. પાણિનિ રચિત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો.
ઉત્તર : (A)
A. અષ્ટાધ્યાયી 
B. અષ્ટાંગહૃદય
C. અષ્ટસંહિતા
D. અષ્ટાંગપાણી

12. ઉદયગિરી ની ચંદ્રગુપ્ત દ્વિતીય ની પ્રશસ્તિના લેખક કોણ હતા?
ઉત્તર : (C)
A. ઉદયસેન 
B. હરિષેણ 
C. વિરસેન સાબા 
D. કાલિદાસ

13. મદયપ્રદેશ ના ભીમબેટકામાં આદિમ જનજાતિએ દોરેલા કેટલા ચિત્રો મળ્યા છે? 
ઉત્તર : (C)
A. 100
B. 200
C. 500
D. 1000

14. એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ એટલે....
ઉત્તર : (D)
A. અજંતાની ગુફાઓ 
B. અશોકસ્તંભ
C. એલીફન્ટાની ગુફાઓ 
D. ઇલોરાનું શિવ મંદિર

15. ભારતીય સ્થાપત્યનો વિશ્વ પ્રસિદ્ધ નમૂનો એટલે હડપ્પીય સભ્યતાનું .......
ઉત્તર : (C)
A. ગટર યોજના 
B. ગૃહ આયોજન
C. નગર આયોજન
D. નહેર આયોજન

16. પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં શાની ગણના થાય છે?
ઉત્તર : (D)
A. ગુફા સ્થાપત્ય
B. મંદિર સ્થાપત્ય
C. મહેલ સ્થાપત્ય
D. આપેલ તમામ

17. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શાનો સમાવેશ થાય છે?
A. સ્તૂપ
B. ચૈત્ય
C. વિહાર
D. આપેલ તમામ

18. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટનિર્માણ કરવાનું કાર્ય ક્યાં વંશના રાજાઓએ કર્યું હતું?
ઉત્તર : (C)
A. પુષ્ય
B. ગુપ્ત
C. શુંગ 
D. આપેલ તમામ

19. ___ પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા.
ઉત્તર : (C)
A. સ્તૂપ
B. વિહાર
C. ચૈત્ય
D. દ્વારા

20. ચૈત્યો નો ઉપયોગ ____ તરીકે થતો.
ઉત્તર : (C)
A. સભામંડપ 
B. ગર્ભગૃહ
C. પ્રાર્થનાગૃહ
D. લગ્નમંડમ

21. હ્યુ - એન -સ્તાંગે ઉત્તર ભારત અને ગુજરાતમાં કેટલા વિહારો હોવાનું નોંધ્યું છે?3
ઉત્તર : (A)
A. 100
B. 200
C. 300
D. 400

22. પ્રાચીન ભારતમાં કેટલી વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા છે?
ઉત્તર : (C)
A. બે 
B. ત્રણ
C. પાંચ
D. સાત

23. નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણશાસ્ત્રી નું નામ જણાવો.
ઉત્તર : (A)
A. નાગર્જુન
B. બાણભટ્ટ
C. ચાણક્ય
D. પાણિનિ

24. બંગાળમાં કાઈ બે વિદ્યાપીઠો હતી?
ઉત્તર : (D)
A. વલભી અને નાલંદા
B. તક્ષશિલા અને નાલંદા
C. વલભી અને વિક્રમશીલા
D. વિક્રમશીલા અને ઓદન્તપરી

25. સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યાં સમયના ગણાય છે?
A. મૌર્ય કળાના
B. પુષ્યકાળના
C. ગુપ્તકાળના
D. પાલકાળના

26. પ્રાચીન મહાજન પદના લોકો ક્યારેય વસ્ત્ર ઉપર શુ લપેટતા?
A. અધિવાસ
B. વાસ
C. નિવિ
D. દુપટ્ટો

27. ભારતમાં સૌથી જુના ચિત્રો ક્યાં યુગના મળી આવ્યા છે?

A. મધ્ય
B. લોહ
C. તામ્ર
D. પાષાણ

◆ મને ઓળખો.
1. મેં પ્રાચીન સમયમાં રામાયણ લખ્યું હતું.
ઉત્તર : 
વાલ્મીકિ

2. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ મેં લખ્યો છે.
ઉત્તર : 
પાણિનિ

3. મેં સમુદ્રગુપ્તની પ્રયાગપ્રશસ્તિની રચના કરેલ છે.
ઉત્તર :
હરીષેણ

4. મારી આસપાસ પ્રદક્ષિણા પાથ હોય છે.
ઉત્તર :
 સ્તૂપ

5. મને સિક્કાઓ પર વીણાવદન કરતો અને વ્યાઘ્ર પરાક્રમ કરતો બતાવાયો છે.
ઉત્તર : 
સમુદ્રગુપ્ત

6. મેં 'હર્ષચારીતમ્' માં સમ્રાટ હર્ષવર્ધનની પ્રશસ્તિ કરી છે.
ઉત્તર :
બાણ

◆ખરાં ખોટા લખો.
1. હડપ્પા સંસ્કૃતિમાં ખેતઓજારોમાં હળવા અવશેષ મળ્યા નથી. 
ઉત્તર :

2. પ્રાચીન ભારતમાં નવા સાધનો અને ધરુરોપણ એ ખેતીના મહત્વપૂર્ણ પગલાં હતા. 
ઉત્તર :

3. ગ્રામભોજક ના પદની ચૂંટણી કરવામાં આવતી હતી. 
ઉત્તર :

4. રામાયણ અને મહાભારત પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. 
ઉત્તર :

5. મહાભારતમાં એક લાખ શ્લોક છે. 
ઉત્તર :

6. ઉપનિષદોમાં માંડુકય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. 
ઉત્તર : ×

7. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટ્ટક કહેવાય છે. 
ઉત્તર :

8. જે સાહિત્યની વિષયવસ્તુ ધાર્મિક છે તેને ધર્મેતર સાહિત્ય કહેવાય. 
ઉત્તર : ×

9. સ્મૃતિઓ એ ભારતના કાયદાગ્રંથો છે.
ઉત્તર :

10. દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્યની રચના ઇ.સ. ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી. 
ઉત્તર :

11. અશોકના શિલાલેખો પણ ધર્મેતર સાહિત્યમાં ગણાવી શકાય.
ઉત્તર : √
 
12. ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા 'ઇન્ડિકા' નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. 
ઉત્તર : ×

13. પ્રાચીન સમયમાં ભારતનો દેશ-વિદેશ સાથેનો વેપાર જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે થતો હતો. 
ઉત્તર :

14. ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધ ની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે.
ઉત્તર :

15. હડપ્પીય સભ્યતાના સ્થાપત્યો ઇજનેરી કળા ના ઉત્તમ નમૂના છે. 
ઉત્તર :

16. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. 
ઉત્તર :

17. ગૌતમ બુદ્ધ ના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું.
ઉત્તર :

18. સ્ટુપોનું સૌ પ્રથમ નિર્માણ વજ્જિસંઘમાં થયું.
ઉત્તર :

19. કનિષ્કે પેશાવરમાં એક વિશાળ સ્તૂપ જેને 'શાહજી કી સવારી' કહે છે તેનું નિર્માણ કરાવ્યું.
ઉત્તર : ×

20. સ્તૂપો પર્વત કોતરીને બનાવવામાં આવતા.
ઉત્તર : ×

21. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. 
ઉત્તર :

22. આચાર્ય નગર્જુને પારા ની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવા જણાવ્યું હતું. 
ઉત્તર :

23. બંગાળની વિદ્યાપીઠોમાં ત્રણ માળનાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. 
ઉત્તર :