1. ‘આવ, ભાણા આવ!' આ ગઘના લેખકનું નામ જણાવો.
ઉત્તર : શાહબુદ્દીન રાઠોડ
2. ‘આવ, ભાણા આવ!' એક હાસ્યકથા છે. (ખરું કે ખોટું)
ઉત્તર : ખરું
3. લેખકના પુત્રનું નામ ............. હતું.
ઉત્તર : અફઝલ
4. અફઝલે લેખક પાસે શી માગણી કરી ?
ઉત્તર : અફઝલે લેખક પાસે નવા બૂટ લેવા માટેની માગણી કરી.
5. ‘લઈ લે જે બૂટ-મોજાં અને વધે તે રાખજે.' આ વાક્ય શાહબુદીન રાઠોડ બોલે છે. (ખરું કે ખોટું)
ઉત્તર : ખરું
6. અફઝલ સ્કૂલે ગયો એટલે લેખક તેમના ………… નાં સંસ્મરણોમાં સરી પડ્યા. (યુવાની, શૈશવ)
ઉત્તર : શૈશવ
7. કયા પ્રસંગને લીધે લેખક શૈશવનાં સંસ્મરણોમાં સરી પડ્યા ?
ઉત્તર : લેખકે નાના પુત્ર અફઝલને બૂટ લેવા બસો સિત્તેર રૂપિયા આપ્યા. તે બૂટ-મોજાં લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ હતો. તે સ્કૂલે જવા રવાના થયો અને આ પ્રસંગને લીધે લેખક શૈશવનાં સંસ્મરણોમાં સરી પડ્યા.
8. લેખકને બૂટ માટે ઘરમાં કોની કોની પાસે રજૂઆત કરવી પડતી ?
ઉત્તર : લેખકને બૂટ માટે વડીલો પાસે વિધિસર માગણી ૨જૂ કરવી પડતી. પ્રથમ ભાઈ - છોટુભાઈ, પછી અમીના બહેન, પછી બા, બાપુજી એમ વારાફરતી બધાં સમક્ષ રજૂઆત કરવી પડતી.
9. ભાણાને કયા પ્રસંગોએ બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઇચ્છા થતી હતી ?
ઉત્તર : ભાણાને સાતમ-આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ-ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો, દિવાળી, બેસતું વર્ષ વિગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઇચ્છા થતી,
10. લેખક ............. ની જેમ હાર્યા વિના બૂટની માગણી કર્યા કરતા હતા. (નૈપોલિયન, સમ્રાટ અશોક)
ઉત્તર : નેપોલિયન
11. પરિવારના સભ્યોની મિટિંગ ક્યારે મળતી? એમાં અંતે શું નિર્ણય થતો?
ઉત્તર : લેખકની નવા બૂટ ખરીદવા માટેની માગણી થતી ત્યારે પરિવારના સભ્યોની મિટિંગ મળતી. મિટિંગમાં લેખકને બૂટ અપાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો ત્યારબાદ નક્કી થતું કે જૂના બૂટ રીપેર કરાવી, થીંગડાં મરાવી, નવી સગથળી નખાવી, પૉલિશ કરાવી જોનારને ઓળખી ન શકે તેવા નવાં બનાવી દેવાં.
12. લેખક ઢીલાઢફ થઇ જતા-કારણ આપો.
ઉત્તર : લેખક જ્યારે નવા બૂટની માગણી કરતા ત્યારે ઘરનાં વડીલોમાં સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટ રિપેર કરાવી થીંગડાં મરાવી નવા જેવા બનાવી દેવા; આ નિર્ણય સાંભળી લેખકની નવા બૂટ લેવાની આશા પર પાણી ફરી વળતું, તેથી કોઈ કેસમાં નિર્દોષ છૂટવાની આશા હોય અને પાંચ વર્ષની સજા થાય ને આરોપી ઢીલોઢફ થઈ જાય તેમ લેખકે થઈ જતા.
13. ‘મારા કર્મે લખ્યું કથીર' એ વાક્ય લેખક કેમ બોલે છે ? – પાઠના સંદર્ભમાં સમજાવો.
ઉત્તર : લેખકની ઈચ્છા છે કે તેમને નવા બૂટ મળે, પણ કુટુંબીજનો તેમને જુના બૂટને રિપેર કરાવીને પહેરવાની સૂચના આપે છે. તેથી લેખક હતાશ થાય છે. અને નસીબ તેમનાથી દુર હોય એવું તેમને લાગે છે. આથી લેખક વિચારે છે કે, ‘મારા કર્મે લાગ્યું કથીર'.
14. સોમાને જોડાં આપવામાં આવ્યાં ત્યારે તેણે શું કર્યું .
ઉત્તર : સોમાએ જોડાંને પ્રથમ હાથમાં લઈ, પરીક્ષણ કરી, લેખકને પગે લાગી, વિનયપૂર્વક જોડાં પાછાં આપી દીધાં.
15. લેખકની નવા બૂટ માટેની માગણી ક્યારે સ્વીકારવામાં આવી ?
ઉત્તર : જયારે સોમાએ જોડાનું પરીક્ષણ કરી વિનયપૂર્વક પાછાં આપ્યાં ત્યારે લેખકની નવા બૂટ માટેની માગણી સ્વીકારવામાં આવી.
16. લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો?
ઉત્તર : લેખકની નવા બૂટની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી અને ‘દુદામામાને ત્યાં જઈ પરમાણું નાખી આવજે.' એવો હુકમ કરવામાં આવ્યો ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો.
17. લેખકે દુદામામાની દુકાને જઈ એકીશ્વાસે શું કહ્યું ?
ઉત્તર : લેખકે દુદામામાની દુકાને જઈ એકીશ્વાસે કહ્યું કે, “દુદામામા મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે. મારે લાલ બૂટ સિવડાવવા છે.”
18. લેખકને ............... રંગના બૂટ સિવડાવવા હતા.
ઉત્તર : લાલ
19. “આવ, ભાણા આવ!” – આ વાક્ય કોણ બોલે છે. અને કોને કહે છે તે જણાવો.
ઉત્તર : આ વાક્ય દુદામામા બોલે છે અને લેખકને કહે છે.
20. દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી?
ઉત્તર : દુદામામાએ લેખકના બૂટ બનાવવા માટે આ મુજબ વિગતો મેળવી : બૂટ કેવા રંગના બનાવવા છે? કાળા રંગના કે લાલ રંગના?, બૂટ વાધરીવાળા બનાવવા છે કે વાધરી વગરના?, બૂટ અણીવાળા બનાવવા છે કે ગોળ બનાવવા છે? આ બધી વિગતો મેળવી એક કોરા કાગળ પર લેખકનો પગ મુકાવીને પેન્સિલથી લીટી દોરીને પરમાણું લીધું હતું.
21. ‘લે મૂક, ભાણા, પગ.' આ વાક્ય શાહબુદીન રાઠોડ બોલે છે. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
22. ભાણાના બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો કેવી રીતે પૂરી થયો?
ઉત્તર : લેખક દુદામામાને ત્યાં બૂટનું પરમાણું નાખવા ગયા ત્યારે દુદામામાએ જેમ ડૉક્ટર દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીત બૂટ અંગેની વિગતો પૂછી. લાલ કે કાળા, વાધરીવાળા કે વગરના, અણીવાળા કે ગોળ - આ બધું પૂછીને એમણે લેખકના પગનું માપ લીધું. આમ, ભાણાના બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો પૂરો થયો.
23. લેખક બૂટનું માપ શનિવારે આપવા ગયા હતા. (સાચું કે ખોટું)
ઉત્તર : સાચું
24. દુદામામાએ લેખકને પ્રથમ વખત બૂટ લઈ જવાનું ક્યારે કહ્યું ?
ઉત્તર : દુદામામાએ લેખકને પ્રથમ વખત બુટ લઈ જવાનું ગુરુવારે કહ્યું.
25. છોટુમિયાં કોણ છે? તે ક્યાં રહે છે? દુદામામાને તે કેવી રીતે મદદ કરે છે?
ઉત્તર : છોટુમિયાં દ્વારકા પાસેના બરડિયા સ્ટેશને સ્ટેશનમાસ્તર છે. તે દ્વારકા રહે છે. એકવાર દુદામામા તેમના કુટુંબ સાથે જાત્રાએ ગયા હતા. ત્યાં છોટુમિયાં મળી ગયા. તેમણે દુદામામાને સાથે ચા પીવડાવી, પછી તારકાધીશ મંદિરે દર્શન કરાવ્યાં, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી સારી જગ્યા શોધી બેસાડી દીધા. છોટુમિયાંએ દુદામામાને આ રીતે મદદ કરી.
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments