36.જળની ઉપયોગી શી છે ?
ઉત્તર:-
 જળ એ માનવજીવનની પ્રાથમિક જરૂરિયાત છે. પાણી માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ ઉપયોગી સ્ત્રોત છે.

37.જળ -સંસાધનો કયાં કયાં છે?
ઉત્તર:-
 મહાસાગરો, ઉપસાગરો, સમુદ્રો ,નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરે જળસંસાધનો છે.

38. પૃથ્વી પર જળ -સંસાધનનો મુખ્ય સ્ત્રોત ભૂમિગતજળ છે.(√ કે ×)
ઉત્તર:-
 ×

39. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
ઉત્તર:-
 પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે.

40. પૃષ્ટીય જળ સ્ત્રોત કયા છે ?તેમાં મુખ્ય સ્ત્રોત જણાવો.
ઉત્તર:-
 પૃષ્ટીય જળ સ્ત્રોતમાં નદી, સરોવર, તળાવ, ઝરણાં વગેરેનો સમાવેશ થાય છે. તેમાં નદી મુખ્ય સ્ત્રોત છે.

41. નીચેનામાંથી કયાં સિંચાઇના માધ્યમો છે? 
(A)કુવા
(B)નહેર
(C) તળાવ
(D)આપેલ તમામ √

42. કારણ આપો: આપણા દેશમાં નિરંતર પાણીની અછત વધતી જાય છે.
ઉત્તર:- 
વધતી જતી વસતી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવનધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. ઉપરાંત બધા પ્રકારની ગંદકીની સફાઇ માટે પાણીની વધતી જતી જરૂરિયાત વગેરેને લીધે પાણીનો સતત વપરાશ વધી રહ્યો છે. આથી, આપણા દેશમાં નિરંતર પાણીની અછત વધતી જાય છે.

43. વર્તમાન સમયમાં ભૂમિગત જળસ્તર શાથી નીચું ગયું છે ?
ઉત્તર:-
 વર્તમાન સમયમાં પાણીની માંગને પહોંચી વળવા ભૂમિગત જળ ટયૂબવેલ દ્વારા વધુ પ્રમાણમાં બહાર કાઢતાં ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે.

44. જળતગી એટલે શું ?
ઉત્તર:- 
જળતંગી એટલે પાણીની અછત દેશમાં વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડીયા પાકોને માંગ, શહેરીકરણ અને ઊંચા જીવનધોરણના પરિણામે પાણીની માંગ વધતી જાય છે .દરેક પ્રકારની ગંદકીની સફાઇ કરવા માટે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે .ઉપરાંત વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટયૂબવેલ દ્વારા બહાર કાઢતાં ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. પરિણામે દેશભરમાં પાણીની જરૂરિયાતની સામે ઉપયોગમાં લઈ શકાય તેવો પાણીનો જથ્થો ઓછો છે. આમ, આપણા દેશમાં ઘણા વિસ્તારોમાં જળતંગી ઉદ્ભવી છે.

45. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.(√ કે ×)
ઉત્તર:- 


46.કારણ આપો: પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો કરવા આવશ્યક છે.
ઉત્તર:-
 પૃથ્વી પર પણ વિશાળ માત્રામાં છે. પરંતુ તેમાંથી માત્ર 3%જેટલું જ પાણી પીવા લાયક છે. વધતી જતી વસતી અને શહેરીકરણ ને લીધે પાણીનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. ભૂગર્ભજળ પણ લોકો ટયૂબવેલ વડે ઉલેચીને ખાલી કરી રહ્યા છે. વળી જળ પ્રદૂષણને લીધે પણ પીવાલાયક પાણી ઘટતું જાય છે.જો આમ જ ચાલ્યા કરશે તો જળતંગી દરેક દેશ અને શહેરમાં હશે. આથી જ જળતંગીથી બચવા પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને જાળવણી ના ઉપાયો કરવા આવશ્યક છે.

47. ટૂંક નોંધ લખો: જળ સંસાધનની જાળવણી
ઉત્તર:- 
જળ -સંસાધનની જાળવણી માટે આ ઉપાયો અજમાવવા જોઈએ:
(1) વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું.
(2) ભૂમિગત જળનું સ્તર ઉપર આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. 
(3)નદી પર બંધ બાંધીને નદીઓના પાણીના જળ-સંચયની વ્યવસ્થા કરવી જોઈએ.
(4) વરસાદના વહી જતા પાણી રોકીને તેના સંગ્રહ માટેના પ્રયત્નો કરવા જોઈએ. 
(5)વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બંધારા ,શોષકૂવા,ખેત- તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ.
(6)જળના વિવેકપૂર્ણ ઉપયોગ માટે લોકજાગૃતિ લાવી જળ- સંરક્ષણમાં ભાગીદારી વધારવી.
(7) બાગ બગીચા,શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
(8) જળાશયો અને નદીઓના પાણીને શુદ્ધ રાખવા માટે તેને પ્રદૂષણથી બચાવવા.
(9) ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી.
(10) સરકાર દ્વારા કરવામાં આવતા જળ- વ્યવસ્થાપન કાર્યમાં ભાગીદાર બનવું.

48. વર્ષો પહેલા માનવી શિકાર માટે શેમાંથી ઓઝાર બનાવતો હતો?
(A) કાંસામાંથી
(B) લાકડામાંથી
(C) તાંબામાંથી
(D) પથ્થરમાંથી √

49.__એ માનવ વિકાસનો પ્રથમ તબક્કો ગણાય છે.
ઉત્તર:- 
પાષાણયુગ

50. માનવ સંસ્કૃતિના વિકાસને કયા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે?
ઉત્તર:-
 માનવ સંસ્કૃતિના વિકાસને પાષાણયુગ તામ્રયુગ, કાંસ્યયુગ,લોહયુગ અને વર્તમાન સમય અણુયુગ જેવા વિવિધ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે.

51. વર્તમાન સમય અણુયુગ તરીકે ઓળખાય છે(√ કે ×)
ઉત્તર:- 


52.__ ક્રાંતિ પછી ખનીજોનું મહત્વ વધી ગયું છે.
ઉત્તર:-
 ઔદ્યોગિક

53. કારણ આપો: ખનીજ સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર:-
 વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી જતી વસ્તીની માંગને લીધે કુદરતી સંસાધનોમાં ખનીજોનો ઉપયોગ વધ્યો છે. ખનીજ- સંપત્તિનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે, તેથી તે ખૂટી જવાનો ભય છે. પેટ્રોલિયમ જેવા પદાર્થો ખૂટી જવાને આરે છે. તેથી ખનીજ સંસાધનોનો ઉપયોગ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

54. ખનીજ- સંરક્ષણ પણ એક જાતની બચત છે.(√ કે ×)
ઉત્તર:-
 √

55. ભારતીય સંસ્કૃતિમાં વનનું મહત્વ દર્શાવ્યું છે.(√ કે ×)
ઉત્તર:- 


56.ઘરનું ફર્નિચર શેમાંથી બનાવવામાં આવે છે?
ઉત્તર:- 
ઘરનું ફર્નિચર સાગ અને સાલના લાકડામાંથી બનાવવામાં આવે છે.

57. રમતગમતનાં સાધનો કયાં લાકડાંમાંથી બને છે?
(A)સાગ અને સાલના
(B) દેવદાર અને ચીડનાં √
(C) વાંસ અને ચીડનાં
(D)અબનૂસ અને રોજવુડનાં

58. વાસમાંથી શુ બનાવી શકાય છે?
ઉત્તર:-
 વાસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, સાદડી, રેયોન વગેરે બનાવી શકાય છે.

59. જંગલો માંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? 
ઉત્તર:- જંગલોમાંથી વિવિધ વનસ્પતિનાં લાકડાં, લાખ, રાળ, ગુંદર, મધ, વિવિધ ઔષધિઓ ટર્પેન્ટાઇન વગેરે વસ્તુઓ મળે છે.

60. જંગલો આબોહવાને સમ બનતી અટકાવે છે.(√ કે ×)
ઉત્તર:- ×

61. નીચેનામાંથી કઈ બાબત જંગલોનું મહત્વ દર્શાવતી નથી?
(A)ભૂમિગત જળને ટકાવી રાખે છે.
(B) વરસાદ લાવે છે.
(C) વાતાવરણના ભેજને શોષી લે છે.
(D) જમીનનું ધોવાણ અટકાવે છે.

62. જંગલો વાતાવરણમાં___ અને કાર્બન ડાયોકસાઈડ વાયુનું સંતુલન જાળવી રાખે છે.
ઉત્તર:- 
ઓક્સિજન

63. જંગલોનું આર્થિક મહત્વ જણાવો.
ઉત્તર:-
 જંગલોનું આર્થિક મહત્વ આ પ્રમાણે છે:
(1) જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે અને ઘરનું ફર્નિચર બનાવવા ઉપયોગી છે.
(2) દેવદાર અને ચીડનાં લાકડાંમાંથી રમત-ગમતનાં સાધનો બને છે. 
(3)વાંસમાંથી ટોપલા, ટોપલી ,કાગળ,રેયોન, સાદડી ઉપરાંત સુશોભન વસ્તુઓ બને છે. 
(4)જંગલમાંથી લાખ, રાળ,ગુંદર, મધ અને વિવિધ ઔષધિઓ પણ મળે છે. 
(5)જંગલો ત્યાં રહેતી પ્રજાને આજીવિકા પુરી પાડે છે.

64. જંગલનું પર્યાવરણીય મહત્વ જણાવો. 
ઉત્તર:- જંગલોનું પર્યાવરણીય મહત્વ આ મુજબ છે :
(1)જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવે છે.
(2) આબોહવામાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે અને વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે.
(3) જંગલો ભૂમિગત જળ ને ટકાવી રાખવામાં મદદ કરે છે.
(4) જમીનનું ધોવાણ થતું અટકાવે છે.
(5) વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે.
(6) રણને આગળ વધતો અટકાવે છે.

65. ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે ?
(A)ગુજરાત
(B)અસમ
(C)અંદમાન -નિકોબાર √
(D)હરિયાણા

66.ભારતમાં સૌથી વધુ જંગલો કયાં કયાં આવેલા છે ?
ઉત્તર:-
 ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના તેમજ મિઝોરમ મણિપુર ,ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે.

67. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે.(√ કે ×)
ઉત્તર :- 


68. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર જંગલોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
ઉત્તર:- 
રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33%વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.

69. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ___ જેટલું છે.
ઉત્તર:-
 23

70. જંગલોનું પ્રમાણ દિવસેને દિવસે શાથી ઓછું થઈ રહ્યું છે ?
ઉત્તર:- 
માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગોનો કાચોમાલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા તથા શહેરીકરણ વગેરેને લીધે જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે.