1. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના રચયિતા કોણ છે?
ઉત્તર :
નર્મદ

2. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં દક્ષિણમાં...................મહાદેવ ગુજરાતનું રક્ષણ કરે છે, તેમ કહ્યું છે.
ઉત્તર :
કુંતેશ્વર

3. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં ગુજરાતની કઇ કઇ દિશાઓનું ક્યાં ક્યાં દેવી–દેવતા રક્ષણ કરે છે તેમ જણાવ્યું છે?
ઉત્તર :
કાવ્યમાં ઉત્તરમાં અંબામાતા, પૂર્વમાં કાળીમાતા, દક્ષિણમાં કુતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતનું રક્ષણ કરે છે તેમ જણાવ્યું છે.

4. અંબામાતા : ઉત્તર : : કાળીમાતા : ......................... .
ઉત્તર :
પૂર્વ

5. દ્વારકા મંદિર : દેવેભૂમિ દ્વારકા : : પાવાગઢ : .......................... .
ઉત્તર :
મહાકાલીમાતા

6. અંબાજી માતાનું પ્રખ્યાત મંદિર .......................જિલ્લામાં આવેલું છે.
ઉત્તર :
બનાસકાંઠા

7. મહાકાળી માતાનું પ્રખ્યાત મંદિર......................જિલ્લામાં આવેલું છે.
ઉત્તર :
પંચમહાલ

8. ગબ્બર : અંબેમાતા : : પાવાગઢ : .............................. .
ઉત્તર :
મહાકાળીમાતા

9. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યમાં શી વિશેષતા છે?
ઉત્તર :
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય ગુજરાતી ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. આ કાવ્યમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સંદર રીતે કરવામાં આવ્યું છે.

10. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
ઉત્તર :
ગુજરાત રાજ્યની સ્થાપના 1લી મે, 1960ના રોજ કરવામાં આવી હતી.

11. ગુજરાત રાજ્યને આશરે.....................કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો છે.
ઉત્તર :
1600

12. ગુજરાત.....................જિલ્લાઓને દરિયાની સીમા અડે છે.
ઉત્તર :
15

13. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ....................ચોરરસ કિલોમીટર છે.
ઉત્તર :
1,96,024

14. ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના..................% જેટલો છે.
ઉત્તર :
5.97

15. ગુજરાતના.......................ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે.
ઉત્તર :
ઉત્તર

16. ગુજરાતના પાડોશી રાજ્યો જણાવો.
ઉત્તર :
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર

17. ...................ભારતનું એકમાત્ર રાજ્ય છે જે બે અખાત ધરાવે છે.
ઉત્તર :
ગુજરાત

18. ગુજરાતમાં આવેલા બે અખાતનાં નામ જણાવો.
ઉત્તર :
ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે અખાત આવેલા છે.

19. ગુજરાતમાં કુલ.................જિલ્લાઓ છે.
ઉત્તર :
33

20. પાકિસ્તાનની સરહદ ગુજરાતના ક્યા જિલ્લાને અડે છે?
ઉત્તર :
કચ્છ

21. ગુજરાતના ક્યા ક્યા જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે?
ઉત્તર :
ગુજરાતના કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પરથી કર્કવૃત પસાર થાય છે.

22. ગુજરાતની નદીઓનાં નામ આપો.
ઉત્તર :
ગુજરાતમાં સાબરમતી, મહી, તાપી, નર્મદા, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્ર, હિરણ, નાગમતી, ઓઝત, સરસ્વતી, રૂપેણ, મેશ્વો વગેરે નદીઓ વહે છે.

24. સામાન્ય રીતે નદીઓ...................ને મળતી હોય છે.
ઉત્તર :
સાગર

25. અતં:સ્થ નદીઓ કોને કહે છે?
ઉત્તર :
જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં સમાઇ જાય તે નદીઓને અતં:સ્થ નદીઓ કહે છે.

26. અતં:સ્થ નદીઓને.......................પણ કહે છે.
ઉત્તર :
કુંવારિકા

27. ગુજરાતની અત:સ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો.
ઉત્તર :
બનાસ, સરસ્વતી અને રૂપેણ ગુજરાતની અંત:સ્થ નદીઓ છે. જે કચ્છના રણમાં સમાઇ જાય છે.

28. વણાકબોરી બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
ઉત્તર :
મહી

29. જોડકાં જોડો :

વિભાગ અ

વિભાગ બ

1. મહી

1. સરદાર સરોવર

2.સાબરમત્તી

2. દાંતીવાડા

3. નર્મદા

3. કડણા

4. બનાસ

4. ધરોઇ


જવાબ

1. – 3

2. – 4

3. – 1

4. – 2


30. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ક્યો છે? તેની ઊંચાઇ જણાવો.
ઉત્તર :
બનાસકાંઠા

31. નર્મદા જિલ્લામા....................ની ટેકરીઓ આવેલી છે.
ઉત્તર :
રાજપીપળા

32. કચ્છમાં ક્યા ક્યા ડુંગરો આવેલા છે.
ઉત્તર :
કચ્છમાં ધીણોધર, લીલિયો, કાળો ડુંગરો આવેલા છે.

33. પારનેરાની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે?
ઉત્તર :
વલસાડ

34. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યો ડુંગર આવેલો છે?
ઉત્તર :
ચોટીલો

35. જૂનાગઢ જિલ્લામાં......................પર્વત આવેલો છે.
ઉત્તર :
ગિરનાર