1.આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા , હોનારત કે ___ ના નામે ઓળખે છે .
ઉત્તર:-
પ્રકોપ

2. આપત્તિને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવી છે ?
ઉત્તર:-
આપત્તિઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે : ( 1 ) કુદરતી આપત્તિઓ અને ( 2 ) માનવસર્જિત આપત્તિઓ.

3. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત નથી ?
(A) ઔઘોગિક અકસ્માત
(B) બોમ્બ વિસ્ફોટ
(C) દાવાનળ    
(D) હુલ્લડ

4 . કોઈ પણ ચાર કુદરતી આપત્તિનાં નામ લખો .
ઉત્તર :
કુદરતી આપત્તિઓ : ભૂકંપ , જવાળામુખી , દુષ્કાળ , દાવાનળ , પુર , ત્સુનામી , વાવઝોડું વગેરે.

5. માનવસર્જિત આપત્તિ કઈ છે ?
(A) હુલ્લડ     

(B) જવાળામુખી
(C) દુષ્કાળ
(D) પૂર

6. કુદરતી એનું માનવસર્જિત આપત્તિઓ વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. ( √ કે ×)
ઉત્તર:-


7.આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે ? 
(A) ભૂકંપ
(B) જવાળામુખી
(C) આગ
(D) પૂર     

8. ત્સુનામી અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી. (√ કેX )
ઉત્તર:-
×

9. કઈ આપત્તિની ચોકકસ આગાહી કરી શકાતી નથી.
(A) ભૂકંપ √

(B)પૂર
(C)વાવાઝોડું
(D) આપેલ તમામ

10.દાવાનળની પૂર્વ આગાહી શક્ય છે.(√ કે ×)
ઉત્તર:-
×

11. યોગ્ય જોડકાં જોડો:

વિભાગ-A

વિભાગ-B

(1)ભૂકંપ

 (A) આગાહી કરી શકાય છે

(2)પૂર

(B) આગાહી કરવી શક્ય નથી


જવાબ

(1) – B

(2) – A


12.આપત્તિઓના પ્રકાર વિશે નોંધ લખો.
ઉત્તર:-
આપત્તિઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે : (1) કુદરતી આપત્તિઓ અને (2) માનવસર્જિત આપત્તિઓ.
(1) કુદરતી આપત્તિ : જે આપત્તિ કુદરત દ્વારા ઉત્પન્ન થાય છે, તેને કુદરતી આપત્તિ કહે છે. દા.ત. ભૂકંપ, જવાળામુખી, દાવાનળ, પૂર, ત્સુનામી, દુષ્કાળ, વાવાઝોડું વગેરે. આ પૈકી ભૂકંપ, જવાળામુખી અને દાવાનળની આગાહી કરી શકાતી નથી. જયારે પૂર, ત્સુનામાં, દુષ્કાળ, વાવાઝોડું વગેરેની આગાહી કરી શકાય છે . જે આપત્તિઓની આગાહી કરી શકાય તેવી આપત્તિમાં જાનહાનિ નિવારી શકાય છે.
(2) માનવસર્જિત આપત્તિ : જે આપત્તિ માનવ દ્વારા કે માનવીય ભૂલને લીધે ઉત્પન્ન થઈ હોય તેવી આપત્તિઓને માનવસર્જિત આપત્તિઓ કહે છે . દા.ત. આાગ , ઔધોગિક અકમાત , બોમ્બવિસ્ફોટ , હુલ્લડ વગેરે.

13. ભૂકંપ કોને કહેવાય ?
ઉત્તર:-
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઊઠે છે, તેને ભૂકંપ કહે છે.

14. તમે વર્ગખંડમાં હોવ ત્યારે ભૂકંપ આવે તો તમે શું કરશો ?
(A) પાટલી નીચે બેસી જશો  √

(B) દોડાદોડ કરશો 
(C) બૂમાબૂમ કરશો
(D) મેદાનનાં વૃક્ષો નીચે જતા રહેશો 

15.ભૂકંપ સમયે ઊંચા મકાનમાંથી ઊતરતાં લિફટ ન વાપરવી જોઈએ. (√ કે X )
ઉત્તર:-


16. ભુકંપ સમયે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ નહિ. (√ કે X )
ઉત્તર:-
×

17. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ ?
ઉત્તર:-
ભૂકંપ સમયે આ પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ :
(1) આપણે શાળાના વર્ગખંડમાં હોઈએ તો ટેબલ અથવા પાટલી નીચે બેસી જવું જોઈએ. 
(2) વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. 
(3) ભૂકંપ અંતર્ગત સાચા સમાચાર રેડિયો અને ટીવી દ્વારા સાંભળવા. 
(4) અફવાઓથી દોરાવું નહિ. 
(5) રઘવાયા થઈને દોડાદોડ અને બૂમાબૂમ કરવી નહિ.
(6) ઊંચા મકાનમાંથી નીચે ઊતરવા માટે લિફટનો ઉપયોગ ન કરવો. 
(7) ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતાં ઉપકરણો ચાલુ ન કરવાં.

18. 16 જૂન , 1819 માં ગુજરાતમાં __ માં 8.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઉત્તર:-
કચ્છ

19. 12 જુલાઈ , 1975 ના રોજ અંજારમાં ભૂકંપ અનુભવાયો હતો. ( √ કે X )
ઉત્તર :-
×

20. નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 / 7.7 ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો ?
(A)15 ઓગસ્ટ, 2010
(B)26 જાન્યુઆરી, 2008
(C)28 ઓગસ્ટ, 2000
(D) 26 જૂન્યુઆરી, 2001     

21. વાવાઝોડું એટલે શું
ઉત્તર:-
વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી જ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે, તેને વાવાઝોડું કહે છે.

22. પ્રચંડ વાતાવરણીય તોફાનો વાવાઝોડું કે ___ ના નામે ઓળખાય છે.
ઉત્તર:-
ચક્રવાત

23. ભારતમાં વાવાઝોડાની વિનાશક અસરો કયાં અનુભવાય છે ?
ઉત્તર:-
ભારતના પૂર્વ તટે, મલબાર તટે, કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે.

24. 
વાવાઝોડાની ચેતવણી મળતાં નીચેના પૈકી ક્યું કાર્ય ન કરવું જોઈએ ?
(A) ઘરના બારી-બારણાં બંધ કરી દેવાં
(B) બહાર ફરવા નીકળવું જોઈએ        
(C) વીજળી અને ગેસનાં જોડાણ બંધ કરવા
(D) દરિયાથી દૂર ઊંચા વિસ્તારમાં સ્થળાંતર કરવું .

25. વાવાઝોડા દરમિયાન કોઈ સાવચેતી રાખવી જોઈએ ?
(A) જાહેરાતનાં બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ન લેવો જોઈએ 
(B) ઘરનાં બારી - બારણાં બંધ કરી દેવા 
(C) બચાવ માટે કરેલા નિયમોનું પાલન કરો 
(D) આપેલ તમામ