1. અશુદ્ધ પાણી એટલે શું ?
ઉત્તર:- સાબુના ફીણવાળું , તેલી કણોવાળું , ખાળકૂવા , બાથરૂમ , સંડાસ , ધોબીઘાટ વગેરેમાંથી નીકળતું પાણી તેમજ કથ્થાઈથી કાળા રંગનું પાણી , ગંદું પાણી છે . જેને" અશુદ્ધ પાણી" કહે છે.

2. શુદ્ધ પાણીના ઉપયોગોની યાદી બનાવો.
ઉત્તર:- રોજિંદી ક્રિયાઓ કરવી જેવી કે બ્રશ કરવું , નાહવું , સંડાસ જવું વગેરેમાં , કપડાં ધોવા , રાંધવા , ભોંયતળિયા સાફ કરવા , ખેતીવાડીમાં , ઉદ્યોગોમાં , પીવામાં તેમજ હોસ્પિટલ વગેરેમાં શુદ્ધ પાણીનો ઉપયોગ થાય છે.

3. વિશ્વના તમામ માનવીને સ્વચ્છ પાણી . સરળતાથી પ્રાપ્ય છે .(√ કે X )
ઉત્તર:-
X

4. આશરે___મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી .
(A) 110અબજ
(B) 1 અબજ     
(C) 10 લાખ
(D) 0

5. 2005-2015 ના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દસકા તરીકે નક્કી કરાયો હતો. (√ કે X )
ઉત્તર:-     


6. પાણીના ગુઢીકરણની પ્રક્રિયા એ ___દૂર કરવાની પ્રક્રિયા છે.
ઉત્તર:-
પાણીમાંથી પ્રદૂષકો

7. સિવેઝ ટ્રીટમેન્ટ એટલે શું ?
ઉત્તર:-
પ્રદુષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલા તેને દૂર કરવાની પ્રક્રિયાને પાણીનું શુદ્ધિકરણ કહે છે. જેને “સિવેઝ ટ્રીટમેન્ટ’’ કહે છે.

8. સિવેઝ શું છે ? સારવાર ન પામેલ સિવેઝને નદી કે દરિયામાં છોડવું શા માટે હાનિકારક છે?
ઉત્તર:-
સિવેઝ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે. સિવેઝના પાણીમાં દ્રાવ્ય પદાર્થો અને નિલંબીત દ્રવ્યો રહેલા હોય છે. જેને પ્રદૂષકો કહે છે, સિવેઝ કાર્બનિક ઘટકો તરીકે માનવમળ, પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા(મૂત્ર), જંતુનાશકો વગેરે, અકાર્બનિક અશુદ્ધિઓ તરીકે નાઇટ્રેટ, ફોસ્ફેટ, ધાતુઓ વગેરે, તેમજ કોલેરા, ટાઇફોઇડ રોગો માટે જવાબદાર સૂક્ષ્મજીવો ધરાવે છે. આથી, જો આવું પાણી નદી કે દરિયામાં છોડવામાં આવે તો તે સજીવ સૃષ્ટિ માટે હાનીકારક છે.

9. ઘર દ્વારા મુક્ત થતું ગંદું પાણી એ ___ કહેવાય છે.
ઉત્તર:-
સિવેઝ

10. સિવેઝમાનું મોટા ભાગનું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે , જેને ___ કહે છે.
ઉત્તર:-
પ્રદુષકો

11. સિવેઝમાં રહેલી કાર્બનિક અશુદ્ધિઓ જણાવો.
ઉત્તર:-
સિવેઝમાં કાર્બનિક ઘટકો તરીકે માનવમળ, પ્રાણીઓનો કચરો, તેલ, યૂરિયા(મૂત્ર), જંતુનાશક, વનસ્પતિનાશકો, ફળો અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે .

12. સિવેઝમાં રહેલી અકાર્બનિક અશુદ્ધિઓ જણાવો.
ઉત્તર:-
સિવેઝમાં અકાર્બનિક અશુદ્ધિઓ તરીકે, નાઇટ્રેટ, ફોસ્ફટ, ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે.

13. સિવેઝમાં રહેલાં બે પોષક તત્ત્વો જણાવો. 
ઉત્તર:- ફોસ્ફરસ અને નાઇટ્રોજન

14. સિવેઝમાં રહેલાં બૅક્ટરિયાથી કયા કયા રોગ થઈ શકે ?
ઉત્તર:-
કોલેરા , ટાઇફોઇડ

15. મરડા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ અશુદ્ધ પાણીમાં હોય છે. (√ કે X )
ઉત્તર:-


16. ગટર વ્યવસ્થા એટલે શું ?
ઉત્તર:- પાઇપોના એક સમૂહ દ્વારા શુદ્ધ પાણી ઘરમાં આવે છે અને પાઇપોના બીજા સમૂહ દ્વારા ગંદુ પાણી બહાર જાય છે . જમીનમાં રહેલ આ ગંદા પાણીના નિકાલ માટે રહેલ પાઇપોના નાના મોટા જાળાને ગટર કહે છે. જેના દ્વારા ગટર વ્યવસ્થા રચાય છે.

17. મૅનહોલ્સ કેટલા અંતરે હોય છે ? શા માટે ? 
ઉત્તર:- ગટર વ્યવસ્થામાં દરેક 50 મીટર કે 60 મીટર પર જ્યાં બે કે ત્રણ ગટર લાઇન મળે છે અને તેની દિશા બદલે છે . ત્યાં "મૅનહોલ્સ" આવેલ હોય છે.

18. વાયુમિશ્રણ યંત્ર ( Aerator ) નો ઉપયોગ જણાવો.
ઉત્તર:-
વાયુમિશ્રણ યંત્ર દ્વારા સતત હવા ઉમેરાતા , સ્વચ્છ પાણીમાં રહેલ જા૨ક બૅક્ટરીયા વૃદ્ધિ પામે છે જે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે.

19. પ્રદૂષિત પાણીના શુદ્ધીકરણ માટે કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે ? શા માટે ? 
ઉત્તર:- પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ પ્રક્રિયામાં વિવિધ ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા પ્રદૂષિત . પાણીમાંથી અનુક્રમે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકો દૂર થાય છે.

20. પ્રદૂષિત પાણીને બારસ્ક્રીનમાંથી પસાર કરવાથી તેમાંથી કયા કયા પદાર્થો દૂર થાય છે ? 
ઉત્તર:- પ્રદૂષિત પાણીને બારસ્કીનમાંથી પસાર કરતાં તેમાં રહેલ મોટી વસ્તુઓ જેવી કે, ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, કપડાનાં ટુકડા વગેરે દૂર કરી શકાય છે.

21. બારસ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે ? 
(A) રેતી
(B) ચીંથરાં
(C) પ્લાસ્ટિકનાં પેકેટ
(D) B અને C     

22. અવસાદન ટાંકીમાં પાણીમાંથી કયા પદાર્થો અવસાદિત થાય છે ?
ઉત્તર:-
અવસાદન ટાંકીમાં પાણીમાંથી રેતી, કાંકરી, પથ્થર વગેરે પદાર્થો અવસાદિત થાય છે.

23. અવસાદન દરમિયાન શું દૂર થાય છે ? 
(A) લાકડીઓ
(B) પથ્થર     
(C) તેલ
(D)ચરબી

24. પાણીના શુદ્ધીકરણમાં સ્ક્રેપર અને સ્ટીમર દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે છે ?
ઉત્તર:- પાણીના શુદ્ધિકરણમાં પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રેમર દ્વારા દૂર કરવામાં આવે છે.
સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે . આ ટાંકામાં અજારક બેક્ટરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે.

25. મધ્યભાગ તરફ ઢળેલા ટાંકામાં સ્ક્રેપર દ્વારા શું દુર કરવામાં આવે છે ?
(A) હાથરૂમાલ
(B) કાંકરી
(C) ક્લોરિન
(D) મળ √

26. સ્કીમર દ્વારા કયા પદાર્થો દૂર થાય છે ? 
(A) તેલ , ચરબી √
(B) કાદવ
(C) મળ
(D) કાંકરી

27. WWTP કાદવ શું છે ? તે કયા ઉપયોગમાં આવે છે ?
ઉત્તર:-
WWTP માં અવસાદિત પાણીને મધ્ય ભાગ તરફ ઢળેલો હોય તેવા મોટા ટાંકામાં લાવવામાં આવે છે. જેના લીધે મૂળ જેવી નકામાં પદાર્થો તળિયે બેસી જાય છે. જેને કાદવ કહે છે. કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે . જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. જેનો ઉપયોગ ઇંધણ અને વીજળી ઉત્પાદન માટે થાય છે.

28. કાદવમાંથી બાયોગૅસ કેવી રીતે મેળવવામાં આવે છે ?
ઉત્તર:- વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટરિયા દ્વારા કોહવાટ માટે લાવવામાં આવે છે. જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે.

29. ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમ્યાન આડપેદાશ તરીકે શું મળે છે ?
(A) ખાતર
(B) બાયોગેસ
(C) રસાયણ
(D) A અને B બંને     

30. શુદ્રીકરણ કરેલ પાણીમાં હવા શા માટે ઉમેરાય છે ?
ઉત્તર
: સ્વચ્છ પાણીમાં હવા ઉમેરતા, તેમાં જારક બેક્ટરિયા વૃદ્ધિ પામે છે. આ બેક્ટરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે.

31. જા૨ક બેક્ટરિયાની વૃદ્ધિ માટે હવાની હાજરી જરૂરી છે. (√કે X )
ઉત્તર:-


32. ક્રિયાશીલ કાદવ કોને કહે છે ?
ઉત્તર:-
જારક બેક્ટરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો અને બીજા અનિચ્છનિય પદાર્થોનું વિઘટન થાય છે. જે થોડાક સમય બાદ નિલંબિત બેક્ટરિયા ટાંકાના તળિયે એકઠા થાય, જેને ક્રિયાશીલ કાદવ કહે છે.

33. ક્રિયાશીલ કાદવમાં___ % પાણી હોય છે.
(A) 90
(B) 92
(C) 97      √
(D) 99