1. પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કઈ કઈ રીતો છે ?
ઉત્તરઃ પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા સ્થાનાંતર કરવા માટેની રીતોમાં ચાલવું, સરકવું, દોડવું,છલાંગ મારવી, તરવું, ઉડવું વગેરે રીતોનો સમાવેશ થાય છે.

2. સાપ દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. (√ કે X)
ઉત્તર:- ×

3. મનુષ્ય પગ દ્વારા દોડે છે. ( √ કે ×)
ઉત્તર:-

4.પક્ષીઓ અને માછલીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા શું કરે છે ?
ઉત્તર :
પક્ષીઓ સામાન્ય રીતે ઊડીને અને માછલીઓ તરીને સ્થાનાંતર કરે છે. પક્ષીઓ ચાલી કે કૂદી પણ શકે છે.

5.____એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતાં.
(A) જંતુ
(B) માછલી
(C) વૃક્ષો √
(D) સરીસૃપ

6. વનસ્પતિ કયા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે ?
ઉત્તર :
વનસ્પતિ પ્રચલન કરતી નથી. પરંતુ વનસ્પતિનાં અંગો હલનચલન દર્શાવે છે. મૂળ પાણી તરફ, પ્રકાંડ સૂર્યપ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે. પર્ણો અને શાખાઓ પવન સાથે હલનચલન દર્શાવે છે. પ્રકાંડસૂત્રો આધાર તરફ જાય છે.

7. નીચેનામાંથી ખોટી જોડ જણાવો:
(A) માછલી – તરીને
(B) સાપ – સરકીને
(C) પક્ષી – ઊડીને
(D) ગાય – સરકીને √

8. તમારી ગરદનને તમે સંપૂર્ણ ગોળ ફેરવી શકો છો. (√ કે ×)
ઉત્તર:-
×

9. નીચેનામાંથી સાચી જોડ જણાવો :
(A) કાંડું – સંપૂર્ણ કરે
(B) ઘૂંટણ – સંપૂર્ણ ફરે
(C) ભુજા – સંપૂર્ણ ફરે √
(D) આંગળીઓ- સંપૂર્ણ ફરે

10.નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ જણાવો :
(I) કાંડું નમે છે અને અંશતઃ ફરે છે.
(II) હથેળી સંપૂર્ણ ફરે છે.
(|||) પીઠ નમે છે.
(A) વિધાન I, II સાચા છે.
(B) વિધાન I, III સાચી છે. √
(C) વિધાન II, III સાચાં છે.
(D) ત્રેય વિધાન સાચાં છે.

11. પગની આંગળીઓ ઉપર ઊઠાવી શકાય છે. (√ કે X)
ઉત્તર :-
×

12. સાંધા એટલે શું ? તે સમજાવી તેના પ્રકાર જણાવો.
ઉત્તર:-
શરીરના વિવિધ ભાગોને જે સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ તેમજ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેવા ભાગોને સાંધા કહે છે.

13. આપણા શરીરમાં જો સાંધા ના હોત તો ?
ઉત્તર :
શરીરમાં જો સાંધા ન હોય તો આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં.

14.આંગળીઓનાં હાડકાંમાં સાંધા હોતા નથી. (√ કે X)
ઉત્તર:-
×

15. ટૂંક નોંધ લખો : ખલ-દસ્તા સાંધો
ઉત્તર :
આ પ્રકારનાં સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ, બીજા હાડકાનાં વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારના સાંધા શરીરના ભાગોને બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે.
ઉદાહરણ : (1) હાથના હાડકાંનો દડા જેવો ગોળ ભાગ, ખભાના હાડકાનાં વાટકી જેવા ભાગમાં ખૂંપેલો છે. (2) પગના હાડકાંનો ગોળ ભાગ, કેડના હાડકાનાં વાટકી જેવા ભાગમાં ખૂંપેલો છે. જેથી આપણે હાથને અને પગને સાંધા પાસેથી બધી જ દિશાઓમાં ફેરવી શકીએ છીએ.

16. ખભાનાં હાડકાં__સાંધા વડે જોડાયેલા હોય છે.
(A) ખલ
(B) ખેલ-દસ્તા √
(C) ઊખળી
(D) એક પણ નહીં

17.ગરદન તથા શીર્ષનું જોડાણ કરતો સાંધો __________ .
(A) ઊખળી √

(B) ખલ-દસ્તા
(C) મિજાગરા
(D) એક પણ નહીં

18. ઊખળી સાંધા દ્વારા આપણે કયા ભાગનું હલન-ચલન કરી શકીએ છીએ ?
ઉત્તર :
ગરદન તથા શીર્ષ ઊખળી સાંધા વડે જોડાયેલાં હોવાથી શીર્ષને આગળ-પાછળ, ઉપર-નીચે તથા ડાબી-જમણી બાજુ ફેરવી શકીએ છીએ.

19. ઘૂંટણના હાડકાં__સાંધા વડે જોડાયેલા હોય છે.
(A) મિજાગરા √

(B) ખલ-દસ્તા
(C) ઊખળા
(D) આપેલ તમામ

20. કોણીમાં કયો સાંધો આવેલો હોય છે, તેનાથી કઈ દિશામાં હલનચલન થાય છે ?
ઉત્તર :
કોણીમાં મિજાગરા પ્રકારનો સાંધો છે, જેનાથી એક જ દિશામાં હલનચલન થાય છે.

21. કોણીનાં હાડકાં___ સાંધા વડે જોડાયેલ હોય છે.
ઉત્તર:-
મિજાગરા

22. આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી, કારણ કે...
ઉત્તર :
કોણી પાસે મિજાગરા પ્રકારનો સાંધો છે, તેથી તે માત્ર એક જ દિશામાં વળે છે, પાછળ તરફ વળતી નથી. એટલે કે કોણીથી હથેળી વાળા ભાગને ખભા તરફ એક જ બાજુથી લઈ જઈ શકાય છે.

23.અચલ સાંધા એટલે શું ?
ઉત્તર :
કેટલાંક સાંધાઓમાં અસ્થિઓ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતાં નથી, આવા સાંધાઓને અચલ સાંધા કહે છે.

24. આપણા શરીરમાં અચલ સાંધા ક્યાં આવેલા છે ?
ઉત્તર :
આપણાં શરીરમાં ઉપરી જડબું અને ખોપરીના અસ્થિ પાસે અચલ સાંધા આવેલાં છે.

25. અસ્થિઓના સાંધા શરીરને ___માં મદદ કરે છે.
ઉત્તર:-
પ્રચલન અને હલનચલનમાં

26. વ્યાખ્યા આપો : કંકાલ
ઉત્તર:-
શરીરનાં બધાં જ હાડકાં આકાર અને આધાર આપવા માટે જે માળખું તૈયાર કરે છે તેને કંકાલ કહે છે.

27. ઍક્સ-રેનો ઉપયોગ જણાવો.
ઉત્તર :
એક્સ-રે માત્ર ઘડકાંમાંથી જ પસાર થતાં નથી. આથી, એક્સ-રેનો ઉપયોગ કંકાલની રચના જાણવા તથા કોઈ હાડકાંમાં પડેલી તડ અથવા ઈજા જાણવા માટે થાય છે. જેથી તેનો ઈલાજ કરી શકાય.

28. આપણું કાંડું લચીલું હોય છે, કારણ કે ...
ઉત્તર :
આપણાં હાથનું કાંડું, ઘણાં બધાં નાના નાનાં અસ્થિઓનું બનેલું છે અને હાથ સાથે અંશતઃ ઉપર-નીચે અને હલનચલન કરી શકે તેવી રીતે જોડાયેલું છે માટે લચીલું હોય છે.

29.આપણા શરીરના કયા ભાગને આપણે વાળી કે હલાવી શકીએ છીએ ?
ઉત્તર :
આપણે કોણી, કાંડું, આંગળીઓ, પીઠ (કેડ), ઘૂંટણ, ગરદન, પગની એડી અને આંગળા જેવા ભાગો વાળી કે હલાવી શકીએ છીએ.

30. પાંસળીઓનો આકાર એકદમ સીધી હોય છે. (√ કે ×)
ઉત્તર:-
×

31. પાંસળી-પીજર એટલે શું ?
ઉત્તર :
આપણી પાંસળીઓના અસ્થિઓ, છાતીનું હાડકું અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક શંકુરૂપી પાંજરું તૈયાર કરે છે. જેને પાંસળી પીંજર કહે છે.

32. પાંસળી-પીજરનો ઉપયોગ જણાવો.
ઉત્તર :
પાંસળી-પીંજર, શરીરના મહત્વના અંગો જેવા કે હૃદય, ફેફ્સાં અને મહાધમની જેવી રુધિરવાહિનીઓને સુરક્ષિત બનાવે છે.

33. આપણે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓનો સ્પર્શ કોની મદદથી કરી શકીશું ?
ઉત્તર :
ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કરવા માટે મેરુદંડની મદદ મળે છે.

34. કરોડસ્તંભની રચના જણાવો.
ઉત્તર :
કરોડસ્તંભ અનેક નાના-નાના વીંટી જેવી રચના ધરાવતા હાડકાંઓનું બનેલ છે. જેને કશેરૂકા કહે છે. કરોડસ્તંભ શીર્ષ-પ્રદેશથી શરૂ કરી ધડ પ્રદેશ સુધી લંબાયેલ હોય છે. પાંસળી-પિંજર કરોડસ્તંભના અસ્થિઓ સાથે પીઠના ભાગ તરફ જોડાયેલ છે. કરોડસ્તંભમાં કુલ 33 હાડકાં હોય છે.

35.કરોડસ્તંભ કોની સાથે જોડાયેલો છે ?
(A) ઘૂંટણ
(B) કોણી
(C) પાંસળી-પીંજર √
(D) આંગળીઓ

36.વ્યાખ્યા આપો : સ્કંધાસ્થિ
ઉત્તર :
આપણે જ્યારે બે હાથ વડે દિવાલને ધક્કો મારીએ ત્યારે ખભા આગળ બે ઉપસેલાં ચપટાં, ત્રિકોણાકાર, અસ્થિ જોવા મળે છે જે સ્કંધાસ્થિ છે.

37. કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. (√ કે ×)
ઉત્તર:-
×

38. અસ્થિ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ___ બનાવે છે.
ઉત્તર:-
કંકાલતંત્ર

39. અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે. (√ કે X)
ઉત્તર:-
×

40. નિતંબાસ્થિ એટલે શું ?
ઉત્તર :
જઠરથી નીચે આવેલા અંગોને રક્ષણ આપતાં, પેટી જેવી સંરચના બનાવતાં, નિતંબના ભાગે આવેલાં બે મોટાં, ત્રિકોણાકાર અસ્થિને નિતંબાસ્થિ અથવા શ્રોણી-અસ્થિ કરે છે.

41. નિતંબાસ્થિને ___પણ કહે છે.
ઉત્તર:-
શ્રોણી અસ્થિ

42. નિતંબાસ્થિનો ઉપયોગ જણાવો.
ઉત્તર :
નિતંબાસ્થિ શરીરમાં જઠરથી નીચે આવેલાં પ્રજનનતંત્ર, ઉત્સર્જનતંત્ર અને પાચનતંત્રના અંગોને આધાર અને રક્ષણ આપે છે આ ઉપરાંત આપણે બેસીએ ત્યારે મદદ કરે છે.

43.આપણી ખોપરી અનેક__એકબીજા સાથે જોડાવાથી બનેલ છે.
(A) સ્નાયુઓ
(B) હાડકાં √
(C) કૂર્ચાઓ
(D) આપેલ તમામ

44. માનવ ખોપરી કોનું રક્ષણ કરે છે ?
ઉત્તર :
માનવ ખોપરી માનવશરીરના સૌથી અગત્યના અંગ મગજનું આંચકા અને ઈજાથી રક્ષણ કરે છે.