26. છોટુમિયાં બાવળા સ્ટેશને સ્ટેશનમાસ્તર હતા.. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું

27. પ્રથમ વખત બૂટ તૈયાર નહોતા તેના માટે દુદામામાં શું કારણ બતાવે છે ?
ઉત્તર :
 પ્રથમ વખત બૂટ તૈયાર નહોતા તેના માટે કારણ બતાવી કહે છે કે, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું. તેમાં બૂટ સીવવાના ગયા છે. તું સોમવારે લઈ જજે.

28. કરીમભાઈ વિશેની દુદામામા ભાણા સાથે શી વાતો કરે છે ?
ઉત્તર :
 કરીમભાઈ વિશે દુદામામા કહે છે કે, કરીમભાઈ તો શું સરસ ભજન ગાય છે! તે આટલું સરસ ગાય છે એની મને ખબર નહિ, મેં તો હમણાં સંતની જગ્યામાં ગાતા સાંભળ્યા.

29. ભાણો દુદામામા પર આક્રોશ ઠાલવે છે. – કારણ આપો.
ઉત્તર :
 ભાણાને બૂટ સીવી આપવા માટે દુદામામા વાયદા પર વાયદા કરતા, પરંતુ કદી તેનું પાલન કરતા નહિ, બીજી આડીઅવળી વાતો કરીને ભાણાને પાછો મોકલતા; આમ વારંવાર ધક્કા ખવડાવવાને કારણે ભાણો આક્રોશ ઠાલવે છે.

30. “અરે ! તમને દસ વાર કીધું છે કે લાલ કરવાના છે !” – આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે જણાવો.
ઉત્તર :
 આ વાક્ય ભાણો બોલે છે, અને દુદામામાને કહે છે .

31. ઓઠામાં પડેલા લેખકના બૂટ કેવા હતા? દુદામામા બૂટને ઓઠામાં શા માટે રાખતા?
ઉત્તર :
 ઓઠામાં પડેલા લેખકના બૂટ લાલ ચમકતા, અણીવાળા, વાધરીવાળા હતા. નવા બૂટ પગમાં ડંખે નહિ માટે બૂટને ઓઠામાં રાખવામાં આવતા.

32. ભાણાના તૈયાર થયેલા બૂટ દુદામામાએ કોને આપી દીધા? શા માટે?
ઉત્તર :
 ભાણાના તૈયાર થયેલા બૂટ દુદામામાએ સીતાપુરથી આવેલા મગનભાઈના સુરેશને આપી દીધા. સુરેશે આ બૂટ જોયા અને હઠ પકડી કે કે મારે તો આ જ બૂટ જોઈશે. તો શેઠે ફૂલજીભાઈને મોકલ્યા અને બૂટ મંગાવી લીધા.

33. ‘મૂક, ભાણા પગ'. એવું વાક્ય સાંભળતાં જ ભાણો અવાચક થઈ ગયો. – કારણ આપો.
ઉત્તર : 
બૂટ તૈયાર હોવાની આશાએ ભાણો બૂટ લેવા આવ્યો ત્યારે દુદામામાએ ફરીથી પરમાણું લેવાનું કહ્યું તેથી ભાણો અવાચક થઈ ગયો.

34. લેખકને દુદામામા પાસેથી નવા બૂટ બાર મહિને મળતા. (સાચું કે ખોટું)
ઉત્તર : 
ખોટું

35. દુદામામા લેખકના બૂટ એક આંગળ મોટા સીવતા હતા. – કારણ આપો.
ઉત્તર : 
વડીલો દુદામામાને બારોબાર સૂચના આપતા કે બૂટ એક આંગળ મોટા સીવવા જેથી બે વર્ષ વધુ ચાલે. માટે દુદામામા બૂટ એક આંગળ મોટા સીવતા.

36. લેખકની આખરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો ?
ઉત્તર : 
દુદામામાનાં અનેક બહાનાં પછી લેખકના અવિરત ધક્કાને અંતે આઠ મહિને લેખકને બૂટ મળ્યા, ત્યારે લેખકની તપશ્ચર્યાનો અંત આવ્યો.

37. નવા બૂટ પહેરીને નીકળતાં લેખકને બજાર .............. લાગતી. (પહોળી, સાંકડી)
ઉત્તર : 
સાંકડી

38. લેખકને આજે પણ નવા બૂટ લેવાના થાય ત્યારે ............. નો સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. (છોટુમામા, દુદામામા)
ઉત્તર :
 દુદામામા

39. ‘મારો યાદગાર પ્રસંગ’ વિષય ઉપર દસેક વાક્યો તમારી નોટબુકમાં લખો.
ઉત્તર : 
વિદ્યાર્થીઓ પોતાના સ્વાનુભવના આધારે લખશે.

40.સૂચના મુજબ કરો :
1. આ પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરો.
ઉત્તર : 
મિટિંગ, રિપેર, ટાઇફૉઇડ, પ્રોજેક્ટ, સ્ટેશન, પેન્સિલ, ફેશન વગેરે.

2. આ યાદીમાં આપણે વ્યવહારમાં જે અંગ્રેજી શબ્દો બોલીએ છીએ, એ શબ્દો ઉમેરો.
ઉત્તર : 
ટેબલ, ડૉક્ટર, ચેર, કિચન, આઇસક્રીમ, નોટબુક.

3. આ અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ શોધો અને લખો.
ઉત્તર :
 મિટિંગ - મુલાકાત, રિપેર - સમારકામ, ટાઇફોઇડ - આંતરડાના રોગ, પ્રોજેક્ટ - યોજના, સ્ટેશન - વિરામસ્થળ, ચેર - ખુરશી, ટેબલ - મેજ, ડોક્ટર - દાક્તર, કિચન - રસોડું, નોટબુક - લખવાની નોટ, આઇસક્રીમ - દૂધની ઠંડી વાનગી.

4. આ અંગ્રેજી શબ્દોમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો.
(1) મિટિંગ
ઉત્તર : આજે ઓફિસમાં વાર્ષિક હિસાબ અંગેની મિટિંગ હતી.
(2) ટાઈફોઈડ 
ઉત્તર : નમ્રતાને યઇફોઇડ થયો હતો.
(3) સ્ટેશન 
ઉત્તર : રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવીને ઉભી રહી.
(4) કિચન 
ઉત્તર : કિચનમાંથી સ્વાદિષ્ટ રસોઈની સુગંધ આવે છે.
(5) ટેબલ 
ઉત્તર : નાનકડો ટેબલ લેમ્પ ખૂબ જ પ્રકાશ આપતો હતો.


41. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(જટિલ, પ્રાથમિક, પરમાણું, કથીર, માગણી)
(1) વડીલો પાસે વિધિસર ................ રજૂ કરવી પડતી.
ઉત્તર : 
માગણી

(2) સમગ્ર પરિવાર માટે એ ............... સમસ્યા બની જતી.
ઉત્તર :
 જટિલ

(3) મારા કર્મે લખ્યું ........... .
ઉત્તર :
 કથીર

(4) “દુદામામાને ત્યાં જઈ ............ નાખી આવજે.”
ઉત્તર : 
પરમાણું

(5) બૂટના પ્રોજેક્ટનો ............... તબક્કો આ રીતે પૂરો થયો.
ઉત્તર : 
પ્રાથમિક

42. નીચે આપેલાં વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો :
(1) એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે. 
ઉત્તર : 

(2) બાપુજીની પરવાનગીથી મેં એ જોડાં સોમાને આપ્યાં. 
ઉત્તર : 

(3) હજી આ ગાડીમાંથી ઊતર્યા જ છીએ. 
ઉત્તર : 

(4) મોટો ઈ મોટો ! 
ઉત્તર : ઈ

(5) અરે ભાણા, ઈ જ તો તને કહું છું. 
ઉત્તર : ઈ જ

(6) દોરાને મીણ ચડાવતાં-ચડાવતાં એ મને આવકાર આપતા. 
ઉત્તર : 

(7) આ તારાથી મોટો શું કરે છે ? 
ઉત્તર : 

(8) મોટો ભજન ગાય છે એ મને ખબર નહિ. 
ઉત્તર : 

(9) મારે તો બસ, આ જ બૂટ જોઈએ. 
ઉત્તર : આ જ

43. નીચે આપેલા શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
(1) શૈશવ = ................
ઉત્તર : બાળપણ, બચપણ

(2) યાતના = 
................
ઉત્તર : મુશ્કેલી, મુસીબત

(3) સમસ્યા = 
................
ઉત્તર : મુશ્કેલી, ઉપાધિ

(4) તીવ્ર = 
................
ઉત્તર : અતિશય, અનહદ

(5) આક્રોશ = 
................
ઉત્તર : ક્રોધ, ગુસ્સો

(6) વિષાદ = 
................
ઉત્તર : દુઃખ, શોક

(7) પર્વ = 
................
ઉત્તર : ઉત્સવ, તહેવાર

(8) જટિલ = 
................
ઉત્તર : મુશ્કેલ, દુષ્કર

(9) વડીલ = 
................
ઉત્તર : મોટા, મોભી

44. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો
(1) આનંદ ✖ ..................
ઉત્તર :
 શોક

(2) સહ્ય 
✖ ..................
ઉત્તર : અસહ્ય

(3) શૈશવ 
✖ ................
ઉત્તર : ઘડપણ

(4) વાજબી 
✖ .................
ઉત્તર : ગેરવાજબી

(5) દુઃખ 
✖ .................
ઉત્તર : સુખ

(6) સ્વસ્થ 
✖ ................
ઉત્તર : અસ્વસ્થ

(7) પ્રાથમિક 
✖ ................
ઉત્તર : અંતિમ

(8) મંજૂર 
✖ ..................
ઉત્તર : નામંજૂર

(9) સ્વીકાર 
✖ ................
ઉત્તર : અસ્વીકાર

(10) ઉત્સાહ 
✖ ...............
ઉત્તર : નિરુત્સાહ

(11) સ્મરણ 
✖ ..............
ઉત્તર : વિસ્મરણ

(12) તીવ્ર 
✖ ....................
ઉત્તર : મંદ

45. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો:
(1) પ્રમાણુ –..............
ઉત્તર : પરમાણુ

(૨) ધ્વારકા – 
..............
ઉત્તર : દ્વારકા

(3) સ્મ્રુતિ – 
..............
ઉત્તર : સ્મૃતિ

(4) પ્રાથમીક – 
..............
ઉત્તર : પ્રાથમિક

(5) માગણિ – 
..............
ઉત્તર : માગણી

(6) નેપોલીયન – 
..............
ઉત્તર : નેપોલિયન

(7) જીદગી – 
..............
ઉત્તર : જિંદગી

(8) અવીરત – 
..............
ઉત્તર : અવિરત

(9) પરીસ્થીતી - 
..............
ઉત્તર : પરિસ્થિતિ

(10) જટીલ – 
..............
ઉત્તર : જટિલ

(11) રસપુર્વક - 
..............
ઉત્તર : રસપૂર્વક

(12) માનસીક – 
..............
ઉત્તર : માનસિક

(13) તપચર્યા – 
..............
ઉત્તર : તપશ્ચર્યા

(14) પેન્સીલ – 
..............
ઉત્તર : પેન્સિલ

46. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો :
(1) સહન ન થઈ શકે તેવું 
ઉત્તર : અસહ્ય

(2) ગૂંચવણ ભરેલી બાબત 
ઉત્તર : જટિલ

(3) બૂટની અંદર નાખવામાં આવતું નરમ-છૂટું પડ 
ઉત્તર : સગથળી

(4) આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું 
ઉત્તર : ધૂઆંપૂઆં

(5) બૂટ તૈયાર કરવાનું તેના માપનું લાકડાનું સાધન 
ઉત્તર : ઓઠું

(6) હદ વગરનું 
ઉત્તર : બેહદ

(7) કામ પૂરું કરવા અંગે મુદત આપ્યા કરવી તે 
ઉત્તર : વાયદો

(8) ચામડાની સાંકડી પટ્ટી કે દોરી 
ઉત્તર : વાધરી

(9) ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું કારખાનું 
ઉત્તર : પોટરી

(10) બહેનનો દીકરો 
ઉત્તર : ભાણિયો

47. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, તેનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) શૈશવનાં સ્મરણોમાં સરી પડવું 
ઉત્તર : બાળપણના પ્રસંગો યાદ આવવા
વાક્ય : બસ મારા ગામમાં પહોંચી એવી હું શૈશવનાં સ્મરણોમાં સરી પડી.

(2) માનસપટ પરથી પસાર થવું 
ઉત્તર : યાદ આવવું
વાક્ય : 
બાલમંદિરમાં રમતાં બાળકોને જોઈને મારું બાળપણ માનસપટ પરથી પસાર થયું.

(3) હિંમત ન હારવી 
ઉત્તર :પાછી પાની ન કરવી
વાક્ય : 
સામે લશ્કરની વિશાળ સેના જોઈને પણ અકબર હિંમત ન હાર્યો.

(૪) ઢીલાઢફ થઈ જવું 
ઉત્તર : શિથિલ થઈ જવું
વાક્ય :
 પરીક્ષામાં નાપાસ થયાનું જાણીને રવિ ઢીલોઢફ થઈ ગયો.

(5) મંજૂરીની મહોર મારવી 
ઉત્તર : સંમતિ આપવી
વાક્ય : 
મારા પ્રવાસ જવાની બાબત પર પપ્પાએ મંજૂરીની મહોર મારી.

(6) ખુશીનો પાર ન રહેવો 
ઉત્તર : ખૂબ આનંદિત થઈ જવું
વાક્ય : અમેરિકાથી કાકા આવે છે એ જાણી મારી ખુશીનો પાર ન રહ્યો.

(7) આક્રોશ ઠાલવવો 
ઉત્તર : ગુસ્સો વ્યક્ત કરવો
વાક્ય : ચૂંટણીમાં જીત્યા બાદ એક વર્ષ બાદ દેખાતા નેતા પર જનતાએ આક્રોશ ઠાલવ્યો.

(8) ધૂંઆપૂંઆ થવું 
ઉત્તર : ક્રોધે ભરાવું.
વાક્ય : વિદ્યાર્થીઓનાં અવિરત તોફાન જો ઈ શિક્ષક ધૂઆંપૂંઆ થઈ ગયા.

(9) અવાચક થવું  
ઉત્તર : આઘાતથી મૂંગા થઈ જવું
વાક્ય : પત્નીનું અપમાન બધાની હાજરીમાં કરતાં પતિનો મિત્ર અવાચક બની ગયો.

(10) આંખે અંધારાં આવી જવાં 
ઉત્તર : શું કરવું તે ન સૂઝવું.
વાક્ય : દીકરાનો ગંભીર અકસ્માત જોઈ પિતાની આંખે અંધારાં આવી ગયો.

(11)હાથવગું હોવું 
ઉત્તર : સહેલાઈથી મળી જાય તેવું હોવું
વાક્ય : લાઈટ જાય ત્યારે મીણબત્તી હાથવગી હોય તો સારું.

(12) અવાજ ફાટી જવો 
ઉત્તર : ઉશ્કેરાટને લીધે અવાજ તરડાઈ જવો
વાક્ય : ગુનેગારને પોલીસની બે લાતો પડતાં તેનો અવાજ ફાટી ગયો.

48. નીચેનાં વાક્યોના પ્રકાર ઓળખાવો :
(1) “બૂટની કિંમત શી છે ?" 
ઉત્તર : પ્રશ્નાર્થ વાક્ય

(2) બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માગણી રજૂ કરવી પડતી.
ઉત્તર : વિધાન વાક્ય

(3) કોઈ તકલીફ ના પડી. મોટો ઈ મોટો ! 
ઉત્તર : ઉદ્ગાર વાક્ય

(4) કામ તો આખી જિંદગી કરવું જ છે ને ? 
ઉત્તર : પ્રશ્નાર્થ વાક્ય

(5) કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે ! 
ઉત્તર : ઉદ્ગાર વાક્ય

(6) મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. 
ઉત્તર : વિધાન વાક્ય

49. નીચેના શબ્દો પરથી વિશેષણ બનાવો :
(1) શરીર – .....................
ઉત્તર : શારીરિક

(2) પ્રથમ – ....................
ઉત્તર : પ્રાથમિક

(3) સિધ્દ્ધાંત – ....................
ઉત્તર : સૈદ્ધાંતિક

(4) પરિવાર – ....................
ઉત્તર : પારિવારિક

(5) વ્યવસ્થા – ....................
ઉત્તર : વ્યવસ્થિત

(6) ઉત્સાહ – ....................
ઉત્તર : ઉત્સાહી

(7) માનસ – ....................
ઉત્તર : માનસિક

(8) આનંદ – ....................
ઉત્તર : આનંદી

50. તમારા પગનું રક્ષણ કરવા શિયાળા, ઉનાળા અને ચોમાસમાં કેવા-કેવાં પગરખાં પહેરશો ?
ઉત્તર : 
શિયાળામાં બૂટ જેવાં, પગ ઢંકાય તેવાં, ઉનાળામાં ખુલતા અને સુવાળા સેન્ડલ જેવાં તથા ચોમાસામાં લપસી ન પડાય તેવાં રબરના બૂટ જેવાં જોડાં પહેરીશું.

51. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
મામા, મોજાં, માગણી, મહાન, મેળો, મંદિર, મહિનો
ઉત્તર : 
મહાન, મહિનો, મંદિર, માગણી, મામા, મેળો, મોજાં