46.સ્ટેથોસ્કોપ વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ:-
હૃદયના ધબકારાને મોટો કરીને સાંભળવા માટે વપરાતું સાધન એટલે સ્ટેથોસ્કોપ. તે એક ચેસ્ટ પીસ, જે સંવેદનશીલ, કંપનશીલ પડદો ધરાવે છે. એક નળી અને બે ઇયર-પીસ ધરાવે છે. ચેસ્ટ પીસને હૃદય પાસે રાખી, ધબકારાના કંપન નળી મારફતેઇયર-પીસ દ્વારા કાનમાં સાંભળી શકાય છે.

47. હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર : ..................
જવાબ:- સ્ટેથોસ્કોપ

48. દોડ્યા પછી માણસના ધબકારા વધી જાય છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
જવાબ:-
હેતુ:-
આરામદાયી સ્થિતિ કરતાં પછી માણસના હૃદયના ધબકારા વધી જાય છે તે સાબિત કરવું.
સાધનસામગ્રી:- રબર,(6-7 સેમી વ્યાસ ધરાવતી ગળણી),50 સેમી લાંબી રબરની ટ્યૂબ
આકૃતિ:-

પદ્ધતિ:- 6-7 સેમી વ્યાસ ધરાવતી એક ગળણી લો. તેના સાંકડા છેડે 50 સેમી લાંબી રબરની નળી લગાવો. ગળણીના પહોળા ભાગને રબરના પડદા વડે ચુસ્ત રીતે બંધ કરો. તમે અને તમારા બે મિત્રોના હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલાં થાય છે. તે નોંધો. હવે વારાફરતી 4-5મિનિટ દોડી, દરેકના હૃદયના ધબકારા વારાફરતી માપીને નોંધો.
અવલોકન:-

વિદ્યાર્થીનું નામ

આરામદાયક સ્થિતિમાં હૃદયના ધબકારા

4-5મિનિટ દોડીયા બાદના હૃદયના ધબકારા

              અભય

                   74

                   80

              જયદીપ 

                   75

                   81

               વિસ્મય

                   77

                   83


નિર્ણય:- દોડ્યા પછી માણસના ધબકારાનો દર આરામદાયક સ્થિતિમાંના ધબકારા કરતાં વધારે હોય છે.

49. એક મિનિટમાં ધમનીમાં થતાં થડકારા શું સૂચવે છે?
જવાબ:- 
એક મિનિટમાં ધમનીમાં થતાં થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે.

50. વાદળી અને જળવ્યાળ (હાઇડ્રા) રુધિર ધરાવે છે.(√ કે ×)
જવાબ:- 
×

51. હૃદયના ધબકારામાં ક્યારે વધઘટ થાય અથવા ક્યારે અનિયમિત બને?
જવાબ:- 
સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારાની સંખ્યા દર મિનિટે72-80ની હોય છે. ભારે કસરત ,વધુ શારીરિક શ્રમથી હૃદયના ધબકારા વધે છે. ક્યારેક શરીરની અવસ્થ પરિસ્થિતિ ,બીમારી કે ઓપરેશન દરમિયાન હૃદયના ધબકારા અનિયમિત બને છે.

52. વાદળીમાં ખોરાક અને ઓક્સિજનનો પ્રવેશ___ દ્વારા થાય છે.
જવાબ:-
 પાણી

53.વાદળી અને જળવ્યાળના જીવનમાં પાણીનું મહત્વ સમજાવો.
જવાબ:- 
વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવતાં નથી. તેઓ પાણીમાં વસવાટ કરે છે. તેઓ પાણીમાં રહેલ ખોરાક અને ઓક્સિજનનો પ્રવેશ શરીરમાં કરાવે છે અને આ જ પાણી દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીરની બહાર કરે છે. આમ આ તમામ કાર્યો પાણી દ્વારા કરતા હોવાથી તેમના માટે પાણી બહુ જ અગત્યનું છે.

54. અંગ્રેજ ચિકિત્સક__ એ રુધિરનું પરિવહન શોધ્યું હતું.
જવાબ:-
 વિલિયમ હાર્વે

55. અપાચિત ખોરાકનો નિકાલ___ સ્વરૂપે થાય છે.
જવાબ:-
 મળ

56.વ્યાખ્યા આપો: ઉત્સર્જન
જવાબ:-
 માનવશરીરમાંથી બિનજરૂરી અને હાનિકારક પદાર્થોનો પ્રવાહી સ્વરૂપે ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે.

57. ઉત્સર્જનતંત્ર કોને કહે છે ?
જવાબ:- 
ઉત્સર્જન ક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને જે તંત્રની રચના કરે છે તેને ઉત્સર્જન તંત્ર કહે છે.

58. મનુષ્યના ઉત્સર્જનતંત્રનાં અંગોનાં નામ જણાવો.
જવાબ:- 
મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં બે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રદ્વાર સમાવિષ્ટ છે.

59. મનુષ્યમાં રુધિરના ગાળણની ક્રિયા ક્યાં થાય છે?
A. મૂત્રપિંડ      √

B. મૂત્રવાહિની
C. હૃદય
D. ફેફસાં

60.ઉત્સર્જનતંત્રમાં કેટલા મૂત્રપિંડ હોય છે? મૂત્રપિંડ શું કાર્ય કરે છે?
જવાબ:-
 ઉત્સર્જનતંત્રમાં એક જોડ એટલે કે બે મૂત્રપિંડ હોય છે. મૂત્રપિંડમાં પહોંચેલા રુધિરમાં ઉપયોગી અને બિનઉપયોગી એમ બંને પ્રકારના પદાર્થો હોય છે. મૂત્રપિંડના આવેલ ઉત્સર્ગ એકમોમાં રુધિરનું સૂક્ષ્મ ગાળણ થાય છે. અને પાણીમાં દ્રાવ્ય કચરો મૂત્ર સ્વરૂપે છૂટો પડે છે.

61. મૂત્રપિંડમાંથી છુટું પડેલું મૂત્ર___ દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે.
જવાબ:-
 મૂત્રવાહિની

62.મૂત્રવાહિની કયા અંગોને જોડે છે ?
જવાબ:-
 મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે.

63. મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે ,જેને ___કહે છે. 
જવાબ:- મૂત્ર

64. મૂત્ર__ માં સંગ્રહાય છે અને___ દ્વારા શરીરની બહાર નીકળે છે.
જવાબ:- 
મૂત્રાશય, મુત્રછિદ્ર

65. એક પુખ્ત વ્યક્તિ 24 કલાકમાં આશરે કેટલા લિટર મૂત્રનું ઉત્સર્જન કરે છે ?
A. 2 થી 2.8લીટર
B. 1.50 થી 2.50 લીટર
C. 1 થી 1.8 લીટર      √
D. 2.5 થી 3 લીટર

66.મુત્રમાં રહેલા પદાર્થો તેના પ્રમાણ સાથે જણાવો.
જવાબ:-
 મુત્રમાં 95 % જેટલું પાણી, 2.5% યુરિયા અને 2.5 % બીજા નકામા પદાર્થો આવેલાં છે. પાણીમાં દ્રાવ્ય ક્ષાર અને નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે.

67. જોડકાં જોડો :

વિભાગ- અ

વિભાગ -બ

(1)મૂત્રપિંડ     

(A) મૂત્રનો ત્યાગ

(2) મૂત્રવાહિની   

(B) રુધિરનું ગાળણ

(3) મુત્રાશય      

(C) મૂત્રનું વહન

(4)  મૂત્રદ્વાર      

(D) મૂત્રનો સંગ્રહ


જવાબ

(1)-(B)  

(2) - (C)

(3) –(D)

(4) -(A)


68. ઉનાળામાં પરસેવો કેમ થાય છે? સમજાવો.
જવાબ:-
 આપણા શરીરનું તાપમાન 37°Cહોય છે અને તે જળવાવું જરૂરી છે. ઉનાળામાં બહારનું તાપમાન વધુ હોય છે. ચામડીમાંથી પરસેવો મુક્ત થવાથી તેમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. જે શરીરને ઠંડું કરવામાં મદદરૂપ થાય છે.આમ, પરસેવા દ્વારા શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો થાય છે.

69. પરસેવો એ પાણી અને___ ધરાવે છે.
જવાબ:-
 ક્ષાર

70.પ્રાણીઓમાં નકામાં રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની ગુણવત્તા પર અવલંબે છે.(√ કે ×)
જવાબ:-
 ×

71. માછલીઓ કેવા સ્વરૂપે કોષોનો કચરો ઉત્સર્જે છે ?તે ક્યાં જાય છે ?
જવાબ:- 
માછલી એ જળચર સજીવ છે. માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે.

72. પક્ષીઓ, ગરોળી ,સાપ કેવા સ્વરૂપે ઉત્સર્જન કરે છે?
જવાબ:- 
પક્ષીઓ, ગરોળી ,સાપ જેવા સજીવો અર્ધઘન ,સફેદ રંગના પદાર્થ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જિત કરે છે.

73. મનુષ્યમાં મહદ્અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ___આવેલ હોય છે.
જવાબ:- 
યુરિયા

74. મૂત્રપિંડ કામ કરતાં ક્યારે બંધ થાય છે? તેની મનુષ્ય પર શું અસર થાય ?
જવાબ:-
 મનુષ્યમાં મૂત્રપિંડ કોઇ ઇજાના કારણે કે ,ચેપના કારણે કામ કરતા બંધ થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે રુધિરમાં બિનજરૂરી, હાનિકારક દ્રવ્યોનું પ્રમાણ ધીમે ધીમે વધે છે તો મૂત્રપિંડ કાર્યક્ષમતા ગુમાવે તો દિવસે દિવસે શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધતા મનુષ્ય મૃત્યુ તરફ ધકેલાય છે.

75. ડાયાલિસીસ એટલે શું?
જવાબ:- 
કુત્રિમ મૂત્રપિંડ દ્વારા દર્દીના શરીરમાંના અશુદ્ધ રુધિરનું ગાળણ કરવાની ક્રિયાને ડાયાલિસીસ કહે છે.

76. વનસ્પતિના કયા અંગ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજતત્વો નું શોષણ થાય છે?
A. મૂળ      √

B. પ્રકાંડ
C. પર્ણ
D. પુષ્પ

77. મૂળરોમ ક્યાં આવેલા હોય છે?
A. મૂળમાં      √

B. પ્રકાંડમાં
C. પર્ણમાં
D. બીજમાં

78. મૂળની સપાટીમાં વધારો કરનાર રચના કઈ છે ?
A.પર્ણરંધ્ર
B. મૂળરોમ      √
C. કોષ
D. એક પણ નહીં

79.જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી કોના સંપર્કમાં હોય છે?

A. પ્રકાંડ
B. પર્ણ    
C. મૂળરોમ      √
D. A અને C

80.પેશી એટલે શું?
જવાબ:-
 નિશ્ચિત કાર્ય કરવા માટે એક જ પ્રકારના કે અલગ અલગ રચના ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે.

81.વાહકપેશી એટલે શું?
જવાબ:-
 વનસ્પતિમાં પાણી અનેખનીજક્ષારોના વહન માટે ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળી જે પેશી બનાવે છે, તેને વાહક પેશી કહે છે. ઉદા. જલવાહક પેશી અને અન્નવાહક પેશી.

82. જલવાહક પેશીનું કાર્ય જણાવો.
જવાબ:- 
વનસ્પતિમાં જલવાહક પેશી પાણી અને ક્ષારોનું વહન કરે છે.

83. ટૂંકમાં માહિતી આપો: જલવાહક પેશી 
જવાબ:- વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારો ના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહેવાય છે. જે વનસ્પતિ દેહમાં સળંગ નળીઓ નું જાળું બનાવે છે. જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. જેથી વનસ્પતિના દરેક ભાગ સુધી પાણી અને ખનીજક્ષારો વહે છે.

84. અન્નવાહક પેશી એટલે શું ?તેનું કાર્ય જણાવો.
જવાબ :- 
પર્ણ ખોરાક બનાવે છે. વનસ્પતિમાં આ ખોરાકનું વહન કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળીને અન્નવાહક પેશીરચે છે. જેનું કાર્ય પર્ણમાંથી ખોરાકને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચવાનું છે.

85. વનસ્પતિમાં પાણી__ દ્વારા વહન પામે છે.
A.જલવાહક પેશી          √

B. અન્નવાહક પેશી
C.પર્ણરંધ્ર
D. આપેલ તમામ

86.વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
જવાબ:- 
વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળ દ્વારા શોષેલા આ દ્રવ્યોને પ્રકાંડ અને પર્ણોમાં સુધી પહોંચાડવાનું હોય છે. આ માટે જલવાહક પેશી સળંગ નળીઓનું એક નેટવર્ક બનાવે છે. જે મૂળથી પ્રકાંડ, ડાળી અને પર્ણોને સાંકળે છે. આમ, પાણી અને ખનીજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પણ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનો હોય છે. અન્નવાહક પેશી દ્વારા પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ,ડાળીઅને અન્ય ભાગો સુધી પહોંચે છે. આમ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે.

87. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો
જવાબ:- 
વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન ચુષક પુલ જેવી રચના સર્જે છે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિમાં ઠંડક પણ સર્જે છે.

88. બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ તરીકે નિકલ શાના દ્વારા થાય છે?
જવાબ:- 
બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાદશાહ તરીકે નિકાલ પર્ણરંધ્ર દ્વારા થાય છે

89. પર્ણરંધ્ર એટલે શું ? પર્ણરંધ્રના બે કાર્યો લખો.
જવાબ:- 
વનસ્પતિના પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલાં હોય છે તેને પર્ણરંધ્ર કહે છે આપર્ણરંધ્રની બંને બાજુ રક્ષક કોષો આવેલા હોય છે. પર્ણરંધ્રના કાર્યો:(1) બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી બહાર નિકાલ પામે છે. (2) પ્રકાશસંશ્લેષણ અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે.

90. બાષ્પોત્સર્જન એક પ્રકારનું બળ રચે છે, જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે.(√ કે ×)
જવાબ:-
 √

91. ચૂષક (શોષણ) પુલ__ દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે.
જવાબ:-
 બાષ્પીભવન

92. વનસ્પતિને __રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.
A. છાંયડામાં
B. આછા પ્રકાશમાં
C. પંખા નીચે      √
D. પૉલીથીન બેગથી ઢાંકીને

93. જોડકાં જોડો :-

વિભાગ- અ

વિભાગ -બ

(1)પર્ણરંધ્ર            

 (A) પાણીનું શોષણ

(2) જલવાહક પેશી

 (B) બાષ્પોત્સર્જન

(3) મૂળરોમ           

 (C) ખોરાકનું વહન

(4)  અન્નવાહક પેશી 

(D) પાણીનું વહન

                          

  (E) કાર્બોદિતનું સંશ્લેષણ       


જવાબ

(1) - (B)

(2) - (D)

(3) - (A)

(4) - (C)


94. રુધિરનો લાલ રંગ શેના કારણે હોય છે ?
જવાબ:- રુધિરમાં રહેલા રક્તકણો લાલ રંજકકણ હિમોગ્લોબીન ધરાવે છે, જેના કારણે રુધિર નો રંગ લાલ દેખાય છે.

95. નાડી -ધબકાર એટલે શું? શરીરમાં કઈ કઈ જગ્યાએ અનુભવી શકાય છે? કેવી રીતે ?
જવાબ:- ધમનીમાં વહેતું રુધિર ઝડપી અને દબાણ સાથે વહે છે કારણકે હૃદય લયબદ્ધ રીતે ધબકે છે. બંને કર્ણકો પછી બંને ક્ષેપકો સંકોચન અને વિસ્તરણ પામે છે. જેના કારણે ધમનીમાં અનુભવાતા ધબકારાને નાડી- ધબકાર કહે છે. કાંડામાં ,ગળા પાસે ડાબી બાજુ, પગની ઘૂંટીના ભાગમાં નાડી- ધબકાર અનુભવી શકાય છે.

96. તફાવત લખો:- કર્ણકો અને ક્ષેપકો

                     કર્ણકો

                     ક્ષેપકો

(1) તે  હૃદયના ઉપલા ખંડો છે.

(1)તે  હૃદયના નીચેના ખંડો છે.

(2) તેની દીવાલ પાતળી હોય છે.

(2) તેની દીવાલ જાડી હોય છે.

(3) તે શરીરનાં વિવિધ અંગોમાંથી રુધિર મેળવે છે.

(3) તે હૃદયના કર્ણકમાંથી રુધિર મેળવે છે.

(4) તેમાંથી રુધિર  ક્ષેપકોમાં વહન પામે છે.

(4) તેમાંથી રૂધિર શરીરના વિવિધ અંગોમાં વહન પામે છે.


97. હૃદયના ધબકારા એટલે શું?
જવાબ:- 
હૃદય એ સ્નાયુઓની બનેલ રચના છે. આ સ્નાયુઓનું નિયમિત લયબદ્ધ સંકોચન અને વિસ્તરણ જોવા મળે છે. સંકોચનને અનુસરતું સ્નાયુઓનુ વિકોચન હૃદયનો એક ધબકારો સૂચવે છે.

98. કારણ આપો: વાદળી જેવા સજીવને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી. 
જવાબ:- પ્રાણીઓમાં પોષકદ્રવ્યો અને ઉત્સર્ગ તથા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન રુધિર દ્વારા થાય છે. વાદળી અને જળવ્યાળમાં આ તમામ કાર્યો પાણી દ્વારા જ થાય છે. તેથી તેમને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર નથી.