41. નીચેના ગ્રહો વિશે ટૂંકમાં જણાવો :
(1) બુધ :
 બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો ગ્રહ છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે.
(2) શુક્ર : તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. તેનું કદ અને વજન પૃથ્વી જેવું જ છે. આથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહે છે. તેને ઉપગ્રહ નથી. શુક્રની આસપાસના વાયુઓ અને વાદળોનાં ઘટ્ટ આવરણોને લીધે તેનો વધુ અભ્યાસ થઈ શક્યો નથી.
(3) મંગળ : મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે. મંગળ આછું વાતાવરણ ધરાવે છે. મંગળ પર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
(4) ગુરુ : ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. તે સૌથી મોટો ગ્રહ છે. તેની આસપાસ વાયુઓનું આવરણ છે. ગુરુ ખૂબ જ ઠંડો હશે તેમ મનાય છે. ગુરુને 79 ઉપગ્રહો હોવાનો મત ઘણા વૈજ્ઞાનિકોનો છે. દૂરબીનથી જોતાં તેની સપાટી મનોહર લાગે છે.
(5) યુરેનસ : પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાના કારણે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. આ ગ્રહની શોધ વિલિયમ હર્ષલે ઈ.સ. 1781માં કરી હતી. આ ખુબ જ ઠંડો ગ્રહ છે.

43. ઉલ્કા એટલે શું?
ઉત્તર :
 ઉલ્કા એટલે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો.

44. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે?
ઉત્તર :
 કોયના

45. કારણ આપો : રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય છે.
ઉત્તર : 
કારણ કે અવકાશમાં પૃથ્વીની આસપાસ પથ્થરના ટુકડા કે ગ્રહોના નાના ભાગો રહેલા હોય છે. ક્યારેક આ ટુકડા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. જે વાતાવરણમાં પ્રવેશતાં ઘર્ષણના લીધે સળગી ઊઠે છે. આથી આપણને આકાશમાં તેજલિસોટો દેખાય છે, જેને આપણે ખરતા તારા કહીએ છીએ.

46. નક્ષત્ર એટલે શું? નક્ષત્રોનાં નામ જણાવો.
ઉત્તર :
 કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્દ્ર, સ્વાતિ વગેરે જાણીતાં નક્ષત્રો છે.

47. નક્ષત્રો કુલ કેટલાં છે?
ઉત્તર : 
27

48. પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : પૃથ્વી નારંગી જેવી ગોળ છે. તે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. આમ, ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યભાગ મોટો છે.

49. પૃથ્વીના અભ્યાસ માટે વપરાતો પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની ............. છે.
ઉત્તર :
 પ્રતિકૃતિ

50. ........... તારો હંમેશાં આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે.
ઉત્તર :
 ધ્રુવનો

51. મને ઓળખો : હું સપ્તર્ષિ તારકના ઝૂમખાની મદદથી સરળતાથી મળી શકું છું. 
ઉત્તર : ધ્રુવનો તારો

52. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
ઉત્તર : 
ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.

53. ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે?
ઉત્તર : 
ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રે દરિયાઈ મુસાફરી કરનારા લોકો કે રાત્રે રણમાં મુસાફરી કરનારા લોકો કરે છે. ધ્રુવનો તારો હંમેશાં ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે.

54. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી ................. રેખાઓ છે.
ઉત્તર : 
કાલ્પનિક

55. પૃથ્વી પરની આડી-ઊભી કલ્પિત રેખાઓ પરથી શું જાણી શકાય છે?
ઉત્તર :
 પૃથ્વી પરની આડી-ઊભી કલ્પિત રેખાઓ પરથી કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે.

56. પૃથ્વી પરની આડી-ઊભી રેખાઓ માત્ર ............ માં જોઈ શકાય છે
ઉત્તર : 
નકશા

57. કોઈ સ્થળનો અક્ષાંશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ઉત્તર : 
પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વી કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે.

58. બે અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે?
ઉત્તર : 
111 કિમી

59. અક્ષાંશવૃત્તોની કુલ સંખ્યા ............ છે.
ઉત્તર : 
181

60. અક્ષવૃત્ત કોને કહે છે?
ઉત્તર :
 પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલાં સ્થળોને જોડનારા પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે.

61. રેખાંશ કોને કહે છે?
ઉત્તર : 
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે.

62. રેખાંશ ............. પાસે એકબીજાને મળે છે.
ઉત્તર :
 ધ્રુવ

63. રેખાંશવૃત્ત કેટલાં છે?
ઉત્તર : 
રેખાંશવૃત્તોની સંખ્યા 360 છે.

64. રેખાવૃત્ત કોને કહે છે?
ઉત્તર : 
પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલાં સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે.

65. અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું?
ઉત્તર :
 પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશવૃત્ત કહે છે, જ્યારે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશવૃત્ત કહે છે.

66. .............. પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
ઉત્તર : 
વિષુવવૃત્ત

67. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
ઉત્તર : 
વિષુવવૃત્ત

68. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એટલે શું?
ઉત્તર : 
વિષુવવૃત્ત પૃથ્વીના એકસરખા બે ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે.

69. નીચેના દેશો કયા ગોળાધમાં આવેલા છે?
(1) ભારત 
ઉત્તર : ઉત્તર ગોળાર્ધ

(2) મૅક્સિકો 
ઉત્તર : ઉત્તર ગોળાર્ધ

(3) જર્મની 
ઉત્તર : ઉત્તર ગોળાર્ધ

(4) ઑસ્ટ્રેલિયા 
ઉત્તર : દક્ષિણ ગોળાર્ધ

70. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° અક્ષાંશવૃત્ત એટલે ............
ઉત્તર : 
કર્કવૃત્ત

71. મને ઓળખો : હું વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° અક્ષાંશવૃત્ત છું. 
ઉત્તર : મકરવૃત્ત

72. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશરેખાને ................... કહે છે.
ઉત્તર :
 ઉત્તર ધ્રુવવૃત્ત

73. વિષુવવૃત્તથી દક્ષિણે ............... દક્ષિણ અક્ષાંશરેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે.
ઉત્તર :
 66.5°

74. અયન એટલે શુ?
ઉત્તર : 
વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે.

75. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનાં વૃત્તોને ................ કહે છે.
ઉત્તર : 
અયનવૃત્તો

76. મને ઓળખો : હું 90° દક્ષિણ અક્ષાંશ છું. 
ઉત્તર : દક્ષિણ ધ્રુવ

77. હાલની કઇ સિસ્ટમ દ્વારા કોઈ પણ સ્થળનાં અક્ષાંશ-રેખાંશ સરળતાથી જાણી શકાય છે?
ઉત્તર : 
GPS

78. ગ્રિનિચ શહેર ક્યા દેશમાં આવેલું છે?
ઉત્તર : 
ગ્રિનિચ શહેર ઇંગ્લેન્ડમાં આવેલું છે.

79. ગ્નિનિય રેખા થી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે.
ઉત્તર : 
ગ્નિનિય રેખા

80. પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એટલે શું?
ઉત્તર :
 પ્રિનિચ રેખાની પૂર્વ તરફનો 180° રેખાંશ સુધીનો ભાગ પૂર્વ ગોળાર્ધ અને ગ્રિનિચ રેખાની પશ્ચિમ તરફના 180° રેખાંશ સુધીના ભાગને પશ્ચિમ ગોળાર્ધ કહે છે.