46. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે. (√ કે X)
ઉત્તર:-


47. પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક ક્યાં સંગ્રહ થાય છે ?
ઉત્તર :
પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ દ્વારા વહન પામી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી ત્યાં સંગ્રહ થાય છે.

48. બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો___ગુમાવે છે.
(A) સ્ટાર્ચ
(B) ખાતર
(C) પાણી √
(D) એક પણ નહીં

49. પર્ણમાં સ્ટાર્ચ હાજર છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો :
હેતુ :
પર્ણમાં સ્ટાર્ચ હાજર છે, તેમ સાબિત કરવું.
સાધન-સામગ્રી : બે જુદાજુદા કદનાં બીકર, બર્નર, પ્લેટ, સ્પિરીટ લેમ્પ, આયોડિનનું દ્રાવણ, પાણી, ત્રિપાઈ, જાળી, ચિપીયો
આકૃતિ:-

પદ્ધતિ :- એક નાના બીકરમાં એક લીલું પર્ણ મૂકી, તે પૂરેપૂરું ડૂબે એ રીતે સ્પિરીટ રેડો. હવે મોટા બીકરને ત્રિપાઇ પર રાખેલી જાળી પર ગોઠવો. નાનું પર્ણવાળું બીકર તેમાં ગોઠવી, એટલું પાણી ભરી કે નાના બીકરમાં પાણી જાય નહીં. હવે બર્નર ચાલુ કરી પાણી ગરમ કરો. પર્ણનો બધો જ લીલો રંગ સ્પિરીટમાં ભળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું ચાલુ રાખો. હવે ચિપીયા વડે પર્ણને ઊંચકી એક પ્લેટમાં મૂકો. પર્ણને સાદાં પાણી વડે સાફ કરો. પ્લેટનું પાણી બહાર ફેંકી દો. પર્ણ પર આયોડિનના ત્રણ-ચાર ટીપાં નાખી અવલોકન કરો.
અવલોકન :- પર્ણ પર આયોડિનના ટીપા નાખતા પર્ણ ઘેરા કાળા /ભૂરા રંગનું બને છે.
નિર્ણય:- જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે.

50. પર્ણને ખોરાક બનાવવા શેની જરૂર પડે છે ?
ઉત્તર :
પર્ણને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે.

51. પ્રકાશસંશ્લેષણમાં__વાયુનો ઉપયોગ થાય છે, જ્યારે__ વાયુ ઉત્સર્જિત થાય છે.
(A) ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ
(B) ઑક્સિજન, નાઇટ્રોજન
(C) કાર્બન ડાયૉક્સાઇડ, ઑક્સિજન. √
(D) નાઇટ્રોજન, ઑક્સિજન

52. વ્યાખ્યા આપો : પ્રકાશસંશ્લેષણ
ઉત્તર :
લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલનો ઉપયોગ કરી મુળ દ્વારા શોધાયેલ પાળી અને વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

53. વનસ્પતિનું___જમીનમાં હોય છે.
(A) મૂળ
(B) પ્રકાંડ
(C) પર્ણ
(D) પુષ્પ

54.___વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે.
(A) પ્રકાંડ
(B) પર્ણો
(C) મૂળ √
(D) ડાળીઓ

55.મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે, તે ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તરઃ-
બે વાટકી લઈ, તેમાં ભીનું રૂ મૂકો અને એક વાટકીમાં ચણાના 3-4 દાણા અને બીજી વાટકીમાં મકાઈના 3-4 દાણા મૂકો. બીજને ફણગો ફૂટી તેનો વિકાસ થઇ બાળ છોડ બને ત્યાં સુધી રોજ પાણી આપો. 
5-6 દિવસમાં બાળછોડ તૈયાર થતાં તેના મૂળને રૂ થી અલગ કરવા પ્રયત્ન કરો. છોડના મૂળને રૂ થી અલગ કરી શકાતો નથી. આમ મૂળ જમીનમાં સ્થાપિત થઈ જાય છે અને વનસ્પતિને તેની સાથે જકડી રાખવાનું કામ કરે છે.

56. આકૃતિ દોરી સોટીમૂળ, પાર્શ્વમૂળ અને તંતુમૂળની વ્યાખ્યા આપો:
આકૃતિ:-


ઉત્તર:- તંતુમૂળ :- કેટલીક વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ બધાં જ મૂળ સમાન હોય છે. તેનાથી બનતા મૂળતંત્રને તંતુમૂળ કહે છે.
સોટીમૂળ :- કેટલીક વનસ્પતિમાં એક લાંબુ, મજબૂત મુખ્યમૂળ સર્જાય છે, જેની આજુબાજુ નાનાં મૂળ હોય છે. આવા મૂળને સોટીમૂળ કહે છે.
પાર્શ્વમૂળ :- સોટીમૂળમાંથી આ
જુબાજુ નીકળતાં નાના-નાના મૂળને પાર્શ્વમૂળ કહે છે.

57. મૂળનાં કાર્યો જણાવો.
ઉત્તર :
મૂળના કાર્યો આ મુજબ છે : 
(1) તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. 
(2) જમીનમાંથી પાણી અને ખનીજક્ષારોનું શોષણ કરે છે.

58. ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા મૂળના નામ આપો.
ઉત્તર:-
ખોરાક તરીકે લેવાતા મૂળમાં ગાજર, બીટ, સલગમ, મૂળા, શક્કરિયા, સાબુદાણા વગેરેનો સમાવેશ થાય છે.

59. મૂળ જમીનમાંથી પાણી અને ખનીજનું શોષણ કરે છે. (√ કે X)
ઉત્તર:-


60.તફાવત આપો : તંતુમૂળ – સોટીમૂળ

તંતુમૂળ

સોટીમૂળ

(1) કેટલીક વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી. પરંતુ તેમાંથી સર્જાતા બધા જ મૂળ સમાન હોય છે. આવા મૂળને તંતુમૂળ કહે છે.

(1) કેટલીક વનસ્પતિમાં એક લાંબું, મજબૂત મુખ્ય મૂળ હોય છે. જેને સોટીમૂળ કહે છે.

(2) ઉદા. મકાઈ, જુવાર, ચોખા વગેરેના મૂળ

(2) ઉદા. વાલ, વટાણા, સૂર્યમુખી વગેરેના મૂળ


61.નીચેનામાંથી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે ?
(A) મકાઈ
(B) શેરડી
(C) વાંસ
(D) આપેલ તમામ √

62.નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમૂળ ધરાવે છે ?
(A) જુવાર
(B) મગ √
(C) મકાઈ
(D) વાંસ

63. મૂળના પ્રકારને કોની સાથે સીધો સંબંધ છે ?
(A) પર્ણવિન્યાસ
(B) પુષ્પ
(C) શિરાવિન્યાસ √
(D) પ્રકાંડના પ્રકાર

64.અસંગત જોડ જણાવો:
(A) શેરડી – તંતુમૂળ
(B) વાલ – તંતુમૂળ √
(C) આંબો – સોટીમૂળ
(D) મકાઈ – તંતુમૂળ

65. જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો, તેનાં મૂળ કયા પ્રકારનાં હશે ?
ઉત્તર :
જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવતાં હોય તો તેનાં મૂળ સોટીમૂળ પ્રકારના હોય.

66. જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે ?
ઉત્તર :
વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેનાં પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.

67.છોડના કયા ભાગને લીધે વનસ્પતિઓને ઝડપથી ઓળખવી સરળ બને છે ?
(A) પ્રકાંડ
(B) પર્ણ
(C) પુષ્પ     
(D) મૂળ

68.દલપત્ર એટલે શુ?
ઉત્તર :
પુષ્પના સહુથી બહારના ભાગમાં આવેલ રંગીન, સુગંધીદાર, ચમકતા ભાગને દલપત્ર કહે છે.

69. વ્રજપત્ર એટલે શું ?
ઉત્તર :
દલપત્રની બહાર તરફ આવેલ નાનાં નાનાં પર્ણો જેવી રચના જે લીલા રંગની હોય છે, તેને વ્રજપત્ર કહે છે.

70. વ્રજ ચક્ર એટલે શું ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર :
વ્રજપત્રના સમૂહને વ્રજ ચક્ર કહે છે. જે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે.

71. જોડાયેલાં તથા છૂટાં વ્રજપત્ર હોય, તેવાં બે પુષ્પોનાં નામ આપો.
ઉત્તર : જોડાયેલાં વ્રજપત્રો ધતૂરો, જાસૂદ, બારમાસીમાં જ્યારે છૂટાં વજ્રપત્રો ગુલાબ, સૂર્યમુખીમાં જોવા મળે છે.

72. દલચક્ર એટલે શું ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર :
દલપત્રો ભેગા મળી દલચક્ર બનાવે છે. તે તેની અંદર આવેલા પુંકેસર અને સ્રીકેસર ચક્રનું રક્ષણ કરે છે.

73. જો પુષ્પનાં વજ્રપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો પણ જોડાયેલાં જ હોય છે. (√ કે ×)
ઉત્તર:-
×

74. પુષ્પમાં રહેલું માદા પ્રજનન અંગ જણાવો.
ઉત્તર :
પુષ્પમાં આવેલું માદા પ્રજનન અંગ સ્રીકેસરચક્ર છે.

75. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશાં સમાન હોય છે. (√ કે ×)
ઉત્તર:-
×

76. પુષ્પમાં રહેલું નર પ્રજનન અંગ જણાવો.
ઉત્તર :
પુંકેસરચક્ર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે.

77. પુંકેસર તંતુમય રચના છે. (√ કે X)
ઉત્તર:-


78. પુંકેસરની આકૃતિ દોરી તેની રચના સમજાવો.
આકૃતિ:-



પુંકેસરમાં મુખ્ય બે ભાગ જોવા મળે છે : (1) તંતુ (2) પરાગાશય
(1) પુંકેસરો ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે છે.
(2) તંતુ પુંકેસરને પુષ્ય સાથે જોડે છે.
(3) પરાગાશયમાં પરાગરજ (નર-પ્રજનન કોષ) સર્જાય છે.
(4) પુંકેસરમાં પરાગરજનું સર્જન થતું હોવાથી તેને પુષ્પનું નર-પ્રજનન અંગ કહે છે.

79. ટૂંકનોંધ લખો: સ્ત્રીકેસર
આકૃતિ:-


→ સ્ત્રીકેસરો ભેગા મળી સ્ત્રીકેસર ચક્ર બનાવે છે. દરેક સ્ત્રીકેસર ત્રણ ભાગોનું બનેલ છે: (1) પરાગાસન, (2) પરાગવાહિની,(3) બીજાશય
→ સ્ત્રીકેસરના ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે.
→ સ્ત્રીકેસરના નીચેના સહેજ ફુલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં અંડકો ઉત્પન્ન થાય છે. અંડકમાં માદા-પ્રજનન કોપ સર્જાય છે.
→ આમ, સ્ત્રીકેસરમાં માદા-પ્રજનન કોષ સર્જાતો હોવાથી તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે.

80. વ્યાખ્યા આપો : સ્ત્રીકેસર
ઉત્તર :
પુષ્પની સૌથી અંદર આવેલા માદા પ્રજનન અંગને સ્ત્રીકેસર કહે છે.

81. બીજાશય એટલે શું ?
ઉત્તર :
સ્ત્રીકેસરના નીચેના ફુલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં અંડક આવેલા હોય છે.

82. પુષ્પના બીજાશયમાં મણકા જેવી રચના હોય છે, તેને___ કહે છે.
(A) બીજ
(B) સ્ત્રીકેસર
(C) અંડક √
(D) વ્રજપત્ર

83. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે ?
ઉત્તર :
પુષ્પમાં સ્ત્રીકેસરના નીચેના ફુલેલા ભાગને બીજાશય કહે છે. તેમાં અંડક આવેલા હોય છે.

84. પુષ્પના ભાગોનાં નામ લખો.
ઉત્તર :
પુષ્પના ભાગો : (1) વજ્રચક્ર (2) દલચક્ર (3) પુંકેસરચક્ર (4) સ્ત્રીકેસર ચક્ર છે.

85. નીચેનામાંથી કયું ગળણી આકારનું પુષ્પ છે ?
(A) ગુલાબ

(B) ગુલમહોર
(C) ધતૂરો √
(D) જાસૂદ

86. એકલિંગી પુષ્પએટલે શું ? બે ઉદાહરણ આપો.
ઉત્તર :
જે પુષ્પમાં ફક્ત એક જ પ્રજનનચક્ર આવેલું હોય, એટલે કે પુંકેસર ચક્ર અથવા સ્ત્રીકેસર ચક્ર, તેવા પુષ્પન એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયાનું પુષ્પ, મકાઈના પુષ્પ વગેરે.

87. દ્વિલિંગી પુષ્પ એટલે શું ? બે ઉદાહરણ આપો.
ઉત્તર :-
જે પુષ્પમાં બંને પ્રજનનચક્ર આવેલાં હોય, એટલે કે પુંકેચર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે જાસૂદ, ધતૂરો

88. નીચેનામાંથી કયા પુષ્પાં વજ્રપત્રોની સંખ્યા અને દલપત્રોની સંખ્યા જુદી-જુદી હોય.
(A) ગુલાબ
(B) ગલગોટો
(C) સૂર્યમુખી
(D) આપેલ તમામ √

89. નીચેનામાંથી કયા પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રો જોડાયેલાં હોય છે ? (C) મકાઈ
(A) પીળી કરેણ √

(B) જાસુદ
(C) મકાઈ
(D) ગુલાબ

91. જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. (√ કે X)
ઉત્તર:-
×

92. વનસ્પતિનું પ્રકાંડ દ્વિ- માર્ગીય રસ્તાની જેમ કામ કરે છે. – સમજાવો.
ઉત્તર :-
પ્રકાંડ જલવાહિની અને અન્નવાહના ધરાવે છે. પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજક્ષારોનું વહન જલવાહિની દ્વારા વનસ્પતિના જુદા જુદા અંગો સુધી કરે છે. જ્યારે પર્ણમાં પ્રકાશસંશ્લેષણ દ્વારા તૈયાર કરેલો ખોરાક પ્રકાંડમાં રહેલ અન્નવાહક દ્વારા વનસ્પતિનાં જુદાં જુદા અંગો સુધી પહાચે છે. આમ, પ્રકાંડ દ્વિ- માર્ગી રસ્તા જેવું છે.

93. એક ડાળીને કે કુમળા પ્રકાંડને વચ્ચેથી આડા ચીરીને લાલ શાહીના પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવામાં આવે છે અને આવી જ બીજી એક વનસ્પતિની ડાળી કે કૂમળા પ્રકાંડને વચ્ચેથી ઊભાં ચીરીને એક ભાગ લાલ શાહીના પાણીમાં અને બીજો ભાગ વાદળી સાહીના પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવામાં આવે તો શું થશે ?
ઉત્તરઃ
ડાળી કે પ્રકાંડને વચ્ચેથી આડા ચીરીને લાલ શાહીવાળા પાણીમાં બે-ત્રણ દિવસ મૂકી રાખવાથી વનસ્પતિનાં ફૂલ લાલ રંગના દેખાય છે. અને આડછેદમાં ગોળાકાર રચના લાલ બને છે. ડાળી કે કુમળા પ્રકાંડને વચ્ચેથી ઊભા ચીરીને વાદળી શાહીવાળા પાણીમાં અને બીજા ભાગ લાલશાહીવાળા પાણીમાં બે-ત્રણ દિવસ રાખવાથી વનસ્પતિ સુકાઈ જાય છે. કારણ કે પાણી અને ખનીજ ક્ષારનું વહન કરતી નલિકાઓ કપાઇ જતાં પાણીનું વહન થતું નથી.

94. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી જરૂરી એવાં ખનીજક્ષાર અને પાણીનું શોષણ કરે છે. – આ ક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર :
ખુલ્લા મેદાનમાંથી એક સરખાં બે છોડને પસંદ કરો. બંનેના મૂળ તૂટી ન જાય તે રીતે બંનેને ખોદીને બહાર કાઢો.
હવે એક છોડને મૂળ સાથે કૂંડા A ની માટીમાં અને બીજા છોડનું મૂળ કાપીને તેને કૂંડા B ની માટીમાં વાવો. રોજ બંને કૂંડામાં નિયમિત રીતે એક સરખું પાણી આપો.
3-4 દિવસમાં/ એકાદ અઠવાડિયામાં કૂંડા-B નો છોડ કરમાઈને નાશ પામે છે. જ્યારે કૂંડા A નો છોડ વિકાસ પામે છે.
જે છોડ પાસે મૂળ હતાં તેણે પાણી, ખનીજક્ષારોનુ શોષણ કર્યું અને વનસ્પતિના પર્ણ અને પ્રકાંડને પૂરું પાડ્યું. તેથી તે વિકાસ પામ્યો. મૂળ વગર તે શક્ય બન્યું નહીં.

95. જમીનમાંથી કાઢ્યા વગર વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળ છે, તે કેવી રીતે જાણી શકાય ? 
ઉત્તર:- જો પર્ણોનો શિરાવિન્યાસ સમાંતર પ્રકારનો હોય તો એ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય. એ પર્ણોનો શિરાવિન્યાસ જાલાકાર હોય તો તે વનસ્પતિ સોટીમૂળ ધરાવતી હોય.