40. ખડક પર ચઢતી વખતે શરીરને કેવી રીતે રાખવાથી સરળતાથી ચઢી શકાય છે?
ઉત્તર : ખડક પર ચઢતી વખતે શરીરને 90° ના ખૂણે તથા પીઠને સીધી રાખવાની હોય છે. જેથી આપણે જેમ જમીન પર ચાલતા હોઈએ તે રીતે ચાલીને સરળતાથી ખડક ઉપર ચઢી શકીએ,

41. ખડક પરથી નીચે ઊતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, તેને શું કહે છે?
ઉત્તર :
 રેપલિંગ

42. દીવાલ ચઢવી અને ખડક ચઢવામાં શું તફાવત છે?
ઉત્તર : 
દીવાલ પર ચઢવું સહેલું છે, કારણ કે તે નાની હોય છે, તે ટેબલની મદદથી ઉપર ચઢીને પણ પાર કરી શકાય છે. જયારે ખડક તેની સરખામણીમાં ઘણો ઊંચો હોય છે. જે ચઢવા માટે સીડી, ટેબલ વગેરે જેવાં સાધનો નાના પડે છે. તેને દોરડાની મદદથી ચોક્કસ પદ્ધતિ દ્વારા ચઢી શકાય છે.

43. સંગીતા અને ખાનદોન્બી જ્યારે રસ્તો ભૂલી ગયાં ત્યારે તેઓએ જૂથના સભ્યોને તેની જાણ કરવા કેવા પ્રયત્નો કર્યા?
ઉત્તર :
 જ્યારે તેઓ રસ્તો ભૂલી ગયાં છે તેવી ખબર પડી ત્યારે તો પહેલાં તેઓ ડરી ગયાં હતાં. કેમ કે બૅટરીથી પણ રસ્તો જોઈ ન શકાય એટલું અંધારું થઈ ગયું હતું. તેમણે ખાનદોન્બીનો હાથ જોરથી પકડીને બૂમ પાડી, ‘તમે બધાં ક્યાં છો? તમે મને સાંભળી શકો છો?” પછી થોડીવાર બંનેએ મોટેથી સિસોટી વગાડી અને બેટરીથી પ્રકાશ ફેંક્યો. ત્યારે સામેથી સિસોટીનો અવાજ આવ્યો. તેઓ આવતા દેખાય ત્યાં સુધી ખાનદોન્બીએ મિઝો ભાષામાં મોટેથી ગીત ગાયું, જેથી તેમની હિંમત બની રહી.

44. ખાનદોન્બીએ કેમ મોટેથી ગીત ગાયું હશે?
ઉત્તર : 
પોતાના જૂથનો સભ્યોને અવાજ સાંભળીને તે દિશામાં આવવાની સમજ પડે, ખાનદોન્બીએ મોટેથી ગીત ગાયું હશે.

45. પર્વતારોહણ શિબિરમાં ............... ખાસ મહેમાન તરીકે આવ્યાં હતાં.
ઉત્તર : 
બચેન્દ્રી પાલ

46. બર્ફિલા પહાડો પર તંબુ બાંધવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર : 
પ્લાસ્ટિક

47. બર્ફિલા પહાડો પર તંબુની નીચે જમીન પર પણ ................ પાથરવામાં આવે છે.
ઉત્તર : 
પ્લાસ્ટિક

48. તંબુ માટે અને પાથરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
ઉત્તર : 
તંબુ માટે અને પાથરવા માટે બે પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

49. બર્ફિલા પહાડો પર તંબુ બાંધવામાં શા માટે મુશ્કેલી પડે છે?
ઉત્તર : 
ઊંચાઈ પર કે બર્ફિલા પહાડો પર હવા ખૂબ જ તેજ હોય છે. તેથી તંબુનો એક છેડો બાંધી બીજો છેડો બાંધવા જાય ત્યારે પહેલો છેડો ઘણીવાર છૂટી જાય છે. આથી ઘણા બધા પ્રયત્નો પછી તંબુ બાંધી શકાય છે.

50. તંબુની આસપાસ શું કરવામાં આવે છે?
ઉત્તર : 
ખાઈ

51. તંબુની ફરતે ખાઈ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર :
 પહાડી વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ તથા સાપ ફરતા હોય છે. તેનાથી બચવા માટે તંબુની આસપાસ ઊંડી ખાઈ બનાવવામાં આવે છે.

52. બર્ફિલા પહાડ પર ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર : 
બર્ફિલા પહાડ પર લાકડાં એકઠાં કરી ચૂલો બનાવી સાથે લાવેલ ખોરાક રાંધવામાં આવે છે.

53. પર્વતારોહણ દરમિયાન ચૂલો બનાવવાની સામગ્રી ક્યાંથી મેળવી?
ઉત્તર :
 ચૂલો બનાવવા લાકડાં, પથ્થરો અને અન્ય સામગ્રી આસપાસની જગ્યામાંથી શોધીને મેળવવી પડે છે.

54. પર્વતારોહણ દરમિયાન પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવામાં આવે છે?
ઉત્તર :
 પર્વતારોહણ દરમિયાન ખોરાક રાંધવા માટે વાપરેલાં સાધનો તથા આસપાસ પડેલો બધો કચરો એક બેગમાં ભરી દેવામાં આવે છે, જેથી પર્યાવરણની સ્વચ્છતા જળવાઈ રહે.

55. બર્ફિલા પહાડો પર તંબુમાં સૂવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર : 
સ્લીપિંગ બૅગ

56. તંબુમાં સૂવાની બૅગ કેવી હતી?
ઉત્તર : 
તંબુમાં સૂવાની બૅગ મુલાયમ પીછાંઓથી ભરેલી હતી, જે શરીરને ગરમ રહેવામાં મદદ કરે તેવી હતી.

57. બરફ પર ચાલવા માટે ............... સાથે રાખવામાં આવે છે.
ઉત્તર : 
લાકડી

58. બરફની છાવણીમાં સવાર કેવી હતી?
ઉત્તર :
 બરફની છાવણીમાં સવારે બરફ પડતો હતો. છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ અને ખૂબ સુંદર દેખાતું હતું.

59. બરફથી છવાયેલ પર્વત પર બધાંએ કેવી રીતે આનંદ માણ્યો?
ઉત્તર :
 બરફથી છવાયેલ પર્વત પર બધાંએ એકબીજા પર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવીને ખૂબ આનંદ માણ્યો.

60. પર્વતારોહણ દરમિયાન કઈ કઈ મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે?
ઉત્તર : 
પર્વતારોહણ દરમિયાન સંગીત, નૃત્ય, નાટક, કૅમ્પફાયર, જોક્સ વગેરે જેવી મનોરંજક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

61. બ્રિગેડિઅર જ્ઞાનસિંઘે કોનું નામ ‘સૌથી સારા પ્રદર્શન' તરીકે જાહેર કર્યું?
ઉત્તર :
 બ્રિગેડિઅર જ્ઞાનસિધે સંગીતા અરોરાનું નામ ‘સૌથી સારા પ્રદર્શન' તરીકે જાહેર કર્યું.

62. બચેન્દ્રી પાલ જાણીતાં ................ છે.
ઉત્તર : 
પર્વતારોહક

63. બાળપણના કયા પ્રસંગોમાં બચેન્દ્રી પાલની સાહસિકતાનો ગુણ દેખાયો હતો?
ઉત્તર :
 જ્યારે બચેન્દ્રી પાલ 12 વર્ષનાં હતાં ત્યારે શાળાની પિકનિકમાં બહાર આવીને તેમના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢ્યાં હતાં. જલદી અંધારું થવાને કારણે તેઓ ઠંડી અને ડરામણી રાતમાં કોઈ પણ ખોરાક વગર આખી રાત પર્વત પર રોકાયાં હતાં. આ પ્રસંગમાં તેમનો સાહસિકતાનો ગુણ દેખાય છે.

64. બચેન્દ્રી પાલ ક્યાંના રહેવાસી હતાં?
ઉત્તર :
 ઉત્તરાખંડ

65. બચેન્દ્રી પાલે કઈ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી?
ઉત્તર : 
બચેન્દ્રી પાલે ઉત્તર કાશીની નહેરુ પર્વતારોહણ સંસ્થામાં પર્વતારોહણની તાલીમ લીધી હતી.

66. બચેન્દ્રી પાલના માર્ગદર્શક ............... હતા.
ઉત્તર :
 બ્રિગેડિયર જ્ઞાનસિંઘ

67. તાલીમ લીધા પછી બચેન્દ્રી કયા કામમાં જોડાયાં?
ઉત્તર :
 તાલીમ લીધા પછી બચેન્દ્રી મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાના કામમાં જોડાયાં.

68. કઈ સાલમાં બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યાં?
ઉત્તર :
 ઈ.સ. 1984

69. માઉન્ટ એવરેસ્ટ ટુકડીમાં ..... મહિલાઓ હતી.
ઉત્તર :
 7

70. માઉન્ટ એવરેસ્ટ .......... મીટર ઊંચો છે.
ઉત્તર : 
8600

71. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને ............... કહે છે.
ઉત્તર : 
સાગરમધ્યા

72. બચેન્દ્રીએ ક્યારે માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો?
ઉત્તર :
 બચેન્દ્રીએ 23મી મે ના બપોરે 1 કલાક અને 7 મિનિટે માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો.

73. બચેન્દ્રીએ એવરેસ્ટ પર ચઢતાં પહેલાં કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો?
ઉત્તર : 
બચેન્દ્રી 15મી ની રાત્રે બરફના તોફાનમાં લગભગ આખાં દટાઈ ગયાં હતાં. તેમને માથામાં ઈજા પણ થઈ હતી. આવા મોટા બરફના તોફાનનો સામનો તેમણે એવરેસ્ટ ચઢતાં પહેલાં કર્યો હતો.

74. બચેન્દ્રીએ પર્વતની ટોચ પર ઊભા રહેવા શું કર્યું?
ઉત્તર : 
બચેન્દ્રી અને તેમના સાથીએ બરફમાં ખાડો ખોદી કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી અને તેનો કડીની ઉપયોગ કરી. પોતાને દોરડા સાથે બાંધ્યાં, જેથી ખૂબ તેજ પવનમાં પણ તે ઊભાં રહી શકે અને લપસી ન પડે.

75. બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો?
ઉત્તર :
 બચેન્દ્રી ભારતીય છે. એટલે તેમણે આપણા દેશના સન્માન માટે એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

76. આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે?
ઉત્તર : 
આપણો રાષ્ટ્રધ્વજ 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવ આવે છે. ઉપરાંત કોઈ ભારતીય જયારે દેશને સન્માન અપાવે છે ત્યારે પણ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

77. તમે કયા કયા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે? ક્યાં ક્યાં? ચર્ચા કરો.
ઉત્તર :
 અમે ભારત, શ્રીલંકા, અમેરિકા, ચીન, પાકિસ્તાન, જાપાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ વગેરે દેશના રાષ્ટ્રધ્વજ ટીવીમાં, સમાચારપત્રોમાં, જાહેરાતમાં, ક્રિકેટના મેદાનમાં, પાઠ્યપુસ્તકમાં વગેરેમાં જોયા છે.

78. બચેન્દ્રી પાલે કહ્યું સન્માન પ્રાપ્ત કર્યું છે?
ઉત્તર :
 બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાનાં પાંચમાં મહિલા તરીકે સન્માન પ્રાપ્ત કર્યું છે.